Preet ek padchayani - 39 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૩૯

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૩૯

શિવરામચાચા ઘરની બહાર ગયાં..સૌમ્યકુમારી અને સિંચનકુમાર એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. હવે જો અહીં પણ આશરો નહીં મળે તો ક્યાં જઈશું...

એટલામાં ચાચા અંદર આવ્યાં ને સિંચનકુમારનાં પગમાં પડી ગયાં..ને બોલ્યાં " અમે તમને અહીં રહેવા આશરો નહીં આપી શકીએ...મને માફ કરશો."

સિંચનકુમાર તેમને ઉભાં કરતાં બોલ્યાં, પણ કેમ ?? અમે તમને જરાં પણ પરેશાન નહીં કરીએ. હું એકલો હોત તો વનવગડામાં પણ રહી લેત પણ..."

ચાચા : " પરેશાનની વાત નથી રાજન્. પણ અમે રહ્યાં સામાન્ય વસ્તીનાં માણસો. તમને રાજારાણીને અમે આવી અમારી વસ્તીમાં કેવી રીતે રાખી શકીએ. અમારે અહીં કોઈ સવલત ન હોય... રાજા મહારાજા સાથે રહેવાનું કેવી રીતે એ પણ અમને ના ખબર હોય."

સિંચનકુમાર : " આવું શું કામ વિચારો છો ?? અમે અહીં કોઈ રાજારાણી નથી. હા જરૂર અમે પતિપત્ની છીએ. અમે તમારી જેમ અહીં સામાન્ય માણસોની જેમ રહીશું...બસ એક નાનકડી સલામતીવાળી જગ્યા જોઈએ જ્યાં હું સૌમ્યાજીને રાખી શકું.."

સિંચનકુમારે આમ એક સામાન્ય લોકોની જેમ આજે પહેલીવાર સૌમ્યાજી કહેતાં સૌમ્યાકુમારીને સિંચનકુમાર માટે એક પોતીકાપણું લાગ્યું...કે જેની સાથે એ જીવનભર મહેફુસ રહેશે.હવે એનું સર્વસ્વ સિંચનકુમાર જ છે કારણ તેમનો પરિવાર રાજપાટ કે રાજ્ય ફરી ક્યારેય મળશે કે કેમ એની ઉપર એક મોટું પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે...

ચાચા : " માફ કરશો તમને રહેવા મારી બાજુનું એક નાનકડું મકાન આપું છું... તમારાં રાજમહેલનો તો એક અંશ પણ ન ગણી શકાય. પણ અહીંનું એ સૌથી સવલતવાળું મકાન છે..આપ જોઈ લો જો તમને ગમે તો..."

બંનેએ જોયું ને બાકી તો કંઈ વિકલ્પ નથી એટલે રહેવા માટે હા પાડી દીધી...અને એક જીવન શરૂં કરવાનું નક્કી કર્યું...

ચાચા : " રાજન્ એકવાત કહું આપને ?? જો તમને ખરાબ ન લાગે તો.."

" હા બોલો ને ??"

ચાચા: " આ વાત આપણાં સિવાય કોઈને ન ખબર પડવી જોઈએ કે તમે રાજા છો...માટે હું આપને એક સામાન્ય વ્યક્તિઓની જેમ જ આપને બોલાવીશ..."

" ચાચા...આ વાત તો મેં પહેલા જ વિચારી દીધી હતી..અમને કોઈ જ વાંધો નથી.હવે પરિસ્થિતિ મુજબ રહેવું તો પડશે જ ને..."

સિંચનકુમાર : "મને યાદ આવ્યું ત્યાં સુધી આપ અમારાં ત્યાં કદાચ આ અહીં બનાવેલી સુંદર સાલને ચુંદડીઓ લઈને અમારાં રાજ્યમાં વ્યાપાર માટે આવતાં હતાં ને ??"

" હા. તમે એકદમ બરાબર કહ્યું."

સિંચનકુમાર : " આપ હવે ફરી મને તમારી સાથે લઈ જશો જાવ ત્યારે ?? "

સૌમ્યાકુમારી : " ત્યાં તમારાં જીવનાં જોખમે ??"

