kahani thodi filmi hai in Gujarati Comedy stories by Niyati Kapadia books and stories PDF | કહાની થોડી ફિલ્મી હૈ

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

કહાની થોડી ફિલ્મી હૈ


લલિતાને જોવા છોકરા વાળા આવ્યા હતા. સીધો સાદો અને સરકારી ભરતીમાં હાલ તલાટી તરીકે નોકરી કરતો મન આગળ વધારે સારી તક મળી રહે એ માટે નવી ભરતી આવે એની તૈયારી પણ કરી રહ્યો હતો. લલિતા સાથેની વાતચીતમાં એને કંઈ વધારે પૂછવા જેવું નહતું અને લલિતાને સાવ સાદા છોકરા સાથે લગ્ન કરવા નહતા, એના મનમાં તો ફિલ્મી હીરો જેવો છોકરો હતો જે એક લાત મારી ચાર જણાને પાડી દે... એક ઘૂંસો મારી કોઈને આકાશમાં ઉડાડી દે...અને લલિતા હતી પણ એવી સુંદર કે એવો હીરો એના માટે ક્યાંકને ને હશે જ એમ લગભગ સૌ માનતા.

વિચારીને જવાબ આપીશ કહી લલિતાએ છોકરાને વિદાય તો આપી દીધી પણ બધાને ખયાલ આવી ગયો કે આ સંબંધ આગળ નહિ વધે...

એ ઘટનાને બે મહિના બાદની એક સવાર,

મન હજી બસમાં ચઢ્યો જ હતો, ભીડની વચ્ચેથી રસ્તો કરતો એ થોડો આગળ ચાલ્યો અને અચાનક બસ એક બાજુ વળી જતાં મન પણ ડાબી બાજુ નમી પડ્યો, એની બાજુની સીટ પર બેઠેલી લલિતા ઉપર!

“એક કામ કર મારા ખોળામાં બેસી જા! સાલા..ઓ સવાર સવારમાં પીને આવી જાય છે!" લલિતાએ ગુસ્સે થઈને, ડોળા કાઢીને મનને ધક્કો મારતા કહ્યું. બીજી જ પળે એને થયું કે એણે આને ક્યાંક જોયો છે.

“સોરી...બસ વળી એટલે..." મન બોલી રહે એ પહેલા જ બસને ડ્રાયવરને અચાનક બ્રેક મારી અને મન બે ડગલાં આગળ સરકી એની આગળ ઉભેલા ભાઈને પાછળથી અથડાયો.

“ઓયે...કૌન હૈ બે? સાલા જાનતા નહિ મેં કૌન હું?" કાજળ આંજેલી આંખોવાળા ગુલશનભાઈએ પાછળ ફરી મનનો કોલર પકડી કહ્યું.

“માફ કરી દો ભાઈ, ધક્કો આવ્યો તો..."

મન

દબાતા આવજે માંડ આટલું બોલી શક્યો, સામેવાળો સાવ ગુંડો જ હતો એની આગળ મન જેવા સામાન્ય માણસનું શું આવે...! પેલાએ મનનો કોલર છોડ્યો અને જાણે કોઈ મોટી જીત મેળવી હોય એમ મૂછમાં હસતો, બધાની સામે રૂઆબ ભરી નજર નાખતો, એક ક્ષણ પાછળની સીટ પર બેસેલી લલિતાને ધ્યાનથી જોઈ આગળ ફરી ગયો.


આગળના સ્ટોપ પર લલિતાને ઉતરવાનું હોવાથી એ ઊભી થઈ અને એની આગળ ઉભેલા મનને, “ચલ બે રસ્તો આપ," કહેતી હાથ વડે પહેલેથી જ સાઈડમાં ચાલ્યા ગયેલા મનને વધારે સાઈડમાં દબાવી આગળ નીકળી, બરોબર એ જ વખતે ગુલશનભાઈએ લલિતાને પોતાની નજીકથી પસાર થતી જોઈ સિટી મારેલી...

