Preet ek padchaya ni - 19 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૧૯

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૧૯

અન્વયે અરીસામાં એ કાળો ઓળો જોયો લીપીની જગ્યાએ ને એ ગભરાયો...લીપી તો અનાયાસે જ બેડ પર મુકાઈ ગઈ...એ કેટલો ખુશ થઈને આવ્યો હતો લીપીને ખુશખબરી આપવા...આજે એનું સપનું પુરુ થયું છે જેનાં માટે આટલાં સમયથી મહેનત કરી રહ્યોં છે પણ લીપી સાથે એ શેર પણ ના કરી શક્યો જે એનું અડધું અંગ છે.

અન્વય વિચારવા લાગ્યો, આ મારી સાથે શું થઈ રહ્યું છે ?? જેનાં માટે હું મહેનત કરું છું અને એ મળે છે એટલે એની ખુશી હું માણી શકતો નથી....એ હજું વિચારોમાં જ છે ત્યાં લીપીએ એનો હાથ પકડ્યો ને બોલી, અનુ...તે કેમ મને છોડી દીધી ?? મને કંઈ થઈ જાત તો ??

અન્વય એની સામે જોયાં વિના જ બોલ્યો, અરે બકા એવું નહોતું...ખબર નહીં મને અચાનક હાથમાં કંઈ થવા લાગ્યું એટલે....સોરી બકા...તને વાગ્યું તો નથી ને ??

અન્વય અત્યારે લીપીને સાચી વાત કહી શકે એમ નહોતો એટલે એણે વાત વાળી દીધી...એ વાક્ય પુરૂં થતાં જ લીપી એકદમ ગુસ્સામાં અન્વયનો હાથ જોરદાર પકડ્યો જેવો એણે હોસ્પિટલમાં પ્રિતીબેનનો પહેલાં પકડ્યો હતો...પણ આ વખતે એની પકડ બહું મજબૂત છે કે અન્વયને એક પુરૂષ થઈને પણ જોરદાર દુઃખવા લાગ્યું....એટલે એણે લીપી તરફ જોયું તો એ ગભરાઈ જ ગયો....આ શું ??

એકદમ છુટ્ટા વિખરાયેલાં વાળ જે પવન વિના પણ જાણે હવામાં લહેરાઈ રહ્યાં છે...લાલઘુમ આંખો, એકબાજુની જમણી બાજુની પાંપણ જ નથી... દાંત પણ પીળાં પડી ગયેલાં...તે એકદમ ભયાનક રીતે હસવા લાગી.... તેનું હાસ્ય એવું છે કે એ અવાજ અન્વય અને લીપી નાં એ બેડરૂમમાં ભયાનક રીતે પડઘાં પાડી રહ્યો છે !!

અન્વય તો આમ ડઘાઈને લીપીની તરફ એકીટશે શુન્યમનસ્ક રીતે જોઈ રહ્યો છે...ને એકદમ જ બધું શાંત થઈ ગયું....ને એ બદલાયેલી લીપી બોલી, તું ખોટું બોલે છે ?? મારી સામે ?? શું મને નથી ખબર તે શું જોયું છે ??

અન્વય જાણે હકલાવા લાગ્યો ને બોલ્યો, ના ના એવું... કંઈ નથી...પણ લીપી તું શું કરે છે ?? તને શું થઈ ગયું છે ??

એ બોલતાં જ લીપીમાં રહેલી એ આત્મા બોલી, આ કોઈ લીપી નથી...આ તો રાશી છે રાશી....અને આજ પછી મારી સામે જુઠું બોલવાની કોશિષ કરી તો હંમેશાં માટે તારી લીપીને ગુમાવી દઈશ....તને જે દેખાયો હતો...એ જ મારો પડછાયો....ને એ જ મારી પ્રિત.....એ મારૂં અસ્તિત્વ....

અન્વય બોલ્યો , કોણ રાશિ ?? હું કોઈને નથી ઓળખતો...પણ તમે મારી લીપીને કેમ આમ હેરાન કરો છો ??

એટલામાં જ એકદમ રૂમમાં પડઘાં પડવાં લાગ્યાં...ને રૂમનો દરવાજો પવનનાં સુસવાટાથી બંધ થઈ ગયો...ને ફક્ત હા...હા‌...હા...કરીને એક કેન્ડલ હવામાં ઝબકવા લાગીને ને રૂમનાં બંધ કાચની આરપાર વીંધતી ઝબુક ઝબુક થતી નીકળી ગઈ....ને એ સાથે જ રૂમમાં નીરવ શાંતિ થઈ ગઈ....અન્વય બેડ પર એકદમ પરસેવે રેબઝેબ થઈને બેડ પર પડ્યો....ને એ જ સમયે લીપી એકદમ નોર્મલ થઈ ગઈ ને એકદમ જ અશક્તિ અનુભવથી ત્યાં જ અન્વયની પાસે જઈને પડી અને બેહોશ થઈ ગઈ......


