Rafel ni dileri in Gujarati Comedy stories by Bipinbhai Bhojani books and stories PDF | રાફેલ ની દિલેરી

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

રાફેલ ની દિલેરી

રાફેલ : ઇન્સ્પેક્ટર સાહેબ આ સુનિતા ના ભાઈઓ તથા તેના મિત્રોએ મળીને અમને લોકો ને ઢોર માર માર્યો છે.
પીએસઆઇ શાંતિપ્રિય : આ લોકો કહે છે તે સાચું છે સુનિતા મેડમ ?
સુનિતા : હા સાહેબ , મારા ભાઈઓ તથા તેના મિત્રો એ ભેગા મળી ને રાફેલ અને તેના મિત્રો ને માર્યા છે તે સાવ સાચું છે, પરંતુ તેમાં મારા ભાઈઓ તથા તેના મિત્રો નો કોઈ વાક નથી આ રાફેલ અને તેના મિત્રો વારે વારે મારી છેડતી કરતાં હતા .
રાફેલ : સાહેબ અમે લોકો એ સુનિતા મેડમ ની બિલકુલ છેડતી કરી નથી અમે તો મારો જન્મદિવસ હોય જન્મદિવસ નું ગીત વગાડતા હતા અને કેક કાપતા હતા તેવામાં અચાનક આ સુનિતા મેડમ ના ભાઈઓ તથા તેમના મિત્રો આવીને અમારી ઉપર સીધા તૂટી પડ્યા અને અમને લોકો ને વિના કારણ ઢોર માર માર્યો છે વાક તેમનો જ છે અમારો નથી સાહેબ.
પીએસઆઇ શાંતિપ્રિય : મેડમ તમારી શું છેડતી કરી એ લોકો એ . એ લોકો તો રાફેલ નો જન્મદિવસ ઊજવતાં હતા અને ગીત વગાડતા હતા એમાં તમને શું પ્રોબ્લેમ થયો ?
સુનિતા : તો સાહેબ જો રાફેલ નો જન્મદિવસ હોય તો તેને તેનું ગીત વગાડવું જોઈએને ? તે લોકો વારે ઘડિએ મારા નામ નું ગીત વગાડતા હતા અને મારી છેડતી કરતાં હતા .
પીએસઆઇ શાંતિપ્રિય : કયું ગીત મેડમ ?
સુનિતા : પેલું ગીત નથી રફી સાહેબ નું ? બાર બાર દિન એ આયે , બાર બાર દિન એ આયે , તું જીયો હજારો સાલ એ મેરી હે આરજૂ , હેપી બર્થડે ટુ યૂ , હેપી બર્થડે ટુ યૂ , હેપી બર્થડે ટુ સુનિતા , હેપી બર્થડે ટુ સુનિતા ! બોલો સાહેબ આવું ગીત વારે ઘડીએ મારા નામ નું વિના કારણે વગાડે પછી તો મારવા જ પડે ને મારો હેપી બર્થડે તો છ મહીના પછી છે સાહેબ !!
પીએસઆઇ શાંતિપ્રિય : મેડમ આ તમારો ભ્રમ છે , હું તો કહું છું ચિત ભ્રમ છે કારણ કે તમારું ચિત ભ્રમ માં પડ્યું તેમાં આ રામાયણ , મહાભારત જે કહો તે સર્જાણું છે ! તમારે આ ઉમરે થોડું તો સમજવું જોઈએ ને !! બધા નાના થી લઈને મોટા પોત પોતાના જન્મદિવસ માં આજ ગીત વગાડે છે કારણ કે આ ગીત માં રફી સાહેબે જાદુ પૂરેલો છે જાદુ ! મેડમ સુનિતા !
