TOY JOKAR - 13 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 13

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ટોય જોકર - 13


ટોય જોકર પાર્ટ 13
આગળ તમે જોયું કે એક જોકર નું ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. ત્યાં અચાનક ટોય જોકર એક્ટિવ થઈ જાય છે. પ્રતીક એક યોજના અમલમાં મૂકે છે. શુભમ અને તેના ફેમેલીને એક જોકર આવીને મારીનાખે છે. પણ તે શુભમની દીકરી હેતુને મારવામાં અસફળ થાય છે. ત્રિવેદીને સવારે કોઈકનો ફોન આવે છે કે સાત ફેમેલીના લોકો એક રાતે મૃત્યું પામ્યા હોય છે. જોકર અને તેની સાથે રહેલો જોકર ટોય તેના બોસ અને તેમના અમર થવાની વાત કરે છે. હવે આગળ.
દિવ્યાને કાલે પુરી રાત નિંદર ન આવી. તેના મનમાં બસ એક જ વિચાર ધૂમતો રહ્યો. આખારે મારા ભાઈનું એક્સિડન તો મારી સામે જ થયું હતું. તો પછી આ ટોય એલિયન શા માટે એમ કહે છે કે મારા ભાઈનું મર્ડર થયું હતું.
કાલે રાતે મેં તેના વિશે વધુ માહિતી મેળવાનો પ્રયત્ન કર્યો પણ તે ટોય એલિયાને આગળની વાત પછી કહીશું તેમ કહીને ટાળી નાખી. પણ હું પણ હવે મક્કમ રહીશ આખરે મારા ભાઈ સાથે હકીકત માં શુ થયું હતું તે કોઈ પણ કાળે હું જાણીજ લહીશ.
આખરે મનમાં એક દ્રઢ નિશ્રય કરીને તે બેડ પરથી ઉભી થઈ સવારના પાંચ થવા આવી રહ્યા હતા. દિવ્યા બસ હવે કોઈ પણ કાળે પોતાના ભાઈ સાથે શુ બન્યું હતું તે જાણવાની આતુરતાથી તે તૈયાર થઈને શોપ તરફ રવાના થઈ.
શોપ તરફ જવાનું એક જ કારણ હતું. ત્યાં પેલા ટોય એલિયન હતા. જે જણતાં હતા સચાય.
@@@@@
દિવ્યા તેને જ મળવા આવી રહી છે તેનાથી અંજાણ ટોય એલિયન એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.
“મને કેમ એમ લાગે છે કે આ છોકરી પર ભરોસો કરવો હિતાવહ નથી.” બ્લૅક ટોય એલિયાને કહ્યું.
“એવું તને કેમ લાગે છે?”વાઈટ ટોય એલિયન
“તે એક સ્ત્રી છે અને બીજી વાત આપણે ફક્ત એકલા નથી આવ્યા. સાથે સાથે મહામુસીબત લાવ્યા છીએ.” બ્લૅક ટોય એલિયન
“તું ચિંતા ન કર મેં બધું જ વિચારી લીધું છે. આપણે બસ આ છોકરી દિવ્યાનો ઉપયોગ કરીને આપણા મહાન દુશ્મનને મારવાનો છે.” વાઈટ ટોય એલિયન.
“અને તે તું કેવી રીતે કરીશ. આપણો દુશ્મન તો આપણી દુનિયામાં છે. તે અહીં નથી. તે તો જાણતો પણ નથી કે આપણે અહીં આવ્યા છીએ.” બ્લૅક ટોય એલિયન.
“એ બધું તું મારી ઉપર છોડી દે અને હું તને કહું તે તું કામ કરી આવ.” વાઇટ ટોય એલિયન.
@@@@@
હોલમાં એકદમ ખામોશી હતી. તેનું કારણ હતું કે સુરું મળી નું અવસાન થયું તેનું બેસણું રાખેલું હતું. સુરું મળી ને જાણીતા બધાજ સગાંવહાલાં આવ્યા હતા. બધા સુરું મણીના દીકરા જયરાજ ને શાંતવના આપતા હતા.
થોડીવાર માં બધા ધીમે ધીમે એક એક કરીને જતા રહ્યા. હોલ માં ફક્ત હવે બસ્યા હતા સુરું મણીનો જુવાનજોત દીકરો જયરાજ અને તેના વિશ્વાસુ માણસો.