*****************

એક મોટાં અવાજની સાથે જ અપુર્વ રોડની સાઈડમાં જઈને પડ્યો. થોડું અંધારું પણ થવા લાગ્યું છે. પણ ટ્રાફિક પણ અત્યારે વધારે છે. એકદમ જ આવું થયેલું જોઈને લોકોનું ટોળું ભેગું થઈ ગયું....બાઈક તો સાઈડમાં ફેંકાઈ ગયું છે...અપુર્વ બેભાન થઈને પડેલો છે‌.. આટલાં ઝાટકા સાથે ઉછળીને પડ્યાં પછી પણ માત્ર એને સામાન્ય બાહ્ય ઈજા થયેલી દેખાય છે....

એમાંના જ કોઈએ ૧૦૮ ને ફોન કર્યો... પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે....લોકો વાતો કરવા લાગ્યાં કે એવો કોઈ ટ્રાફિક પણ નથી ને, ને સામે કોઈ સાથે પણ એક્સિડન્ટ થયો નથી. માથામાં હેલ્મેટ હોવાં છતાં ફક્ત તેનાં માથામાંથી થોડું લોહી વહી રહ્યું છે.બાઈક સ્લીપ થતાં પણ કોઈ માણસ ઉછળીને આટલું દુર પડે બધાં વિચારવા લાગ્યાં કે એને શું થયું હશે‌??

એટલામાં વળી એક ભાઈએ તેનો ખિસ્સામાંથી સરકી ગયેલો મોબાઇલ જોઈને હાથમાં લઈને તેનાં કોઈ રિલેટીવને જણાવવા ફોન ખોલ્યો... હંમેશાં મેઈન સ્ક્રીન લોક રાખતાં અપુર્વના મોબાઈલમાં લોક ન હોવાથી એમણે લાસ્ટ ડાયલમાં લગાડેલો ફોન આરાધ્યાનો જોઈને તેને ઝડપથી ફોન કર્યો. ત્યાં ઉભેલા બધાંમાંથી ઘણાં ગાડીવાળા છે પણ કોઈએ એને ઈમરજન્સીમાં ક્યાંય લઈ જવાની કોશિષ ન કરી... બધાં એમ્બ્યુલન્સની રાહ જોઈને ઉભાં રહ્યાં છે...

એટલામાં જ એક મોટીગાડી આવી...નવી જ છોડાવેલી હોય એવી...વાઈટ કલરની...એક ભાઈ ઉતર્યા ને બહાર આવીને તાબડતોબ અપુર્વને તેમનાં બંને હાથમાં ઉંચકી લીધો...ને ગાડીમાં પાછળની સીટમાં સુવડાવી દીધો... બધાંને લાગ્યું કોઈ સગાં હશે એમ વિચારીને કોઈએ કંઈ પુછ્યું નહીં અને એ ગાડી સડસડાટ કરતી અપુર્વને લઈને નીકળી ગઈ.....

*****************

થોડાં કામ પતાવીને અને ખરીદી કરીને દીપાબેન અને નિમેષભાઈ બંને સાથે ઘરે આવ્યાં....ઘર તો ખુલ્લું જ છે...અંદર પ્રવેશ્યાં ત્યાં જ સંભળાયું કે ઘરનાં લેન્ડલાઈન પર ક્યારની રિંગ વાગી રહી છે...

દીપાબેન બોલ્યાં, કોણ હશે અત્યારે ?? કેમ ઘરમાં કોઈ દેખાતું નથી. લીપી પણ નથી દેખાતી એ તો ઘરે જ હતી...

એમણે લીપી લીપી બુમો પાડી પણ કોઈ બોલ્યું નહીં...પણ અંજનાબેન રસોડામાંથી હાથ લુછતા લુછતા બહાર આવ્યાં...ને બોલ્યાં..ખબર નહીં ક્યારની રિંગ વાગે છે બે વાર તો મેં ઉપાડ્યો પણ ખરો પણ ઉપાડુ છું તો કોઈ બોલતું નથી..

દીપાબેન : ચાલ હવે હું ઉપાડુ કદાચ તમારો અવાજ નાં ગમ્યો હોય કહીને હસતાં હસતાં દીપાબેને ફોન ઉપાડ્યો....

હસતાં હસતાં ઉપાડેલો ફોન લઈને વાત કરતાં જ દીપાબેનનો ચહેરો મુરઝાઈ ગયો ને બોલ્યાં, ને બોલ્યાં શું વાત કરે છે બેટા ?? શું થયું અપુર્વને ?? હા અહીં આવ બેટા જલ્દીથી એમ કહીને દીપાબેને ફોન મુકી દીધો‌‌.

