Kashi - 14 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 14

The Author
Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

કાશી - 14

કસ્તૂરીએ મંત્રીઓ અને વડીલોની સભા ભરી અને પોતાના મનની વાત જણાવી. બધા ખૂબ જ ખુશ થયા. કેમકે બધા પણ શિવાને એટલો જ પ્રેમ માન આપતા હતાં. પણ એમાંથી એક વૃધ્ધ નાગે કસ્તૂરીને કહ્યુ કે વર્ષો પહેલા એક નાગણે એક માણસ સાથે લગ્ન કર્યા હતાં પણ એના લીધે બધાએ આફતનો સામનો કરવો પડ્યો હતો.એટલે વિચારીને કરજે બેટા એમ કહી વૃધ્ધે પોતાની વાત પુરી કરી .
કસ્તૂરીને શિવા પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો .પોતે બધા કામકાજ પતાવી શિવાને મળવા જવા તૈયાર થઈ. તૈયાર થવામાં જ પોતે વધુ મોડી પડી એવું એને લાગતું .નકકી કરેલી જગ્યાએ કસ્તૂરી આવી અને શિવાની રાહ જોવા લાગી. પણ કોઈ દેખાયું નહીં..... ઘણો સમય વિતિ ગયો પણ શિવો આવ્યો નહીં. પછી કસ્તૂરી પાછી મહેલમાં ગઈ અને સિપાહીઓની મદદ થી એણે શિવાની શોધ ખોળ રાતે જ ચાલુ કરી દિધી પણ શિવાની કોઈ જ ભાળ મળી નહીં.ચોવિસ કલાક જેટલો સમય વિતિ ગયો પણ શિવાના કોઈ જ સમાચાર ન્હોતા મળ્યા ... કસ્તૂરી વિચારી રહી હતી કે શિવો જવાબ માં ના કહી શક્તો હતો... એ નીડર છે... તો આમ, ભાગ્યો કેમ... ? આવા ઘણા સારા ખોટા વિચારો એના મનમાં આવતા હતા.
આ બાજુ શિવો પણ કસ્તૂરીને મળવા એટલો જ ઉતાવળોને આતુર હતો એણે નક્કી કરેલી જગ્યા પર આવી એ કસ્તૂરીની રાહ જોતો હતો .ત્યાં કોઈએ આવી એને બેભાન કરી દિધો શિવો એ લોકોનું મોં જોઈ ના શક્યો. એ લોકો શિવાને કોઈ ગુફામાં લઈ ગયા અને ત્યાં એને કેદ કર્યો...
કસ્તૂરીની હાલત સમય જેમ જેમ વિતતો ગયો એમ એ બગડવા લાગી. એ પોતાની ધીરજ ખોવા લાગી...રડીરડી એ બાવરી બનવા લાગી ... હવે શિવાની રાહ જોયા શિવાય એની પાસે કોઈ રસ્તો ન હતો.
આ બાજુ શિવાને પકડી એક અંધારી ગુફામાં લઈ જવામાં આવ્યો અને બંદી બનાવવામાં આવ્યો.. થોડા સમય પછી ત્યાં એક સુંદર યુવતી આવી એણે શિવાને જોયો અને શિવાનો હાથ પકડી એના હાથે એક હળવું ચુંબન કર્યું. અને થોડીવાર એને જોઈ રહી પછી એ ત્યાંથી ચાલી ગઈ.
થોડા દિવસો પસાર થયાં કસ્તુરી શિવાની રાહ જોવામાં થોડી વધુ બાવરી બનતી જતી હતી.. એ રોજ રાત્રે નદીની પેલી બાજુ જઈ શિવાની રાહ જોતી હતી.
શિવો પોતે કેદ છે એવું એને ભાન હતું પણ સતત એને કસ્તુરી યાદ આવતી કે એને એવુ લાગતું હશે કે શિવો દગો કરી ગયો.... પણ હું એવો નથી... એવું એને કેવી રીતે સમજાવું..એવા વિચારોમાં શિવો અંદર અંદર વલોવાતો જતો હતો...રોજ કોઈક આવતું અને ચાલ્યુ જતું ખાલી પગનો અવાજ આવતો...શિવો બોલી શકતો નહીં... એક દિવસ હિંમત કરી મોંઢા પરનું મુખોંટુ એણે ખોલી નાખ્યું .. અને એણે આજુ બાજુ જોયું ....ત્યાં પાછો પગનો અવાજ આવ્યો શિવો ત્યાં જ ઉભો રહી ગયો.. એક સુંદર સ્ત્રી એની સામે આવી ઉભી હતી. શિવો એને તાકી તાકી જોઈ રહ્યો... ક્યાંક જોઈ હોય એવું એને લાગ્યું...એ સ્ત્રી શિવા જોડે આવી અને બોલી...
" ક્યાંક જોઈ છે... મને પણ યાદ નથી આવતું... એમ, જ વિચારે છે ..ને બેટા... "
" હા ... " શિવાએ ટૂંકમાં જવાબ આપ્યો...
" સાચે....તને યાદ નથી હું ... કોણ છું... "
" દુશ્મન જ હશો.... નઈ તો આમ... મને પકડી ન રાખ્યો... હોત... "
સ્ત્રી ઉભી થઈ ને પલ વારમા એ રૂપ બદલ્યુને ડોશી થઈ ગઈ.... તેને જોતા જ શિવાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ....માં.... "
ક્રમશ:...