Kariyavar in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | કરિયાવર

Featured Books
Categories
Share

કરિયાવર

કામ પર થી આવીને રમેશભાઈ તેની પત્ની ને સાદ કર્યો .. સાંભળે છે તો મારા માટે પાણી લાવ.

રસોડામાંથી અવાજ આવ્યો એ આવી હો...
રમેશભાઈ નાં પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.

પાણી પી ને રમેશભાઈ એ તેની પત્ની ને પાસે બેસાડી ને કહ્યું સાંભળ
“આપણી કાવ્યા નું માંગું આવ્યું છે 
ઘર બહુ સુખી છે અને  છોકરા નું નામ જીત છે અને પ્રાઇવેટ વર્ક કરે છે.
મને તો ગમે છે .જો કાવ્યા હા કહે એટલે સગાઇ કરી દઈએ.”

સોનલ રમેશભાઈ ની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
કાવ્યા ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
બી. એ પાસ કરીને ટ્યુશન કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,
હવે તો સોનલ એમ. એ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ રમેશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ.

રમેશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન હતું આ વ્યસન ને લઈને નયનાબેન અને કાવ્યા તેને કહેતા કે તમે આ બધું છોડી દો  પણ રમેશભાઈ મજાકમાં આ વાત ને ટાળી દેતા.

દીકરી પપ્પાને પૈસા આપતી પણ રમેશભાઈ ના પાડી દેતાં કહેતા ‘બેટા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

હવે બંને ઘરની સહમતી થી સોનલ અને જીત ની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે દસ દિવસ બાકી હતા.
રમેશભાઈ એ કાવ્યાને પાસે બેસાડીને કહ્યું
‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .

તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ એક લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’

કાવ્યા એ જવાબ આપ્યો ભલે પપ્પા કહીને પોતાના રૂમમાં જતી રહી.
સમય લગ્ન નો આવી ગઈ. જાન ઘર આંગણે આવી ગઈ હતી. બધાના ચહેરા પર ખુશી હતી. કન્યા માંડવે આવી એટલે બ્રાહ્મણ એ લગ્નની વિધિ શરુ કરી ,ફેરા ફરવાની સમય આવ્યો.

ત્યાં કાવ્યા ઉભી થઇ ને બોલી
ઉભા રહો બ્રાહ્મણ દેવતા. મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’

આ સાંભળી ને રમેશભાઈ દીકરી પાસે આવ્યા. શું થયું બેટા તારે શું કહેવું છે બોલ પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ જીત અને મારા સસરાની સહમતીથી તમે આપેલો એક લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…

એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ બે લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !

જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર કાવ્યા ઉપર હતી …
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”
રમેશભાઈ ભારે આવાજમાં -”હા બેટા”, એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો….

તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
રમેશભાઈ રડતા રડતા દીકરી ને ભેટી પડ્યા. જાન વળાવીયા પહેલા બધાના આંખ માં આંશુ આવી ગયા..

જીત ગજ્જર