Preet ek padchayani - 46 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૪૬

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૪૬

કૌશલ ફક્ત પોતાનાં રાજ્યમાં આવવાનો વિચાર કરતાં તેને અનેક પડછાયાં પહેલાંની માફક દેખાવા લાગ્યાં...તે પોતાની જગ્યાએથી હલી પણ શકતો નથી. એ પરેસેવે રેબઝેબ થઈ ગયો. સિમોલી આ બધું જોઈ જ રહી.પણ તેનો ચહેરો અચાનક બદલાવા લાગ્યાં. જુદાં જુદાં ચહેરાઓ દેખાવા લાગ્યાં. ક્યારેક સ્ત્રી જેવાં તો ક્યારેક પુરૂષો જેવાં...તે પોતાની જાતને જ બોલવાં લાગ્યો. ને નુકસાન કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

સિમોલી ગભરાઈ ગઈ. એ કદાચ તેનાં જીવનમાં આવું કંઈ પણ પહેલીવાર જોઈ રહી છે.. કૌશલ શું બોલી રહ્યો છે એને કંઈ જ સમજાતું નથી. કારણ કૌશલ સિમોલી અને ત્યાંનાં લોકો સાથે રહીને એ વિદેશી ભાષા શીખ્યો છે પણ હજું સિમોલી થોડું થોડું જ ગુજરાતી સમજતી થઈ છે...તેણે કોઈને મદદ માટે બોલાવ્યાં...પણ એ એક દંપતિ આવ્યાં એ પહેલાં એકદમ ધબાકા સાથે કૌશલ ભોંય પર પટકાયો અને જમીન પર ઢળી પડ્યો.....

*******************

સમય વીતવા લાગ્યો... નંદિનીકુમારીની દીકરી મોટી થવાં લાગી...સાથે જ એ દરમિયાન સૌમ્યાકુમારીને પણ એક દીકરી જન્મી...રૂપરૂપની અંબાર.

આટલાં સમય બાદ તેમની જિંદગીમાં સુખનો સૂરજ ઉગ્યો. બધાં શાંતિથી જીવવા લાગ્યાં... આટલી જાહોજલાલી બાદ બધાં માટે આ રીતે સામાન્ય લોકોની જેમ મહેનત કરીને જિંદગી જીવવી અઘરી પડી...પણ સમય સર્વ દુઃખોની દવા છે. બધાં જ ખુશાલને સુંદર જિંદગી જીવવા લાગ્યાં.

સૌમ્યાકુમારીનું નામ સૌમ્યા જ રાખતાં તેની એ દીકરીનું નામ સિંચનકુમારની ઈચ્છા મુજબ રાશિ જ રાખવામાં આવ્યું...રાશિ અને શિવાની બંને એકસાથે મોટાં થવા લાગ્યાં. બંને રૂપરૂપનાં અંબાર સમી છે... અડતાં ય જાણે મેલી થઈ જાય એવી એમની સુંદરવર્ણી કાયા. બંને રાત્રે ન વધે એટલી દિવસે વધે અને સાથે જ એમની સુંદરતા પણ...

રૂક્મિણીરાણી રાશિ અને શિવાનીને સરખું જ રાખતાં... અવારનવાર એમની પાસે આવતાં....હવે તેમનાં જીવનમાં પણ આ સિંચનકુમાર , તેમનો પરિવાર એ લોકો જ તેમનું સર્વસ્વ છે...

હજુંયે એક નાતો અકબંધ રહ્યો છે જેક્વેલિન અને શિવરામચાચા સાથેનો...દીકરીઓને પણ એમની એટલી જ માયા છે...તેઓ અવારનવાર આ લોકો પાસે આવતાં. ક્યારેક તો થોડાં દિવસો માટે શિવાની અને રાશિને એમની પાસે રહેવા પણ લઈ જતાં....આમ સંબંધો બધાં જ સુખરૂપ રીતે સચવાયેલા છે....


******************

કૌશલ રાજા હવે રાજા નહોતો પણ વિદેશની ધરતીનો સામાન્ય માનવી હતો...સિમોલી તેની પત્ની વિદેશી છે પણ એક માણસ તરીકે સારી છે....તેમનો એક દીકરો પણ હવે મોટો થવાં લાગ્યો છે...સિમોલીની અટક પણ હવે કૌશલ અને તેનાં દીકરાએ અપનાવી દીધી છે...એ મુજબ તેઓ મિસ્ટર એન્ડ મિસિસ આહુજા તરીકે ઓળખાવા લાગ્યા....

