બ્લેક આઈ પાર્ટ 37
સાગર , સંધ્યા તેમની ઘરે જાય છે અને જીગો તેના રૂમ પર જાય છે . સાગર ઘરે જઈને સુતા સુતા આ આખી વાત પર વિચાર જ કરતો હોય છે કે કેવી રીતે અમર ને બધી વાત કરવીને કેવી રીતે આગળ નું મિશન પાર પાડવું , પછી તે વિચારતા વિચારતા સુઈ જાય છે .
બીજે દિવસે સવારે તેના નિત્યકર્મ મુજબ તે તૈયાર થઈને ઓફિસે જાય છે ત્યાં પહેલેથી જ અમર હાજર હોય છે . સાગર અમરને કાલનો તેનો પૂરો પ્રોગ્રામ જણાવ્યો અને સાથે સાથે તે પણ કીધું કે મને હવે નથી લાગતું કે જીગો ફરી પાછો તે ડ્રગવાળા રસ્તે પણ જાય .
અમર : આ તો બહુ સારી વાત છે કે જીગો તે રસ્તેથી પાછો વળશે પણ આપણે સાથે સાથે બીજા સ્ટુડન્ટ ને પણ તે રસ્તેથી વાળીને બીજા સારા રાસ્તેવાળવાના છે . જેથી આપણા દેશનું યુવાધન ગેરમાર્ગે દોરવાતા અટકે અને દેશદાઝ ની ભાવના મનમાં લાવે .
સાગર : તારી વાત તો સાચી છે અને હું પણ તે જ વિચારતો હતો પરંતુ તેઓ કઈ રીતે પાછા વળશે તે માટેનો મને રસ્તો જ નથી મળતો .
સાગર અને અમર થોડીવાર વિચાર કરે છે ત્યાં જ અમરના મનમાં એક જોરદાર પ્લાન આવે છે .
અમર : મને લાગે છે કે જેવી રીતે જીગો પોતાની બહેનના ગમ ને ભૂલવા માટે આ રસ્તો અપનાવ્યો તેવી જ રીતે ઘણાએ પોતાની જિંદગી ના દુઃખને ભૂલવા માટે આ રસ્તે ગયા હશે ! આપણે તેમને જિંદગી જીવવા માટેનું લક્ષ્ય આપવું પડશે અને ખાસ કરીને તેમના માતા પિતાને આપણી તરફેણમાં કરવા પડશે જેથી કરીને તેઓ તેમની જિંદગી માં પાછા ફરી શકે . તેમને સુધારવાની કવાયત આપણે તારી કોલેજમાંથી જ કરવી પડશે .
સાગર : મારી કોલેજ ?મારી ?
અમર : હા હવે તે એકનું એક જ જીગાની કહું કે તારી એક જ વાત છે ને .
સાગર : મને સમજાવ તો કેવી રીતે એક જ વાત કહેવાય !
અમર : આપણે જેમ સાંભળ્યું છે કે સાળી આધિ ઘરવાળી તેમ તારા કેસ માં સાળો આઘો ઘરવાળો. તો કેવાય ને એકનું એક .
સાગર : અમર હવે તું મારા હાથનો માર ખાઈશ એના કરતાં આગળનો પ્લાન કહે .
અમર : સોરી , તો હું એમ કહેતો હતો કે તારી કોલેજ આઈ મીન આની શરૂઆત આપણે તારા સાળાની કોલેજ થી કરશું . જીગા ના ગ્રુપને સુધારવાની જવાબદારી તું જીગાને જ આપી દેજે અને જરૂર પડે તો તું તેની હેલ્પ કરજે .
સાગર : ઓકે બોસ બીજું કઈ !
અમર : અત્યારે તો આટલું જ બીજું કઈ નહીં પણ તું જલ્દી કોલેજ જા .જેવી રીતે તે મને કાલની વાત કરી તે પ્રમાણે તો એક વાત તો ચોક્કસ કહી શકુ કે જીગો તારી બેસબ્રી થી ઈંતેજાર કરતો હશે.
સાગર : ઓહ હા એ તો હું સાવ ભૂલી જ ગયો , સારું તે યાદ અપાવ્યું તો ચાલ પછી મળું . જય હિન્દ જય ભારત .
અમર : જય હિન્દ જય ભારત .
સાગર ના જતા જ અમર પોતાના પ્લાન વિશે વિચારવા લાગે છે , તેને લાગે છે જેવી રીતે તેમને કોલેજ ને સિલેક્ટ કરી હતી તેવી જ રીતે તે સંગઠન ના લોકોએ પણ ડ્રગ માટેનો પહેલો ટાર્ગેટ તે કોલેજ ને જ બનાવ્યો હશે . આ ખાલી તેનું અનુમાન હતું પરંતુ તેને એ વાત ની પણ ખાતરી હતી કે આજ સુધી તેનું અનુમાન ક્યારેય ખોટું સાબિત નથી થયું , પછી ભલેને બીજાને એ ક્યારેય ન બની શકે તેવું લાગતું હોય પરંતુ તેને એમ લાગે કે આ થશે તેવું થઈને જ રહીયુ છે . એટલે જ તેને આ વાત સાગર ને ન જણાવી કારણ કે તે જાણતો હતો કે જો સાગર જાણશે તો તેના હાજા ગગડી જશે . તે ભલે બહારથી રફ ટફ લાગતો હોય પણ અંદરથી એકદમ નાજુક દિલ નો આદમી હતો . તેને કંઈક વિચાર્યું ને પછી કોઈને ફોન કર્યો અને કહ્યું હું જે પૂછું તેના હા કે ના માં જ જવાબ આપજે . સામેથી બે વાર હા કહેવાયું અને અમરે એક એડ્રેસ આપીને ફોન મૂકી દીધો .