Lagani ni suvas - 32 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 32

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

લાગણીની સુવાસ - 32

સાંજે બધાં ભેગા બેસી નવું ઘર બનાવવાની વાતો કરતાં હતાં. એમાં કેવી રીતનું બનાવવું , નવું શું કરી શકાય વગેરે ચર્ચા ચાલતી હતી... એમાં વચ્ચે વાત નીકળી એમાં શારદા બેને ભૂરીને જોવા છોકરાવાળા આવવાના છે . છોકરો વિદેશથી આવે છે.ભણેલો છે સારી નોકરી પણ છે.... બન્ને ને ગમી જાય એટલે નક્કી કરી દઈશું.... મીરાં ની જેમ બધા આ વાત થી અજાણ હતાં... એટલે બધાને નવાઈ લાગી...
" એટલે ભૂરી તૈયારીઓમાં લાગી ગઈ છે... આજે તો ઘરે જોવાય નથી આવી.. " મીરાંએ હસતાં હસતાં કહ્યું.
"હા,... બેટા તારી ઉતાવડ નથી... ભૂરીનું એક વાર સારી જગ્યાએ થઈ જાય પછી તારુ પણ જોઈ લઈશું...બાપ વગરની છે... એના બાપ ગણો કે કાકા ગણો બધું... આ..ના.. પપ્પા છે.." શારદાબેન મીરાંને સંબોધી મયુર અને આર્યન સામે જોઈને કહ્યું..
" સાચીવાત મમ્મી પણ મારે તો તમારી સાથે જ અહીં રહેવું છે.. બસ... મારે નઈ જવું ક્યાંય..... મારે તો બઉ વાર છે.."
" તું તૌ કાળજા નો કટકો... તને મોકલાય " રામજી ભાઈ મીરાંને ચિંડાવવા લાગ્યા..
" પપ્પા તમે આવું... કરો... 😞"મીરાં ચિડાઈ ગઈ એટલે બધા હસવા લાગ્યા..
થોડીવાર વાતો ચાલી પછી બધા સૂવા ગયા... ઉંધ તો ફક્ત ભૂરીને ન્હોતી... પોતે જેને તન મન થી અનહદ ચાહે છે તે એની સામે પણ કામ વગર નથી જોતો... બસ મયુરની છબી પોતાની આંખોમાં ભરી એક ઓશિકુ મોં માં દાબી એ રડવા લાગી .. પોતાનું દુ :ખ એ કોને કહે એ સમજાતું ન હતું. વિચારમાં વિચારમાં એની નિતરતી આંખો થાકીને સૂઈ ગઈ..બીજા દિવસે એને સખત તાવ ચડ્યો... એટલે એ ઘરની બહાર ના જઈ શકી.... બે દિવસથી ભૂરી દેખાઈ નહીં એટલે મીરાં એના ઘરે જવા નીકળવાની તૈયારીમાં જ હતીને ભૂરીની મમ્મી.. આવ્યા તેમનું નામ નર્મદા પણ પ્રેમથી બધા નબદી કહી બોલાવતા..
" કાકી સારુ થયું તમે આવ્યા... ભૂરી કાલની આવી નથી મારા ઘરે... હું એને જ મળવા આવતી હતી.. "મીરાં એ કહ્યું.
" એ તો ઘેર જ છે... બેટા... પણ કદાચ થાકી ગઈ હશે એટલે નઈ આવી હોય... તને ટાઈમ મલે એટલે ત્યાં જજે મારે થોડું પિયર જવું પડે એમ છે.. "
" ઓ.... નબ્દીભાભી પિયર જવું છે.... એમ જઈ આવો...." લેહકો કરતા શારદા બેન આવ્યા.
" હા... આ... કાગળીઆ ને દસ્તાવેજ ને એવું કરાવા જવું છે.. ભૂરીની સગાઈની વાત કરી એટલે મારા ભાઈઓ એ નક્કી કર્યું કે મારા નામે થોડી મિલકત કરી આપશે.. એટલે જવું છે.."
"આવા ભાઈઓ.. લાખોમાં એક કેવાય... હો... જાઓ... તમ તમારે ભૂરીની ચિંતા નઈ... આ બધા ત્રણે... બેસવા જશે ભૂરીને એકલી નઈ પડવા દઈએ.. "
" તમે હતા નઈ એટલે નઈ તો હું વહેલા જ જવાની હતી.. એક તો આપણા છેવાડા ઘર.. આ છોકરા બધા એકલા ઘેર એટલે ચિંતા રે... "
" સાચી વાત પણ આ માસ્તર ને એ છે.... એટલે ચિંતા નઈ હીરા જેવા બે ભાઈ છે... "
" એ વાત સાચી હો... ભૂરી રોજ બધાના વખાણ કરે.. પણ આ ખેતીના કામમાંથી હું નવરી જ ના પડું.. એટલે બેસવા નઈ અવાતું.... આજ તો આ.. અક્શુંને જોડે લઈ જવ છુ ભૂરીનું લોહીના પીવે.... એટલે તમે બે દિવસ ધ્યાન રાખજો.... હું નીકળુ... બસ જતી રહેશૈ.... "
" હા.... નીકળૌ... જય.. માતાજી... "
નર્મદા બેન ભૂરીના નાના ભાઈને પણ સાથે લઈ ગયા.. પણ કોઈને ખબર ન્હોતી કે ભૂરીને તાવ આવ્યો છે એ રાબેતા મુજબ ઘરનું કામ પતાવી થોડીવાર આડી પડી પછી રસૌઈ કરી ખેતર જવા નીકળી ખાલી થોડી ચાર લેવા... પણ એની આંખો રાતી ચોળ થઈ ગઈ હતી..એનું કે એના શરીરનું એને કંઈ જ ભાન ન્હોતું. શરીર તપતું હતું તોય એ ખેતરે જવા નીકળી પાછા આવતા બપોર થઈ ગઈ... આ બાજુ શાળામાં જમવાની રીસેસ પડી અને મયુર જમવા ઘરે આવતો હતો ત્યાં રસ્તામાં ભૂરીને જોઈ મયુર ભૂરી સાથે સાથે ચાલવા લાગ્યો..
" ભૂરી.... કાલથી તું ઘરે નથી આવી મીરાં પણ તને યાદ કરતી હતી.. "મયુરે એની સામે જોઈ ચાલતા ચાલતા કહ્યું..
" મારે થોડુ કામ હોય છે ... એટલે અવાતું નથી.. હવે તો એવું રહેવાનું.. "
" ઓ.... તો ભૂરી મેડમ એટલા બીઝી છે.. કે મીરાં ને મળવા નઈ આવે... "
" એ આવશે ને મારા ઘરે... એટલે ચાલશે... "
" એક..... મિનિટ મારી સામે જોતો.... આ.... આ.. તારી આંખો તો જો.. લાલ થઈ ગઈ છે... બઉં જ... " મયૂરે એની આંખો જોઈ.. લથડાથા અવાજે બોલ્યો.
" કંઈ નથી થયું... હવે તો આની આદત પડી જશે મને..."
" પાગલ છે... તું સામાન્ય લાલ નથી... તું જો પેલા... "
અનાયાસે મયુર નો હાથ એના ગાલ કપાળ પર ફરી રહે છે.. એનું મયુરને પણ ભાન નથી હોતું...
" કેટલો તાવ છે... તું સાચે પાગલ છે... ભેંસો છોડ એ ઘેર જાતે જતી રહેશે તું ચાલ દવાખાને... "
ભૂરી નાના કરતી રહી અને મયુર એને દવાખાને લઈ ગયો... ત્યાં આર્યને તપાસી અને બે ગ્લુકોઝના બાટલા ચડાવ્યા.. વાયરસનો તાવ અને અશક્તિ હતી.એટલે બે ઈન્જેકશન આપ્યા.. મયુરે મીરાંને ભૂરીની ભેંસો બાંધી બે જણનું ટીફીન લઈ દવાખાને આવવા કહ્યું..
મીરાં પણ દવાખાને પહોંચિ એક ટીફીન મયુરને આપી પોતે ભૂરી જોડે ગઈ ..ના ના કરતી ભૂરીને થોડુ જમાડી દવાઓ ગળાવી..મયુર પાછો શાળાએ ગયો..

