Jokar - 14 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર - સ્ટૉરી એક લુઝરની - 14

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર - સ્ટૉરી એક લુઝરની - 14

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-14
લેખક – મેર મેહુલ
સુરત જવા માટે મેં બા-બાપુને મનાવી લીધા હતા.જ્યારે હું સુરત જવા નીકળ્યો એટલે બડીએ પહેલો પાઠ ભણાવ્યો, “જૈનીત,હવે તું કોલેજમાં આવી ગયો.અત્યાર સુધી તારા તોફાનો ગામ સુધી જ સીમિત રહ્યા છે.હું નથી ઇચ્છતી કે તું શહેરમાં જઈને પણ આવા જ તોફાન કરે.શહેરમાં ગામ જેવું વાતાવરણ નથી હોતું.ધ્યાન રાખજે.”
બધા છોકરાઓને આ સમયમાંથી એકવાર તો પસાર થવું જ પડે છે.ઘરના સભ્યો શિખામણ આપે અને આપણે આજ્ઞાકારી બાળક થઈને હામી ભરવી પડે.મેં પણ એ જ કર્યું.બા-બાપુના આશીર્વાદ લઈ બોરીયા-બીસ્તાર લઈ નીકળી પડ્યો પોતાની મંજિલ તરફ.સુરત,મક્કાનું પ્રવેશદ્વાર.બંધ મુબારક.જ્યાંથી જ પહેલીવાર અંગ્રેજો પ્રવેશ્યા હતા.જ્યાં સમાજસુધારકોએ જન્મ લેવાં હોડ લગાવી હતી.
ભગવાન પાસે માફીના ના માંગતો એટલે તેઓએ મારી પ્રાર્થના પણ ન સાંભળી.નિધિએ પહેલેથી જ કૉલેજમાં એડમિશન લીધું એવા સમાચાર મને મળ્યા..આ સમાચાર સાંભળીને તો એકવાર મારી ધડકન ચુકાઈ ગઈ હતી,એની કૉલેજમાં મને પ્રવેશ મળશે કે નહીં એ વિચારી હું ગભરાઈ ગયો.પણ ભોળાનાથની મહેરબાની એ ત્રીજા મેરિટમાં મારું નામ આવી ગયું.
સુરત આવવા માટે મારે ઘણાં બધાં ખેલ કરવા પડ્યા હતા.જેમાં બા-બાપુને મનાવવાથી માંડીને રહેવા, કમાવવાની સુવિધા સુધીના જુગાડ મેં એક અઠવાડિયામાં કરી દીધા હતા.જો કે રહેવાની સુવિધા તો બાપુએ જ કરાવી આપી હતી.તેઓએ ગામના એક વ્યક્તિ શંકરકાકા જે વર્ષોથી સુરતમાં રહેતા હતા તેઓના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.હું નિધિના ઘરે પણ રહી શક્યો હોત, નિધિના પપ્પાએ એ માટે મારાં પપ્પાને કહ્યું હતું પણ તેનાં ઘરે રહીશ તો નિધિ ભાઈ-ભાઈ કરશે એ ડરથી મેં જ બાપુને શંકરકાકાને ત્યાં રહેવા કહ્યું હતું.
સુરત આવી પહેલાં કોલેજમાં પ્રવેશવાની પ્રોસેસ પુરી,પોતાનો ખર્ચો કાઢી શકું એ માટે પાર્ટ ટાઈમ જોબ પણ શોધી કાઢી અને શરૂ થઈ મારી ગોલ્ડન લાઈફ.કૉલેજ લાઈફ.
કોલેજના પહેલો દિવસ જિંદગીભર યાદ રહે છે.નવા ચહેરા,નવા અનુભવ અને નવી જ જિંદગીમાં પ્રવેશ કર્યાનો પહેલો દિવસ.એ દિવસની વાત કરતાં પહેલાં હું જેના ઘરમાં રહેતો એ સભ્યોનો ટૂંકમાં પરિચય આપી દઉં.
શંકરકાકા,પાંત્રીસેક વટાવેલા,સરકારી નોકરી કરતાં, શરીરે થોડાં હૃષ્ટપુષ્ટ અને વામણા,ઓછાં બોલા પણ વધુ ભલા આદમી હતા.પહેલાં દિવસથી તેઓએ મને પોતાનાં દિકરાની જેમ ટ્રીટ કર્યો.
