Hu raahi tu raah mari - 36 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 36

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 36

“ના એવું કઈ જ નહીં થાય.તું આવું બોલીશ પણ નહીં ફરી વખત અને વિચારીશ પણ નહીં.તે ઘટના વિષે મારે હવે ફરી ક્યારેય વાત જ નથી કરવી.મને ખબર છે કે મોરબીનું નામ આવતા જ તને તે વિચાર આવ્યો.મને પણ આવ્યો હતો જ્યારે મે મોરબીનું નામ સાંભળ્યુ...પણ હવે જ્યારે બધુ સારું જ થવા જઈ રહ્યું છે ત્યારે તે વાત ને યાદ કરી મારે...ખંજન મહેરબાની કરી મને ઘરે લઈ જા..અત્યારે જ.”રાહી.
“રાહી આમ ગભરાઈ ન જા.એવી પણ કોઈ મોટી વાત નથી.હું સમજુ છું કે તને મોરબી નામથી પણ નફરત છે પણ તેમાં શિવમનો ભૂતકાળ સમાયેલો છે અને હવે જીવનસાથી બનવા જઈ રહ્યા છો તો સારું તે જ રહેશે કે તું તે વાત ભૂલી તેને સાથ આપ. અત્યારે તેને તારા સાથની સૌથી વધારે જરૂર છે.માટે આજથી અત્યારથી જ ચિંતાને આવજો કરી દેજે. આવતી કાલની તૈયારીઓ કર.”ખંજન.
“તું સાચું કહે છે ખંજન.હું કઈક વધારે જ તે વિષે વિચારું છું.લે જો હવે હું એક્દમ ખુશ બસ?”રાહી.
“હા બસ આ જ રીતે..હંમેશા માટે.ચાલ હવે ઘરે જઈને આરામ કર.કાલ તારા અને શિવમના જીવનનો સૌથી ખાશ દિવશ છે. કાલ તમે બંને તમારા સબંધને એક નામ આપવા જઈ રહ્યા છો તો શિવમ માટે જ તારે ખુશ હોવું ખૂબ જરૂરી છે.”ખંજન.
“હું શિવમ માટે કઈ પણ કરવા તૈયાર છું.”રાહી એકદમ ખુશ થતાં બોલી.
“શિવમનું વ્યક્તિત્વ ખરેખર ખૂબ પ્રભાવશાળી છે.બાકી તું આમ જલ્દી કોઇની નજીક આવી જાય અને તેને પોતાનું આખું જીવન પોતાના હાથમાં સોંપી દે તે વાત હું હજુ માનવા તૈયાર નથી.છેલ્લી વાર તારી હાલત મે જોયેલી રાહી..મને લાગ્યું કે હવે તું ક્યારેય કોઈને પોતાના જીવનમાં સ્થાન જ નહીં આપી શકે.”ખંજન.
“બસ એટલા માટે જ તો શિવમને હું ખૂબ ચાહું છું.પ્રેમ કરવાની વાત કરવી, પ્રેમ કરવો આ બધી સમાન્ય વાતો છે પણ..કોઈ છોકરીને પોતાની જીવનસાથી બનાવી તેને બધા હક્ક આપીને પછી તેને હક્કથી પ્રેમ કરવો તે ખૂબ મોટી વાત છે.શિવમ તે વ્યક્તિઓમાનો એક છે અને હું તે ભાગ્યશાળી છોકરી..કે જેના જીવનમાં આવો મોકો આવ્યો છે.”રાહી.
“હું તારી વાતથી સહમત છુ અને હવે આપણે ઘરે જઈએ..જો આમ તારા ફોનમાં તારા સાથીદારનો જ ફોન આવી રહ્યો છે.જરા પણ ગભરાયા વગર અને તે વાતને યાદ કર્યા વગર તેના જીવનમાં પ્રવેશ કર.૧૨:00 વાગી ચૂક્યા છે.”ખંજન.
રાહી પોતાના ઘરે આવી પોતાના રૂમ તરફ ગઈ અને ખંજન વિરાજના રૂમમાં..શિવમ અને રાહી વચ્ચે કાલની તૈયારીઓથી માંડીને આજ શું થયું તે બધી ચર્ચા ચાલી રહી હતી.બંને ખૂબ જ ખુશ હતા.
“રાતના ૩:૦૦ વાગી રહ્યા છે.”રાહી.
“હા તો..?”શિવમ.
“હવે કાલ પર થોડી વાતો રાખીએ?”રાહી.
“પણ મારે તો હજુ ઘણી વાતો કરવાની છે.અત્યારથી થાકી ગઈ?”શિવમ.