સાંજે ભૂરીને સારુ હતું એટલે દવા લઈ ભૂરીને એના ઘરે લઈ ગયાં... શારદા બેન ચારે માટે જમવાનું પણ ભૂરીના ઘરે લઈ ગયા... ભૂરીના ખબર પૂછ્યા... પછી મીરાંને એકલી તો મૂકાય નહીં એટલે મયુરને પણ ત્યાં રોકાવા શારદા બેને કહ્યું..આર્યન મોડા સુધી વાતો કરી સૂવા ઘરે આવ્યો... આખા દિવસની ભાગ દોડમાં થાકેલી મીરાં જોકા ખાતી હતી...એટલે મયુરે તેને બાજુના રૂમમાં સૂવાનું કહી પોતે ભૂરી પાસે બેઠો...રાત્રે ભૂરીને ઉલ્ટીઓ થવા લાગી એટલે મયુર એને સહારો આપી વોસરૂમ સુધી લઈ ગયો.. પછી એના પીઠ પર હાથ ફેરવી એને પાણી પાયું... ઉલ્ટી ન થાય એની પણ ગોળી આપી એને સુવાળી દિધી.... બેધ્યાનીમાં ભૂરી બબડતી હતી એના પગ માંથું સખત દુ:ખી રહ્યા હતાં..એ જાતે જ પોતાના કપાળે હાથ દઈને દબાવવા લાગી... મયુરે પાછી એને કળતરની દવા આપી ,માથુ દબાવ્યુ.... પછી ત્યાં જ બેસી ખાટલામાં માંથું રાખ્યુંને એમના એમ એને ઉંઘ આવી ગઈ... બે અઢી કલાક પછી ભૂરીને કળતર મટી ગઈ . એટલે એને આંખો ખોલી ત્યાં બાજુમાં એણે મયુરને જોયો એક દમ નજીક એનો ફેસ હતો . ભૂરી ને એના શ્વાસ મહસૂસ થતા હતાં.. આ પણ એ મન ભરીને માણી રહી હતી.. એ મયુરને જોયે જ જતી હતી.કેટલો સારોને સીધો છે... આખી રાત મારા પાછળ બગાડી ઉંઘ્યો પણ નહીં.કોણ તને પ્રેમ ના કરે પાગલ મીરાં તારી સગ્ગી બેન નથી છતાં થોડા જ દિવસોમાં તે બધાનું દિલ જીતી લીધુ અને મીરાંને સગ્ગા ભાઈની જેમ તે સહારો આપ્યો... હું તને પ્રેમ કરી બેસી એમાં મારો શું વાંક... પણ તારા સપના જોવા લાગી છું, હું ... તારા સિવાય હું કોઈને સ્વીકારી નઈ શકું.... ભૂરી મયુરની બંધ આંખો સામે જોઈ વિચારી મનમાં મયુરને કહે જતી હતી... આમ વિચારતા વિચારતાએ સૂઈ ગઈ....
ક્રમશ:..