Preet ek padchhayani - 6 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૬

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૬

સુપરસ્પેશિયાલિસ્ટના રૂમમાંથી ગયાં બાદ પ્રિતીબેન તરત બોલ્યાં, બેટા અન્વય આવી વાત તો તે અમને પણ કોઈને નથી કરી.અમને તો એમ કે કોઈ એક્સિડન્ટલ ઘટનાં બની છે પણ આ તો બધું કંઈ અલગ દિશા તરફ જ લઈ જાય છે...

પરેશભાઈ : હા બેટા..તો બધી શરૂઆત ત્યાંથી જ થઈ હતી..હવે સમજાયું...

બધાં વાતોમાં છે ત્યાં જ એક વોર્ડબોય આવીને અન્વયને કહે છે, ડોક્ટર આપને એમની ચેમ્બરમાં બોલાવે છે...એ સાંભળતા જ અન્વય તેની પાછળ જ એ રૂમ તરફ જાય છે.

અન્વય ત્યાં જઈને ડોક્ટરની સામે બેઠો છે..તેના ધબકારા વધી ગયા છે કે શું કહેશે..

મિસ્ટર અન્વય !! સાંભળતા જ અન્વયે તેમની સામે જોયું તો ડોક્ટર બહું શાંતિથી અને ગંભીરતાથી વાત કરતાં બોલ્યા, પહેલાં તો એક વાત કે મિસીસ લીપીનો આ કેસ સામાન્ય નથી.અમારા મેડિકલ ભાષામાં કહીએ તો તેમના બધાં વાઈટલ્સ નોર્મલ છે‌..તેમને બહારથી કહીએ તો એવી કોઈ ખાસ એક્સ્ટર્નલ ઈન્જરી નથી..તમે કહ્યાં પ્રમાણે એ થોડો સમય પહેલાં જાગ્યાં પણ હતાં પણ થોડી જ મિનિટોમાં ફરી એ જ અવસ્થામાં આવી ગયાં.ઘણીવાર એવું બને કે છેલ્લે તેમનું માઈન્ડ કોઈ ઘટનાં સાથે જોડાઈ ગયું હોય એ તેમના અનકોન્સિયસ માઈન્ડમાં એક સેટ થઈ ગયું હોય..તો માણસ એ વ્યક્તિ કે ઘટનાં વિશે વાત કર્યા કરે.

અન્વય : આ બધાંનો કોઈ ઉપાય ??

ડૉક્ટર : કોઈ મોટાં ન્યુરોસર્જનનો ઓપિનિયન લઈ શકાય.. અમારાં મુજબ આવાં પેશન્ટમાં કંઈ કહી શકાય નહીં...કે ક્યારે તે કોન્સિયસ થાય...એક લાસ્ટ ઉપાય કરી શકાય...શોક આપીને પ્રયત્ન કરી શકાય..

ડૉક્ટરનો આવો જવાબ સાંભળીને અન્વય ચિંતિત સ્વરે બોલ્યો, મેડિકલ અત્યારે આટલું બધુ આગળ વધી ગયું તો કંઈક તો એનો ઉપાય હશે ને ?? ને શોક તો...ના હું એવી પરમિશન ના આપી શકું. આપે તો આપના આટલાં વર્ષોમાં પ્રેક્ટિસ દરમિયાન આવા પેશન્ટ તો જોયા હશે ને ??

ડૉક્ટર આ વાત સાંભળીને એક નિરાશા સાથે બોલ્યાં, જો તું મારા દીકરા જેવો છે એટલે કહું હું ઈન્ડિયા અને ફોરેનમાં છેલ્લા પીસતાલીસ વર્ષથી પ્રેક્ટિસ કરૂં છું...અને એમાં આ હોસ્પિટલ સાથે છ વર્ષથી જોડાયેલો છું...આવા બે કેસ મેં જોયાં છે...એમને હું ક્યારેય નહીં ભુલી શકું.

