આપણા સમાજ ની એક પ્રથા જેને આપણે ARRANGE MARRIAGE તરીકે ઓળખીયે છીએ..એમાં જે છોકરો છોકરી જોવા જવાની જે પ્રથા ઈ કઈક અલગ જ પ્રસંગ હોય છે.... આપણા માંથી ઘણાય એ આ અનુભવ્યું હસે...
આ પ્રસંગ પર લખવાનું મન એમ થઈ આવ્યું ...
જેમાં ક્યાંક જનમો જનમ ના ભેરુ મળી જાય છે...તો ક્યાંક ખાતા મીઠા દોસ્તી ના સંબંધ બની જાય છે ..
તો ક્યાંક સંબંધ વેર વિખેર પણ થઈ જાય છે...
હમણે એક છોકરી જોવા જવાનું થયું... વાત આપણા હવે આ જમાના માં કેહવાય એવા ડીજીટલ વાતગડિયા તરફ થી whatsapp થી આવેલ.... છોકરી નો ફોટો જોઈ ને મન માં રાજીપો થઈ ગયો..." વાહ ,સુ વાત છે... કઈ છોકરી છે"..
અમુક અંશે તો મારા જેવા છોકરા ત્યાર થી જ સંસાર ના બધા સપના જોઈ નાખે છે....
હવે સરનામા ની આપલે થતાં આપણા આજ ના જમાના ના busy જીવન નો રવિવાર નો દિવસ પસંદ કરવામાં આવ્યો....
હું તો જાણે આજે ને આજે જ પરણી જવાનું હોય એમ ..મનમાં હિલોળા લેતો નીકળી પડ્યો.....
આપણો દેશ હજી એટલો advance નથી જ થયો કે આંતર ધર્મ કે પછી આંતર જ્ઞાતિ લગ્ન ની આ નવી પેઢી ને પણ છૂટ મળે... ઘણા ના દિલ તૂટતાં આવ્યા છે.. ને રેહસે...
ખેર આપણે એમાં નથી જાઉં
હા તો... મારા ને છોકરી ના ઘરના વચ્ચે શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો... ને હું એક ડાહ્યો ને સંસ્કારી છોકરો બની ચૂપ ચાપ બધું સંભાળી રહ્યો હતો.... ત્યાં આ શાસ્ત્ર માં ભંગ પડે એમ એક અપ્સરા હાથ માં ત્રે લઈ પાણી આપવા આવી... મે હાથ લંબાવ્યો ગ્લાસ લેવા તો મને આપ્યાં વગર બાજુ માં બેઠેલા મારા પપ્પા ને આપ્યું.....મન માં ખચકાટ તો થયો જ... કે આપણી વિકેટ પડી ગઈ.... પણ આ તો લગ્ન ની આશા છે .... એમ એય થયું કે છોકરી સંસ્કારી છે પેહલા મારા પપ્પા ને આપ્યું... વાહ ફાવી ગયો....!!!
હવે બીજો અધ્યાય ત્યારે ચાલુ થયો... જ્યારે ચા બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો... ને મે એમાં ટપકું મૂકતા કીધું " હું ચા નથી પીતો.".. ને મારા ન થનાર સસરા બોલ્યા "બેટા, એક કપ કોફી બનાવજે..'...
આ વખતે પણ ફરી એ જ થયું... હાથ લાંબો આપમેળે થઈ ગયો... પણ તોય પેહલા ચા પપ્પા ને જ ગઈ.....મે વળી વિચારી લીધું કે ફાવી જ ગયો...
ને એકલા માં વાત કરવાનો એ સુવર્ણ સમય આવી ગયો...જેની હું કલ્પના એને જોઈ ત્યાંથી કરતો હતો.... રાજી થતો હું એની પાછળ ગયો....
ને વાત ચાલુ થઈ..." તમારું નામ સુ છે?"
મીઠો અવાજ સાંભળી મન માં તો થયું આખા ખાનદાન નું નામ કઈ દઉં...