“પ્રેશર કુકર..." લલિતાએ એક ક્ષણ પાછળ જોયું ના જોયું અને કહ્યું, “શું જમાનો આવ્યો છે, પોલીસવાળા પણ આજકાલ સેફ નથી! આજે મોડું થયું છે એટલે હલકટ બચી ગયો. ફરી મળે તો મારી મારીને સલ્લાઓના પૂંઠા તોડી નાખું." ગુસ્સામાં બબડતી લલિતા નીચે ઉતરી ગઈ હતી. અહીં વધારે વખત બસ રોકાતી નહિ અને મોડું કરવું એને પાલવે એમ ના હોવાથી ઉતરી જવું પડેલું.


લલિતાની નવી નવી નોકરી હતી. કેટલાય પ્રયત્નો કરેલા યુ.પી.એસ.સી. કલીયર કરવાના પણ મેળ નહતો પડ્યો અને છેલ્લે એ હવાલદાર બની ગયેલી. એ જેવી પોલીસ ચોકીની અંદર પ્રવેશી કે તરત હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહે એને સૂચના આપી કે,

“પીઆઈ સાહેબે અંદર કૉફી મંગાવી છે, એક્સ્ટ્રા કડક."

સત્યજીતસિંહની આંખોમાં ભરેલો વિકાર લલિતા જોઈ રહી, પણ કંઈ કહેવાય એવું નહતું, અહીં બધા એનાથી સિનિયર હતા.

એણે બાજુમાં જ ચાની કીટલી હતી ત્યાં ફોન કરી મેહુલ ઉર્ફ મરીઝને સાહેબની સ્પેશિયલ કૉફી લાવવા કહ્યું. થોડીક જ વારમાં મેહુલ હાથમાં એક મોટા પ્લાસ્ટિકના કપ સાથે આવી ગયો અને સીધો લલિતા પાસે જઈ,
“બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો." શાયરી સુણાવી.

“અબે ચૂપ કર, તારી મા મરી ગઈ કે તારો બાપ ફરી ઘોડે ચડ્યો, બધા રાગડા તારી કીટલી પર જઈને તાણ અહીં શું છે?"

જવાબમાં જરાય ખોટું લગાડ્યા વગર, હસતા ચહેરા સાથે મરીઝે બીજી શાયરી ફટકારી,

“હવે તમારા પાલવનોય આશરો ના રહ્યો,
હવે તમારોય પાલવ છે સાવ ફાટેલો."

“અરે મેડમજી અબ યે બિચારા શાયરી નહિ કરેગા તો ઔર ક્યા કરેગા, મેહુલ સે મરીઝ ઇસે લોગ એસે હિ થોડે બુલાતે હૈ!" બાજુમાં બેસી રહેલો એક હવાલદાર તરત ટાપસી પુરાવવા આવી ગયો, “ઓયે મરીઝકે બચ્ચે મેડમજી કો પરેશાન મત કરો કહે દેતા હું વરના મુજસે બુરા કોઈ ના હોગા."

“વૈસે ભી કોઈ નહીં હૈ!" લલિતાએ હસીને કહ્યું અને બીજા કપમાં કૉફી નીકાળી અંદર આપવા ગઈ.

“સવાર સવારમાં તારો ચહેરો જોઈને મારો દિવસ સુધરી જાય છે! સરકારે એટલિસ્ટ પોલીસખાતામાં મહિલાઓને પચાસ ટકા રિઝર્વેશન આપવું જ જોઈએ. નવી નવી જુવાન છોકરીઓ ભરતી થતી રહે તો બધાનો દિવસ સારો જાય." પીઆઈ સુજોય ભાસ્કરે એની આંખો વડે લલિતાને પગથી માથા સુધી નીરખતા કહ્યું હતું.

“ગુડ મોર્નિંગ સર! સરસ વિચાર છે, મારા સિનિયર ઑફિસર કોઈ મહિલા હોય તો મજા આવી જાય."

“કેમ મારી જોડે મજા નથી આવતી?" પીઆઈ સુજોય એની કૉફી માંથી એક ઘૂંટ ભરીને પછી લલિતા સામે જોતા બોલેલા.

“પોલીસની નોકરીમાં મજા કરવા જેવું શું છે? એમ થાય કે આના કરતા ક્યાંક ક્લાર્ક બની ગઈ હોત સારું હતું!" કેટલાય દિવસની અકળામણ અચાનક લલિતાને હોઠે આવી ગઈ.

“હું કંઈ સમજ્યો નહિ!"