સિંચનકુમાર : " ચિંતા ન કરો. થોડાં દિવસમાં બધું થાળે પડી જશે...અને હું ત્યાં વેશપલટો કરીને જ જઈશ.."

સૌમ્યાકુમારી : " તો વાંધો નહીં..."

બંનેને ત્યાં મુકીને ચાચાએ કહ્યું, " હું આપને ખાવાપીવાનો બંદોબસ્ત કરી આપું છું....અને આપને જરૂર હોય એ જરૂરી વસ્તુઓ પણ અમારાં બજારમાંથી લઈ લો. તમારે કોઈ રકમ નહીં આપવી પડે.. મારૂં નામ આપજો..."

સિંચનકુમાર : " આજથી અહીં મારૂં નામ વિરાજ અને રાણી તમારૂં નામ રાશિ...ચાલશે ને ??"

સૌમ્યાકુમારી : " હા ચોક્કસ અને આપણે એકબીજાને સામાન્ય માણસોની જેમ જ બોલાવીશું અને રહીશું..."

હા..ચાલો જિંદગીનાં નવાં પડાવની હવે શરૂઆત કરીએ....

******************

અપુર્વ : "ભાઈ કેમ અટકી ગયાં ?? શું થયું??"

અન્વય : " તને ખબર નથી પણ તારાં ગયાં પછી એકદિવસ જ્યારે લીપીને એ આત્માનાં વશમાં આવી હતી ત્યારે એ રાશિ...રાશિ...એવું બોલી હતી. મતલબ હવે કંઈક આપણે મુખ્ય વસ્તુ તરફ પહોંચી રહ્યાં છે એવું લાગી રહ્યું છે..."

લીપી : "હું આવું કેમ બોલી હોઈશ ?? એ કેમ ખબર પડશે ??"

અન્વય : "જોઈએ ચાલો આગળ શું આવે છે...તો ખબર પડશે...ને આપણે ક્યાં પહોંચવાનું છે એ ખબર પડશે."

અપુર્વ : "હમમમ..ચાલો ફટાફટ આગળ વધીએ... બહું ઓછો સમય છે આપણી પાસે..."

શિવરામચાચા ઘરની બહાર ગયાં..સૌમ્યકુમારી અને સિંચનકુમાર એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. હવે જો અહીં પણ આશરો નહીં મળે તો ક્યાં જઈશું...

એટલામાં ચાચા અંદર આવ્યાં ને સિંચનકુમારનાં પગમાં પડી ગયાં..ને બોલ્યાં " અમે તમને અહીં રહેવા આશરો નહીં આપી શકીએ...મને માફ કરશો."

સિંચનકુમાર તેમને ઉભાં કરતાં બોલ્યાં, "પણ કેમ ?? અમે તમને જરાં પણ પરેશાન નહીં કરીએ. હું એકલો હોત તો વનવગડામાં પણ રહી લેત પણ..."

ચાચા : " પરેશાનની વાત નથી રાજન્. પણ અમે રહ્યાં સામાન્ય વસ્તીનાં માણસો. તમને રાજારાણીને અમે આવી અમારી વસ્તીમાં કેવી રીતે રાખી શકીએ. અમારે અહીં કોઈ સવલત ન હોય... રાજા મહારાજા સાથે રહેવાનું કેવી રીતે એ પણ અમને ના ખબર હોય."

સિંચનકુમાર : " આવું શું કામ વિચારો છો ?? અમે અહીં કોઈ રાજારાણી નથી. હા, જરૂર અમે પતિપત્ની છીએ. અમે તમારી જેમ અહીં સામાન્ય માણસોની જેમ રહીશું...બસ એક નાનકડી સલામતીવાળી જગ્યા જોઈએ જ્યાં હું સૌમ્યાજીને રાખી શકું.."