જયરાજ દેખાવ માં દુબળો પાતળો હતો. સહેરો ગોરો. પ્રમાણસર કહી શકાય તેવી હાઈટ. જમણી બાજુના કાનમાં સોનાની કડી. સ્વભાવે તે એકદમ તેના બાપ પર ગયો હતો. કોઈને પણ સામું કહેતા અચકાતો ન હતો. તે તેના બાપ થી પણ ડરતો ન હતો.
“જયરાજ બેટા આ મોટા માલિક ની અસ્થિ છે. લે બેટા આ મહાન માણસની અસ્તિ તું તારા હાથે થી ગંગા માં પધરાવજે જેથી મોટા માલિકની આત્માને શાંતિ મળે.” જયરાજ ના બંગલાની દેખરેખ કરતા અને સુરું મણીના સૌથી વિશ્વાસ પાત્ર નોકર એવા માવજી કાકાએ કહ્યું. માવજીકાકા માટે સુરું મણિ નું ખૂબ મહત્વ હતું. તે સુરું મણિ ને પોતાનો ભગવાન માનતો એટલે તે હમેંશા સુરું મણિ ને માનથી બોલાવતો. પણ સુરું મણિ કેટલો નીચ હતો તે તો તે ખૂબ પણ જાણતો હતો.
“માવજીકાકા હું જ્યાં સુધી મારા પિતાની મોત નો બદલો નહીં લઈ લવ ત્યાં સુધી આ અસ્થિ હું ગંગામાં નહીં પધરાવું.”જયરાજના આવાજ માં એક પ્રકારની બદલાની ભાવના હતી.
@@@@@@
ત્રિવેદી ને એક જોરદાર ઝાટકો લાગ્યો હતો. આજ સુધીની તેના જીવનમાં આવો સમય જોવામાં ન હતો આવ્યો. કોણ જાણે કોણ આ કરતું હશે.
ત્રિવેદી દરેક ઘરે જઈને આવ્યો હતો. તેને એક વાત સમજાતી ન હતી કે એક રાત માં સાત સાત ફેમેલીના લોકોને એકસાથે કોણ મારી શકે એ પણ કોઈને પણ જાણ ન થઈ. આ એક વાત તેના તુફાની દિમાગ માં વારંવાર અચકાતી હતી.
આ કોઈ ગેંગ નું કામ નથી જો કોઈ ગેંગ હોય તો સાબુત મળ્યા વગર રહે નહીં.
આ કોઈ સિરિયલ કિલરનું પણ કામ નથી. કરણ કે તે એક સાથે સાત સાત ફેમેલીને એક સાથે ન મારી શકે.
આ બધા ના ખૂન પણ એજ રીતે થયા છે. જેવીરીતે અભી અને તેની ફેમેલીના થયા હતા. અને એક બીજી વાત એ બધાના ખૂન માં એક કોમન વાત હતી. કે બધાના ઘરે થી જોકર નું ટોય મળી આવ્યું હતું.
નક્કી આ જોકર ના ટોયમાં જ આ બધાં ખૂન નું રહસ્ય છુપાયેલું છે.
@@@@@@
રાકેશને એકવાત હજી પણ સમજાતી ન હતી. કાલ રાતે તે એક ગોડાવુંન માં હતો અને ત્યાં જોકર ના ટોય બધા એક્ટિવ થઈ ગયા હતા. અને પછીનું મને કશું જ યાદ નથી.
શું કાલ રાતે મારી સાથે જે પણ થયું તે એક સ્વપ્ન હતું. ખરેખર તે મારુ સ્વપ્ન હતું. ના તે મારુ સ્વપ્ન ન હતું તે હકીકત હતી. આ શહેર પર મોટી મુસીબત આવવાની છે.
મારાથી જે મોટી ભૂલ થઈ છે તે હવે કોઈ પણ કાળે મારે સુધારવીજ પડશે. મેં એક મહા મુસીબત શહેર માં લેતો આવ્યો છે. જેના કારણે એક ફેમેલીને કારણ વગર મરવું પડ્યું.
રાકેશને હજી કાલ રાતના સાત સાત ફેમેલીના મર્ડર વિચે જાણ ન હતી. જો જાણ હોત તો તે તેની જાતને ક્યારેય પણ માફ ન કરી શકેત.
@@@@@
સવાર ના નવ વાગતાની સાથે જ બધી જ ન્યુઝ ચેનલમાં જોરશોર થી શહેર માં થયેલી હત્યાઓની જ વાત થતી હતી.