લલિતાને હવે જ થયું કે વધારે બોલાઈ ગયું, એણે જવાબ આપતા કહ્યું, “મને એમ કે પોલીસ બનીને રોજ કોઈકને પકડીને અંદર કરીશ, કોઈ ડોનને રસ્તા વચ્ચે દંડા ફટકારીશ, રસ્તામાં છેડતી કરતા રોમિયોને તો એની માબેન જ બધે દેખાય એમ સીધો દોર કરી દઉં... પણ આવું કોઈ જ કામ થતું નથી, તમને કૉફી આપુ છું અને ફાઈલો જોવું છું બસ... આખો દિવસ આમ જ પૂરો!"

સુજોય હસી પડ્યો, “હા..હા..હા.. યુ હેવ અ ગુડ સેન્સ ઓફ હૃાુમર! કાલે જ એક ફરિયાદ આવી છે, લક્ષ્મીબાઈ મહિલા કોલેજની બહાર કેટલાક તોફાનીઓએ અડ્ડો બનાવી રાખ્યો છે અને આવતી જતી છોકરીઓને હેરાન કરે છે. તું કહે તો તારી ડયુટી ત્યાં લગાડી આપુ."

“ઓહ્... યસ ચોક્કસ સર પ્લીઝ મને ત્યાં ડયુટી આપો, હું મારો ધૂળ ખાઈ રહેલો દંડો વાપરવા આતુર છું!" લલિતાએ હાથ ટેબલ ઉપર એટલો જોરથી પછાડીને કહ્યું કે સાહેબની આંખો પહોળી થઇ ગઈ.

“જરા સાંભળીને... સાથે હેડ કોન્સ્ટેબલને લઇ જજે.”
બપોરે એક છોકરી ઝડપથી ચાલતી, થોડીક ગભરાયેલી અને પોતાની બેગને બે હાથ વડે છાતીએ દબાવી જઈ રહી હતી. એની નજર સતત ગેટ પર હતી. ત્યાં ઉભેલા ત્રણ છોકરા એની સામે જ જોઈ હસી રહ્યા હતા.

જેવી એ છોકરી ગેટ પાસે પહોંચી કે એ ત્રણેય મવાલી જેવા લાગતા છોકરા ગેટ રોકીને ઊભા રહી ગયા. એમાંના એક સૌથી પાતળા અને લાંબાવાળવાળા છોકરાએ કહ્યું, “એસે હિ અંદર નહિ જા શકતી, પેલા ગેટપાસ આપ પછી જા."

“ગેટ પાસ? મારી પાસે નથી!"

બીજા એક કાળા મેશ જેવા પાક્કા કલરવાળા, જન્મજાત મવાલી લાગતા યુવકે કહ્યું, “ઇસકો ગેટ પાસ કા મતલબ સમજા, ઑય ફિરકી તું ક્યાં કરતા. હૈ બે.."

ફિરકી નામના નાના બાળક જેવા લાગત યુવકે એ છોકરીની પાસે જઈને કહ્યું, “ગેટ પાસ મતલબ," એણે હોઠોથી એક કિસ એ છોકરી તરફ ફેંકતા કહ્યું, એ છોકરી ગભરાઈને સહેજ પાછી હટી ગઈ.

“અબે કિતને દીનો સે બ્રશ નહિ કિયા, સંભાલાના તેરી ભાભી બેહોશ ના હોં જાયે સાલે" ઓલા કાળીયાએ છોકરીની સહેજ નજીક જઈને કહ્યું.

પત્તાની જેમ થર થર ધ્રુજતી છોકરી લગભગ રડી પડવા જેવી થઈ ગયેલી, એ પાછી વળી ગઈ અને લગભગ દોડતી હોય એમ ભાગી, પેલા મવાલીઓ એની પીંઠ પાછળ બૂમો પાડતા રહ્યા,

“રૂક જા જાનેમન, એક કિસ હિ તો દેના હૈ, ચાહે તો બદલે મેં હમશે વાપસ લે લેના.."

“એક કે ઉપર એક ફ્રી... ઑફર કરતા હું."

એ છોકરી ઊંધું ગાલીને ભાગી હતી અને એના ધ્યાન બહાર જ કોઈએ એનો હાથ પકડી એને પાછી કોલેજના ગેટ તરફ ખેંચી હતી...

