આ કહાની માં દીકરા યે તરછોડેલ માબાપ ની દશા ને રજૂ કરી રહ્યું છું..દીકરા એ આજ માં બાપ ને પોતાના અલગ ઘરે મુકીઆવ્યાં.થોડું પાછળ જાયે..એક પરિવાર હંમેશા સાથે રેહતો બધા સાથે હસી ખુશી થી આનંદ કરતા.પરિવાર માં માં બાપ એનો એક દીકરો અને વહુ અને એના બે દીકરા અને એક દીકરી હતી.જ્યારે માણસ પૈસા ની લાલચ લાગે ત્યારે એમને બસ પૈસા જ દેખાશે.એમની પાસે ૨૫ એકર જમીન હતી એમાં ખેતી કરતા.બાદ માં થોડી વેચાણ કરી તેને સસ્તા ભાવ ની બે અલગ અલગ ખેતર લઈ લીધા.દીકરા યે ૫ લાખ રૂપિયા એના માબાપ માટે બેંક માં મૂકવી દીધા અને અલગ એક ખેતર માં માં બાપ ને રેહવાનુ કહી દીધું. હા આ સમયે એમને ત્યાં રેહવામાં કોઈ વાંધો ન હતો તે ત્યાં સારી રીતે જિંદગી ને જીવતા હતા.પણ એમાં વહુ ની નજર ગઈ અલગ ખેતર જે બાપા ના નામે છે જે સાસરે ગયેલ દીકરી ઓ ભાગ માગશે તો..! એને આજ કારણ થી હેરાન કરવાની ચાલુ કરી દીધું. માબાપ ના ઘરે દરરોજ દૂધ છાસ પોચડતા તે પણ બંધ કરી દીધું.એ ખેતર રે કામ કરવા આવે છતાં બોલાવે નહિ.કોઈ વસ્તુ ની જરૂરિયાત હોય ત્યારે મદદ આવે નહિ આજ રીતે અંતે માં બાપ દીકરા વહુ થી કંટાળી ગયા..! એને કહ્યું કે દીકરી ક્યારે સાસરે ગયા પછી માગતી નથી એને એનું જીવન માં જ સુખી રહે છે.અને દીકરી ઓને પણ બોલાવી ને એ સૌ ની સહમતી થી એ દીકરા ના નામે જમીન કરી આપી.હવે માબાપ પાસે ૫ લાખ રૂપિયા બેંક માં હતા એના વ્યાજ માંથી એ પોતાનું જીવન ચલાવતા. જીવન માં ક્યારે કોઈ પરિસ્થિતિ ની ખબર નથી હોતી કે હવે જીવન માં સુ મુશ્કેલી આવી જશે એવી જ મુશ્કેલી એની માં ના નામે લખેલ હશે.માં ને કેન્સલ ની બીમારી થઇ ગઇ જે ધીરે ધીરે ખુબજ તકલીફ દાયક બનતી જતી હતી.નાના મોટા દવાખાના એક પછી એક બદલવા લાગ્યા પણ કંઈ સારું થતું ન હતું.બીમારી વધતી જતી હતી પણ એનો દીકરો કંઈ મદદ માટે આવતો ન હતો.અંતે એના પરિવાર ના બીજા બધા એને સિવિલ હોસ્પિટલ લઈ જવા તૈયાર થયા.આ જોય ને હવે એને વહુ દીકરા ને બીજા ની વાતું સાંભળી ને એને શરમ આવી અને સાથે આવવા માટે તૈયાર થયા.ત્યાં ડોક્ટર એ જણાવ્યું કે એના ઈલાજ માટે કીમિયોથેરાપી પદ્ધતિ એ સારવાર કરવી પડશે અને તે માટે ૯ વખત આપને ૧૫ દિવસ ના ગાળામાં સારવાર માટે હોસ્પિટલમાં આવવું પડશે.હવે એ પદ્ધતિ એ ઈલાજ ની શરૂઆત કરવામાં આવી બસ દર ૧૫ દિવસે હોસ્પિટલ લઈ જતા અને હવે દીકરો પણ માં ની સેવા મદદ કરી રહ્યો હતો.જીવન માં ક્યારે શું બદલાવ આવી જાય એ ખબર પડતી નથી.અંતે એ હોસ્પિટલ ના ધકા નો અંત આવ્યો અને ઘરે જ ખાટલા માં આવી ગયા.અને હવે વહુ અને દીકરો બને સેવા કરતા હતા.તેને ખાવા પીવા દવા બધું ધ્યાન હવે તે જ રાખતા હતા.