Black Eye - 38 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 38

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 38

બ્લેક આઈ પાર્ટ 38
અમર પાછો તેના ડ્રગ ડીલર વાળા વેશ માં હતો . તે ઉભો રહીને કોઈની રાહ જોતો હતો , ત્યાં થોડીવારમાં જ તે માણસ આવ્યો . તે બીજું કોઇનહિ પરંતુ જીગો જ હતો . જીગો પણ હેરાન હતો કે આ ડ્રગ ડીલરે તેને કેમ બોલાવ્યો .

થોડીવાર પહેલા અમરે જેને ફોન કર્યો હતો તે જીગો જ હતો . થોડીવાર પહેલા ફોનમાં

અમર : હેલો , જીગો બોલે છે .

જીગો : હા

અમર : શું સેમી ઉર્ફે સાગર તારી સાથે છે .

જીગો : હા

અમર : હવે હું જે વાત કહું તે ખાલી સાંભળજે . જયારે તારી અને સાગરની વાત થઇ જાય ત્યારે તું ગમે તે બહાનું કરીને કોઈને કીધા વગર મને તમારી કોલેજની આગળ જે ચાર રસ્તા છે ત્યાં મળજે , અને કોઈ સવાલ કરવાની જરૂર નથી , જો તું નહીં આવ્યો તો તારું સિક્રેટ તારી બહેન પાસે પોહ્ચ્તા વાર નહીં લાગે . હું સાગર જેટલો સારો માણસ નથી સમજાયું . આટલું કહીને અમરે ફોન મૂકી દીધો . અમરે ધમકી એટલે આપી કે જીગો કોઈ સવાલ કર્યા વગર તેને મળવા તૈયાર થઇ જાય .

થોડીવાર પછી જીગો બહાનું કરીને અમર ને મળવા આવે છે . આવીને જોવે છે કે આતો એજ વ્યક્તિ હતો જેમની પાસેથી થોડા દિવસ પહેલા તેઓએ ડ્રગ લીધા હતા . હજુ તે કંઈક બોલવા જાય તે પહેલા જ અમરે તેની બાઈક ચાલુ કરી અને તેને બેસવા કઈ દીધું . જીગા પાસે બીજો કઈ ઉપાય પણ ન હતો આથી તે ચુપચાપ બાઈકની પાછળ બેસી ગયો . અમરે ફુલ સ્પીડમાં બાઈક દોડાવી દીધી અને જ્યાં એક સુમસામ રસ્તો આવતો હતો ત્યાં ઉભી રાખી . બંને બાઈકની નીચ્ચે ઉતરે છે.

જીગો : તમારો પ્રોબ્લમ શું છે મને આવી રીતે ધમકી આપીને કેમ બોલાવ્યો ? હું તો તમને ઓળખતો પણ નથી અને અમે ખાલી તમારા કૅસ્ટમર હતા . હું ક્યાંય તમારા રસ્તા વચ્ચે પણ નથી આવ્યો .

અમર : શાંત થાઓ જિગાભાઇ મને તમારાથી કોઈ પ્રોબ્લમ નથી .

હજુતો અમર આગળ બોલવા જાય તે પહેલા જ પાછો જીગો ચાલુ થઇ જાય છે .

જીગો : હું કઈ તમારો ભાઈ બાઈ નથી અને તમને મારાથી કઈ વાંધો નોહ્તો તો મને કેમ બોલાવ્યો .

અમર : તમે બંને ભાઈ બહેન સરખા જ છો એકવાર બોલવાનું ચાલુ કરો તો બિના બ્રેક વગર નોનસ્ટોપ ચાલુ જ રહો છો વચમાં ક્યારેક સ્પીડબ્રેકર તો રાખતા જાવ તો સામેવાળા પણ તેમની વાત કરી શકે .

જીગો : હું અત્યારે ચૂપ જ છું અને તમે મારી બેન ને કેવી રીતે ઓળખો ?

અમરે વિચાર્યું આને કહેવા કરતા બતાવવું વધારે યોગ્ય છે આથી તેને પોતાનો નકલી ડ્રગડીલર વાળો વેશ કાઢી નાખ્યો . જીગો તો આ જોઈને હેરાન થઇ ગયો કે આ માણસ શું હતો ને શું થઇ ગયો . જીગો થોડીવાર તો અમરની સામું જ જોતો રહીયો પછી કળવળી તો પૂછ્યું .

જીગો : તમે કોણ છો ? આવી રીતે વેશપરિવર્તન કેમ કર્યું હતું અને અમારી કોલેજમાં કેમ આવ્યા હતા ?

અમર : તું ક્યારેય ન્યુઝ પેપર નથી વાંચતો ?

જીગો : ન્યુઝ પેપર બોરિંગ હોય છે હું ક્યારેય નથી વાંચતો .

અમર : એટલે જ તારે મને પૂછવું પડ્યું નહિતર તને ખબર હોત કે હું કોણ છું પણ કઈ વાંધો નહીં હું તને કહું છું કે હું કોણ છું . આ બોલીને અમરે તેના પર્સ માંથી તેનું આઈડી બહાર કાઢ્યું અને જીગાને આપ્યું . જીગાએ હાથમાં આઈડી લઈને જોયું તો બેભાન થતા થતા રહી ગયો .

જીગો : પ્લીઝ સર મને માફ કરી દયો આજ પછી હું ક્યારેય ડ્રગ નહીં લઉં .

અમર : મેં તને એ માટે નથી બોલાવ્યો , તારી મદદ માંગવા માટે બોલાવ્યો છે .

જીગો : મદદ ? મારી મદદ ? પણ હું તમને એટલે કે પોલીસ ને શું સહાયતા કરી શકું .

અમર : તું જ મારી મદદ કરી શકે તેમ છો અને હું સંધ્યા અને સાગર ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છીએ . મેં જ તમારી કોલેજ માં સાગરને મોકલ્યો હતો પણ હવે આગળ નો પ્લાનિંગ તેની સાથે નથી કરી શકું તેમ અને મારે કોલેજમાંથી જ કોઈની હેલ્પ જોતી હતી આથી જ તને એવીરીતે બોલાવ્યો . એ માટે હું તારી માફી માંગુ છું . શું તું મારી મદદ કરીશ ?

જીગો : સર એમાં માફી માંગવાની કઈ જરૂર નથી , હું તમારી મદદ કરવા માટે તૈયાર છું મારે શું કરવાનું છે . અમર તેને આગળ પ્લાન જણાવતા કહે છે ......