Parth in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | પાર્થ

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

પાર્થ

શહેર ની બહાર આવેલી જીઆઇડીસી માં મંદી ના કારણે ઘણી ફેક્ટરી બંધ હતી. અમુક તો દિવસ પૂરતી ચાલુ રહેતી. પણ પેલા ની જેમ ધમધમતી ન હતી.

રોજ ટાઇમ સર જીઆઇડીસી મા જતો પાર્થ આજે પણ બપોર ના સુમારે બાઇક લઇ જઇ રહ્યો હતો. એક ફેક્ટરી પાસે થી પસાર થયો ત્યાં કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો પણ પાર્થ તે અવાજ ને સમજી ન શક્યો લાગ્યું કોઈ મજૂર નું બાળક રડી રહ્યું છે ત્યાં કોઈ ની મોટી ચીસ સંભળાઈ  એટલે પાર્થ બાઇક રોકી ને અવાજ બાજુ નજર કરી તો કોઈ દેખાયું નહીં.

આવી રહેલો અવાજ પર કાન માંડયા ત્યાં જીણો અવાજ આવ્યો તે દિશામાં પાર્થ ગયો ત્યાં બંધ હાલત માં ફેક્ટરી હતી. ત્યાં જોયું તો ત્યાં પણ કોઈ દેખાયું નહીં. એટલે ફેક્ટરી ના પાછળના ભાગમાં ગયો. ત્યાં તેને જીણો અવાજ સંભળાયો એટલે પાર્થ ને પાકું થઈ ગયું કે કોઈ તો છે આ ફેક્ટરી મા. બધી બાજુથી જોયું પણ મેઈન ગેટ સિવાય ક્યાંય થી અંદર જવાતું ન હતું. અને ગેટ પર તો તાળું લાગ્યું હતું.

થોડી વાર તો વિચાર આવ્યો જે હોય તે હું કામ પર જતો રહું. પણ પછી થયું કાંઈક તો છે અહીં નહીંતર કોઈ અહીં આવી રીતે રડતું ન હોય ને આ બંધ હાલત ફેક્ટરી મા. થયું સાંજે ઘરે જઈશ ત્યારે પોલીસ ને જાણ કરતો જઈશ. પાર્થ જેવો બાઇક પાસે પહોંચ્યો ત્યાં ગેટ ખોલવાનો અવાજ આવ્યો. પાછું વળીને જોયું તો ચાર વ્યક્તિ ગેટ પાસે હતા ને ગેટ ખૂલતા તે અંદર ગયા.

પાર્થ સમજી ગયો કાંઈક તો છે આ ફેક્ટરી મા પણ શું કરવું તે સમજાયું નહીં. તે કામ પર જતો રહ્યો. આખો દિવસ તે વિચાર માં રહ્યો હતો. કામ પર થી રાત્રે નવ વાગ્યે છૂટયો. એટલે તે ફેકટરી પાસે ગયો બઘું સુનસાન હતું ક્યાય અવાજ આવી રહ્યો ન હતો. પણ મન મા કાંઈક તો છે એટલે ગેટ ની નાની તિરાડ માંથી નજર કરી તો દૂર કોઈ સુતુ હોય તેવું લાગ્યું. અંદર લાઇટ ચાલુ હતી એટલે લાગ્યું કે છે તો છોકરી પણ અહીં કેમ.? બારીકાઈથી નજર કરી એટલે નકકી થઈ ગયું છોકરી છે ને કપડાં સરખા પહેરેલા ન હતા. હવે પાર્થ તેને બહાર કઈ રીતે કાઢે તે સમજાયું નહીં ને સીધો પોલીસ સ્ટેશનમાં જઈ જાણ કરી. તેઓએ કહ્યું તમે જાવ અમે તપાસ કરીશું અને યોગ્ય લાગશે તો ફેકટરી વિરુધ્ધ કાર્યવાહી કરીશું. પાર્થ ઘરે જઈ સૂઈ ગયો.