તેઓના પત્ની લીલાબેન તેનાથી તદ્દન વિપરીત શરીરે સુકાયેલાં પાપડ જેવા.તેઓ શંકરકાકા કરતાં થોડાં ઊંચા અને વધુ બોલકા હતા.હું જેવો ઘરમાં પ્રવેશ્યો કે તેઓએ ગામના હાલચાલ પૂછવાનું શરૂ કરી દીધેલું.એ અડધી કલાક ચાલેલી ચર્ચા પર કાકાના કહેવાથી જ પૂર્ણ વિરામ આવ્યું હતું.તેઓની દીકરી કૃતિ શંકરકાકાની જેમ જ ગોળમટોળ હતી.એ પણ બી.સી.એ.ના પહેલાં વર્ષમાં જ હતી.મારી ઉંમરની જ હતી એટલે મને ખાત્રી હતી કે ભવિષ્યમાં મારી સિસ્ટર કમ બેસ્ટફ્રેન્ડ જરૂર બનીને રહેશે.કાકાને કોઈ દીકરો નહોતો અને એ વાત મારા માટે મધ કરતાં પણ મીઠી હતી.મને અહીં એ બધી જ સુવિધા મળવાની હતી જે ઘરે મળતી હતી.
મારી કૉલેજનો પહેલો દિવસ.પુર છ મહિના અને સાત દિવસ પછી નિધિનો ચહેરો જોવા મળશે એ લાલચે હું સમય કરતાં વહેલા પહોંચી ગયો હતો.બ્લેક સ્લિમ ફીટ સ્ટ્રેચ જોગર્સ જીન્સ પર રાઉન્ડ શેપ વાઈટ ટી-શર્ટ અને ટી-શર્ટ પર ફોર્ટ કોલિન્સનું બોમ્બર જેકેટ પહેરી હું તૈયાર હતો નિધિનું સ્વાગત કરવા.કેનવાસના વાઈટ શૂઝ અને ડાબા હાથમાં પહેરેલી ડિજિટલ સ્પોર્ટ વોચ કાલે જ ખરીદી હતી.જમણા હાથમાં ઘણાં વર્ષોથી રહેલું કડું હજી અકબંધ હતું.ટૂંકમાં નિધિને એકવાર મારા તરફ જોવા માટે મજબૂર થવું પડે એવા પોશાકમાં હું હતો.
દસ મિનિટ સુધી હું ગેટ પર ઉભો રહ્યો.નિધિનો હજી સુધી કોઈ પતો નહોતો.હું દિવાસ્વપ્નમાં સરી ગયો.
સ્વપ્નના અનુસાર હું કેમ્પસમાં ઉભો હતો.મારી નજર વારંવાર દરવાજા તરફ મંડાતી હતી.થોડીવારમાં નિધિ એક્ટિવા પર સવાર થઈને પ્રવેશી.શું લાગતી હતી એ.ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સફેદ ડ્રેસ પર સફેદ ચુનરી હતી.તેના ખુલ્લાં વાળ હવામાં લહેરાતાં હતા.ચહેરા પર કંઈક જુદી જ સ્માઈલ હતી.તેણે મારી બાજુમાં આવીને એક્ટિવા પાર્ક કરી અને ફિલ્મી અંદાજમાં ‘હેલ્લો’ કહ્યું.
‘હેલ્લો..’મને કોઈકે ઢંઢોળ્યો.હું દિવાસ્વપ્નમાંથી બહાર આવ્યો.એક છોકરો મારી સામે ઉભો હતો.
“શું?”મેં મોં બગાડતાં કહ્યું.ક્યાં નિધિનો ચહેરો અને ક્યાં આ ભદ્દો અને બેહૂદા ચહેરાવાળો છોકરો.
“પેલાં લોકો તને બોલાવે છે”કૅમ્પસ તરફ ઈશારો કરી તેણે કહ્યું અને ચાલવા લાગ્યો.ચાલતાં ચાલતાં તેણે ઉમેર્યું પણ ખરું, “ધ્યાન રાખજે સિનિયર છે.રેગીંગ કરશે.”
મેં રેગીંગ વિશે સાંભળ્યું તો હતું અને ફિલ્મોમાં જોયું પણ હતું.પણ હજી કોઈ દિવસ અનુભવ નહોતો થયો.પેલાં લોકોએ ફરી અવાજ આપ્યો.હું કૅમ્પસ તરફ આગળ વધ્યો.
