Medal in Gujarati Adventure Stories by Ujas Vasavada books and stories PDF | મેડલ

Featured Books
Categories
Share

મેડલ

""મેડલ""
"મમ્મી....કાલે પપ્પાને મેડલ મળવાનું છે ને!! કાલે સવારે મને વહેલા ઉઠાડી દેજે..મેડલ સાથે સેલ્ફી લઈ હું મારા મિત્રોને બતાડિશ. દેશના રાષ્ટ્રપતિના હાથે મારા પપ્પાને મેડલ મળશે એ કંઈ નાની વાત થોડી કહેવાય!"
નાનકડી સાત વર્ષની તૃષા તેની મમ્મી સાથે ઉત્સાહભેર વાત કરી રહી હતી, અને ઉત્સાહ હોય જ તેના પિતા મેજર સાહિલ વર્માને પ્રજાસત્તાક દીને દેશના રાષ્ટ્રપતિના હાથે મેડલ મળવાનું હતું.
"મમ્મી.. તું કેમ ખુશ નથી? તારા ચહેરા પર પપ્પાને મળવાના મેડલની ખુશી જોવા નથી મળતી!!"
તૃષાની મમ્મી રિધ્ધી તેના માથા પર હાથ ફેરવતાં, "બેટા.. સુઈ જા..સવારે વહેલું ઉઠવાનું છે."
****
"મેજરસાબ હોટલાઈન પે મેસેજ આયા હે આંતકવાદી બોર્ડર ક્રોસ કરકે ઘુસને વાલે હે."
"સુબેદાર! કિતને આંતકી હોંગે કુછ બતાય હે?"
"સાબ.. ચાર સે છે તક."
"ઠીક હે... પુરી પલટન કો ઇકકઠાં કરો ઇન સાલો કો તો ઉસકી નાની યાદ દીલા દેગે."
"જી સાબ.."
હોટલાઈન પરની બાતમીના આધારે મેજર સાહિલ આંતકવાદીઓને પકડવાનો પ્લાન ઘડવા એરિયાનો નક્શો તાકી રહ્યો હતો. મેજર સાહિલે ઘણા જ ઓપરેશન પાર પાડ્યા હતા. એ એકદમ નીડર અને ફાંકડો યુવાન હતો. નાનપણથી જ દેશ માટે મરી પડવાના ગુણ વારસામાં જ મળ્યા હતા કારણ તેમના દાદાજી એ આઝાદીની લડતમાં મોટું યોગદાન આપેલું હતું. સરદાર પટેલ અને ગાંધીજી સાથે અનેક આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેના લોહીમાં દેશદાઝ ઠસોઠસ ભરી હતી. (ઉપવ)
સાહિલના શરીરે આર્મીની વર્દી શોભતી હતી. છ ફૂટની ઉંચાઈ અને બાવળાબદ્ધ શરીર, તેમજ કોઈને પણ મોહિત કરી દે તેવી તેની ભાષા શૈલી હતી. તેણે કેમિકલ એન્જિનિયરની ડીગ્રી મેળવી દેશની સેવા કરવા યુપીએસસી પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી. તે ઉપરાંત કોલેજમાં એન.સી.સી.માં કેડેટ તરીકે સી સર્ટિફિકેટ મેળવેલું કે જે દરેક કેડેટનું સ્વપ્ન હોય છે.
કારગીલના યુદ્ધ દરમિયાન પુંચ સેકટરમાં સાહિલ તેની આગવી સૂઝબૂઝ અને સાહસથી દુશ્મનોને ટક્કર આપી હતી. દુશ્મનની જગ્યાને ઘેરી જીવતા પકડ્યા હતા. અને તેના બદલામાં સૌર્ય ચક્રથી સન્માનિત પણ થયેલ હતો. હાલ તે કચ્છના રણની સરહદ પરથી આંતકીઓ ઘૂસવાની બાતમીના આધારે તેણે 30 સૈનિકોની પલટનની મિટીંગ બોલાવી.
