Anamika ek mistry - 1 in Gujarati Horror Stories by Vipul Patel books and stories PDF | અનામિકા એક મિસ્ટ્રી - ભાગ 1

Featured Books
Categories
Share

અનામિકા એક મિસ્ટ્રી - ભાગ 1

કુછ બદલા નહીં અનામિકા તુમ્હારે જાને કે બાદ
આજ ભી ચાર દિવારી કે અંદર
ખુદ હી કિ બાત સુનાઈ પડતી હે
ઉજાલા હૈ પર અંધેરા હી અંધેરા હૈ
ઐસા લાગતા હૈ કિ બાદલ મેરી સોચ હૈ
ઔર રોશની મેરે અંદર કા હોસલા
કી મેરી સોચ કા યે જાલ હૈ, જીસમે હોસલા
ઉલજ સા ગયા હૈ,ઇસે સુલજાઉ ભી તો કૈસે?...

અનામિકા આ શબ્દ આમ તો મારી જિંદગી સાથે જોડાયેલો છે. એટલું બોલી પૃથ્વી અટકી ગયો જાણે જિંદગી ના જુના પાનાઓ યાદ કરી ભેગાં કરવા માંગતો હોય તેમ જૂની યાદો માં ખોવાઈ ગયો. ને તેનો મિત્ર અનિલ તેના માટે પેગ બનવા લાગ્યો તેને પણ અનામિકા વિશે બહુ સાંભળ્યું તું પૃથ્વી પાસે થી આજ તેના જુના ફાર્મ હાઉસ પર બને મિત્રો એકલા રોકાવા આવેલા આમ તો બને નાનપણ ના મિત્રો એટલે અવાર નવાર જ્યારે ટાઈમ મળે ત્યારે શહેર થી દુર આવેલ અનિલ ના ફાર્મ હાઉસ પર રાત વિતાવા માટે આવી જતા
અનિલ ના પિતા બલવતભાઈ ચૌધરી શહેર ના જાણીતા બિલ્ડર હતા ને પૃથ્વી ના પિતા વલ્લભભાઈ ચોથાણી એક નામી આર્કિટેક બને શહેર ની નામી અને પૈસાદાર વ્યક્તિ અને
એક જ સોસાયટી માં બાજુ બાજુ માં જ રહેતા એટલે
પૃથ્વી અને અનિલ વચ્ચે નાનપણ ની દોસ્તી..