“વાહ..શું બોડી છે”એક છોકરાએ કહ્યું, “જેકેટ ઉતારશે તો સરખી જોવા મળશે”
“હા એ જ કહું છું,બોડી તો જોવી જ પડશે”બીજા છોકરાએ તે છોકરાની વાતમાં હામી ભરી, “ચાલ દોસ્ત, જેકેટ ઉતાર”
મને મારી બડી યાદ આવી ગઈ.ઝઘડો નહિ કરવાનો.મેં જેકેટ ઉતારી દીધું.
“વાહ..શું જેકેટ છે”પેલાં છોકરાઓમાંથી કોઈક બોલ્યું.
“બોડી પણ”સ્ટેન્ડ કરેલી બાઇક પર બેસેલી એક છોકરીએ કહ્યું,“ટી-શર્ટ પણ ઉતારે તો વધુ મજા આવે”એ છોકરીએ ઉમેરીને કહ્યું.
“બસ કરો યાર કાલે જ નવા કપડાં લાવ્યો છું”મેં હસીને કહ્યું, “પહેલાં દિવસે જ ચડ્ડી-બનાયમાં લાવીને છોડશો કે શું?”
“મારી મરજી ચાલે તો એ જ કરાવું”પેલી છોકરીએ બાઇક પરથી ઉતરતા કહ્યું.તે ચ્વીગમ ચબાવતી હતી.બેડ ગર્લની નિશાની.
“જુઓ બેન”હું તો રમુજના મૂડમાં જ હતો, “મારી સાથે પહેલીવાર રેગીંગ થઈ રહ્યું છે અને હું એન્જોય કરવા માગું છું તો પ્લીઝ મારાથી બની શકે એવો ટાસ્ક આપો”
“ઓહ તો એમ બોલને”એક છોકરો બોલ્યો, “બોલો ભાઈઓ આ દોસ્તને શું ટાસ્ક આપીશું?”
“એન્જોયમેન્ટ માટે આનાથી સહેલી વાત કંઈ હોય?”પેલી છોકરી બીજા છોકરાઓ તરફ આંખ મારીને કહ્યું, “ગેટમાં પહેલી જે છોકરી આવે તેને કિસ કરે એટલે ભાઈ છુટ્ટા”
લો કરી લો વાત.છેલ્લા સત્તર વર્ષથી જેણે ગોળા જ ચૂસ્યા હોય તેને કિસ કરવાનો ટાસ્ક આપવામાં આવતો હતો.મને હસવું આવી ગયું.સાથે વિચાર પણ આવ્યો કે જો ગેટ પર પ્રવેશનાર પહેલી છોકરી નિધિ હોત તો જરૂર જોખમ ખેડેત પણ નક્કી જ થોડું હતું કે એ નિધિ જ હશે અને આમ પણ પોતાની ફજેતી તેની સામે કરાવવા કરતાં ટાસ્ક ન કરવો જ યોગ્ય રસ્તો હતો.
“ઓઓઓ.. બેન,વાજબી ટાસ્ક આપો”હસતાં હસતાં મેં કહ્યું.
“સાચી વાત છે”એક છોકરાએ કહ્યું, “બિચારાને પહેલા દિવસે કોઈ થપાટ મારે તેવું ના કરાય.ચાલ તારા માટે તેનાથી સહેલો રસ્તો.ગાલ પર પપ્પી તો ભરી શકેને?”
લો કરો વાત.હોઠ તો બંનેમાં બગડેને.કોણ સમજાવે બુદ્ધિના બારદાનને. જો કે તેની વાત સાચી હતી.કિસ કરતાં તો આ રસ્તો સો ગણો સારો હતો.
હું રેગીંગનો શિકાર થયો હતો.મારે ગુસ્સે થવું જોઈતું હતું પણ ઉલ્ટાનું હું તો એક્સાઇટેડ હતો.જો નિધિ પહેલી આવે અને ગાલ પર કિસ કરીને કહી દઉં કે સૉરી રેગીંગનો શિકાર થયો છું.તો સપનું પણ પૂરું થઈ જાય અને નિધિ કશું બોલી પણ ના શકે.જો આવું થયું હોત તો આ સિનિયર લોકોનો ખોબે ખોબે આભાર માનેત.
એક્સાઇટમેન્ટમાં ને એક્સાઇટમેન્ટમાં હું ગેટ ભણી ચાલ્યો.મનમાં પ્રાર્થના કરતો હતો કે પહેલાં નિધિ જ પ્રવેશે.પણ કહ્યુંને આપણે કોઈ દિવસ માફી તો માંગતા નહિ તો પ્રાર્થના સાંભળવાની આશા જ કેમ રાખવી?
