Bhool (Ek vedna) in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | ભૂલ (એક વેદના)

Featured Books
Categories
Share

ભૂલ (એક વેદના)

કૉલેજ જતી વખતે ફોરમ અને તેની ફ્રેન્ડ અપેક્ષા રસ્તા પર ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક એક કાર આવી ને ઉભી રહી ગઈ. અપેક્ષા ફોરમ ને કહ્યા વગર તે કાર માં બેસી ગઈ ને ફોરમ એકલી ચાલતી ચાલતી કૉલેજ પહોંચી ગઈ.

બીજે દિવસે ફરી બંને સાથે ચાલી રહ્યા હતા ત્યારે ફોરમ અપેક્ષા ને પૂછ્યું કાલે તું ક્યાં ગઈ હતી ને પેલી કાર મા કોણ હતું જેની સાથે તું મને કહ્યા વગર બેસી ગઈ હતી.

સાંભળ ફોરમ તે મારો બોયફ્રેન્ડ હતો તે મને પ્રેમ કરે છે. તે અમીર ને હું ગરીબ તો પણ તે મારા માટે કેટલું કરે છે. મને ફરવા લઈ જાય છે શોપિંગ કરાવે છે. હું જે માંગુ તે આપે છે ખાસ તો સાંભળ હજુ સુધી મને ટચ પણ કરી નથી એટલો પ્રેમ કરે છે.

ફોરમ ના મન માં વિચારો આવવા લાગ્યા કાસ મારો પણ આવો કોઈ બોયફ્રેન્ડ હોય જેની સાથે હું ફરું શોપિંગ કરું .
શું વિચારે છે ફોરમ.
કઈ નહિ અપેક્ષા બસ એમ જ.
તારે આવી મોજ મસ્તી કરવી હોય તો મારો બોયફ્રેન્ડ નો મિત્ર છે તું કહે તો વાત કરું.
થોડો ચહેરા પર ડર હતો પણ કાર અને શોપિંગ ના વિચારો તેની પર હાવી થઈ ગઈ એટલે અપેક્ષા ને હા પાડી.

બીજે દિવસે અપેક્ષાએ તે છોકરા ને ફોરમ સાથે મુલાકાત કરાવી. ફોરમ પેલો છોકરો અને કાર જોઈ તેની પર મોહિત થઈ ગઈ. પછી ફોરમ ને જલસો પડી ગયો કાર માં ફરવા મળે શોપિંગ થાય. ફોરમ તો પેલા છોકરા ના પ્રેમ મા પડી ગઈ ને એક મહિના માં તો બંનેએ કોર્ટ મેરેજ પણ કરી લીધા.

કોર્ટ મેરેજ ના ત્રણ મહિના થયા એટલે ફોરમ પરિવાર ની પરવા કર્યા વગર પેલા છોકરા સાથે ભાગી ગઈ.

ત્રણ મહિના થયા હસે ફોરમ માર્કેટમાં શાકભાજી લેવા નીકળી હતી. ત્યાં રસ્તા માં તેની દૂર ની ફોઈ મળી, તે પાસે આવી કહ્યું તું ફોરમ ને.?
ત્યારે ફોરમ ફોઈ ને ઓળખતી હતી પણ કરેલું એવું કામ એટલે તે સામે જોઈ વાત કરવાની હિંમત તેનામાં હતી નહિ ત્યારે ફોઈ એ કહ્યું બેટા તું ઠીક તો છે ને.? કેમ ચુપચાપ છે કઇ તકલીફ હોય તો કહે,
તુ મારી દીકરી જેવી છે હૂ કોઇને નહિ કહીશ.

ફોરમ : મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ ફોઈ બા.
ફોઈ : કેમ નથી ગમતુ. પ્રેમનો ઉભરો બેસી ગયો.
ફોરમ : ના ફોઈ બા પ્રેમનો મતલબ સમજાઈ ગયો.