“છોડ..." રડતા, ચીસ જેવા અવાજ સાથે એ યુવતીએ કહ્યું હતું અને એ તરફ જોતા જ એ ચૂપ થઈ ગઈ હતી, એનો હાથ પકડી ખેંચીને લઇ જનાર એક લેડી પોલીસ હતી, લલિતા દેવી!

એક હાથમાં પોલીસનો દંડો ઘુમાવતી અને બીજા હાથે એ યુવતીનો હાથ પકડીને આગળ વધી રહેલી લલિતા કાળ સ્વરૂપ લાગી રહી હતી, આ દૃશ્ય જોઈને પેલા ત્રણે થોડાક તો ડરી જ ગયેલા. ગેટ પાસે પહોંચતા જ લલિતા એ ત્રાડ પાડી હોય એવા અવાજે એ મવાલીઓને લલકાર્યા હતા અને એની સાથે જ એના હાથમાંનો દંડો ત્રણેય ઉપર ફરી વળેલો, પેલા લોકોએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરેલો પણ લલિતાની સ્પીડ વધારે હતી, એક કુશળ લડવૈયાની જેમ એના હાથમાં દંડો રમી રહેલો અને એકાદ મિનિટમાં જ લક્ષ્મી બાઈ મહિલા કોલેજનું કમ્પાઉન્ડ છોકરીઓના ટોળાથી ભરાઈ ગયેલું.
આ ખરેખર કૌતુકનો વિષય હતો. એક યુવતી ત્રણ ત્રણ મવાલીઓને મારી રહી હતી, બીજા સારા શબ્દોમાં કહું તો ધોઈ રહી હતી... અને એ ત્રણે એમની હાર ના પચાવી શકતા હોય એમ પતલી ગલી શોધી એક એક કરીને ભાગી ગયા હતા. લલિતાની સાથે આવેલ હેડ કોન્સ્ટેબલે આ દૃશ્ય જોયેલું અને આટલી નાજુક નમણી છોકરીને આટલી ઘાતકી રીતે ગુંડાઓને ધીબેડતી જોઈ એ પથ્થરના પૂતળાની જેમ ઊભા રહી ગયેલા...

“કોલેજનું નામ રાખ્યું છે લક્ષ્મીબાઈ, કોલેજમાં ભણે છે કેટલીય લક્ષ્મીબાઈ અને આટલા ત્રણ ગુંડા સામે લડવા પોલીસ બોલાવવી પડે? કેટલું શરમજનક છે! કેટલા દિવસથી આ તોફાનીઓ પરેશાન કરી રહ્યા છે અને સામે તમે લોકોએ શું કર્યું? જે દિવસે એણે પહેલી છોકરીની છેડતી કરી એ જ ઘડીએ એના ગાલ ઉપર ચંપલ પડી ગયું હોત, બે ચાર છોકરીઓએ ભેગી થઈ એને અહીંયા જ ધોળે દાડે તારા દેખાડી આપ્યા હોત તો કમસેકમ આ કોલેજનું નામ તો ના લાજત!" લલિતા એ ભેગી થઈ ગયેલી છોકરીઓને ઉદ્દેશીને ભાષણ આપ્યું હતું.

“એ લોકો ઉપર અહીંના ડોન નો હાથ છે, પાછળથી એ લોકો પછી હેરાન કરે છે." કોલેજની પ્રોફેસર જેવી લાગતી એક બહેને કહેલું.

“જોઈ લઈશું ડોન ફોનને પણ... આવવા દો એનેય!"

આ વાતને બે દિવસ થઈ ગયેલા. બધું શાંત હતું અને એક સાંજે લલિતા ઘરે પાછી જવા નીકળી રહી હતી ત્યારે જ એક છોકરીનો મદદ માટે ફોન આવેલો, છોકરીનું સાધન ખરાબ થઈ ગયેલું અને રસ્તા વચ્ચે એને બીજા કોઈની મદદ માંગતા સંકોચ થઇ રહેલો, એના ઘર કરતા પોલીસ ચોકી વધારે નજીક હતી એટલે અહીં ફોન કેટલો. લલિતા એક રિક્ષમાં બેસી એ સ્થળે પહોંચી હતી.

એ છોકરી કે એનું વાહન તો ત્યાં નહતા પણ તે દિવસે જેની ધોલાઈ કરેલી એ ત્રણેય ટપોરીઓ હાજર હતા. લલિતા સમજી ગઈ, એ લોકોએ છટકું ગોઠવ્યું હતું અને એ ફસાઈ હતી.

