Bajet-lokdown in Gujarati Motivational Stories by Urmi Chetan Nakrani books and stories PDF | બજેટ-લોકડાઉન

Featured Books
  • आखिरी कोशिश

    धूप ढल चुकी थी। शहर की भीड़ में हर कोई अपनी मंज़िल की तरफ़ भ...

  • अनोखी यात्रा

    अनोखी यात्रा **लेखक: विजय शर्मा एरी**---सुबह की पहली किरण जब...

  • ज़िंदगी की खोज - 1

    कुछ क्षण के लिए ऐसा प्रतीत हुआ जैसे वक्त ने खुद को रोक लिया...

  • Veer-Zaara

    Veer Zara“मैं मर भी जाऊँ तो लोग कहेंगे कि एक हिंदुस्तानी ने...

  • अतुल्या

                    &nbs...

Categories
Share

બજેટ-લોકડાઉન

એક મહિનાના પગારમાં બે મહિનાનો સમય પણ‌ નિકળી શકે.‌...હા..નિકળી શકે...ના મુવી જોવાનો ખર્ચ,ના હોટલોનો ખર્ચ અને હા,અમુકને તો બોટલોનો પણ નહિ.છતાય ટેવાય ગયેલા અમુક હિરલાઓ ગમે ત્યાંથી સેટિંગ કરી લે.માવો ચોળ્યા વગર સવાર ના પડે.હિરોઈનોનેય પાણી પુરી‌ વગર ચાલી જાય,ટીપ ટોપ કર્યા વગર ચાલી જાય.અરે લગ્ન અને ચાંદલા ઉપરાંત સીમંત એવું બધું ટૂંકમાં પતી જાય.ભેટ સોગાદોનું ૨૦% બજેટ,ઉપર પેલા વાત કરી એમાં ૧૫%નુ બજેટ.એમાય નવા કપડા લેવાના એ પણ ભાડેથી.વરરાજા અને દુલ્હનના ભાડે મળતા કપડામાં તો આપણા જેવા મિડલ ક્લાસના માણસને કદાચ એક આખા વર્ષના કપડા આવી જાય એ પણ ઈનરવેર સાથે.
નાના ટેણિયાઓ હોય એને નફામાં તબિયત બગડે.ન ખાવાનું ગળચી લે એટલે દવાખાને લઇ ગયા વગર પણ છુટકો નહિ.પ્રસગમા કંઈ કહી ના શકાય!! ભોંઠા પડીએ જો છોકરું રોવે તો!!!?શું થયું એને લાવો મારી પાસે...એટલે આપણે આપીએ..‌સાહેબ રસોડામા લઈ જાય અને ડાચાંમા કઇક ભરાવી લાવે.પાછુ રમતું રમતું એકબીજા પાસે વાયા થતું હોય ત્યાનુ ત્યાં.આ બધામાં ૪ થી ૫%નુ બજેટ જાય એમાંય સગા ભટકાય જાય એટલે પાછા ગલ્લા તરફ પગલાં માંડવાના.અરે આ તો પ્રસંગનુ કહ્યું, રોજીંદી આદતો વાળાનુ બજેટ તો ઉંચુ હોય ને?!