ફોઈ : કઇ સમજણ ના પડી.
ફોરમ : આજે અમારે મેરેજ કરે છ મહિના પુરા થવા આવ્યા.
મે મારા પપ્પા, મમ્મી, ભાઇ, ભાભી, કાકા, કાકી, દાદા, દાદીને વિશ્વાસઘાત કરી ,મે આ પ્રેમને અપનાવ્યો. આજે મારી ભુલનુ હુ પ્રાયશ્ચિત કરવા માગુ તો પણ કરી ના શકુ તેવી મારી આજે સ્થિતિ છે.

ફોઈ : કેમ હવે ખબર પડી ?
દિકરી : હા ફોઈ બા મને આજે ખબર પડી કે મે આ પ્રેમ માટે કેવડુ મોટુ બલિદાન આપ્યુ.

એક દિવસ હતો મને શરદી થાય તો મારુ પરીવાર આખુ આખી રાત જાગે, અને આજે મને બે દિવસ થી તાવ આવે છે ,કોઈ પુછવા વાળુ નથી,
એક દિવસ હતો મારે સો રૂપિયા માગુ હજાર મળતા, આજે સો માગુ પચાસ પણ નથી મળતા.

ફોઈ : બેટા એ તો તારે લગ્ન કરવા પહેલા વિચાર કરવો હતો .હવે શુ ફાયદો !
ફોરમ : હા ફોઈ બા પણ આજે મને મારા પરિવારની બહુ યાદ આવે છે. મારા પપ્પા રોજ મારા માટે કઇ ને કઈ લાવતા
તે પપ્પા સાથે મે વિશ્વાસઘાત કર્યો. તેમની વીસ વર્ષની પરવરિશના બદલામાં મે તેમની બાકીની જીંદગી નરક બનાવી દીધી. તે મને કહેતા તુ મારો કલેજાનો ટુકડો છે,

પણ મે તેમને બદનામી સિવાય કઇ ના આપ્યુ. આજે પણ મને યાદ છે મારા પપ્પા, મમ્મી કહેતા મારી લાડકીને ધામધુમથી લગ્ન કરવા,તેમના સપના ને મે ચકનાચુર કરી નાખ્યા.

મારી મમ્મી તો મારા માટે તૈયારી પણ શરુ કરી દિધી હતી. કરીયાવરથી દાગીના પણ ઘરમાં આવી ગયા હતા. મારા ભાઇએ તો મારા માટે પોતાના ખર્ચામાં કાપ મુકી,
મારા લગ્ન માટે બચત કરવા લાગ્યા હતા. કેટલુ મારા માટે મારુ પરીવાર વિચારતુ હતુ, અને હુ તેમનો વિચાર કર્યો વગર એક મહિના ના પ્રેમને અંધ બની પસંદ કરી બેઠી.

ફોઈ : હવે બેટા, અફસોસ કરવાથી શુ ફાયદો. જે થવાનુ હતુ તે થઇ ગયું, પણ બેટા એક વાત હુ ના સમજી તે આ છોકરામાં તેં શું જોયુ ?

ફોરમ : ફોઈ બા મને ફસાવામાં આવી છે. મારી એક બહેનપણી હતી. તે રોજ નવા નવા કપડા રોજ નવી નવી ગાડીઓમાં ફરતી. એક દિવસ તે મને તેના સાથે ફરવા લઈ ગઈ અમે આખો દિવસ ફર્યા. મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મે પણ મારી બહેનપણીના બોયફ્રેન્ડ ના ફ્રેન્ડ ને
મારી તરફ વાળી લીધો. અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.

એક દિવસ તેણે લગ્ન નો પ્રસ્તાવ મુકયો અને મેં તેને ના પાડી. તે કહેવા લાગ્યો, મને ઘણી છોકરી લગ્ન કરવા તૈયાર હતી પણ મને ખબર પડી કે તેને તો મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે. તે મારા લાયક નથી હુ સાચા પ્રેમ કરવાવાળીને શોધતો હતો,અને તું મળી ગઈ .ખરેખર તારા જેવી પત્ની મળવી, એ નસીબની વાત છે. તુ નહિ મળે તો હુ આત્મહત્યા કરીશ તેવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરી મને લગ્ન માટે રાજી કરી. હુ નાદાન તેની ચાલમાં ફસાઈ ગઇ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા.