“ઓન ડ્યુટી પોલીસવાળા પર હાથ ઉઠાવવાની સજા ખબર છે? સારું રહેશે તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ." લલિતા એ એમને ચેતવણી આપી.

“અરે ફિરકી જો તો આ આપણાથી બિવાઈ ગઈ હોય એમ કેમ લાગે છે?" ડામરનું ડબલું બોલ્યું.

“મને તો એ શરમાઈ રહી હોય એવું લાગે છે, એની આજે એની સુહાગરાત ઉજવાશે ને..."

ત્રણે લુખ્ખાઓ ખડખડાટ હસી પડ્યા હતા. આ જ સમયનો લાભ લઈને લલિતા એ એના ફોનમાં સ્પીડ ડાયલ પર રાખેલો નંબર પ્રેસ કરી દીધેલો જે સીધો એના સાહેબના મોબાઈલ પર રીંગ મારતો હતો. પીઆઈ સુજોય એ વખતે એક મિટિંગમાં હતા છતાં લલિતાનો કૉલ જોઈ એમણે ફોન ઉઠાવ્યો હતો, સામે છેડેથી કોઈ વાત નહતું કરી રહ્યું પણ કેટલાક લોકોનો અવાજ સંભળાઈ રહેલો...

બરોબર એ વખતે લલિતા પેલા લોકોને સમજાવવાનું નાટક કરી રહી હતી અને પેલા લોકો એમની બકવાસ વાતો કરી રહેલા, એનો અક્ષરે અક્ષર સુજોય સાંભળી રહેલા તરત જ એ હરકતમાં આવેલા.

એ ત્રણેયે આગળ વધીને લલિતાને હાથ લગાડવાની કોશિષ કરી હતી ત્યારે જ લલિતા એ સૌથી આગળનાને ગાલે એક તમાચો મારી દીધેલો અને એની પાછળનાને ઢીંચણ ઉપર જ એક જોરદાર લાત પડેલી. ફિરકી જે હજી નાના બાળકની કેટેગરીમાં આવે એવો હતો એ દૂર જ રહેલો...

એક રિક્ષા એ જ રસ્તા ઉપરથી પસાર થયેલી અને એમાંથી મન બહાર આવેલો, એની સાથે જ રિક્ષાવાળો પણ રિક્ષા સાઈડમાં ઊભી રાખી બહાર આવી ગયેલો.

“અરે મેડમજી આપ યહાં? આપણે બંને નકામા અને બંને નિષ્ફળ, આપણા બંનેની ના કોઈ કહાની બનશે." એ મેહુલ ઉર્ફ મરીઝ હતો, જે સાંજે કીટલી એના નાના ભાઈને સોંપી રિક્ષા ચલાવતો હતો.

“આ ત્રણ ગુંડા મને પરેશાન કરી રહ્યા છે, સારું થયું તમે લોકો મારી મદદ કરવા આવી ગયા." લલિતા એ મેહુલને જોઈને ખુશ થઈ કહ્યું.

“માફ કરજે બેન પણ હું શાયરી મારી શકું છું ઘુંસા નહીં. કોઈ સાથે મેં જિંદગીમાં મારા મારી નથી કરી." મરીઝ પાતળા અને લાંબાવાળ વાળા ગુંડાએ નીકળેલું રામપુરી ચક્કું જોઈને ડરી ગયો હતો.

“તમે ચિંતા ના કરો મેડમ હું તમને બચાવી લઈશ." આ બધાની સામે જરાક અકળાઈને જોઈ રહેલા મને એનો કોલર આગળથી પકડીને ખેંચીને સરખો કરતા કહ્યું હતું અને આટલું બોલતા એને બે વાર ખોંખારો ખાતો જોઈ લલિતા હસી પડી હતી.

“હસવાની વાત નથી મેડમ હું એક કોમન મેન છું અને કોમન મનની જ્યારે હટી જાય ત્યારે ભલભલાને હટાવી દે..." મન હવે જાણે કરાટે નો ઉસ્તાદ હોય એમ હાથની એક્શન કરીને ઉભો હતો.