ટેલિફોનિક બેસણું!!!કેવું સારું નહિ??ખોટી રો-કકળ જ નહીં.એવુ કરવાથી તો દુ:ખ ભુલાવાની જગ્યાએ વધે અને ચા-પાણીના ખર્ચા અલગ.અમુક મહાનુભાવોને તો બિડીના ઠુંઠા અને સિગારેટ પિવડાવવાની.૧૦થી ૧૨% બજેટ એમા જતું રહે‌.
૩૫% બજેટ સાવ નકામુ! દેખાદેખી અને સમાજ શું કહેશે? એમાં જ વેડફાય જાય.હમણા આ ૩૫%ના બજેટમા ઘણી રાહત છે.બચતનો‌ રસ્તો ખુલ્યો છે જો કરવામાં આવે તો.સરવાળો માંડીએને તો જીંદગીભરની ૩૫% રકમ આવા નકામા દેખાડા કરવામાં જતી રહે છે.મિડલ ક્લાસી આવક સરેરાશ આપણે વિસેક હજાર મુકીએ.૩૫%ના હિસાબે ૭૦૦૦ રૂપિયા ફાલતુના જ જાય.હાલના સમય પ્રમાણે દરેક વ્યક્તિનુ સરેરાશ આયુષ્ય ૬૫ વર્ષ સમજીએ.૭૦૦૦×૬૫=૪,૫૫,૦૦૦ એક માણસ બચાવી શકે.
આપણે ત્યા તો અરે ત્યાં તો એ આવ્યો જ નહી.એને તો આવવું જ પડે ને.બે ચાર બીજાય ભળી જાય.
નકામી ચોવટ કરનારાઓ.બીજુ‌ બધું તો ઠીક હમણાં તો‌ છુટાછેડાનો ક્રેઝ ચાલે છે.કાયદાકિય રીતે બધુંય થઈ શકે તોય વકીલ કરતાં વધારે મિટિંગ તો સામસામેના પક્ષોના મોભિઓની થાય.સમજુતી ચાલે.તો પણ નવી પેઢીના ચડતા લોહી વાળા,પાણીદારો છૂટા પડે.બાપનુ આખી જિંદગીનુ બજેટ વિખાય જાય(પેલા ૪,૫૫,૦૦૦ માંથી બચાવેલા).પરણાવવા માટે મીટર ઉપર(વ્યાજે)રૂપિયા લીધા હોય.મીટરના રૂપિયા માંડ ચૂકવાય.મુદ્દલ તો ત્યાંનું ત્યાં.રૂપિયાનો તો લગ્નમા ફોડેલા ફટાકડામા જ ધુમાડો થઇ ગયો.આમા તો ડિપ્રેશન વધે સમાજના દેખાડાઓ બજેટ ના સાચવી દે.
હવે જો બધું થાળે પડી ગયું હોય તો એ સારી વાત કહેવાય.નવાણિયાઓનુ લગ્નજીવન ચાલતુ હોય.એવામા બજેટ વગરના ડોસો ડોસી ભેગા આવે.અહિયા બધું ખોરવાય અને કજિયા-કકળાટ ચાલુ.બધુ પૈસો કરાવે.ઘરવાળીને સાચવવી પડે.ડિમાન્ડ વધે.ઘરમા ફ્રિજ જોઈએ...મા-બાપ આવ્યા તો મળવા આવનારા વધી જાય.એ નવરી બજારો પાછી સલાહ આપે-એકાદ ટી.વી. તો જોઈએને!!! બિચારા ડોસલાવનો ટાઈમ સાવ બેઠા બેઠા તો કેમ જાય?!.
થઈ જાય ફરી પાછી પૈસાની બરબાદી‌.ભૌતિક સુવિધાઓ હોવી જોઈએ એ વાત સાચી પણ કોઇકના કહેવાથી કે કોઇકના મહેણાં ટોણાથી બચવા કે દેખાડો કરવા મીટર ચાલુ કરીને વસાવીને એ એકંદરે વ્યાજબી તો નથી જ ને??
હજુ આ બધાના હપ્તા ચાલુ હોય ત્યાં પાડીને આપણા છોકરા રમાડવાની દેખીતી ચળ્ય ઉપડે."હવે કેટલી વાર?!-ઓટલા પરિષદ ભરીને બેસેલી નવરી સ્ત્રીઓનો આ જ ધંધો.કોને કેટલા છોકરાવ છે એનીય ખબર હોય.ખાલી બે દિવસ પુરૂષ કસમયે નીકળે એટલે બિચારાને એકાદ નવો ટેગ લાગી જાય.
હમણાં આ બધીય વાતની કુદરતે સાવ શાંતિ કરી આપી છે.નકામી પંચાયત ઓછી બેસે છે.જેમના બજેટ ટૂંકા હોય એમનેય થોડીક શાંતિ મળી છે.એટલે હવે ઘરે જ બેસીએ.ખર્ચા તો કરવાના નથી!!!!!.
આપણી જરૂરિયાતો વધી છે બજેટ તો સારૂં જ છે.