Lavu kayethi sabiti in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | લાવું ક્યાંથી સાબિતી

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

લાવું ક્યાંથી સાબિતી

*લાવું ક્યાંથી સાબિતી*. વાર્તા... 4-1-2020

અભિમાન ત્યારે આવે જ્યારે આપણે કશુંક વિશેષ કર્યાનું અનુભવીએ; માન ત્યારે મળે જયારે બીજાં એ વિશેષતા અનુભવે... એમ સાચું અને સત્ય વ્યક્તિ હોય પણ દલીલો ના આવડે અને કોઈ ચાલાકી ના આવડે તો એ વ્યક્તિ ખોટું પૂરાવાર થાય છે આ સમાજમાં...
અને એ એકલું પડી જાય છે...
કારણકે એની સચ્ચાઈ ની કોઈ સાબિતી હોતી નથી અને જુઠ્ઠું અને ખોટું કરનાર પાસે અનેક બહાનાં અને અનેક તર્કવિતર્કો હોય છે....
મને કાલ્પનિક વાર્તા કે કોઈ ની વાર્તા પરથી વાર્તા લખવી નથી ગમતું.....
એટલે હું જે લખું એ સાચું બનેલી ઘટના હોય તો એમાં પાત્રો ના નામ અને સ્થળ બદલીને લખું છું...
અને એ વ્યક્તિ ની પરમિશન લઈને લખું છું....
એવી જ એક ઘટના લખું છું...
આ વાત છે ૧૯૮૯ ની....
આજના આ વૈજ્ઞાનિક યુગમાં કોઈ માને
કે... ના માને...
સાચું કે ખોટું...
કારણકે મારી આ વાર્તા વાંચીને કેટલાય ને ખોટું લાગશે તો કોઈ એકાદ બે ને સાચું લાગશે....
પણ તમને બતાવી શકાય એવી સાબિત નથી....
તો માફ કરશો...
ભારતી ના લગ્ન એક ધનાઢ્ય પરિવારમાં થયા.... ભારતી નાનપણથી સરળ , ધાર્મિક અને સચ્ચાઈ થી જીવતી હતી.. પિયરમાં બે ભાઈઓ પછી એ એટલે ભાઈઓ માટે એને અગાધ લાગણીઓ હતી...
ભારતી ના લગ્ન નાં એક વર્ષ માં જ એનાં પપ્પા નું દેહાંત થયું...
બાપની મિલ્કત, અને ઘર વેચીને બે ભાગ કરી ભાઈઓ છૂટા
પડ્યા અને ભારતીને જણાવ્યું કે આવીને સહીં કરી જા...
ભારતી એના મોટાભાઈ નરેશભાઈ પર વીશ્વાસ બહું એટલે જઈને સહીં કરી આવી....
પણ
એણે ના ભાગ માંગ્યો કે ના હકક...
એ ભારતી ની ખાનદાની...
મોટાભાઈ નરેશભાઈ અને બીજા ભાઈ રમેશભાઈ એ ભારતી ને કહ્યું અમે બે અલગ રહેવા જઈએ છીએ..
તને સમય મળે તો આવજે અમારે ઘેર..
આમ કહી નરેશભાઈ ગોધરા ગયા..
અને
રમેશ ભાઈ વડોદરા રહેવા ગયા..
ભારતી ના સાસરે પેઢીઓથી ચેહર મા ની પૂજા થાય છે....
એ પણ સાત્વિક રીતે.... સસરા ની બરફની ફેક્ટરી હતી અમદાવાદ માં તો ભારતી ના ઘરે થી પંકજ પણ પપ્પા ના ધંધામાં જ સાથે હતાં... અને બે દિયર ના લગ્ન બાકી હતાં..
નરેશભાઈ એક નાનો દીકરો હતો... નરેશભાઈ એ આડાં અવળાં ધંધા કર્યા અને માથે દેવું કર્યું...
એક દિવસ ભારતી ના ઘરે ત્રણ જણાં આવ્યા.. નરેશભાઈ, ભાભી, અને મુન્નો...
નરેશભાઈ આવીને રડવા લાગ્યા અને કહ્યું કે અમે ત્રણ ઝેહર પીને મરી જઈએ... મારા માથે દેવું થઈ ગયું છે.. આ તો છેલ્લીવાર મળવાં આવ્યા...
ભારતી ના સસરા એ શાંત પાડ્યા...
અને વીસ હજારની મદદ કરી..
અને એ ફેક્ટરી જવા નીકળી ગયા... દિયરો ભણવા ગયા હતાં... સાસુમા મંદિર ગયા...
એટલે પંકજે કહ્યું..
નરેશભાઈ મારી પાસે સીત્તેર હજાર છે લો...