“ચલ બે પપ્પુ અપને રસ્તે પડ, યે દેખાના... એક બાર પેટ મેં ઘુસા તો તેરી સારી અંતડિયા લેકે બહાર આયેગા, સમજા ક્યા?" કાળિયા એ મનને ડરાવવા કહ્યું.

“એસે કૈસે? મારું પેટ છે કોઈ મદારીનો કરંડિયો નહિ કે અંદર ચપ્પુ ઘૂસેડી કરંડિયામાંથી સાપ બહાર આવે એમ મારા આંતરડા બહાર આવી જશે સમજ્યો, કાળિયા, ડામરના ડબ્બા! અરીસામાં તારું મોઢું જોઈને તું પણ બી જતો હશે રોજ પણ હું તારાથી નથી બિવાનો... કોમન મેનને બિવા માટે આખર તારીખ, વધતા જતા પેટ્રોલના ભાવ, ઘટતી જતી નોકરી, બેકારી એવા ઘણા બધા કારણો છે!"

“છે પ્રેમ એને યાદગીરી ની જરુરછે,
કંઈ પણ અગર બની ના શકો બેવફા બનો."

મેહુલે પણ મન ને આટલી હિંમત કરતો જોઈ એક શાયરી લલકારી લે છે.

“દેખ કયા રહે હો મારો સાલે કો.." પાતળા ગુંડાએ આટલું કહેતાની સાથે જ મન ઉપર ચાકુ લઈને હુમલો કરેલો. મન સાવધ હતો, ડરેલો હતો, આવા સમયે શું કરવું એનાથી તદ્દન અજાણ હતો એણે એના હાથમાં રહેલા ટિફિનના પટ્ટાને પકડી એને ગોળ ઘુમાવી પાતળાના ચપ્પુ પકડેલા હાથ ઉપર મારેલું, એ જ વખતે ક્યારનીય ચૂપ ઊભી તમાશો જોઈ રહેલી લલિતાએ થોડે આગળ આવીને એક જોરદાર લાત પાતળાના પેટમાં મારી દીધેલી.

મન લલિતા સામે અને લલિતા મન સામે જોઈને હસી પડી. કાળિયો અને ફિરકી બંને સાથે મળીને આ બંને પર ત્રાટક્યા હતા, લલિતા તૈયાર જ હતી એણે ફિરકી પર કરાટેના બધા દાવ એક સાથે અજમાવી લીધા હતા તો સામે છેડે મન કાળિયા સાથે બાથાબાથી કરી રહેલો. પાતળાએ ફોન કરીને એના ડોનને જાણ કરી દીધેલી અને એ તૈયાર જ હતો એના પંટરિયાને મરનારની બુરે વલે કરવા એ મારતી ગાડીએ બીજા ચાર ગુંડા સાથે આવી પહોંચેલો. અહીં આવતાની સાથે જ એની નજર લલિતા ઉપર પડેલી અને એને બસમાં જોયેલી સુંદર છોકરી યાદ આવી ગયેલી...

એ નાજુક છોકરીને અહીં લડતી જોઈ ડોન એનું દિલ હારી બેઠો. એણે બે ગોળી હવામાં ચલાવી અને બધાને ઊભા રહી જવા કહ્યું. બધા હાંફતા એમ ને એમ ઊભા રહી ગયા.

“દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે,
દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો."
મેહુલ ઉર્ફ મરીઝે શાયરી પૂરી કરી કહ્યું, “હું તમારી ગાય છું માલિક, મૈને કુછ નહિ કિયા, મને જવા દો."

“ચલ એય ડોનના બચ્ચા હાથમાં પિસ્તોલ લઈને કોને ડરાવે છે હે? આવા બહુ બધા સીન જોયા છે ફિલ્મોમાં અને મને ખબર છે તારી બંદુકમાં છ જ ગોળી હતી જેમાંથી બે તું ચલાવી ચૂક્યો છે બેવકૂફ પોલીસ આવી જ રહી છે ખૂન કરે તને ફાંસીની સજામાંથી કોઈ નહીં બચાવી શકે એટલે તારી ભલાઈ એમાં જ છે કે ચૂપચાપ જેવો આવેલો એવો જ ચાલ્યો જા."

મનને પોતાને નવાઈ લાગતી હતી કે આટલી હિંમત એનામાં આવી ક્યાંથી રહી છે. એ. બસ સમય પસાર કરવા ઈચ્છતો હતો બીજી કોઈ મદદ મળી જાય ત્યાં સુધી.