જીવન વીતવા લાગ્યું...પણ કૌશલનાં મનમાં કોઈને કોઈ ખૂણે પોતાનાં નગરમાં પરત ફરવાની એક ઈચ્છા ધરબાયેલી પડી છે...પણ એવું એટલી બધી વાર બની ચુક્યું છે કે એ જ્યારે પણ જવાનો વિચાર માત્ર નક્કી કરતો કે તેને આ તફલીક થવાં લાગતી....આથી સિમોલી પણ બહું ગભરાઈને ના જ પાડી દે છે...આથી કૌશલ પણ હવે અહીં જ જીવન પૂરૂં કરવું પડશે એવાં નિસાસા સાથે જીવવા લાગ્યો...

તેનો દીકરો ભણવામાં ખૂબ તેજસ્વી છે. સિમોલી બહું જ સારી કેળવણી અને ઉછેર માટે પ્રયત્ન કરે છે જ્યારે છૂપી રીતે કૌશલ એટલું જ એને ઉંઘી દિશામાં લઈ જવાં પ્રયાસો કરતો.
કૌશલ પોતાની જાતને હજું પણ સુધારવા નથી ઈચ્છતો. તે શરાબ, બીજી સ્ત્રીઓ સાથે સંબંધ વગેરે એનાં માટે સામાન્ય છે પણ તે પોતાનાં પુત્રને પણ હવે ધીમેધીમે આ બધાં માટે પ્રેરવા લાગ્યો....

તે ભણવામાં ખુબ જ હોંશિયાર હોવાથી ત્યાંનાં ભણતર મુજબ દાક્તરી ચિકિત્સા ભણવા લાગ્યો.... ખૂબ સારૂં ભણ્યોને ધીમે ધીમે સરસ આગળ વધી ગયો...સંસ્કારો રોપાયાં હતાં પણ એમાં કુટેવોનું ખાતર અને પાણી અપાતાં આખો પાક નિષ્ફળ થવાની પુરેપુરી શક્યતા રહે છે એ મુજબ એ નયન હવે માતા કરતાં પિતાની વાત વધારે માનવાં વાગ્યો....

એક દિવસ સિમોલીની જાણબહાર જ ડૉ. નયનને ભારત આવવાની યોજના ઘડાઈ...ને એ કોઈ કામને બહાને ભારત આવી ગયો...

*****************

નયન અત્યારે એક વિદેશમાંથી આવેલાં ખાસ ડૉક્ટરોની ટીમ સાથે ભારત અને એમાં પણ ગુજરાતની પોતાની ભૂમિ પર આવ્યો. ભલે જન્મે અને કર્મે તે વિદેશમાં રહ્યો એ પહેલી વાર આ ધરતી પર પગ મુકી રહ્યો છે છતાંય તેને અહીં પોતાનાપણાનો એક મનમાં અહેસાસ અનુભવાઈ રહ્યો છે.

પિતા કૌશલ સાથેની યોજના મુજબ તે એક વખતની સુવર્ણસંધ્યાનગરી પહોચ્યો. પિતાએ વર્ણવ્યાં મુજબનું કંઈ જ નથી...એક સીધું સાદું નાનું શહેર છે ને લોકોની વસ્તી...ન કોઈ ચોકીદાર કે રાજદ્ધાર...નથી કોઈ મંજૂરી લેવાની જરૂર...બસ તેની ઈચ્છા એ "દીદાર હવેલી" જોવાની છે... જે એક સમયનો રાજપરિવારની રાજમહેલ કે રાજહવેલી જે કહો એ હતી. એ પહોંચ્યો પૂછતો પૂછતો કે તેને રાજહવેલી જોવી છે પણ બધાંનો એક જ જવાબ હતો...કે એ હવેલી તો ઘણાં વર્ષોથી બંધ છે કોઈ ત્યાં પગ મુકવાની હિંમત પણ નથી કરતું...

નયને સાહજિક રીતે પુછ્યું , " એવું શું કારણ છે ??"

ઘણાં બધાંએ પોતાનાં અનુભવ મુજબ કહ્યું કે ત્યાં ઘણી આત્માઓ ફરે છે....તે કોઈને અંદર પ્રવેશ કરવાં દેતી નથી...જે જાય છે તે પરત ફર્યુ નથી. તમે પણ અહીંથી જ પરત ફરો એ જ તમારાં હિતમાં છે....

આ વાંચતા જ અન્વયના હાથમાંથી પુસ્તક પડી ગયું...અપુર્વ પણ ગભરાઈ ગયો...

અન્વય : " અપુર્વ આ તો એ જ દીદાર હવેલી છે જ્યાં આપણે મમ્મીપપ્પાને મુકીને આવ્યાં છીએ. શું ત્યાં ભરોસો કર્યો એ ખોટું તો નથી કર્યું ને ??"

અપુર્વ : " ભાભી તો સુઈ ગયાં છે..આપણને એ અજાણરૂપે પણ કદાચ સાચો જવાબ આપી રહ્યાં હતાં. મને થાય છે પહેલાં હવેલી પહોંચીને મમ્મીપપ્પાને બહાર લાવીએ તો ??"