રાત્રી ના પેલા પહોર માં શરાબ ની મઝા લેતા બને મિત્રો બેઠા હતા ફાર્મહાઉસ નો ચોકીદાર પણ સુવા ચાલ્યો ગયો હતો પૃથ્વી ની સામે એકી ટશે જોતા અનિલ બોલ્યો યાર આજ તો તું તારી અને અનામિકા ની સ્ટોરી મને જણાવી દે આજ મારે જાણવું જ છે કે મારા મિત્ર ની જિંદગી માં આખરે એવું તે સુ બન્યું કે સદા હસમુખ રહેનાર મારો મિત્ર ગુમસુમ બની ગયો
એન્ડ વુ ઇસ શી અનામિકા ક્યાં અને કેવી રીતે મળી તને?
ધીમે ધીમે સિગરેટ ના કસ ખેંચતા પૃથ્વી બોલ્યો તને યાદ છે ને અનિલ આપણે 12th. std. નો અભ્યાસ પૂરો કરીઆગળ વધવા માટે પ્લાનિંગ કરેલું એ મુજબ તું અમેરિકા ને હું દહેરાદુન ગુરુકુલ માં અભ્યાસ કરવા નીકળી ગયેલા પછી આપણી વચ્ચે કોન્ટેક્ટ નહોતો.
હું ગુરુકુલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે આપણો જૂનો કલાસમેટ નિખિલ લાખાણી પણ ત્યાં અભ્યાસ માટે આવેલો
તારી ગેરહાજરી માં નિખિલ જોડે મારે સારી મિત્રતા થઈ ગયેલ નિખિલ હતો બી સિમ્પલ મેન તે એક નાના મધ્યમવર્ગીય પરિવાર માંથી હતો ને કાંઈક બની સારી જોબ લઈ મમી પાપા ને ખુશ રાખવા માંગતો હતો ગુરુકુલ માં 1st યર તો હેમખેમ પસાર કરી હું ને નિખિલ શહેર આવવા નીકળ્યા ત્યારે મેં પેલી વાર બસ ની મુસાફરી નો આનંદ માણ્યો નિખિલ જોડે અને તે એજ બદનસીબ રાત હતી જ્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી બન્યું તું એવું કે અમે
દિવસ ની બસ ચુકી ગયા હતા એટલે હવે રાત્રી બસ સિવાય કોઈ વાહન ની સગવડતા કાનપુર આવવા નહોતી ને મેં પણ પાપા ને તેડવા આવા ની ના પાડી દીધેલી એટલે અમે એક હોટેલ માં સ્ટે કર્યો હતો બસ નો ટાઈમ રાત્રી ના12 નો હતો
એટલે અમે જમવા માટે શહેર ના સારા રેસ્ટોરન્ટમાં ગયા હતા
એક વર્ષ માં પહેલી વખત બહાર જમવા નો મોકો મળ્યો તો
હું અને નિખિલ જમી ને સિટી બસ સ્ટોપ પર ઉભા રહ્યા રીક્ષા ની રાહમાં
લગભગ 15 મિનિટ પસાર થઈ હશે રાત્રી ના લગભગ 9.50 નો ટાઈમ હતો રોડ આખો સુમસામ લાગવા માંડ્યો તો
ત્યારે તેની પહેલી ઝલક મેં જોઈ સફેદ સલવાર માં તે દૂધે ધોયેલ ચંદ્ર જેવી દેખાતી હતી ને હળવે હળવે બસ સ્ટોપ તરફ આવી રહી હતી હુતો થોડી વાર માટે બધું ભૂલી ગયો
બસ તેની સામે જ જોઈ રહ્યો એની પહેલી નઝર મારી પર પડી ને જેમ તિર લક્ષ્ય નું ભેદન કરે તેમ મારા દિલ નું ભેદન કરી ગઈ હુતો નિચે જ પડી જાત જો નિખિલે મને પકડ્યો ના હોત તેની આંખો માં એક પ્રકાર નું અજીબ કંઈક ચુંબકીય તત્વ હતું જે મને તેની તરફ ખેંચી રહ્યું હતું ને હું મારી ચેતના
ગુમાવી રહ્યો હતો ને તેના માં ખોવાઈ રહ્યો હતો અચાનક નિખિલ ની તેની પર નજર પડી ને તે ઉભી રહી ગઈ ને પછી પોતાનો રસ્તો બદલી નાખ્યો.
તેવા માં જ એક રીક્ષા આવી અચાનક ને અમારી પાસે ઉભી રહી ગઇ ને મને નિખિલે તેમાં બેસાડ્યો ને રીક્ષા હોટેલ તરફ ચાલવા લાગી મને તો કાંઈ સુધ બુધ હતા નહીં એટલે નિખિલ ને રિક્ષાવાળો મને રૂમ માં ઉપર લઈ ગયા ને નિખિલ રિક્ષાવાળા જોડે બહાર નીકળ્યો બસ એટલી જ ખબર પડી ને હું સુઈ ગયો.

પછી નિખિલ ક્યારે આવીયો ને ક્યારે સવાર પડી તેની ખબર ના રહી ઉઠીયો ત્યારે નિખિલ કોઈ જોડે ડોન્ટવરી ડોન્ટવરી કરી વાત કરી રહ્યો હતો મને ઉઠેલ જોઈ ફોન કટ કરિયો તેણે.
કેમ લાગે છે તને હવે તબિયત સારી તો છે ને? હા યાર સારું તો છે પણ થયું તું સુ મને પેલી લલના કોણ હતી ?જો પૃથ્વી એ લલના ને છોડ ને મેં રાતે તને મશરૂમ જમવા ની ના પાડેલી
ને તું જમયો તેની જ આ અસર હતી અંકલ જોડે વાત થઈ છે તે આવે છે તને ને મને લેવા ઓકે આપણે તેમનો વેઈટ કરવાનો છે..
*********************************
મારી વાર્તા વિસે આપના અભિપ્રાય મને આપ મુક્ત મને જણાવી શકો છો મારા WA.No.8200665211 પર
આ મારી પહેલી વાર્તા છે તો આપનો અભિપ્રાય મારા માટે કિંમતી છે