નિમેષભાઈ ચિંતા સાથે બોલ્યાં, શું થયું દીપા ?? કોનો ફોન હતો ?? અપુર્વને શું થયું??

દીપાબેન ગભરાઈને બોલ્યાં, આરાધ્યાનો ફોન હતો એને કહ્યું કે મુવી જોઈને આવ્યાં પછી એ લોકો સાથે હતાં પછી એ એને ઘરે મુકીને બાઈક પર ઘરે આવવા નીકળ્યો અને રસ્તામાં એનો એક્સિડન્ટ થયો...

નિમેષભાઈ વચ્ચે જ બોલ્યાં, ક્યાં છે અપ્પુ ?? કઈ હોસ્પિટલમાં ??

દીપાબેન થોડા રડમસ ચહેરે બોલ્યાં, એ જ તો ખબર નથી કે અપ્પુ ક્યાં છે.

અંજનાબેન : મતલબ ?? કંઈ સમજાયું નહીં...

દીપાબેન : આરાધ્યા એ કહ્યું કે મારા પર અપુર્વનાં નંબર પરથી કોઈએ ફોન આવ્યો હતો અને એ જગ્યાએ પહોંચવા કહ્યું..એ ત્યાં પહોંચી તો કોઈ નહોતું... ફક્ત બાઈક પડ્યું હતું સાઈડમાં. તેને એમ થયું કે એમ્બ્યુલન્સ ક્યાંય હોસ્પિટલ લઈ ગયાં હશે એમ વિચારીને કોઈને પુછ્યું તો કહ્યું કે એમ્બ્યુલન્સ આવે એ પહેલાં કોઈ રિલેટીવ આવીને એને ગાડીમાં સુવાડી લઈ ગયાં....

આપણને તો કોઈને ખબર નથી...તો અન્વય તો નહીં ગયો હોય ને એને ફોન કરોને...

અંજનાબેન નિમેષભાઈને ફોન કરતાં અટકાવતા બોલ્યાં, ભાઈ અન્વયભાઈ તો બપોરનાં ઘરે આવી ગયાં છે...પણ આજે તો હજું સુધી રૂમમાંથી બહાર નીકળ્યાં નથી...મને એમ કે નવાં નવાં મેરેજ થયાં છે એટલે પછી મને ત્યાં રૂમ પાસે જવાનું યોગ્ય ન લાગ્યું એટલે મેં ખખડાવ્યું પણ નહીં.

દીપાબેન : તો લીપી પણ ઘરમાં જ છે ને. લાવ આમ તો ડિસ્ટર્બ ન કરત પણ હવે આટલું બધું બની ગયું છે અને આમ પણ લેટ થયું છે...એને ફોન તો કરો બહાર આવે.

નિમેષભાઈએ લીપી અને અન્વય બંનેનાં નંબર પર ફોન કર્યા... રીંગ બહાર સંભળાય છે પણ કોઈ ઉઠાવતુ નથી...એટલે દીપાબેનને બધાં જ એમની રૂમ તરફ ઉતાવળે પગલે પહોંચ્યાં.... ત્યાં જોયું તો દરવાજો બંધ હતો...એટલે નિમેષભાઈ એ બે ત્રણવાર નોક કર્યું પણ કોઈ જવાબ ન આવ્યો...

દીપાબેન : અંજનાબેન એવું નથી ને કે તમને ખબર નાં હોય ને એ લોકો ક્યાંય બહાર ગયાં હોય...

અંજનાબેન : ના બેન..‌હું ઘરમાં જ છું...અને એમને ખબર પણ છે કે હું અંદર નાસ્તો બનાવતી હતી તો એમ કહ્યાં વિના થોડાં જાય ‌..અને બેન આજકાલનાં છોકરાં બીજું બધું ભુલે પણ ફોન તો કદી ભુલે નહીં બહાર જાય તો...

નિમેષભાઈ : હવે આ બધી ચર્ચાનો કોઈ અર્થ નથી...એમ કરીને બારણું તોડવા માટે ગયાં તો કોઈ પણ પ્રયત્ન વિના જ દરવાજો ખુલી ગયો...પણ અંદર જે દ્રશ્ય જોયું.... બધાં એકદમ ગભરાઈને એકસાથે અંદર ભાગ્યાં...ને એકદમ હાંફળાફાંફળા થઈ ગયાં.....

શું હશે અન્વય અને લીપીનાં બેડરૂમમા કે બધાં ગભરાઈ ગયાં?? કોણ લઈ ગયું હશે અપુર્વને ?? શું લીપીમાં એ આત્મા ફરી આવી ગઈ હશે ?? કે પછી એ હજું ગઈ જ નથી ?? જાણવા માટે વાંચતાં રહો, પ્રિત એક પડછાયાની - ૨૦

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે..........