સામે કોઈક બીજી જ છોકરી હતી.આજે પાક્કું ગાલ લાલ થવાનો એમ વિચારી હું એ છોકરી તરફ આગળ વધ્યો.પણ આ શું??, તેના દસેક કદમ પાછળ નિધિ ચાલીને આવતી હતી.મારા તો મોતિયા મરી ગયા.ભગવાન ખરા સમયે જ ટણી કરે છે.કંઈ વિચાર આવ્યો ન આવ્યો હું ઝડપથી પેલી છોકરી પાસે પહોંચી ગયો અને રસ્તો રોકી લીધો.તેણે ચશ્માં પહેર્યા હતા.અચરજભરી નજરે મને એ જોવા લાગી.દેખાવમાં તો ક્યૂટ હતી જ એટલે જ તેને થયું હશે કે પહેલાં દિવસે મજનું આવી ગયો પણ તેને એ નહોતી ખબરને કે આ મજનું ગાડી સીધા પાંચમા ગિયરમાં નાખી દેશે.
મેં તેની સામે સ્મિત કર્યું.એ કોઈ રિએક્શન આપે એ પહેલાં જ હું બોલ્યો, “સૉરી બેન રેગીંગનો શિકાર થયો છું” પછી તેના ગાલ પર કિસ કરી દોડ્યો.પાછું ફરીને જોવાનો સવાલ જ નહોતો.પેલાં લોકો ચિચિયારીઓ બોલવાતા હતા,કેટલાક સીટી મારતાં હતો.મેં તો મારું જેકેટ લીધું અને બેગ ખભે નાખીને પોબારા ગણી લીધા.
આટલી ઘટનામાં મારાથી એક ભૂલ થઈ ગઈ.જ્યારે હું પેલી છોકરી પાસે ઉભો હતો ત્યારે નિધિએ મને જોયો હતો.એના ચહેરા પર તો મોટું જબરું સ્મિત હતું અને હોય જ ને એક જ ગામમાં સાથે ભણતાં બંને કોલેજમાં સાથે થયા હતા.પણ જ્યારે તેણે મને પેલી ચશ્મિશના ગાલ પર કિસ કરતાં જોયો હશે ત્યારે તો અહીંયા પણ પોતાનાં લખ્ખણ દેખાડ્યા એવું વિચારતી હશે.
હું નોટિસ બોર્ડ પર નોટિસ વાંચી પોતાનો રૂમ શોધવા લોબી તરફ ચાલ્યો.આજે કૉલેજનો દિવસ કેમ પૂરો થાય એની જ રાહમાં હું હતો.પહેલાં દિવસે જ નિધિ સામે ભોંઠો પડ્યો હતોને.મારો રૂમ મળી ગયો એટલે મારુ મન ભટક્યું.કોલેજમાં કેવી હરિયાળી છે એ જોવા માટે હું બારણાં બહાર લોબીમાં પાળીએ પગ ટેકાવી ઉભો રહ્યો.
થોડી થોડી વારે કોઈ મને રૂમ પૂછતું હતું.હું પણ એ.બી.સી.ડી. મુજબ રૂમ તરફ આંગળી ચીંધી દેતો.થોડીવાર પછી નિધિ લોબીમાં પ્રવેશી.તેને જોતા જ મારી ધડકને ટકોરો કર્યો અને કહ્યું, ‘હું પાંચમા ગિયરમાં દોડું છું,તારે આવવું હોય તો ચાલ મારી સાથે’
નિધિનું ધ્યાન મારા પર કેન્દ્રીત ના થાય એ ઉદ્દેશથી મેં મુંડી નીચી કરી દીધી.પણ કહેવાયને મુસીબત તો ગમે ત્યાંથી તમને શોધી જ કાઢે છે.નિધિ બરોબર મારી સામે આવીને જ ઉભી રહી અને પૂછ્યું, “કલાસ-બી કઈ બાજુ છે?”
(ક્રમશઃ)
શું થશે આગળ?,જૈનીત નિધીને ફેસ કરી શકશે?,નિધિ સામે આવતાં પણ ડરતો જૈનીત નિધિના જીવનમાં એન્ટ્રી મારશે કે પછી બાયપાસ જ નીકળી જશે?
જાણવા વાંચતા રહો.જોકર – સ્ટૉરી એક લુઝરની
-મેર મેહુલ
Contact - 9624755226