Preet ek padchaya ni - 24 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨૪

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨૪

અન્વય સ્ટર્લિંન હોસ્પિટલના મેઈનગેટ પાસેનાં પાર્કિગમાં ગાડી સડસડાટ કરતો લઈ ગયો...ને ફટાફટ બહાર નીકળીને ઉપર જવાં માટે લિફ્ટ પાસે ગયાં...

લીપી બોલી, અનુ આપણે તો થર્ડ ફલોર પર જવાનું છે ને અંકલને મળવાં ?? એમ કહીને એણે લીફ્ટમાં એન્ટર થતાં જ ૩rd ફ્લોર માટે લીફ્ટમેનને કહી દીધું...અન્વય કંઈ જ બોલ્યો નહીં...પણ એને આરાધ્યાના પપ્પા આ જગ્યાએ છે એ કોઈએ કહ્યાં વિના કેમ ખબર પડી.... છતાં એ લીપી ક્યાં જવા ઈચ્છે છે એ તે જાણવા ઈચ્છે છે એટલે એ ચુપ રહ્યો.

થર્ડ ફ્લોર આવતાં જ લીપી બહાર નીકળીને પાછળ કોઈ આવે છે કે નહીં એ જોયાં વિના જ જાતે જાતે કોઈને કોઈ રૂમની પુછપરછ કર્યા વિના જ જાણે એને ખબર જ હોય બધી એમ ચાલવા લાગી...એને અનુસરતાં અન્વય અને દીપાબેન પણ ચાલવા લાગ્યાં...

એ જે સાઈડ જઈ રહી છે ત્યાં ડિલક્સ રૂમ આવવાં લાગ્યાં...એક પછી એક કરતાં રૂમ નંબર પચ્ચીસ આવતાં જ ડોર પાસે ઉભી રહી ગઈ...અન્વયની સામે જોતાં બોલી,અનુ આ ડોર ખોલને ??

અન્વયે ડોર ખોલવા પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં ત્યાં જ એક સિસ્ટર આવીને બોલ્યાં, ભાઈ તમે આ પેશન્ટનાં સગાં છો ??
ખબર નહીં મારે પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવાની છે પણ અંદરથી ડોર બંધ છે... હું બે વાર આવીને ગઈ...તમારી પાસે એમનો નંબર હોય તો તમે એમને એકવાર કોલ કરી જુઓને. અમારી પાસે નંબર હોય પણ અમારાથી એમ ડાયરેક્ટ ઈમરજન્સી સિવાય ફોન ન કરી શકાય. આ કોર્પોરેટ હોસ્પિટલોમાં પેશન્ટોને પ્રાઈવસીનુ વધારે ઈમ્પોર્ટન્સ હોય.

અન્વયને તો ખબર જ નથી કે અંદર કોણ છે પણ હવે એ કહે પણ કેવી રીતે કે એને એ પણ ખબર નથી કે અંદર કોણ છે. પણ લીપી જે રીતે પચ્ચીસ નંબર માટે બોલી હતી એ મુજબ બોલ્યો, હા હું સિસ્ટર ફોન કરી જોઉં...એમ કહીને એણે એમ જ ફોન કરતો હોય એવો દેખાવ કર્યો. કારણ કે અપુર્વનો ફોન તો એની પાસે જ છે...પછી બોલ્યો, મોબાઈલ બંધ આવે છે સિસ્ટર.....
તમારી પાસે આવું કંઈ થાય તો બીજી ચાવી કે રૂમ ખોલવાનો ઓપ્શન તો હશે ને ??

સિસ્ટર કંઈ વિચારવા લાગી ત્યાં જ અન્વયનુ ધ્યાન ગયું કે બહાર રૂમ આગળ સેમી ડિલક્સ રૂમ લખેલું જોઈને એણે સિસ્ટરને પુછ્યું, આ રૂમમાં બીજું કોઈ પેશન્ટ છે ?? સેમી રૂમ છે એટલે પુંછું છું.

સિસ્ટર હા છે પણ એને વીસેક મિનિટ પહેલાં જ ઓપરેશન માટે લઈ ગયાં એટલે એનાં રિલેટિવ પણ બહાર હશે...અન્વય તો તમારાં કોઈ સિનિયર ને વાત કરીને આ રૂમ ખોલાવો ને...