પણ મે મારા ઉત્સાહ ને જાળવતા નામ પ્રેમ થી કઈ દીધું....
" સુ ભણ્યા છો? ને સુ કરો છો?
મે કીધું કે ફલાણું ભણ્યો છું .. ને ફલાણું કામ કરું છું ને સારું એવું કમાઈ લઉં છું... આપણે ને વાંધો ના પડે એટલું....
" તમારે કઈ પૂછવું હોય તો પૂછો."
ને હું તો હરખપદુડા ની જેમ પૂછવા નું શરુ કરી નાખ્યું...
"તમે સુ ભણ્યા છો ? સુ કરો છો... આગળ ભણવા માંગો છો? કે નોકરી કરવાની ઈચ્છા છે?. વગેરે વગેરે...
એક નવા જમાના ની સ્ત્રી ને જે પોતાના પગ પર ઉભા રહી પોતાનું જે માન જોઈતું હોય... જે સન્માન ને વિશ્વાસ એ ઈચ્છતી હોય એ બધું મે સવાલ ને સમજણ સાથે જણાવી દીધું....
પણ મને ક્યાંક ખૂણે લાગ્યું કે આ જ્ઞાન જો મે ઘરના સામે કીધું હોત તો એમને એમ લાગી ગયું હોત કે આ આખા સંસાર માં મારો જ દીકરો છે સમજણ વાળો....
ખેર આ સમજણ તો છોકરી જોઈ ને આવી જ જાય બધા છોકરા ને... એમાં નવાઈ નથી....
ત્યાં તો વચ્ચે જાણે મારા જ્ઞાન ને છિન્ન ભિન્ન કરી નાખ્યો હોય એમ અવાજ આયો..." ચાલો જઈશું"
હવે મને પાક્કું થઈ ગયું હતું કે આપની વિકેટ સાચે પડી જ ગઈ....
મુલાકાત નો સમય પૂરો થયો... હું હરખ ઘેલો કહીને આવ્યો કે મારા તરફ થી સંપૂર્ણ હા છે... જે હોય એ જવાબ આપજો....
ને હજી જવાબ આવે જ છે ... રસ્તા માં છે....
હવે આપણે જઈ એ થોડા ફ્લેશ બેક માં .....
છોકરી ને બીજો છોકરો પસંદ હતો... જે એમના જ સમાજ નો હતો પણ કઈ કામ ધંધો કરતો નઈ..... છોકરી ના ઘરના ને આ વાત ની જાણ થતાં એને ભણવા માંથી ઉઠાડી લીધી હતી જેનાથી એનું અભ્યાસ રોકાઈ ગયું.... ઘરના ને થયું આ નવી પેઢી જે અમથી પણ કોઈ નું માનતી નથી... વળી ભાગી જાય તો સમાજ માં નાક કપાઈ જાય... એટલે જલ્દી પરણાવી નાખો... બીજી બાજુ છોકરી હથ લઈ બેઠી હતી કે એની જ જોડે લગ્ન કરશે....
હવે વાત રહી આમાં મારા જેવા ની.. કે જે એમનું status બનાવવા માં આ બધા લફડા નથી કરતા... એવું વિચારી કે પેહલા સરખા થઈ જાય પછી આખી જિંદગી છે... અમને આ ખબર હોતી નથી ને બસ આમ ઘણી જગ્યા એ થી રીજેકટ થઈ એમ માની લઈ છીએ કે આપણે કોઈ ના લાયક નથી....
એક છે એ છોકરી જે એમ માને છે કે હું મારા પ્રેમી ને સુધારીસ... એક છે છોકરો કદાચ એના આવ્યા પછી કામ ધંધે ચડી જાય....
એક છે માં બાપ જે એમ વિચારે કે અમારી દીકરી જ્યાં જાય ત્યાં સુખી થાય.... એવો છોકરો શોધીએ કે છોકરી સુખી થાય...
હવે આવા બધા માં ... અમારો સુ વાંક?????
😄