સરહદના જાણકાર બી.એસ.એફ.ના ઓફિસર પાસેથી પણ જરૂરી ભૌગોલિક માહિતીઓ ભેગી કરી. સરહદીય નકશા પર મેજર સાહિલે આંતકીઓને જીવતા પકડવાની કવાયત રજૂ કરી. મેજર સાહિલની એક ખાસિયત હતી તે આંતકીઓને જીવતા પકડી તેની આગળની ગુપ્ત માહિતીઓ ખુલ્લી પાડી દુશ્મનોના મોટા હુમલા કરવાના પ્લાન પર પાણી ફેરવી દેતો. આ વખત પણ બાતમી મુજબ વધુમાં વધુ છ આંતકીઓ હોય તેઓને જીવતા પકડવાની તૈયારીઓ કરી હતી. તેમની પલટનના બે જવાનને વાયરલેસ ડિવાઇસ સાથે બોર્ડર પર મોકલ્યા અને દુશ્મનની એક એક હરકત જણાવવા કહ્યું.
****
સવારે પાંચ વાગ્યાના સુમારે તૃષા ઝબકીને ઉઠી ગઈ હજુ રિધ્ધી ઉઠી ન હતી. તૃષા રિધ્ધીને ઢંઢોળીને, "આપણે વહેલા પહોંચવાનું છે ને! પપ્પાને મેડલ મળવાનો છે. જલ્દીથી મને નવડાવી તૈયાર કરી દે..અને પપ્પા મારા બર્થડે પર જે આર્મી ડ્રેસ લાવેલ તે જ આજે પહેરીને આવીશ."
પલંગ પરથી નીચે કૂદી તૃષા બાથરૂમ તરફ દોડતી ગઈ. રિધ્ધી તૃષાની તલપ જોઈ બે ક્ષણ ભાવુક થઈ ગઈ અને આંખોના ખુણા પર પાણી બાજી વળ્યું. જ્યારે સૌર્ય ચક્ર મળવાનું હતું ત્યારે આવી જ તલપ સાહિલની હતી. તૃષાની હર એક વર્તણૂકમાં સાહિલ દેખાતો હતો. રિધ્ધી પણ પલંગ પરથી ઉઠી તેનું રૂટિન પતાવી રસોડામાં બા-બાપુજી માટે ચા અને તૃષા માટે દૂધ બનાવવા જાય છે.
રસોડા તરફ જતા બા-બાપુજી પણ વહેલા ઉઠી તૈયાર થઈ ગયા હોય છે પણ રિધ્ધીને કોણ જાણે કેમ ઉતાવળે જવાનું મન જ નહોતું થતું.(ઉપવ)
*****
"ડેલ્ટા ટુ આલ્ફા.. સર હમકો ગલત મેસેજ મીલા હે ઇધર ચાર- છે નહીં બલ્કી પચાસ સે જ્યાદા લોગ હોંગે"
"આલ્ફા ટુ ડેલ્ટા.. ઓર કુછ? વો કિસ તરફ આગે બઢેન્ગે? ઉસકે પ્લાન કે બારે મેં કુછ માલુમ પડે તો બતાઓ. ઔર ઉસકે પાસ કિતને વેપન્સ હે વો માલુમ કરકે બતાઓ"
"જી સાબ... ઓવર એન આઉટ"
સાહિલને વાયરલેસ પર મળેલ માહિતી મુજબ આંતકીઓની સંખ્યા વધુ હોય તેઓને તાત્કાલિક પ્લાનમાં ફેરફાર કરવો પડે તેમ હતો. સાહિલ ફરી પલટનની મિટિંગ બોલાવે છે.
"સોલ્જર્સ... હમકો જો મેસેજ મીલા થા વો ગલત હે. ચાર -છે નહીં પર પચાસ કે કરીબ આંતકી ઘૂસપેઠ કરને વાલે હે અબ હમેં પકડના નહિ હે પર ઉનકો ચૂન ચૂન કે ઉસકી નાની યાદ દિલાની હે જેસેહી દેખે શૂટ કર દેના. સબ લોગ રેડી હો જાવ હમેં ઉસકા સ્વાગત કરને જાના હે"
મેજર સાહિલ આંતકીઓને ઠાર કરવાના મૂડમાં આવી ગયો હતો. તેણે તેના ઉપરી અધિકારીને જણાવવા વાયરલેસ કોલ જોડ્યો, "સર. ધેર આર 50 પ્લસ ટેરેરિસ્ટ, વી ગોટ રોંગ ઈન્ફોર્મેશન."
"મેજર..નાઉ વોટ યુ થીંક?"