અન્વય વચ્ચે જ ભાવુક થઈને બોલી ઉઠ્યો, તો તો તમે મારી લીપીને ફરી પહેલાં જેવી કરી શકશો ને ??

ડોક્ટર : બેટા મેં શું કહ્યું?? મે આવાં બે કેસ જોયાં છે સોલ્વ કર્યા છે એવું નથી કહ્યું...અને એ પણ આ જ હોસ્પિટલમાં અને આવી જ હાલતમાં આવેલું પેશન્ટ..

અન્વય નિરાશ વદને બોલ્યો, તો એમનાં કેસ સોલ્વ થયાં જ નહોતાં?? કે એ પછી બીજાં કોઈ પાસે ગયા હતાં??

ડૉક્ટર : બેટા એક તને નવાઈ લાગશે કે એ બે કેસ પણ આ જ રૂમમાં આવી જ રીતે આવ્યાં હતાં...પણ એકનું તો બેડ લક કે તેનું બે જ દિવસમાં મૃત્યુ થયું હતું... જ્યારે બીજાંને કદાચ બે દિવસ પછી કદાચ બહાર ક્યાંક હોસ્પિટલમાંથી ડામા ડિસ્ચાર્જ લઈને અહીંથી લઈ ગયા હતા. પછીનું મને નથી ખબર દીકરા...કારણ કે એ પછી તરત હું બે જ દિવસમાં મારી એક કોન્ફરન્સ માટે ન્યુયોર્ક ગયો હતો....આ પછી મે ક્યારેય આવો કેસ જોયો નહોતો.અને હું અહીં મહિનામાં એક જ વાર આવું છું.

અન્વય : ઓકે થેન્કયુ સો મચ ડૉક્ટર...આટલી માહિતી પણ
મારા માટે બહું છે...ને તે ઝડપથી મનમાં કંઈક વિચાર સાથે કેબિનમાંથી બહાર નીકળી જાય છે...

અન્વય રૂમમાં પ્રવેશે છે તો એ સાભળે છે કે બધાં હવે ડૉક્ટર ને બદલે મંત્ર, તાંત્રિક, ભુતપ્રેત ની વાતો કરી રહ્યાં છે..લીપીને કઈ જગ્યાએ લઈ જવાય એ માટે બધાં પોતાનાં અનુભવ, સાંભળેલી વાતો અને તારણો પરથી પોતાનાં મત જણાવી રહ્યા છે... કદાચ જો બે દિવસ પહેલાં આવી વાત હોત અન્વયે આ જ ક્ષણે બધાંને આવી અંધશ્રદ્ધાની વાતો કરવા માટે ખખડાવી કાઢ્યા હોત !! પણ આજે એ ખુદ જાણે અજાણે આ વાતો પર વિશ્વાસ કરવાં મજબૂર બની ગયો છે....

તે જેવો રૂમમાં પ્રવેશ્યો કે બધાં વાત બંધ કરીને એકસાથે પુછવા લાગ્યા, શું થયું બેટા ?? શું કહ્યું ડૉક્ટરે ??

અન્વય : બેટા હવે અહીં કંઈ શક્ય નથી..તે ટુંકાણમાં બધી વાત કરે છે...અને એ સાથે જ જેક્વેલિન સિસ્ટરની તેણે જે વાત સાંભળી હતી એ જણાવી હતી એ પણ કહી...

આ બધાં પરથી એક વાત તો નક્કી છે કે જેવી મેડિકલ સાયન્સની દુનિયા છે એવી જ કદાચ બીજી બુરી શક્તિની કે જે પેરાનોર્મલ ઘટનાંઓ સાથે જોડાયેલી પણ દુનિયા છે..આ પરથી એ તો છે જ કે જેક્વેલિન સિસ્ટર ડોક્ટર કરતાં વધારે કંઈક જાણે છે તે આપણને આમાં મદદ કરી શકે...

પ્રિતીબેન : આપણે લીપીને વડોદરા લઈ જઈને બતાવીએ તો ?? ત્યાં વડોદરા નજીક એક આ જાણનાર એક છે તે બહું સારૂં કરે છે આ બધાં માટે...