બીજે દિવસે સવાર થયું તોય પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થઈ એટલે તે ફેકટરી પાસે જઈ ને જોયું તો તે છોકરીને એક ખુરશી સાથે બાંધેલી હતી. પાર્થ સમજી ગયો છોકરી કીડનેપ થઈ છે પણ બચાવી કેવી રીતે. કોઈ રસ્તો ન મળ્યો એટલે કામ પર જતો રહ્યો. કામ પર વિચાર કરતો રહ્યો તેને બચાવી કેવી રીતે. પોલીસ પણ કઈ કરી નહીં. આખરે એક રસ્તો મળ્યો રસ્તો મોત ના ખેલ જેવો હતો પણ બચાવવાનો ઈરાદો તેને હિંમત આપી રહ્યો હતો. તે કામ કરતો ત્યાં થી મોટું દોરડું લઈ આવ્યો ને તે ફેક્ટરી ના પાછળ ના ભાગ માં પહોંચ્યો. રાત નો સમય હતો ત્યાં કોઈ હતું નહીં. 

ફેકટરી બહું ઊંચી હતી એટલે ઘણી કોશિષ કરી પણ દોરડું ઉપર ફસાઈ શકતું ન હતું આખરે ખુબ મહેનત કરી ને દોરડું ઉપર રહેલા પતરા મા ફસાઈ ગયું . ને પાર્થ ધીરે ધીરે દોરડા વડે ઉપર ગયો. હાથ માં બીજું દોરડું હતું. તેણે તેના શરીર પર બાંધ્યું ને એક લોખંડનુ પતરુ ખોલી ધીરે ધીરે નીચે ઉતર્યો. તે છોકરી ત્યાં સૂતી હતી. કપડા ઢંગ માં ન હતા. પાર્થ પાસે જઈ જગાડી ને કહ્યું હું બચાવવા આવ્યો છું. પણ કોણ જાણે તે બસ પાર્થ સામે જોતી રહી. પાર્થ તેને દોરડું બતાવ્યુ એટલે તે સમજી ગઈ કે ખરેખર મને કોઈ બચાવવા આવ્યું છે. તે માંડ માંડ ઊભી થઈ ને પાર્થ ને તેને સાથે બાંધી ને દોરડા થી ઉપર ચઢવા લાગ્યા બહું મહેનત થઈ ચઢતા પણ હિંમત હાર્યા નહીં એટલે ઉપર પહોંચી ગયો. પાર્થ પતરા ફીટ કરી ને નીચે ઉતરી ગયા. પાર્થ તેને બાઇક પર બેસાડી ઘરે લઈ ગયો. 

તેને પહેલા ન્હાવા નું કહી પાર્થ તેને તેના માટે કપડા આપ્યા. તે ન્હાઈ ને આવી ત્યાં મમ્મીએ બનાવેલી રસોઇ ગરમ કરી તેને જમાડી અને તે પણ થોડુ જમ્યો પછી તેને કહ્યું તું કોણ અને ક્યાં થી આવી તે કહે, હું તને ત્યાં મૂકી જવ.

તેણે કહ્યું હું પેલા શહેર થી છું. હું તે શહેર માં જોબ કરતી. હું એકલી રહેતી હતી. એક દિવસ મારે ઘરે જવાનું મોડું થઈ ગયું હતું. રસ્તા પર મને કોઈ રીક્ષા ન મળી એટલે ચાલી ને જઈ રહી હતી ત્યાં એક ગાંડી આવી ને મને કીડનેપ કરી ને અહીં તે ફેક્ટરી મા લઈ આવ્યા તે ચાર વ્યક્તિ હતા. તેઓએ મારી દુષ્કર્મ ગુજાર્યો હું ઘણી મહેનત કરી છૂટવા ની કોશિશ કરી પણ નિષ્ફળ રહી. હું તેમને ઓળખતી ન હતી પણ તેઓ ખૂબ પૈસા વાળા લાગ્યા. બે દિવસ થયા ત્યાં તમે આવી મને બચાવી. હું બહુ થાકી ગઈ છું ને માનસિક રીતે ભાંગી ગઈ છું પ્લીઝ મને અત્યારે ઘરે લઈ જાવ પણ પ્લીઝ પોલીસ ને જાણ ન કરતાં તે લોકો તેની સાથે મળેલ છે. ખોટી મુસીબત માં આપણે પડી શું. 

પાર્થ તેને તેજ સમયે તેની બાઇક લઇ તેને તેના ઘરે પહોંચાડી ને તેને યોગ્ય સારવાર અપાવી તે જ્યાં સુધી સાજી ન થઈ ત્યાં સુધી યતીસ તેની સાથે રોકાયો. ને સ્વસ્થ થઈ એટલે યતીસ ઘરે આવ્યો.

જીત ગજ્જર