"સર.. વી વોન્ટ તું વેલકમિંગ ધેમ, પ્લીઝ એલાઉ મી ફોર ઓપરેશન."
બે ક્ષણ ઉપરી અધિકારીએ વિચારી " ઓકે યુ મેં ગ્રાન્ટેડ બટ નો કેઝ્યુઅલટી."
મેજર સાહિલને ટેરેરિસ્ટ સાથે બાથ ભીડવાની અનુમતિ મળતા જ તે ઉત્સાહમાં આવી, "યસ.. સર..જય હિન્દ સર."
"જય હિન્દ...ઓલ ધ બેસ્ટ"
મેજર સાહિલ અને તેની પલટન આંતકીઓને ઠાર કરવાના ઓપરેશન માટે સજ્જ થઈ ગયા હતા. કઈ રીતે તે લોકોને ટાંચમાં લેવા તે માટે વાયરલેસ મેસેજની રાહ જોતા હતા. ત્યાં જ વાયરલેસ પર બીપ..બીપ.. થતા.
"ડેલ્ટા ટુ આલ્ફા... સર યે લોગ કે પાસ બહુત સારે વેપન્સ ઔર હેન્ડ ગ્રેનેડ હે. શાયદ યે લોગ ગ્રુપ બનાકર દેશ કે અલગ અલગ સ્ટેટ મેં જાકર એક સાથ એટેક કરને કી ફિરાકમેં હે."(ઉપવ)
"આલ્ફા ટુ ડેલ્ટા... વો લોગ કહા પહુચે હે! હમ ઉનકો વહી ઢેર કરેંગે."
"સર.. વો 3457 બોર્ડર પીલર કે પાસ રેત કે ભીતર કોઈ સુરંગમેં ઉત્તર રહે હે."
"ઓકે તુમ વહા પર નજર બનાયે રખો ઔર કોઈ હિલચાલ હો તો બતાના"
"જી સર..જય હિન્દ ઓવર એન્ડ આઉટ"

મેજર સાહિલ સુરંગ ક્યાં નીકળતી હશે તેનો વિચાર કરી રહ્યા હતા ત્યાંજ બી.એસ.એફ ના ઓફિસર એક સિવિલયનને લઈ આવે છે.
"મેજર સાબ યે બંદા રેત કે ભીતર સુરંગ કે બારે મેં જાનતા હે."
સાહિલની આંખોમાં ચમક જોવા મળી, "કયા તુમ્હે માલુમ હે? પીલર નં 3457 કે પાસ વાલી સુરંગ કહા નિકલતી હે?"
પેલો વ્યક્તિ થોડો ગભરાઈ ને,"સર.. મેં ને કુછ નહિ કીયા, મુઝે જાને દો."
સાહિલ સિવિલયનના ચહેરા પરનો ખૌફ જોઈ થોડો નરમાશથી વર્તવા લાગ્યો, "દેખ મેરે ભાઈ.. હમ તુમકો જાને દેગે પર પહેલે યે બતાદે સુરંગ કહાં નિકલતી હે."
પેલો વ્યક્તિ સાહિલની વાતમાં સહાનુભૂતિ મહેસુસ કરતા, "જી સર.. મેં આપકો બતાતા હું પર બાદ મેં મુજે જાને દેના, મેં બાલ બચ્ચા વાલા હું મુજે ઇન જમેલોમેં મત ઘસીટના."
સાહિલ તેના ખભે હાથ મુકી તેને છોડી દેવાની સહમતિ દર્શાવે છે. અને તુરંત એ વ્યક્તિ સાથે મેજર સાહિલ, બી.એસ.એફ ના ઓફિસર અને પુરી પલટન ડોટ મૂકે છે.
*******
ઘડિયાળનો કાંટો દોડી રહ્યો હતો. 7:30ના સુમારે તે લોકોને લેવા સ્પેશિયલ આર્મીની જીપ આવી પહોંચવાની હતી. તૃષા, બા અને બાપુજી તૈયાર થઈ બેઠા હતા અને રિધ્ધી સાહિલના ફોટામાં તેની આંખો તાકતી ચુપચાપ રડી રહી હતી મેડલ લેવા જવાના વિચારોથી જ તેના અંગે અંગમાં ધ્રુજારી છૂટતી હતી. પલંગ પર તેને પહેરવાની સાડી પડી હતી પણ તૈયાર થવાનું મન ન હોતું થતું.