“યા ખુદા, તું ભી ઉસી દિન બસ મેં મીલા થા, યે હસીના ભી ઉસી બસ મેં થી, તુમ દોનોં કે બીચ કોઈ ચક્કર ચલ રહા હૈ ક્યા? તુમ દોનોં સાથ સાથ કૈસે હો શકતે હો? દેખ ઈસ લડકી સે મુજે પ્યાર હો ગયા હૈ ઇસલિએ તુજે અબ રાસ્તે સે હટના પડેગા, તું જે મરના પડેગા." ગુલશન ડોને બંદૂકની નળી મન તરફ કરી.


“ઊભો રે લ્યા લાખોટા! તું છે કોણ મને પ્યાર કરવાવાળો અરીસામાં મોઢું જોયું છે? હું લેડી હવાલદાર છું, કાલે કમિશ્નર બનીશ અને તું સાલો ગલીનો ગુંડો, હાક થું..!" લલિતા છેડાઈ પડેલી અને તિરસ્કાર પૂર્વક થુંકેલી એ જોઈને ગુલશન ડોન હચમચી ગયેલો.

“તેરી ઇતની જુરરત? સાલી મેં તુજે અપની બીવી બનાને કી સોચ રહા થા પર અબ તું દેખ મેં તેરા ક્યા હસર કરતા હું... ચલો બે નિકંમાઓ ઊભા ઊભા જોઈ શું રહ્યા છો ઉઠાવી લો આ પોલીસવાળીને અને નાખો ગાડીમાં."

“મારા જીવતા તો એ શક્ય નથી જ ડોનના બચ્ચા..."

અચાનક જ મનમાં ક્યાંથી આટલી હિંમત આવી ગઈ અને એ દોડીને ગુલશન ડોનના બંદૂક પકડેલા હાથ ઉપર પોતાના શરીરનું બધું વજન નાખીને લટડી પડ્યો. ડોન ગાફેલ હતો અને અચાનક થયેલા આ હુમલાથી એણે સમતુલન ઘુમાવ્યું અને એ નીચે નમી ગયો, હવે મન અને ગુલશન ડોન બંને પિસ્તોલ લેવા માટે ઝપાઝપી કરી રહ્યા હતા...

લલિતા એ ત્રણેય ગુંડાઓને એક એક કરાટે ચોપ મારીને પાડી દીધેલા અને એ પાછળથી ગુલશન ડોનના વાળ પકડી એનું માથું પાછળ ખેંચી રહી હતી.ત્યાં ડોનને બચાવવા કાળિયો અને પાતળો આવી જતા વચ્ચે વચ્ચે લલિતા એમને પણ ફટકારી રહેલી.

મરીઝ લાગ જોઈને એની રિક્ષા લઈ ભાગી ગયો હતો, એ જ વખતે પોલીસની ગાડી આવી પહોંચી હતી અને પીઆઈ સુજોના માણસો એ બધાને પકડી લીધા.

“થેંક્યું સર તમે બરોબર સમયે આવી પહોંચ્યા." લલિતા એ સલામ કરી.

“આ બધું થયું કેવું રીતે? અને આ કોણ છે?" સુજોય મનને જોઈને પૂછી રહ્યો.

“એ મારો બોય ફ્રેન્ડ છે, અમે લોકો જલદી જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ." લલિતા એ મન સામે જોઈને એક આંખનું પોપચું સહેજ નમાવીને કહ્યું.

મને શરમાઈને લલિતા સામે જોયું અને લલિતા એ શરમાઈને ડોકું હકારમાં હલાવ્યું...! લલિતાને અંદાજો આવી ગયેલો કે ખોટો રોફ ઝાડતા લોકો કરતાં સીધા, સાફ દિલના માણસો વધારે સારા હોય છે, નોકરી ચાલું થતાં પહેલીવાર ઘર છોડીને કામ પર જતી લલીતાને કેટલાય પુરુષોનાં કડવા અનુભવ થયેલાં પણ એમાં મન જેવો હીરો કોઈ નહતો, પોતે જ ખોટી હતી અને હવે એ પોતાના સાચુકલા હિરોનો સાથ ક્યારેય નહિ છોડે...!
નિયતી કાપડિયા.