એ સિસ્ટર ત્યાંથી નીકળીને પુછવા ગયાં...ને આ બાજું લીપી પાછી દરવાજા પાસે ગઈ અને જરા પણ જોર કર્યા વિના દરવાજે હાથ અડાડ્યો ને જાણે દરવાજો આડો જ કર્યો હોય એમ ખુલી ગયો‌....

અન્વયને બધું સમજાઈ રહ્યું છે કે આ બધું આ આત્મા જ કંઈ કરાવી રહી છે....લીપી સીધી અંદર પ્રવેશી. અન્વયની તો રૂમમાં ઘુસતા જ સામે નજર પડી તો નિમેષભાઈ ત્યાં નીચે જમીન પર બેભાન થઈને પડેલાં છે. દીપાબેન તો ઉતાવળાં ભાગ્યાં...

અન્વય ફટાફટ ડૉક્ટરને બહાર જઈને બોલાવી લાવ્યો. ડોક્ટરે થોડી વારમાં રૂમમાં આવીને પેશન્ટની સાઈડમાં આવેલાં બેડ પર સુવાડીને થોડી તપાસ કરી ને બધું ચેક કર્યા પછી એ બોલ્યાં, કદાચ હાયપોગ્લાયસેમિયાને કારણે આવું થયું હોય એમ લાગે છે. હું એક ડ્રીપ ચઢાવવાનું લખી દઉં છું હમણાં સારૂં થઈ જશે...‌‌..

થોડી જ વારમાં ટ્રીટમેન્ટ શરૂં થઈને સ્ટાફ બહાર નીકળી ગયો. અન્વય કદાચ આ માટે રાહ જોતો હોય એમ ઉભો થયો. આ બધી ટ્રીટમેન્ટ દરમિયાન લીપી અહીંયાં નથી એનું અન્વય કે દીપાબેનનુ ધ્યાન જ ન ગયું.

અન્વયે એ પેશન્ટનાં બેડ પર રહેલી ચાદર ખોલી તો અંદર લીપી સુતેલી છે...એ પણ એનાં એ ભયાનક રૂપ સાથે...
એકબાજુની જમણી બાજુની પાંપણ જ નથી... દાંત પણ પીળાં પડી ગયેલાં.. દાંત ખુલ્લાં રાખીને સુતેલી છે.... આંખો તો બંધ જ છે.‌.‌...એ જ પહેલાં જેવાં ખુલ્લાં વિખરાયેલાં વાળ...ને આજે તો એનાં હાથનાં નખ પણ એકદમ લાંબા અને પીળાં કલરની નેઈલપોલિસ લગાડેલા છે....

અન્વય બોલ્યો, મમ્મી જો પેલાં દિવસે પણ લીપી આવી જ બની ગઈ હતી પણ એ આપણી સામે જ તો અહીં કેવી રીતે આમ બધું થયું ?? આપણને તો કંઈ જ ખબર નાં પડી. અને પપ્પા અહીં આપણે તો કંઈ કહ્યું નથી તો કેવી રીતે પહોંચ્યાં ?? અપુર્વ તો છે જ નહીં અહીંયાં.... શું કરશું હવે મને તો કંઈ જ સમજાતું નથી.

થોડીવાર એમ જ બંને બેસી રહ્યાં. એટલામાં બોટલ અડધી જેવી ચડ્યાં પછી નિમેષભાઈએ આંખો ખોલી....તે બોલ્યાં, અનુ તું અને દીપા અહીં કેવી રીતે ??

અન્વયે ધીમેથી લીપી જ્યાં સુતેલી છે એ જગ્યાએ ફરી બ્લેન્કેટ ઢાંકી દીધો. અને બોલ્યો, પપ્પા અમે તો આવ્યાં પણ તમે અહીં કેવી રીતે પહોંચ્યાં ?? તમને શું થયું તું અહીંયાં ??

નિમેષભાઈએ તે કેવી રીતે અહીં પહોંચ્યાં ત્યાં સુધીની બધી વાત કહી. પછી એમણે કહ્યું કે, બેટા તે આ બ્લેન્કેટ ખોલીને જોયું તો નથી ને નહીં તો તારી પણ મારા જેવી સ્થિતિ થશે.