પણ હિમ્મત ના હારો અને નવેસરથી ધંધો કરો..
નરેશભાઈ કહે કુમાર હું તમારા દૂધે ધોઈને રૂપિયા પાછા આપીશ એવું કહીને જતાં રહ્યાં..
હવે સમય જતાં ભારતી ના દિયર નાં લગ્ન લેવામાં આવ્યાં..
ઘરમાં રૂમની અગવડ પડતાં ભારતી અને બીજા નંબરના દિયર ને ભાડે જુદા રહેવા મોકલ્યા..
હવે
પંકજ ના પિતા એ બેવ અલગ રહેતા ભાઈઓ ને બે પ્લોટ લઈ આપ્યા..
જેની ઉપર બાંધકામ કરવાનું હતું..
આ બાજુ ફેક્ટરી પણ ખોટમાં ચાલતી હતી..
રૂપિયા ની તકલીફો પડતાં... ભારતી એ નરેશભાઈ ને ગોધરા કાગળ લખ્યો કે ભાઈ હવે તમે ગાડીમાં ફરો છો તમારે સારું છે તો મારા રૂપિયા આપશો મને તકલીફ છે અને મકાન ચણવાનુ છે તો જરૂર છે..
તો
નરેશભાઈ નો કાગળ આવ્યો કે કેવાં રૂપિયા અને કેવી વાત???
તારે તકલીફ છે એ જાણી દુઃખ થયું હું તને પંદર હજાર ની મદદ કરી શકું...
અને પછી
ભારતી ને ગુસ્સો આવ્યો અને એણે ફોન કર્યો..
ઝઘડો થયો...
ભારતી ની એ જ મહિનામાં તબિયત ખુબ બગડી ગઈ...
જમી શકે નહીં અને બીપી ખૂબ જ લો રહે...
ગ્લુકોઝ ના બોટલ ચાલુ કર્યા પણ હાથે જામા થઈ જાય અને દવાની અસર ના થાય...
અને બોટલ ચાલુ હોય ત્યારે ભારતી મોટે મોટેથી હસે...
ઘરે લાવ્યા ભારતી ને તો બધું તોડફોડ અને બૂમાબૂમ કરી અને પછી બેહોશ થઈ ગઈ...
પંકજ એનાં મમ્મી-પપ્પા ને બોલાવી લીધા...
એમણે કહ્યું કે આપણે રૂદણ... ચેહર મા ના ભૂવા બચુભાઈ પાસે લઈ જઈ એ...
રૂદણ પહોંચ્યા...
બચુભાઈ અને પંકજ ના પિતા ને સારા સંબંધો હતા તેથી ભારતી નો કેસ પહેલો લઈ લીધો...
બચુભાઈ એ ભારતી ના માથે હાથ મૂક્યો.. ભારતી એકદમ જોર કરી ને ભાગવા ગઈ એને પકડી રાખી...
બચુભાઈ એ ચેહર મા ના દાણા જોઈ ને કહ્યું કે ભારતી પર મૂઠ ( બ્લક મેજીક ) મારી છે... અને આજે એનો છેલ્લો દિવસ છે...
પછી ઘરનાં અને બચુભાઈ ચેહર મા ને કરગર્યા અને માતાજી ની ચોકી ભારતી ને બાંધી તો ભારતી વધું ધમાલ કરવા લાગી..
પણ બચુભાઈ એ માતાજી નું પાણી પીવડાવ્યું અને પછી એ શાંત થઈ...
પંકજ ના પિતા એ મૂઠ મારનાર નું નામ પુછ્યું...
દરેક ભુવાજી ના નિયમો હોય છે નામ ના કહે પણ આ તો સંબંધ હતો તો એટલે માતાજી ની રજા લઈ નામ આપ્યું...
નરેશભાઈ એ મૂઠ મરાવી હતી...
પંદર દિવસ ની ભુખી ભારતી ને બચૂભાઈ ના ત્યાંથી ભજીયા બનાવી ખવડાવ્યા...
આજે એણે ખાધાં..
અને પછી થોડીવાર માં જ ભારતી એ લીલાં કલરની વોમિટ કરી...
બચુભાઈ એ પાછું માતાજી નું પાણી પીવડાવ્યું અને સાકર આપી ખાવાં...
આજે ભરતી સ્વસ્થ છે.... ખુશ છે... સુખી છે...
ચેહર મા અને હનુમાન દાદા ની ભક્તિ કરી પરિવાર સાથે શાંતિ થી જીવે છે...
બીજી વાત એ જણાવી દવ કે ભારતી કે એનો પરિવાર અંધશ્રદ્ધા માં વિશ્વાસ નથી કરતા....
આ સાચું છે... પણ સાબિત નથી...
એટલે તમે ખોટું માની શકો...
કારણકે દરેક સત્ય વાતની સાબિતી હોતી નથી....
જેણે અનુભવ્યું હોય એ જ જાણે કે આ સાચું છે
બાકી તો બધાંને ખોટું જ લાગે...
એટલે જ શું સાચું કે ખોટું???
ભાવના ભટ્ટ અમદાવાદ.....