ત્યાં જ બંધ આંખોએ લીપી બોલી, " અધુરૂં વાંચીને કે જોઈને ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ. છેલ્લા વાક્યોને ફરી વાંચવાનો પ્રયત્ન કરો..."

અન્વયે ફરી પુસ્તક ખોલ્યું પણ ફરી પહેલાંની જેમ જ વંચાયેલા પાનાં કોરાં બની ગયાં છે...

લીપી ફરી બોલી , " વિશ્વાસ કોઈ પણ વસ્તુનો પાયો છે. હવે સચ્ચાઈની એકદમ નજીક પહોંચ્યા બાદ તું હવે કોઈનાં વચન પર અવિશ્વાસ કરી રહ્યોં છે...યાદ રાખ માણસ દગો કરી શકે પણ આત્મા ક્યારેય નહીં. ફરી એકવાર ભરોસો કરો તો જ આ પુસ્તક ફરી જીવંત બનશે નહીં એની વાત ખરેખર સાચી...."

અપુર્વ : " ભાઈ સાચી વાત છે એવું હોત આપણે પણ હવેલીમાંથી એકવાર બહાર આવ્યાં છીએ એ પણ ન જ આવત ને?? ઈશ્વરની જેમ એકવાર ભરોસો કરી લઈએ..."

અન્વય પણ શ્રદ્ધાથી બોલ્યો, " હમમમ.." ત્યાં જ પુસ્તક આપમેળે ખુલી ગયું અને નવું લખાણ દેખાવા લાગ્યું..."

******************

આરાધ્યા આત્માને વિનંતી કરતાં બોલી, " મને ખબર નથી કે તમે કોની આત્માઓ છો અને શા કારણે હજું અતૃપ્ત છો...તમે મને આટલા દિવસો અહીં રહેવા કહ્યું હું રહી. તમારી ઈચ્છા અનુસાર મારા પિતાને પણ તે આ પરિવારનો હિસ્સો ન ગણાય આથી એમને પરત મોકલી દીધાં....પણ હવે તો મને તમારાં બધાંની મુક્તિ સરળ બને એ માટે કંઈક રસ્તો બતાવો."

એક સ્ત્રીનાં અવાજમાં રહેલી આત્મા બોલી," સાચે તું કરી શકીશ ખરાં ??"

આરાધ્યા : "જે સ્ત્રી પોતાના પતિની હાજરી વિના એની સાથે લગ્ન કરીને એની રક્ષા માટે મોતનાં મુખ જેવી જગ્યાએ આવી છે જ્યાં હજુ એને ખબર પણ નથી કે એનો પતિ ખરેખર જીવિત છે કે નહીં ?? શું એ આ કામ નહીં કરી શકે ?? મને ખબર નથી કારણ પણ તમારો પણ પરિવાર હશે ને ?? તમને પણ કોઈ સાથે પ્રેમ હશે ને ? એને કોઈ દૂર કરે તો ?? પરિવાર અને જીવનસાથીનો પ્રેમ જિંદગીની સૌથી મોટી તાકાત હોય છે."

આ વાક્યો બોલતાં જ ફરી એકવાર એ સ્ત્રીનાં ફોટામાંથી એક આંસુ ટપક્યું...ને ભોયસરસુ ઉતરી ગયું. આરાધ્યા જોતી જ રહી ગઈ...

બીજી એક પુરૂષ અવાજમાં આત્મા બોલી , "આ લે એક નામ આ જગ્યાએ પહોંચ...ને એ માણસને રોકી દે....તો આત્માનો અંત નિશ્ચિત છે....ને તારો પરિવાર પણ અમારી મુક્તિની સાથે મુક્ત બનશે."

આરાધ્યા ખુશ થઈને બોલી , " હા ચોક્કસ. હું પહોંચું છું. મારાં પરિવાર માટે હું કંઈ પણ કરીશ..."

એ હવેલીમાંથી બહાર નીકળતી હતી ત્યાં જ તેનાં સાસુ એટલે કે અપુર્વનાં મમ્મી બોલ્યાં , બેટા ઉભી રહે.. તું એકલી કેવી રીતે જઈશ?? તારાં પપ્પા અમારાં ભરોસે તને અહીં છોડીને ગયાં છે. જો અમને પરવાનગી મળે તો અમે તારી સાથે આવીએ.."

આત્મા એકદમ કોપાયમાન થતાં બોલી, " એ શક્ય નથી. એ જગ્યાએ એક જ વ્યક્તિ જઈ શકશે અને એ કામ કરી શકશે..એને હું એક પડીકું આપીને કાનમાં કંઈક કહે છે અને છેલ્લે કહે છે ," સમય આવ્યે ઉપયોગ કરજે.." આખરે નિમેષભાઈ અને દીપાબેને કચવાતા મને આરાધ્યાની જીદ સામે હારીને તેને આશીર્વાદ આપીને મોકલી દીધી...