બાપુજીનો બહારથી અવાજ સંભળાયો, "રિધ્ધી બેટા.. જીપ આવી ગઈ છે. જલ્દીથી તૈયાર થઈ આવી જા." રિધ્ધી અણગમા સાથે ઝડપથી તૈયાર થાય છે અને તુરંત બહાર આવે છે ત્યાં આર્મી યુનિફોર્મમાં સજ્જ સાહિલનો જ મિત્ર મેજર કિરણસિંહ જોવા મળે છે. રિધ્ધીએ સાહિલની છેલ્લી બર્થડે પાર્ટી કિરણસિંહની મદદથી ઉજવી હતી. બન્નેની આંખો મળે છે અને ક્ષણભરમાં એમની સામે બર્થડે પાર્ટીની યાદો તરવરી ઉઠે છે.રિધ્ધી થોડી ભાવુક બને છે.મેજર કિરણસિંહ રિધ્ધીની પરિસ્થિતિનો તાગ કાઢી નીચું જોઈ જાય છે અને ઈશારા વડે સૌ ને જીપમાં બેસવા કહે છે. બધાં જીપમાં ગોઠવાય છે અને ત્યારબાદ કિરણસિંહ ડ્રાઇવિંગ સીટ પર બેસી જીપને રાજપથ તરફ હંકારી જાય છે.
******
"સાબજી દેખો વહા સુરંગ કે ભીતર સે સબ નિકલ રહે હે"
સાહિલ એક પછી એક સુરંગ માંથી નીકળતા લોકોને જોઈ તેના પર હુમલો કરવા થનગની રહ્યો હતો પણ ચોક્કસ સમયની રાહમાં પહેલા તેની પલટનને દુશ્મનોની ત્રણે બાજુએ ગોઠવાઈ જવાની ઇશારાથી સુચના આપી. બધા જ આંતકીઓ સુરંગની બહાર નીકળી ઝડપી ચાલે સુરંગથી થોડે દુર રહેલ આડશ પાસે બધા ગોઠવાઈ છે. તેઓનો આગેવાન બધાને આગળનો પ્લાન સમજાવા લાગ્યો.
બરોબર એ મોકાનો ફાયદો ઉઠાવી મેજર સાહિલ એટેક કરવાનો ઈશારો કરે છે. અને એક સાથે જ ત્રણેય દિશા માંથી INSAS એસોલ્ટ રાયફલથી ફાયરિંગ શરૂ થાય છે. અચાનક થયેલા હુમલાના લીધે આંતકીઓ થોડા ગભરાઈ છે અને 4 આંતકીઓ ઠાર થઈ જાય છે પણ તુરંત જ એકબીજાથી દુર થઇ જુદા જુદા આડશોમાં બાકીના આંતકીઓ ગોઠવાઈ એકે 47 અને એકે 56થી સામું ફાયરિંગ શરૂ કરે છે. થોડીવારે દુશ્મનો તરફથી ફાયરિંગ ધીમું પડે છે. મેજર સાહિલ પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે માલુમ પડે છે કે મોટા ભાગના આંતકીઓ ઠાર થઈ ગયા હોય છે જ્યારે કેટલાક ઘાયલ થઈ ગયા હોય છે. સામું ફાયરિંગની શકયતા હવે નહિવત જણાય છે.
મેજર સાહિલ ઈશારા વડે બીજી ટુકડીઓને છુપાઇ રહેવાનો ઈશારો કરી પોતે બે સૈનિકોના બેક અપ સાથે આગળ વધે છે. દૂરથી ઘાયલ થયેલા અને થોડી હલનચલન કરતા આંતકીઓનો નિશાનો લઈ ઠાર કરે છે. ઝડપી ચાલે આગળ વધતા તેના આગેવાન નજીક પહોંચે છે અને તેને જીવતો પકડે છે. કુલ 58 આંતકીઓને ઠાર કરી તેના અગેવાનને જીવતો ઘાયલ અવસ્થામાં ગિરફતમાં લે છે. ઓપરેશન સફળ થયાની જાણ તે વાયરલેસ પર તેના ઉપરી અધિકારીને કરે છે. ઠાર થયેલા આંતકીઓને એકઠા કરવાનું કામ પલટનના સૈનિકો કરવા લાગે છે. મેજર સાહિલ જીપમાં જીવતા આંતકવાદીને લઈ બેઝકેમ્પ તરફ જાય છે.