સિંચનકુમારે આમ એક સામાન્ય લોકોની જેમ આજે પહેલીવાર સૌમ્યાજી કહેતાં સૌમ્યાકુમારીને સિંચનકુમાર માટે એક પોતીકાપણું લાગ્યું...કે જેની સાથે એ જીવનભર મહેફુસ રહેશે. હવે એનું સર્વસ્વ સિંચનકુમાર જ છે કારણ તેમનો પરિવાર રાજપાટ કે રાજ્ય ફરી ક્યારેય મળશે કે કેમ એની ઉપર એક મોટું પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે...

ચાચા : " માફ કરશો તમને રહેવા મારી બાજુનું એક નાનકડું મકાન આપું છું... તમારાં રાજમહેલનો તો એક અંશ પણ ન ગણી શકાય. પણ અહીંનું એ સૌથી સવલતવાળું મકાન છે..આપ જોઈ લો જો તમને ગમે તો..."

બંનેએ જોયું ને બાકી તો કંઈ વિકલ્પ નથી એટલે રહેવા માટે હા પાડી દીધી...અને એક જીવન શરૂં કરવાનું નક્કી કર્યું...

ચાચા : " રાજન્ એકવાત કહું આપને ?? જો તમને ખરાબ ન લાગે તો.."

" હા બોલો ને ??"

ચાચા: " આ વાત આપણાં સિવાય કોઈને ન ખબર પડવી જોઈએ કે તમે રાજા છો...માટે હું આપને એક સામાન્ય વ્યક્તિઓની જેમ જ આપને બોલાવીશ..."

" ચાચા...આ વાત તો મેં પહેલા જ વિચારી દીધી હતી..અમને કોઈ જ વાંધો નથી.હવે પરિસ્થિતિ મુજબ રહેવું તો પડશે જ ને..."

સિંચનકુમાર : "મને યાદ આવ્યું ત્યાં સુધી આપ અમારાં ત્યાં કદાચ આ અહીં બનાવેલી સુંદર સાલને ચુંદડીઓ લઈને અમારાં રાજ્યમાં વ્યાપાર માટે આવતાં હતાં ને ??"

" હા. તમે એકદમ બરાબર કહ્યું."

સિંચનકુમાર : " આપ હવે ફરી મને તમારી સાથે લઈ જશો જાવ ત્યારે ?? "

સૌમ્યાકુમારી : " ત્યાં તમારાં જીવનાં જોખમે ??"

સિંચનકુમાર : " ચિંતા ન કરો. થોડાં દિવસમાં બધું થાળે પડી જશે...અને હું ત્યાં વેશપલટો કરીને જ જઈશ.."

સૌમ્યાકુમારી : " તો વાંધો નહીં..."

બંનેને ત્યાં મુકીને ચાચાએ કહ્યું, " હું આપને ખાવાપીવાનો બંદોબસ્ત કરી આપું છું....અને આપને જરૂર હોય એ જરૂરી વસ્તુઓ પણ અમારાં બજારમાંથી લઈ લો. તમારે કોઈ રકમ નહીં આપવી પડે.. મારૂં નામ આપજો..."

સિંચનકુમાર પોતાની ચુંદડીમાંથી પોતાની એક હીરાજડિત વીંટી કાઢીને ચાચાને આપે છે..અને આ બધાં માટે આભાર માને છે...

સિંચનકુમાર : " આજથી અહીં મારૂં નામ વિરાજ અને રાણી તમારૂં નામ રાશિ...ચાલશે ને ??"

સૌમ્યાકુમારી : " હા ચોક્કસ અને આપણે એકબીજાને સામાન્ય માણસોની જેમ જ બોલાવીશું અને રહીશું..."

હા..ચાલો જિંદગીનાં નવાં પડાવની હવે શરૂઆત કરીએ....

******************

અપુર્વ : "ભાઈ કેમ અટકી ગયાં ?? શું થયું??"

અન્વય : " તને ખબર નથી પણ તારાં ગયાં પછી એક દિવસ જ્યારે લીપીને એ આત્માનાં વશમાં આવી હતી ત્યારે એ રાશિ...રાશિ...એવું બોલી હતી. મતલબ હવે કંઈક આપણે મુખ્ય વસ્તુ તરફ પહોંચી રહ્યાં છે એવું લાગી રહ્યું છે..."