અન્વય : પણ આ શા માટે થાય છે..અને લીપી સાથે જ કેમ થયું ?? ત્યાં અમારા સિવાય પણ થોડા ઘણાં લોકો તો હતાં જ.... એનું જડ તો અહીં જ છે એને જાણ્યા વિના કદાચ ત્યાં આપણને કોઈ હેલ્પ નહીં કરી શકે..

પરેશભાઈ : પણ અહીં કોણ જણાવશે આપણને હકીકત ??

અન્વય : જેક્વેલિન સિસ્ટર...મે એમનું સરનામું પણ લઈ લીધું છે..‌.. હું ત્યાં જ જાઉં છું...પણ મારી સાથે કોઈ લેડીઝની જરૂર પડશે કારણ કે હું જેન્ટ્સ થઈને ત્યાં એકલો જાઉં તો એ પહેલાં મારો વિશ્વાસ કરીને વાત પણ ન કરે એવું બની શકે...કારણ કે એના પરિવારમાં કોણ છે એ પણ આપણને ખબર નથી.

પ્રિતીબેન એકદમ બહાદુર છે તેમનાં ગુણ જ વધારે લીપીમાં આવ્યાં છે...અને આમ પણ એક મા પોતાનાં સંતાન માટે કંઈ પણ કરવાં તૈયાર હોય...તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા હા પાડી દીધી અને ઉભા થઈને તૈયાર થવા માંડ્યા.

બધાં જ પછી તો આવવા તૈયાર થઈ ગયાં પણ લીપીને અહીં સાચવવાની હતી...સાથે જ એટલાં બધાનું કોઈનાં ઘરે એમ જવું યોગ્ય નહોતું....

પરેશભાઈ : અનુ...એક કામ કર.. હમણાં અડધો કલાકમાં જ અપુર્વ અહીં પહોચે છે તો એક કામ કરીએ જો મારી જરૂર હોય તો હું અને એવું હોય તો અપુર્વ ને સાથે લઈ જા...તમે બે ભાઈ હશો અને પ્રિતીબેન હશો તો વાંધો નહીં આવે.

અન્વય : હા પપ્પા અમે બે ભાઈઓ અને મમ્મી જ જઈએ.આમ પણ અહીં બે જેન્ટસ હોય તો સારૂં...બસ તો અપુર્વ આવે એટલે ફટાફટ નીકળીએ...જો અહીં કંઈ ના માહિતી મળે તો પછી કંઈ પણ રાહ જોયા વિના બરોડા કે અમદાવાદ લઈ જઈશું...

*. *. *. *. *.

બધાં થોડો નિરાંત અનુભવીને ભગવાનનું નામ લઈને નીકળ્યાં... પહેલાં તો થોડું બહાર નીકળ્યાં પછી માંડ એક ગાડી મળી...પણ એ પણ બહુ પૈસા આપતાં સ્પેશિયલ વ્હીકલ તરીકે ત્યાં આવવા તૈયાર થઈ...

જવાનો રસ્તો લગભગ ચાલીસેક મિનિટ જેટલો છે એવું ગાડીનાં ડ્રાઈવરે જણાવ્યું...ગાડીમાં બેસીને તેમાં એસી ચાલું થતાં જ ગઈ કાલ સવારથી આમ જ થાકી ગયેલો અન્વય દસ જ મિનિટમાં સુઈ ગયો...

થાકના કારણે ઉંઘ તો આવી ગઈ પણ ફરી ચિંતામાં તે ઉઠી ગયો પંદર જ મિનિટમાં..પણ આટલી ઉંધ પણ તેના માટે અત્યારે બહુ સારી હતી....ને ઉઠીને તે ફરી વિચારોમાં ગરકાવ થઈને લીપી સાથેની એ મીઠી યાદોમાં ખોવાઈ ગયો.

*. *. *. *. *.