*******
રાજપથ પાસે મેજર કિરણસિંહ જીપ ઉભી રાખે છે. રિધ્ધી , બા-બાપુજી અને તૃષાને તેની બેઠક તરફ લઈ જવા એક બીજા સોલ્જરને સુચના આપે છે. 26 જાન્યુઆરી- ગણતંત્ર દિવસની ઉજવણી માટેની તૈયારીઓ જોઈ તૃષા ખુબજ ગદગદિત થઈ જાય છે. થોડી જ વારમાં બધા વી.આઈ.પી ડેલીગેટ્સ આવવા લાગે છે. 8 વાગ્યા સુધીમાં તો રાજપથ નેતાઓ, મહેમાનો, વિદ્યાર્થીઓથી ભરચક થઈ જાય છે.
મુખ્ય મહેમાન સાથે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ફ્લેગ હોઈસ્ટિંગ કોરિડોરમાં પહોંચે છે અને તિરંગાને ફરકાવવામાં આવે છે. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને શહીદી વહોરનારા સૈનીકો, જાંબાઝોને મેડલ દેવાનું શરૂ થાય છે. રિધ્ધી બધી પ્રક્રિયાઓ નિહાળતી હોય છે તૃષા તેના પપ્પાને મળવાના મેડલના એનાઉન્સમેન્ટની રાહ જોતી હોય છે. ત્યાંજ એનાઉન્સમેન્ટ થાય છે.
"59 ઘૂસપેઠીયો કા અપની 30 સૈનિકો કિ પલટન કે સાથ સામના કરકે 58 આંતકીઓ કો મોત કે ઘાટ ઉતાર દેને કે બાદ એક જીંદા આંતકવાદી કો અપની ગિરફત મેં લેકર અપને સાથ કેમ્પ પર લે જાતે વખ્ત,આંતકવાદી અપને સીને પર છુપાયા હુવા બમ્બ દબાકર અપની જાન ગવા દેતા હે ઓર ઉસકે સાથ મેજર સાહિલ વર્મા ભી શહીદ હો જાતે હે. કચ્છકી સરહદ પર અપને સાહસ ઓર સૌર્ય કા પ્રમાણ દે તે હુએ દેશ કે લિયે અપની જાન ગવાને વાલે ઓર સૌર્ય ચક્રસે નવાજે હુયે મેજર સાહિલ કો 'પરમવીર ચક્ર' સે સન્માનિત કિયા જાયેગા. જો સ્વીકારને કે ઉનકી ધર્મપત્ની રિધ્ધી વર્મા ઉપસ્થિત હે."
નિરાશ ગમગીન ચહેરે ઔપચારિકતા પૂર્ણ કરવા હેતુ પોતાની અંદર રહેલા અશ્રુઓના મહાસાગરને ઉછળતા રોકી રિધ્ધી મેડલ સ્વીકારે છે ત્યારે તૃષા પપ્પાનું નામ બોલાતા જ ઉછળી પડી જોર જોરથી તાળી પાડી પપ્પાને મળેલા મેડલને વધાવવા લાગી. નાનકડી બાળકીનું શહીદ પિતાને મળતા મેડલ માટેનો જુસ્સો જોઈ સૌ કોઈ અચંબિત થયા. તૃષા જોર જોરથી જય હિન્દ અને વંદે મતરમના નારા લગાવે છે. અને આજુ બાજુ બેઠેલા સૌ તેને સાથ આપે છે.
જીવથી વ્હાલુ છે મારુ આ વતન, થવા નહીં દઈયે કદી તેનુ પતન....
આપણા ફર્જને ચોક્કસ નીભાવીશું, કરીશું સાથે મળીને જ તેનુ જતન........
ઍક ટુકડો પણ નહીં મળે ક્યારેય, ધૂળ ચટાવીશું સાંભળી લે દુશ્મન....
જાન પણ આપીશું તારી શાન માટે, સાથેજ લઈને ફરીયે છે અમે કફન....
કોટિ કોટિ વંદન કરીયે અમે , હે ધરતી મા ! સ્વીકારો આ નમન....

✍️ઉજાસ વસાવડા
ujasvasavada@gmail.com