લીપી : "હું આવું કેમ બોલી હોઈશ ?? એ કેમ ખબર પડશે ??"

અન્વય : "જોઈએ ચાલો આગળ શું આવે છે...તો ખબર પડશે...ને આપણે ક્યાં પહોંચવાનું છે એ ખબર પડશે."

અપુર્વ : "હમમમ..ચાલો ફટાફટ આગળ વધીએ... બહું ઓછો સમય છે આપણી પાસે..."

****************

સૌમ્યાકુમારી : " વિરાજ...આજે પહેલીવાર સામાન્ય લોકોની જેમ આજે જીવવાની શરૂઆત કરી છે આપણે... કેટલી મુશ્કેલ અને અઘરી હોય છે આ જિંદગી...હવે આપણને એમની લાગણીઓ અનુભવાશે..."

" હા રાશિ...હવે આપણે પણ આ આદતમાં ટેવાવુ પડશે."

એમ કહીને પલંગ પર એક બનાવેલી પતલી રૂ ની પથારીમાં વિરાજે રાશિને સુવા માટે કહ્યું. બંને એકબીજાંને સુવા માટે કહેવા લાગ્યાં...આખરે સ્ત્રીહઠ સામે પડતું મુકીને વિરાજે રાશિને પોતાની તરફ ખેંચી લીધી...

એ નાનકડાં માળામાં ફાનસનાં અજવાળે બે પ્રેમથી તરસતાં હૈયાઓ એકબીજાંને ભેટી પડ્યાં..ને ચંદ્રની એ શીતલ ચાંદનીમાં બંનેનાં અધરો જાણે પ્રેમરસને પીતાં તૃપ્તિને અનુભવતાં એકબીજાંમાં ઓતપ્રોત થઈને ખોવાઈ ગયાં...!!

******************

દિવસો વીતવા લાગ્યાં...રાશિ અને વિરાજ એકબીજાનાં થવાં લાગ્યાં...પણ પ્રેમથી જ પેટ થોડું ભરાય...ધન પણ જો કમાઈએ નહીં તો ખુટવા લાગે...

વિરાજ : " રાશિ હવે આપણે કંઈ કામ તો કરવું પડશે ને ?? મારે કંઈ કામ શોધવું પડે... આપણી કિંમતી ઝવેરાત પણ છોડાવીને તમારાં માટે પાછાં લાવવાંનાં છે..."

વાતો ચાલી રહી છે ત્યાં જ કોઈએ બારણું ખખડાવ્યું. લાકડાંનો એ દરવાજો ખોલીને જોયું તો ચાચા છે...

ચાચા : " વિરાજ બેટા હું આવતીકાલે પ્રિતમનગર જાઉં છું...તારે આવવું છે કે હું પહેલાં રાજયની ભાળ કાઢી આવું ??"

વિરાજ : " ના મારે આવવું છે...હવે વધું સમય રાહ જોવી નથી. પરિવારજનોને મળવું છે... મારાં વ્હાલાં નગરવાસીઓને મળવું છે.. પણ...રાશિ ??"

એટલામાં જ એક સુંદર નમણી સ્ત્રી એક પંજાબી ડ્રેસ પહેરીને અંદર આવીને બોલી, " તમે ચિંતા ન કરો રાશિની એ મારી સાથે રહેશે તમે આવશો ત્યાં સુધી.."

વિરાજ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો કે આ કોણ છે...એ પહેલાં જ ચાચા બોલ્યાં, "આ મારી ધર્મપત્ની છે...જે તેનાં માતાની તબિયત ખરાબ હોવાથી અમારાં દેશ ગઈ હતી. આજે સવારે જ પરત ફરી છે."

રાશિ : " તમે બંને પતિ-પત્ની ??"

" હા અમારો પહેરવેશ અલગ હોય પણ અમારાં મન તો એક જ છે...એ અહીંની એક હોસ્પિટલમાં સિસ્ટર છે... જેક્વેલિન એનું નામ છે. આટલી અમારી વસ્તીમાં એ એક જ આટલું ભણેલી છે..."