“આપણા શહેર એક જ રાત માં સાત સાત ફેમેલીનું એકસાથે એકજ રીતે હત્યા થઈ છે. કુલ 27 લોકો એક સાથે મૃત્યું પામ્યા છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે પાડોશી ને પણ જાણ ન હતી થઈ. અને આ બધા જ શું આપણું શહેર એટલું બધું અક્ષમ છે કોઈ આપણા ભોળા શહેરીવાસીઓને આમ એક રાત માં મારી ને રફુચક્કર થઈ જાય. શુ આપણું પોલીસ તંત્ર એટલું બધું કમજોર છે કે એક સાથે સાત સાત ફેમેલીને એક સાથે જીવ આપવો પડે.” બધી ન્યુઝ માં આવાજ સમાચાર આવી રહ્યા હતા. બધી જ ચેનલ માં પોલીસ તંત્ર પર માછલાં ધોવાય રહ્યા હતા. કોઈ પોલીસ ટિમ નો વાંક બતાવી રહી હતી. તો કોઈક ન્યુઝ ચેનલમાં આ એક આતંગવાદી નું કામ છે તેમ બતાવી રહી હતી. આ બધા કોઈને પણ એ ભાસ નહતો થયો કે આ બધું કરનાર કોઈ ક બીજો જ છે. અને હજી તો આ શરૂઆત છે. આગળ આ શહેરમાં લોહી ની નદી વહેવાની છે.
આનું એક જ કારણ હતું જંગલે તણખા ને તેની ઔકાત પૂછી હતી. આ શહેરે એક સામાન્ય વ્યક્તિની ઔકાત પુછી હતી. જેનું આ એક બદલાનું તુફાન હતું જેમાં પૂરું શહેર ખાખ થવાનું હતું.
@@@@@
પ્રતીકને સવાર માં છ વાગ્યે જ ત્રિવેદીનો કોલ આવ્યો હતો કે શહેર માં સાત સાત ફેમેલીની હત્યા થઈ હતી.
આ સાથે જ પ્રતીક અને પ્રજ્ઞા ટિમ લહીને એક એક ઘરે જેઈને પોલીસ તપાસ આરંભી હતી. આજ સમય માં જયદીપ અને મયુરે પણ પોતાની મેળે એક અલગ અલગ ઘરે જઈને તપાસ આદરી હતી.
આ તપાસ બોડી ને પોસ્ટમોટમ માટે મુકવાના કામ માં સાંજ પડવા આવી રહી હતી. પ્રતીક, પ્રજ્ઞા, જયદીપ, મયુર અને એસીપી ત્રિવેદી સખત મહેનત થી પોતાનું કામ કરી રહ્યા હતા.
થોડું કામ પૂર્ણ થતાં ત્રિવેદીના સ્થાને જયદીપે કામ સાંભળ્યું અને આ સમયે એસીપી ત્રિવેદી પોલીસ શોકીએ જઈ ને આ થતી બધી હત્યા વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.
હજી ત્રિવેદી ને પોલીસ શોકી એ આવતા અડધી જ કલાક થઈ હતી ત્યાં પ્રતીક, પ્રજ્ઞા, જયદીપ અને મયુર આવી પહોસિયા.
“બધીજ બોડી ને પોસ્ટમોટમ માટે મોકલી આપી છે. કાલ રાત સુધીમાં પોસ્ટમોટમ રિપોર્ટ આવી જશે.”જયદીપે કહ્યું.
“ગુડ, બીજું કંઈ કામનું ક્યાંથી પણ કશું મળ્યું છે?” જયદીપના વાક્ય પૂરું થતાંજ એસીપી ત્રિવેદી એ કહ્યું.
“ના, આશ્ચર્ય ની વાત છે કે 27 હત્યા થઈ છે પણ ત્યાં કોઈ પણ ફિંગરપ્રિન્ટ કે કોઈ પણ પ્રકારની નિશાની નથી મળી.” ત્રિવેદી ના સવાલનો જવાબ આપતા પ્રજ્ઞાએ કહ્યું.
“પણ એક બાબત આ બધા માં કોમન છે.” પ્રતિકે કહ્યું. પ્રતિકે પોતાનું વાક્ય હજી પૂરું કર્યું કે ના કર્યું ત્યાં એસીપી ત્રિવેદીએ કહ્યું.
“ટોય જોકર.”
★★★★★
ક્રમશઃ
પંકજ રાઠોડ