અન્વય કંઈ બોલ્યો નહિ એટલે એ બોલ્યાં, જેવો મે આ બ્લેન્કેટ ખોલ્યો કે અંદર એક હાડપિંજર ઢાંકેલું પડ્યું હતું...મને તો એમ જ થયું કે આ અપુર્વ સાથે કંઈ અજુગતું નહીં થયું હોય ને...અને વળી મને અહીં લાવનાર જે વ્યક્તિનો પડછાયો પણ ગાયબ હતો હું તો એ વિચારીને જ મને ચક્કર આવવાં લાગ્યાં....ને પછી હું કેવી રીતે પડ્યો ને શું થયું એ મને કંઈ જ ખબર નથી....

ત્યાં જ એકાએક પવન ચાલુ થઈ ગયો...એ ફુલ એસીવાળા રૂમની બારીનો કાચ ખુલી ગયો...ને જોરજોરથી અવાજો આવવાં લાગ્યાં.... બધાંની આંખોમાં વાવાઝોડાંની જેમ જાણે એ થર્ડ ફ્લોર પર પણ ધુળની ડમરીઓ ઉડવા લાગી અને બધાંની આંખો બંધ થવા લાગી..... દરવાજો પણ ફટાક કરતો બંધ થઈ ગયો.

પાંચેક મિનિટ પછી એકાએક બધું શાંત થઈ ગયું... બધાંએ આંખો ખોલી...નિમેષભાઈની ડ્રીપ પુરી થઈ ગઈ છે.‌..નીચે જોયું તો બે ત્રણ કાગળ પડેલાં છે ડુકડા થઈને....અન્વયે નીચાં નમીને એ કાગળ ઉઠાવ્યાંને એમને જોડવાનો પ્રયત્ન કર્યો.....

જાણે એમાં રક્તથી તાજું લખેલું લખાણ છે..."અપુર્વ જોઈતો હોય તો અહીં પહોંચો....આ વખતે ભુલ નહીં...લીપી પહેલાં કોઈ અહીંયા ન પહોંચવું જોઈએ..." દીદાર હવેલી...નેરલ... મહારાષ્ટ્ર. છેલ્લો ચાન્સ..."

અન્વયે આ લખાણ તેનાં મમ્મી-પપ્પા ને વંચાવ્યુ... એનાં હાથ ધ્રુજવા લાગ્યાં છે. દીપાબેન પણ જાણે એસીમાં રેબઝેબ થવા લાગ્યાં...

અન્વયએ સામેનાં બેડ સામે જોતાં બોલ્યો, હવે આ શું ?? અહીં તો કોઈ નથી બેડ પર લીપી તો ગાયબ છે... ક્યાં હશે એ ?? હવે એને ક્યાં શોધવી... હજું તો અપુર્વ માટે એને સાથે લઈને આ જગ્યાએ પહોંચવાનું છે....

એટલામાં જ દરવાજો ખુલ્યો તો બહારથી લીપી આવીને હસતાં હસતાં બોલી, પપ્પા હવે સારૂં છે ને તમને ?? આ સિસ્ટર પણ આવી ગયાં છે તમને જરૂરી થોડી દવાઓ આપશે અને આ સોયને પણ કાઢી નાખશે‌.

એટલામાં સિસ્ટરે આવીને સોયને આપીને અમુક દવાઓ આપીને બીલ કાઉન્ટર પર ભરી દેવા કહીને એ નીકળી ગયાં.

એમનાં જતાં જ અન્વય બોલ્યો, લીપી તું ક્યાં ગઈ હતી??

અનુ તું બહુ ભુલક્કડ થઈ ગયો છે મે કહ્યું હતું ને તને. તમે લોકો ક્યાં ગયાં હતાં મને મળ્યાં નહીં એટલે હું આરાધ્યાનાં પપ્પાની ખબર જોઈને આવી. સારૂં છે અંકલ ને હવે. પણ એ તમને લોકોને યાદ કરતી હતી કે તમે આવ્યાં નહીં. આ તો મને એક સિસ્ટરે કહ્યું કે તમારી સાથે હતાં એ આ રૂમમાં છે એટલે હું અહીંયાં આવી....

અન્વય તો આ બાઘાની જેમ બધાં સામે જોવાં લાગ્યો... પપ્પાને સારૂં હોય તો હવે આપણે જઈએ ને....અનુ તું મને ક્યાંક સરપ્રાઈઝ માટે લઈ જવાનો હતો ને ચાલો હવે જઈએ....