માં ને પરિવાર ના જોવા માટે આવે તે બધા નું પણ ઘરે ધ્યાન રાખવું.સાસરે થી દીકરી ઓ પણ માં ની સેવા માટે ત્યાજ રોકાઈ હતી અને બધા એનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા.બધા ને એમ હતું દીકરો વહુ માં સુધારો આવ્યો છે ને સારી સેવા કરે છે પણ આ એક પેહલા ની જેમ જીવન માં ક્યારે કોણ બદલી જાય ! એની સેવા કરતા કરતા ખાટલા માં જ ૪ થી ૫ મહિના નીકળી ગયા પણ હજુ માં ઊભા થઈ શકતા ન હતા એ ખાટલા માં ને ખાટલા માં જ હતા.હવે વહુ એ હેરાન ગતી ચાલુ કરી માં ને મેળા ટોળા સંભળાવતા એને હાલતા ચાલતા ટપલી મારતાં જતા ખાવા પીવાનું ધ્યાન ન આપતા.આ રીતે ધીરે ધીરે ચાલવા માંડ્યું.માં હવે આ જીવન અને વહુ દીકરા થી કંટાળી ગયા હતા.અંતે જે ન વિચાર્યું હોય એ બની ને રહ્યું દીકરા વહુ એ એના બીજા ખેતર માં માં અને બાપ ને મૂકી આવ્યા.હવે મુશ્કેલી વધી માં જે ખાટલા માં છે જેના થી ઊભા થવાતું ન હતું અને ખાવા પીવા નું કોણ આપશે હવે..! બાપ કે જેને કોઈ દિવસ રસોડા માં પગ નથી મૂક્યો એ કંઈ રીતે ખવડાવશે અને ખાશે કંઈ રીતે એ એકલા બધું કરશે..! દીકરો હવે એ ખેતર આવે તો પણ દૂધ કે છાસ નથી લાવતો.અને કહે કે જો જરૂર હોય તો ઘરે આવી લઈ જવું. એ ખાટલા માં પડેલ માં ને પણ ત્યાં આવે છતાં જોવા નથી આવતો.બાજુમાં રેહતા એક ખેડૂત પાસે થી દૂધ ને છાસ અને ખાવા ના રોટલા પણ ત્યાં થી લેવાનુ થયું.આતો કેવી પરિસ્થિતિ આવી ખાવાના પણ બીજા ના ઘરે થી લેવા પડે.દીકરો અને વહુ હવે એના તરફ જોવા પણ આવતા નથી.સાસરે થી એની દીકરીઓ જોવા આવે અને માં એની દુઃખી આત્મા સભળાવે અને રડે પોતાનું જીવન.દીકરા વહુ ને હજી એજ શંકા છે બેંક માં પડેલા પૈસા પણ સાસરે બેઠી દીકરીઓ ને આપી દેશે...આતો કેવો દીકરો અને માં બાપ નું જરાઈ દુઃખ નથી દેખાતું એ ઘરડા બને એકલા જ ખેતર રહે અને આ ઉમર બાપ પણ કેટલું કામ કરે..! આ બધું દુઃખ જોય ને બાપ પોતાના દુઃખ રડતા બીજા ખેડૂત ને કહે કેવી અવદશા આવી આજ દીકરા અને પોત્રા હોવા છતાં કોઈ મારું નથી.એ જ દીકરા માટે એક સમયે બધું કર્યું હતું અને આજે એને એમને આમ એકલા મૂકી દીધા.જ્યારે એક સમયે અમે એના ભવિષ્ય માટે ચોરી પણ કરી હતી બીજા ના ખેતર માંથી રાતે અમે પાક ચોરી કરી લેતા અને એજ અમે અમારા ખેતર માં વાવી ને ખવડાવતા..!લાગે એવું છે એજ ચોરી કરેલ નું આજ પાપ ભોગવીએ છીએ.ભગવાન કહે જ છે જેવું કર્મ કરો તેવું ભોગવો..આજ અમારે આ દુઃખ જોવું પડ્યું અને અમને ઘર ની બારે કાઢી મૂક્યા એજ મારા દીકરા ને ભોગવવું પડશે એ દુઃખ મને સતાવી રહ્યું છે.
લેેેખક નો સાર. મનુષ્ય જે કર્મ કરે તે ફળ મળે ..