“થાકી નથી ગઈ પણ કાલ મારે બધા સામે બગાસા નથી ખાવા અને તેનાથી પણ વધારે ખાસ કે..મારા શિવમની થનારી ફિયાન્સી સૌથી ખાસ લાગે અને શિવમ તેને જોઈને ખુશ થઈ જાય તે માટે મારે અત્યારે સૂવું ખાસ જરૂરી છે.”રાહી.
“તું મારી થનારી ફિયાન્સીની ચિંતા ન કર.તે તો ઊંઘમાથી ઉઠી હશે તો પણ સુંદર જ લાગતી હશે.પણ હવે ચાલ સૂઈ જા.હું પણ સૂઈ જાઉં.બાય.”શિવમ.
“બાય.”રાહી.
“બીજી એક વાત..”શિવમ.
“હા..બોલ...”રાહી હસી રહી હતી.
“આઈ ફોર યૂ.”શિવમ.
“આઈ ફોર યૂ ઓલ્વેસ.”રાહી.
**************************
સાંજના ૬:૦૦ વાગી રહ્યા હતા.અલગ –અલગ કલરના ફૂલોથી તે હોલની સજાવટ કરવામાં આવી હતી જ્યાં શિવમ અને રાહીની સગાઈ થવાની હતી.બધા મહેમાનોની નજર સામે પડેલા સફેદ કપલ સોફા પર હતી જ્યાં થોડીવારમાં જ રાહી-શિવમ આવવાના હતા.બધા મહેમાનોને અલગ-અલગ ફ્રૂટના જ્યુશ સર્વ કરવામાં આવી રહ્યા હતા.
તે વચ્ચે અચ્છા ગુલાબી કલરની પૈરમાં રાહી અને શિવમ આવ્યા.નેટની લાઇટ ગુલાબી કલરની ચોલી-ચણિયા પર દુપટ્ટો બ્લાઊસ સાથે પિન-અપ કરી ખુલ્લો જ રાખવામા આવ્યો હતો.રાહીએ વાળને કર્લ કરી ખુલ્લા જ રાખ્યા હતા.જેથી તે વધારે સુંદર લાગી રહી હતી.કાનમાં હીરાની બુટ્ટીઓ જે કાલે જ શિવમે તેને ગિફ્ટ કરી હતી તે પહેરી હતી. બંને બાજુએથી લો-કટ નેક હતું.જેમાં રાહીએ નેકલેસ્સ ન પહેર્યો હોવા છતાં પણ ખૂબ સુંદર લાગી રહી હતી.શિવમ પણ રાહીના ચોલીને મેચિંગ કલરનું ગુલાબી લોંગ શૂટ અને સફેદ બોટમ લેન્થ પેન્ટ પહેર્યું હતું.બંને સાથે હોલમાં પ્રવેશ્યા ત્યારે બધાએ ગુલાબજળ છાંટી સ્વાગત કર્યું.
થોડીવારમા જ સગાઈ વિધિ શરૂ કરવામાં આવી.રિવાજ અનુસાર દિવ્યાબહેને લીલી સાડી રાહીને ઓઢાળી અને ઘરેણાં પહેરાવી સિદપરા પરિવારની સભ્ય અને તે ઘરની મોટી વહુ બનાવી.વીણાબહેને પણ શિવમને રૂપિયો નારિયેળ આપી પોતાના થનારા જમાઈ તરીકે સ્વીકાર કર્યો.બંને પરિવારો ખૂબ જ ખુશ હતા કે તેમના બાળકોને જોઈએ તેવા જીવનસાથી અને પોતાને સારા સગા મળ્યા.
થોડીવારમાં બે અંગૂઠીઓ લાવવામાં આવી.તે અંગુઠીઓ બંનેએ ખાસ ઓર્ડરથી સરખી ડિજાઇન કરાવી હતી.બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવી સગાઈ વિધિ સંપન્ન કરી.શિવમ પોતાની જાતને રાહીને મેળવી ખૂબ જ ખુશ દેખાતો હતો.રાહીને અત્યારે તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તેણે શિવમ સાથે ફોનમાં પહેલી વખત વાત કરી હતી. બંને પોતપોતાની યાદો સાથે પોતાના જીવનને આમ જ વધારે સુંદર બનાવવાના એકબીજાની આંખોમાં જોઈ મનોમન વચન આપ્યું. રાહી-શિવમ માટે ચાંદીની વાટકીમાં ‘ખીર’ લાવવામાં આવી.
“શિવમ-રાહી આ ખીર તમે બંને એકબીજાને ખવડાવી વચન આપો એકબીજાને કે, આ ચાંદીની વાટકીમા જેમ ખીર સમાય ગઈ તેમ એકબીજાની અંદર મનથી સમાય જશો, અને પોતાના જીવનને ચાંદી જેવી શીતળતા અને ખીર જેવી મીઠાશ આપશો.”દિવ્યાબહેને ચાંદીની વાટકીમાં ખીર ખવડાવવા પાછળનો હેતુ સમજાવ્યો.