અન્વય : તમે લોકો થોડીવાર જ અહીં રહો હું હાલ જ પેમેન્ટ કરીને આવું...ને અન્વય એ કાઉન્ટર પાસે પહોંચ્યો. નિમેષભાઈની સારવારનું પેમેન્ટને કરીને એ નીકળતો હતો ત્યાં જ એ લોકોનું એક રજીસ્ટર રૂમ પ્રમાણે પેશન્ટસની શોર્ટ ડિટેઈલ લખેલું છે એનાં પેજ ત્યાં ઊડવા લાગ્યા ને એક પેજ ખુલતાં જ એ એમ ખુલ્લું રહી ગયું....અન્વય બે ઘડી ઉભો રહેતાં એની નજર ૨૫ નંબર પર ગઈ. તો એમાંનાં 'બી' સાઈડ નું નામ જોયું તો "અપુર્વ મેહરા" ૨૪ વર્ષ લખેલું છે. એડ્રેસમાં 'કડાવ' એમ.પી. લખેલું છે....

અન્વયને થયું કે આ અપુર્વ જ હશે પણ આની અટક અને એડ્રેસ તો અલગ છે બની શકે કે આ કોઈએ બધું થોડું બદલીને લખાવ્યું હોય...અથવા તો પછી અપુર્વ માટે જે રીતે ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે અમારાં પહેલાં પપ્પા આવી ગયાં હતાં અનાયાસે એ કારણે અપુર્વ ફરી અમારાથી દુર થઈ ગયો હશે ??

ઘણાં બધાં સવાલોનાં કોયડામાં ગુંચવાતો અન્વય એકદમ "એક્સક્યુઝ મી" નો અવાજ આવતાં વર્તમાનમાં આવી ગયો અને સોરી કહીને રૂમ નંબર પચ્ચીસ તરફ પહોંચ્યો....

*****************

અન્વયને ચારેય જણાં હોસ્પિટલમાંથી બહાર નીકળવા આવી રહ્યાં છે. ત્યાં જ સામેથી આવતી આરાધ્યાએ આ લોકોને જોતાં જ એમની પાસે આવી.

તે નિર્દોષતાથી બોલી, મમ્મી તમે આવ્યાં?? લીપી હમણાં આવી તો મે એને એ જ પુછ્યું કે, મમ્મી તો આવશે જ એ આવ્યાં વિના ન રહે....

દીપાબેન બોલ્યાં, હા બેટા...એ તો છે જ. કોઈ ખાસ કારણ સિવાય હું ક્યારેય મારી ફરજ ચુકુ નહીં.

આરાધ્યા થોડી ચિંતા સાથે બોલી, પપ્પાને ભગવાનની કૃપાથી સારૂં છે. કાલે રજા પણ આપશે. પણ અપુર્વની હજું કંઈ ખબર પડી નથી. હું પણ ત્યાં આવી શકતી પપ્પાની તબિયતને કારણે. પણ તમે લોકો કંઈ તો કરશો ને ?? અનુભાઈ તમે અપુર્વને શોધી લાવશો ને ??

અન્વય : હા આરાધ્યા તું મારી નાની બહેન જેવી છે...આઈ પ્રોમિસ યુ.. તારાં અપુર્વને હું સહી સલામત પાછો લાવીશ...પ્લીઝ ટ્રસ્ટ મી... આરાધ્યા રડતી રડતી અન્વયને ભેટી પડી.

અન્વય બોલ્યો, "ડોન્ટ વરી અમે ત્યાં જ એનાં માટે જ જઈએ છીએ. પણ હાલ હું તને જણાવી નહીં શકું બધું. અને અત્યારે તારી અહીંયાં વધારે જરૂર છે એટલે તને અમે અહીંથી અમારી સાથે નહીં લઈ જઈએ...."

આરાધ્યા પણ પરિસ્થિતિને સ્વીકારીને માની ગઈ...અને અન્વય, દીપાબેન અને નિમેષભાઈ લીપીને સાથે લઈને એ એડ્રેસ મુજબ નીરલ જવાં માટે રવાનાં થઈ ગયાં.....

શું અન્વયને લોકો લીપી સાથે નીરલ પહોંચી શકશે ?? શું અપુર્વ ખરેખર ત્યાં હશે જ ને હવે ?? એ દીદાર હવેલીમાં શું હશે ?? કોઈ સામાન્ય જગ્યા હશે કે કોઈ નવી જ દુનિયા હશે ??

રોમાંચ અને ભયની આ દુનિયામાં પ્રવેશનો રૂંવાટા ઉભાં કરી દે એવાં અનુભવને માણો, પ્રિત એક પડછાયાની - ૨૫ સાથે‌

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે..........