આ એક એવું જન્મદિવસ નું ગીત છે જે સાંભળતા જ જેનો જન્મદિવસ હોય તે તથા તેના મિત્રો ,સગા સ્નેહીઓ વડીલો અને બાળકો પોતાનું નામ , શાન , બાન, ભાન ભૂલી જન્મદિવસ ની પાર્ટીમાં મગ્ન બની જાઈ છે . ધન્ય છે આ ગીત ગાનાર રફી સાહેબને ,ગીતના ગીતકાર ને તથા સંગીતકારને !
એક ઓલિયા જેવો મહાન કલાકાર કે જેને ફિલ્મી ગીતો ગાયાં હોવા છતાં આજે પણ પબ્લિક ની વચ્ચે તેમના ગીત દ્વારા જીવંત છે .અને વરસો પછી પણ જીવંત રહેશે ! એની વે , મેડમ સુનિતા આમાં રાફેલનો ઇરાદો તો ફકત તેનો જન્મદિવસ ઉજવવાનો સ્પષ્ટ દેખાય છે તમારી છેડતી નો નહીં ! વાંક તમારો વધારે હોય આવું લાગે છે મેડમ ! તમારી ઉપર સામો કેસ થઈ શકે છે મેડમ !
રાફેલ : ઇન્સપેકટર સાહેબ જવા દો , જવા દો મારે કઈ સામે કેસ કરવો નથી કારણકે પેલા તારક મેહતા કા ઉલ્ટા ચશમાં ના જેઠાલાલ ની જેમ મારો જ્યારથી જન્મ થયો છે ત્યારથી મારે કોઈ કારણ વગર માર ખાવાનો જ આવે છે ! જવા દો સાહેબ જવા દો ! મેડમ ની આમાં ગેરસમજ થઈ તેમાથી આ બધુ સર્જાણું છે મારે કોઈ કેસ બેસ સામો કરવો નથી !
પીએસઆઇ શાંતિપ્રિય : વાહ રાફેલ સાહેબ વાહ ! માની ગયો ,માની ગયો .આટલું આટલું બનવા છતાં જે સંયમ અને ઉદારતા તથા જતું કરવાની તમારામાં જે ભાવના છે તે સંયમ અને ભવ્ય ઉદારતા ને સલામ ! વાહ!!
રાફેલ: સાહેબ જીવનમાં મોટું દિલ તો રાખવુ જ પડે ખાસ કરીને જ્યારે કોઈ ગેરસમજણ થી આવું કઈક બની જાય ત્યારે તો ખાસ સંયમ અને ઉદારતા દાખવવી જ પડે ! પરંતુ તમે જો જો સાહેબ એક વખત આ રાફેલની કુંડળી માથી રાહુ અને કેતુ અદ્રસ્ય થઈ જશે પછી તમે જો જો આ રાફેલ આગળ જતાં દુનિયાના દાંત ખાટા કરી નાખશે ! કોઈ નો પણ ખોટો અન્યાય સહન નહીં કરે ! હા એક વાત ચોકકસ છે આ રાફેલ આ રીતે જ સંયમ અને ઉદારતા દાખવશે પરતું જ્યારે પરિસ્થિતી વિપરીત બનશે ત્યારેજ આ દાંત ખાટા કરી નાખવાનું પગલુ આ રાફેલ ભરશે જો જો સાહેબ !
સુનિતા મેડમ : ભૂલ મારી છે ! હું મારી ભૂલ બદલ ખુબ જ દિલગીર છું રાફેલ સાહેબ !
રાફેલ :ઇટ્સ ઓકે મેડમ !
પીએસઆઇ શાંતિપ્રિય : રાફેલ સાહેબ આપ બિલકુલ સાચા છો !
પીએસઆઇ શાંતિપ્રિય તથા સુનિતા મેડમ સાથે : વી આર પ્રાઉડ ઓફ યુ રાફેલ સાહેબ !!
રાફેલ : થેન્ક યૂ મેડમ , થેન્ક યૂ સર !!
( આ એક કાલ્પનિક પાત્રો સહિત કાલ્પનિક કથા છે મને આશા છે કે વાચકો ને જરૂર ગમશે.)
લિ. બિપિન આઇ ભોજાણી
( ચમકાઓ 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)