“સપનું લાગી રહ્યું છે મને તો ..”શિવમે ધીમેથી રાહીને કહ્યું.
“ઘણા સપના સાચા થાય છે.”રાહી.
“તો આજથી પાકકું આપણે જીવનસાથી?”શિવમ.
“હંમેશા માટે.”રાહીએ શિવમની આંખોમાં જોઈને કહ્યું.
શિવમ અને રાહી બંને પોતાનો પ્રેમ આંખોથી વ્યક્ત કરી રહ્યા હતા.
“આજ રાતે જઈએ?”શિવમ.
“ક્યાં?”રાહી.
“લોંગ ડ્રાઇવ.”શિવમ.
“ના જરાય નહીં.છેલ્લી વખત આવી ત્યારે મને એકલી કરી દીધી હતી.આ વખતે..”રાહી.
“આ વખતે નહી થવા દઉં.પ્રોમિસ.”શિવમ.
બધા ઘરે જવા નીકળતા હતા.ત્યારે શિવમે ધીમેથી રાહીની નજીક જઈ કહ્યું, “હું રાહ જોઈશ.”
********************
“અરે હા,આવું છું..બધાને સૂઈ તો જવા દે.બધા પોતાના રૂમમાં જાય પછી આવું ને..!!”રાહી.
“...................................”
“મારી સગાઈ થઈ ગઈ છે.હું હવે આ રીતે ન આવી શકું.”રાહી.
“.................................”
“હા મળવું જરૂરી છે તે વાત હું જાણું છું અને તે પણ જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે પણ..તારા કરતાં વધારે જેની સાથે મારી સગાઈ થઈ તે મને પ્રેમ કરે છે.”રાહી.
“.....................................”
“તું સમજતો કેમ નથી?હમણાં મારે તેને મળવા જવાનું છે.તે મને લેવા માટે આવે છે.”રાહી.
“....................................................................”
“ઠીક છે.આ છેલ્લી વખત હું તને મળવા આવું છું.બાકી હવે હું બીજા કોઇની થઈ ચૂકી છું.આપણો પ્રેમ બરાબર વાત છે, અને તે પ્રેમ હું તને હંમેશા કરતી રહીશ.પણ આજ પછી હવે ક્યારેય પણ તું મળવા માટે જીદ નહીં કરે.”રાહી.
“........................................................................”
“હું મારા ફિયન્સને મળવા માટે ‘ના’ કહી દઉં.પણ સંભાળીને આવજે કોઈ તને જોઈ ન જાય.”રાહી.
“................................................................”
“કોઈને મળવા જઈ રહી છે?”ખંજન.
“હા, તે તો શિવમ.”રાહી.
“પણ હમણાં તું એમ બોલી ફોનમાં કોઈને કે હું શિવમને આવવા માટે ‘ના’ કહું છું.બોલ રાહી વાત શું છે?”ખંજન.
રાહીએ ખંજનને બધી વાત કરી.
“ઓહ..એવું છે? ઠીક છે. તારે જવું જોઈએ.પ્રેમ કર્યો તેને ખાતર પ્રેમિકા બની તેને છેલ્લી વખત મળવા જવામાં કોઈ વાંધો નહીં.તું જઈ આવ.કોઈ કઈ પૂછશે તો હું સંભાળી લઇશ.”ખંજન.
“આભાર ખંજન. તે હંમેશા મારો સાથ આપ્યો છે.હવે છેલ્લી વખત તેને પ્રેમિકા બની મળી આવું પછી વાત ખતમ હંમેશા માટે..”રાહી.
ત્યાં જ ગાડીનો હોર્ન સંભળાય છે.રાહીના ફોનમાં ફોન આવે છે, “હું આવી ગયો છું.”
રાહી છુપાઈને તે કારમાં બેસી જાય છે.
“આપણી પાસે થોડીવાર નો જ સમય છે.પછી મારે ઘરે જવું જોશે.આજે જ મારી સગાઈ થઈ છે અને હવે આપણે આપણાં પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ લગાવી દેવું જોઈએ.હવે હું મારા ફિયન્સને હદયથી પ્રેમ કરું છું.”રાહી.
“બસ હવે..હું તેની વાત સાંભળવા નહીં આવ્યો.તું આપણી વાત કર.”તે વ્યક્તિએ રાહીનો હાથ પકડતા કહ્યું.
ત્યાં જ કોઈ બીજી કાર સામેથી આવી ગાડીની હેડલાઇટ રાહી જે કાર નજીક હતી ત્યાં પ્રકાશ ફેંકે છે.તે ગાડીમાંથી કોઈ વ્યક્તિ ઉતરી રાહીની નજીક આવે છે.
(ક્રમશ:)