લીપી આજે સવારથી બહુ ખુશ થઈને તૈયારી કરી રહી છે કારણ કે કાલે અન્વયનો બર્થડે છે..અને એટલાં માટે જ તે તેને સ્પેશિયલ સરપ્રાઈઝ આપવા અમદાવાદ જઈ રહી છે...પણ અન્વયને તો તેણે એમ જ કહ્યું છે કે મારે ડિઝાઈનિગ નું વધારે કામ હોવાથી તે નહીં આવી શકે...એટલે અન્વય થોડો લીપી પર ગુસ્સે પણ હતો...પણ અત્યારે એને આમ અન્વયને પજવવાની મજા આવી રહી છે...

તે તેના દિયર અપુર્વ સાથે મળીને આ બધો પ્લાનિંગ કરી રહી છે એટલે એને અન્વયની બધી હિલચાલની ખબર જ હતી...તે પાંચ વાગ્યા પછી ત્યાં જવા માટે નીકળી ગઈ... લગભગ આઠેક વાગે અમદાવાદ પહોંચતાં જ અપુર્વ તેને લેવા આવી ગયો‌... અન્વય તો ઓફિસમાં હોવાથી તેને કંઈ ખબર જ નહોતી...આજે એની સગાઈ પછી પહેલો બર્થ-ડે હતો અને લીપીએ ના પાડી એટલે એ મુડમાં નહોતો.

લીપીના મમ્મીએ ફોન કર્યો તો કહે મમ્મી આજે લેટ થશે. એને ગુસ્સો આવતો હતો અને ઘરે જાય તો ખબર પડી જાય ને બધાં પુછ્યાં કરે એટલે એણે પેન્ડિગ કામ કરી દેવાં વિચાર્યું... પહેલાં તો એનાં મમ્મીએ વહેલાં આવી જવા કહ્યું પણ એમણે વિચાર્યું કે સારૂં રહેશે.બધુ સરપ્રાઈઝ પણ સચવાઈ રહેશે એમ વિચારીને એમણે સારૂં કહી દીધું.

અન્વય છેક રાતે કામ પતાવીને અગિયાર વાગ્યે ઘરે આવ્યો.બધી જ તૈયારી થઈ ગઈ હતી...લીપી ઘરમાં હોવાં છતાં તે અત્યારે અન્વયને મળી શકતી નહોતી...તે અપુર્વના રૂમમાં બેઠી છે.... પોણા બાર થતાં જ અન્વય કહે છે ચાલને ભાઈ આંટો મારી આવીએ ત્યા સુધી બધું સેટિંગ થઈ ગયું હતું.... અન્વયની ના હોવા છતાં તે તેને પરાણે બહાર લઈ ગયો... ત્યાં એક મસ્ત નાનકડાં રેસ્ટોરન્ટ પાસે ગાડી પાર્ક કરી. અન્વયની કોઈ પણ વાત સાંભળ્યાં પહેલાં અપુર્વ બોલ્યો, ભાઈ તમે અંદર બેસો... હું હમણાં જ પાંચ મિનિટમાં આવ્યો...

અન્વય અહીં પહેલી વાર આવ્યો હતો..એટલે એ અંદર આમતેમ જોતો જઈ રહ્યો છે ત્યાં બે વેઇટર આવીને તેણે અંદર આવવા કહે છે...અન્વયને રિક્વેસ્ટ કરીને અંદર લઇ ગયાં...અંદર જતાં જ અન્વય દરવાજો ખુલતાં જ તે એકદમ સરપ્રાઈઝ થઈ ગયો...તેની આંખો પહોળી થઈ ગઈ...અને ચહેરા પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ....

શું હશે લીપીની અન્વય માટે સરપ્રાઈઝ ?? જેક્વેલિન સિસ્ટર મળશે ખરાં અન્વય એ લોકોને ?? કોઈ માહિતી મળશે ખરી ત્યાંથી ?? કે પછી ખુલશે કંઈ નવાં જ રહસ્યો ??

અવનવાં રોમાંચ અને રોમાન્સ ને રહસ્યો ને માણો , પ્રિત એક પડછાયાની - ૭ માં... બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....