*******************

ડૉ. નયન તરીકે આવેલો કૌશલનો પુત્ર થોડો અચકાયો. પણ એનાં પિતાએ વર્ણવેલી બધી જ વાત મુજબ તેને બધું જાણવાની અને હવેલી જોવાની અદમ્ય ઈચ્છા છે. તેણે બીજાં કોઈને પુછવા વિચાર્યું.

એક સ્ત્રી દેખાતાં એ ત્યાં પહોંચીને પુછવા લાગ્યો કે " મને આ હવેલી જોવાં કોણ લઈ જશે ?? તમે કહો એટલાં વિદેશી નાણાં આપીશ."

કૌશલને તેનાં પિતાએ શીખવેલી ગુજરાતી ભાષા કામમાં આવી..તે કોઈની પણ સાથે ગુજરાતીમાં વાતચીત કરી શકે છે.

એ સ્ત્રી બોલી," ભાઈ તમારાં વિદેશી નાણાં ને અમારે શું કરવાં પણ જીવનાં જોખમે કોણ જાય ?? જીવ જ ન રહે તો નાણાંને શું કરવાં ?? "

" પણ આ રાજહવેલીનાં કોઈ વંશજો તો હશે ને ?? એવું શું છે એ હવેલીમાં મારે તે જાણવું છે."

સ્ત્રી : "ભાઈ રાજા ગયાં ને રાજ ગયાં. એમનાં વંશજો કે પરિવારજનો કહી શકાય તે તો બાજુનાં નગરમાં વસે છે પણ બધાં જ હવે જ એક સામાન્ય નાગરિકો છે. એ લોકો પણ આ હવેલીમાં જતાં નથી...હવેલીની નજીક એક વૃદ્ધા છે એમને બધી જ વાત ખબર છે તમે એમને મળી શકો છો. આત્માઓ એમાં જીવંત બની ગઈ છે...અમૂક લોકોનાં અનુભવને કારણે હવે કોઈ જ ત્યાં જતું નથી. તમારે જવું જ હોય તો આ કેડીએ કેડીએ ચાલ્યાં જાવ...એમ કહીને એ સ્ત્રી ચાલતી થઈ."

લોકો ત્યાં જતાં એ ગોરી ચામડીનાં નયનને જોઈ રહ્યાં...નયન ઉતાવળે પગલે હવેલી તરફ ગયો...એ તો પહોંચીને વિશાળ જાજરમાન ભવ્ય હવેલીને જોતો જ રહ્યો... આવી સુંદર હવેલી છે તો કેવું ભવ્ય રાજ્ય હશે ?? કલ્પના કરવી પણ અશક્ય છે..પણ મારાં પપ્પા શું કામ આ બધું છોડીને આવ્યાં હશે ?? સાચું કારણ તો એમને મને જણાવ્યું જ નહીં.. પણ હું એ હવે એ જાણીને જ રહીશ...આ હવેલી તો એકવાર જોઈને જ રહીશ ને એ હવેલીનાં મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો ને જેવો અંદર પગ મુકવા ગયો કે તે એકદમ જ એક ઝાટકા સાથે ઉછળ્યો અને જમીન પર પટકાયો.....તે બેભાન થઈને ઢળી પડ્યો...

આવી ઘટના એકવાર નહીં પણ અનેકોવાર બની ગઈ છે કે જે લોકો ત્યાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે એની આવી જ સ્થિતિ થાય છે. ફક્ત અહીં સૌમ્યા, વિરાજ, નિયતિ અને રૂક્મિણીમાતા સિવાય કોઈ આ હવેલીમાં પ્રવેશી શકતું નથી.

આ ધબાક અવાજની સાથે જ આજુબાજુનાં લોકો દોડી આવ્યાં...ને ભેગાં થઈ ગયાં ને સાથે લાકડીના સહારે ધીમે ધીમે રૂક્મિણી મા ધીમેથી ત્યાં આવી પહોંચ્યાં.....અને એ બેભાન થયેલા નયનને એકીટશે એ ઝાંખી થયેલી આંખોએ જોવાનો પ્રયત્ન કરવાં લાગ્યાં....

શું રૂક્મિણીમાતા પોતાનાં પૌત્રને ઓળખી શકશે ?? કૌશલે કયા હેતુસર નયનને પોતાનાં રાજ્યમાં મોકલ્યો હશે ?? આરાધ્યાને કોને રોકવા ક્યાં ગઈ હશે ?? શું થશે હવે નયન સાથે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.