વિરાજ : " હમમમ...સરસ. જો રાશિને વાંધો ન હોય તો..."

રાશિ : " મને પણ બધાંને મળવું છે."

વિરાજ : " જો અહીં કુશળ હોય તો હું એવું ઈચ્છું છું કે પહેલાં હું ચાચા સાથે રાજ્યની સ્થિતિ જોઈ આવું પછી તને બીજીવાર ચોક્કસ તને લઈ જઈશ..."

રાશિને પણ વિરાજની વાત સાચી લાગતાં તેણે અહીં રહેવાનું નક્કી કરી લીધું...ને ચાચા અને વિરાજ બીજાં દિવસે પ્રિતમનગરી તરફ જવા રવાનાં થયાં.....

******************

ઘણાં ગાઢ જંગલો વીંધતા વિરાજ અને શિવરામચાચા આગળ વધી રહ્યાં છે...અને પ્રિતમનગરી પહોંચવા કુમાર આતુર બન્યાં છે.

કુમાર : " ચાચા આપણે ત્યાં પહોંચીશું ખરાં ને ??"

"કેમ બેટા આવું કહે છે ?? હું તો વર્ષોથી અવરજવર કરૂં છું...અને વ્યાપાર પણ..."

કુમાર : " અમે ફક્ત બે દિવસમાં અહીં પહોંચ્યા હતાં...અને આ રસ્તો કંઈ અલગ છે "

" બેટા પણ તમે સુવર્ણસંધ્યા નગરીની નીકળ્યાં હતાં ને મને કહ્યું હતું એ મુજબ...તો ત્યાંનો કોઈ છુપો માર્ગ હશે...પણ હવે એ માર્ગ પર જવાથી ત્યાં ફરી પહોંચી શકાશે એ પણ ખબર નથી... એટલે ખરાબ સમય ચાલતો હોય ત્યારે આપણે પણ નિયતિનાં પારખાં ન લઈએ તો સારૂં....ભલે થોડો સમય વધારે લાગે.‌‌"

કુમાર : " ચાચા તમારી વાત સાચી છે...."

ત્રણ દિવસ પુરાં થતાં ચોથા દિવસે કુમાર અને ચાચા બંને પ્રિતમનગરી પહોંચ્યા... બહાર નગર પાસે પહોંચતાં જ કુમારને જાણે કંઈ બીજી જ દુનિયામાં આવી ગયાં હોય એવો ભાસ થયો...એમણે જોયું કે મુખ્ય દ્વાર પાસે જે ચોકીદાર હતાં એ કોઈ નથી...કોઈ નવાં ચહેરાઓ જ દેખાઈ રહ્યાં છે.

કુમાર છુપાવેશમાં હોવાથી કોઈને ખબર પડે એમ તો ન નથી..ચાચાએ કહ્યું, " ભાઈ નગરમાં રાજદરબારમાં જવું છે...રાજન્ ને એકવાર સંદેશો મોકલાવી દો ને."

ચોકીદાર : " ભાઈ અહીં કોઈ વ્યાપાર નથી થતો...કોઈને એમ નગર પ્રવેશ કરવાની મનાઈ છે...અમે પુછવા પણ ગયાં તો અમારા રામ રમી જશે."

કુમારને કંઈ સમજાયું નહીં...પણ અજુગતું જરૂર લાગ્યું..તેમણે કહ્યું, " ચાચા, પિતાજી ક્યારેય આવું ન કરે...તો આ લોકો કેમ આવું કહી રહ્યાં છે ??"

ચાચા : " રાજા તમને આવો હુકમ ફરમાવ્યો છે ?? એમનાં રાજ્યમાં આવું શક્ય નથી."

ચોકીદાર : " કોણ વિશ્વજીત?? કેવાં વિશ્વજીત ?? અહીં તો ફક્ત ને ફક્ત રાજા કૌશલનું ફરમાન ચાલે છે..."

કુમારનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ... એમનાથી બોલાઈ ગયું, " તો પિતાજી અને મા ?? એ ક્યાં હશે ?? કે પછી...??" અઢળક સવાલો સાથે એમની આંખો ઉભરાતી મહાપરાણે રોકી રાખી...

ચાચા : " અમારા વતી રાજનને સંદેશો મોકલાવો તો આપનો ખૂબ ખૂબ ઉપકાર રહેશે અમારાં પર... બહું દૂરથી વ્યાપાર માટે આવીએ છીએ અને માંડ રોટલા ભેગાં થઈએ છીએ. અમ ગરીબ પર આટલી રહેમ નો કરો ??"

એક ચોકીદારનું મન થોડું પીગળતા એ બોલ્યો, "ભાઈ સાચું કહું તો અત્યારે અહીં કોઈ રાજા જ નગરમાં કાયમી વસવાટ કરતાં નથી....પ્રજા બહું ત્રસ્ત અને દુઃખી છે...રાજાની જોહુકમીથી લોકો પરેશાન થઈ ગયાં છે....બસ થોડાં મહિનાઓ પહેલાં થયેલા એક યુદ્ધથી અસંખ્યાતા લોકોની જિંદગી બદલાઈ ગઈ છે...હવે લોકોને આવું જીવન કરતાં મૃત્યુ સારૂં લાગવા લાગ્યું છે."

કુમાર દુઃખી થઈને બોલ્યાં, "તો રાજા કૌશલ ક્યાં રહે છે ??"

"સુવર્ણસંધ્યાનગરી છે ત્યાં એ કાયમી રહે છે હવે પોતાનાં રાજ્યને છોડીને...પણ રાણીસાહ્યબા અવારનવાર આવે છે પણ રાત ક્યારેય રહેતાં નથી આ નગરીમાં. "

કુમાર : " તો એ નગરનાં રાજા ક્યાં છે ?? અને રાણી કોણ છે ??"

" ભાઈ અમને એવું ખાસ ખબર નથી...તમારે રાજા સાથે વ્યાપાર કરવો હોય તો ત્યાં જઈને મળી શકો છો...તમને કોઈ મદદ મળશે એવી તો આશા રખાય એમ નથી છતાંય આપ એકવાર મળો ને તમારો વ્યાપાર થાય તો મને કંઈ વાંધો નથી.."

ચાચાએ ચોકીદારનો આભાર માનીને એક સાલ ભેટ કરીને પછી બંને ત્યાંથી નીકળી ગયાં....!!

*****************

કુમાર : " ચાચા આપને વાંધો ન હોય તો એકવાર મારે સુવર્ણસંધ્યાનગરી જવું છે. મારે મારાં અને રાજકુમારીનાં પરિવાર વિશે જાણ્યાં વિના પાછાં ફરવું નથી.."

" હા બેટા ચોક્કસ... અત્યારે જ રવાનાં થઈએ... હું તારી સાથે જ છું. પણ તમારાં માતાપિતા ભગવાન કરે ને સલામત હોય..."

કુમાર : " સાચું કહું તો ચાચા મને મનથી એવું લાગી રહ્યું છે કે બધું જ છીનવાઈ ગયું છે...હવે અમારાથી પણ કંઈક એવું છે જે મને સુવર્ણસંધ્યા નગરી તરફ જવા માટે ખેંચી રહ્યું છે..."

ચાલો સમયનો વિલંબ કર્યાં વિના હાલ જ રવાનાં થઈએ....ને બંને જણાં ઝડપથી પહોંચવા તૈયાર થઈ ગયાં....

શું ચાચા અને કુમાર સુવર્ણસંધ્યાનગરીમાં પ્રવેશ મેળવી શકશે ખરાં ?? તેઓ પોતાની બહેનને મળી શકશે ?? રાશિ જેક્વેલિન સિસ્ટર સાથે સલામત રહેશે ?? કુમારે કરેલાં અને રાશિને પોતાનાથી દૂર મુકીને આવીને કોઈ ભૂલ તો નથી કરી ને??રહસ્યો, રોમાંચ અને રોમાન્સને માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૪૦ સાથે...

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.........