તેના કહેવા પ્રમાણે મારે આ બાબતે કોઈ ને ત્રણ મહિના જાણ કરવાની ના પાડી હતી ,અને અમે ત્રણ મહિના પછી ઘર છોડીને ભાગી ગયા, આજે જ્યારે આની અસલિયત મારી સામે આવી પણ હવે મારાથી કઇ થઈ શકે તેમ નથી.

ફોઈ : તારા પપ્પાનો ફોન નંબર આપ હુ સમજાવીશ.
ફોરમ : ફોઈ બા મારા પપ્પાને મે બહુ દુઃખ આપ્યુ. હવે તે મને ભુલી ચુક્યા છે. હુ ફરી તેમને દુઃખ આપી શકુ તેમ નથી.

ફોઈ : બેટા એક વાત કહુ, બાપ ક્યારેય પોતાના સંતાનોને ભુલતો નથી એને ખબર પડશે કે મારી દિકરી દુખી છે ,આખી દુનિયાને છોડી તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે.
ફોરમ : ફોઈ બા કઇ પણ કરો મને મદદ કરો. એમ કહી ફોઈ ને ભેટી ને રડવા લાગી.
ત્યારે ફોઈ બા માથા પર હાથ મૂકી કહ્યું બેટા હું ગમે તે ભોગે હું તને અહી થી મુક્ત કરીશ તું ચિંતા ન કર

એક દિવસ ફોઈ તેના ભાઈ એટલે ફોરમ માં પપ્પા ને ફોરમ ને મળાવે છે ત્યારે પપ્પા ને જોઈ ફોરમ અવાક થઈ જાય છે, અને તે જ પળે પોતાનુ માથુ પોતાના પપ્પાના ખભે મુકી બહુ રડે છે, અને તેજ પળે પિતા, પોતાની દિકરીને લઇ પોતાના ઘેર આવી જાય છે, અને તેની દિકરીના સુખ માટે શું કરવુ તેના માટે કામે લાગી જાય છે. પછી પેલા છોકરા સાથે છૂટાછેડા કરી તેને સારા ઠેકાણે પરણાવી દે છે ત્યારે જતાં જતા મમ્મી પપ્પા અને ફોઈ બા નો આભાર માને છે ને વચન આપે છે કે વડીલ જે રસ્તો બતાવ છે તે રસ્તે ચાલીશ.

રડતી રડતી ફોરમ બધાને ફોરમ પરિવાર અને સભ્ય નું મૂલ્યાંકન કહેતી ગઈ.

માતા એ તમને જન્મ આપ્યો. નવ માસ પેટમાં રાખ્યા, 3 વર્ષ હાથમાં અને પછી હંમેશા હદયમાં રાખ્યા. તેનો કદી અનાદર ન કરતા. પ્લીઝ.....

પિતા એ તમારી ખુશી અને સલામતી માટે બધીજ સમસ્યાઓ / તકલીફો નો સામનો કરવા તૈયાર હસે. તમારા ચહેરા ઉપર ખુશી જોવા માટે તેણે ઘણાં બલિદાન આપ્યા હસે ને આપતા રહેતા હોય છે.

સાથી એ વહેંચવાનું અને કાળજી લેવાનુ શીખવનાર પ્રથમ વ્યક્તિ.
માતા પછી તમને મળેલો સૌથી મોટો આશીર્વાદ તમારી બહેન છે.
તમારો ભાઈ તમને કહેશે નહિ પણ તેના માટે તમે બીજા કરતા સૌથી વધુ પ્રિય છો.

પરિવાર સંપૂર્ણ હોવું જરૂરી નથી પરંતુ તેમાં એકતા હોવી જરૂરી છે.

પરિવાર એ ફક્ત કોઈ સંબંધ નથી પરંતુ જયારે તમને સૌથી વધારે જરૂર હોય ત્યારે હાથ પકડનાર લોકોનો એક સમુહ છે.

જીત ગજજર