ભાડે કરેલી ગાડી એક શહેર તરફ જઈ રહી હતી. તેમાં લોકેશ અને તેના માતા પિતા લોકેશ માટે છોકરી જોવા જઈ રહ્યા હતા. પહેલી જ નજરમાં ગમી જાય તેમ લોકેશ ત્યાર થયો હતો. સારા કપડા પહેર્યા હતા, અતર ની સુગંધ લેતો લેતો ખુશ થઈ રહ્યો હતો. મનમાં એમ હતું આ ગાડી મારી છે. પણ સગવડ ન હોવાથી તે કાર લઈ શકે તેમ ન હતા. આવા વિચાર આવતા હતા ત્યાં ગાડી એક મકાનના દરવાજા પાસે ઊભી રહી.
દરવાજો ખુલતા જ શબ્દો સંભળાયા " આવો મહેમાન આવો "
લોકેશ અને મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ કહી અંદર પ્રવેશ્યા ને એક સાદા સોફા પર બેસી ગયા.
બેટા સાંભાળે છે મહેમાન આવ્યા ચા નાસ્તો લાવ તો જરા..!!!
રસોડા માંથી મધુર અને જીણો અવાજ સંભળાયો આવી બાપુજી....
કેતકી ચા ને નાસ્તો લઈ આવતી જોઈ લોકેશ તેને જોઈ રહ્યો આછો ગુલાબી ડ્રેસ પહેર્યો હતો ન મેકઅપ હતો કે ન કોઈ શૃંગાર છતાં પણ બહુ ખૂબસૂરત લાગી રહી હતી. કેતકી એ બધાને ચા નાસ્તો આપ્યો ને ત્રાસી નજરે લોકેશ ને જોયો. કેતકી ની નજરમાં લોકેશ સીધો સાદો લાગી રહ્યો હતો. ત્યાં થોડી કેતલી શરમાઈ ને રસોડામાં જતી રહી. ત્યાં તેની મમ્મીએ પૂછ્યું બેટા છોકરો ગમે છે.
થોડી શરમાઈ ને મોઢું હલાવી માં ને હા પાડી.
મા ત્યાં મહેમાન પાસે જઈ કેતકી ના પપ્પાને ને કહ્યું કેતકી ને પસંદ છે. તમને પસંદ હોય તો પાકું કરી નાખો.
એકબીજા થોડી વાતો કરે છે ને પસંદ આવતા કેતકી અને લોકેશ નો સંબંધ નક્કી કર્યો. ત્યાં વાત વાત મા લોકેશ ના પપ્પા કે કહી દીધું. અમે તમારી દીકરી ને સુખી રાખીશુ અમારી ઘરે વધુ જ છે તમારી દીકરી દુખી થાય તેવું નથી પણ જો એક કાર આવી જાય તો તમારી દીકરી ને ફરવા જવું હોય તો કોઈ તકલીફ ન પડે. વેવાઈ ખોટું ન લગાડતાં. હું દહેજ નથી માંગતો હું તો તમારી દીકરી ની ખુશી માંગુ છું.
બાપે દીકરી સામે જોયું કેતકી છૂપી રીતે જોઈ રહી હતી તેનો ઈશારો ના નો હતો પણ ઠેકાણું સારું હતું એટલે વેવાઈ એ હા પાડી ને લગ્ન ની તારીખ નક્કી કરી.
મહેમાન ગયા પછી કેતકી પપ્પાને ઘણું સમજાવે છે. કે લાલચુ માણસ કોઈ ને પ્રેમ કરી શકતું નથી તે બસ પૈસા ને પ્રેમ કરે છે તમે જાણી જોઈને મને કુવામાં ના ધકેલો.
ભીના અશ્રુ એ પપ્પા બોલ્યો. બેટા આ દહેજ પ્રથા પહેલેથી ચાલી આવે છે. આ સમય મા દહેજ આપીશું તો જ તારા લગ્ન થશે નહીં તો તારે કુવારી બેસી રહેવું પડશે.
પપ્પા મને દહેજ મંજૂર નથી. દહેજ તો હું નહીં આપવા દવ. ભલે મારે કુવારી રહેવું પડે.
પપ્પાની આજીજી થી કેતકી એ લગ્ન માટે હા પાડી દીધી.
જાન માંડવે આવી ગઈ હતી વરરાજા આવી મંડપમાં બેસી ગયા. થોડીવાર થઈ એટલે કન્યા પણ બાપ સાથે મંડપમાં આવી. મંગળ ફેરા ફરવા જઈ રહ્યા હતા ત્યાં લોકેશ કેતકી સામુ જોઈ ઈશારો કર્યો મારી કાર ત્યાં દીકરી નો બાપ સમજી ગયો એટલે વરરાજા ના હાથમાં કાર ની ચાવી આપી. મંગળ ફેરા ફરી વરરાજા તે કાર માં વહુ ને પોતાના ઘરે લાવ્યો.
લગ્ન ના બીજા દિવસે કેતકી ને લોકેશ કહે ચાલ ને આપણે કાર લઈ ફરવા જઈએ. કેતકી હા પાડે છે કે તરત ત્યાર થઈ જાય છે ને કાર પાસે જઈ કેતકી ની રાહ જોવા લાગ્યો. "જલ્દી કર કેતકી મોડું થશે " કેતકી પણ ઝટઝટ ત્યાર થઈ કાર માં બેસી ગઈ.
કાર રોડ પર ચડી એટલે સોંગ શરૂ કર્યા ને કાર થોડી સ્પીડ માં ચલાવવા લાગ્યો. કેતકી કહ્યું પતિ દેવ કાર ધીરે ચલાવો. પણ સાહેબ ક્યાં સમજે તેવા હતા. ત્યાં અચાનક કાર ની આગળ એક ભિખારી આવી ગયો. માંડ માંડ બ્રેક લાગી ને ભિખારી બચી ગયો. કાર ઊભી રાખી ને મોટા અવાજે લોકેશ બોલ્યો મને મારવો લાગે છે આમ આડો પડીને, તારી જેવા ભિખારી ને લીધે દેશ આગળ નથી આવી રહ્યો. ત્યાં કેતકી નીચે ઉતરી ભિખારી પાસે ગઈ ને જોયું તો અપંગ હતો એટલે કેતકી તેની સામે માફી માંગે છે ને હાથમાં 500 રૂપિયા આપી રોડ ક્રોસ કરાવે છે. ભિખારી આશીર્વાદ આપવા લાગ્યો " ભગવાન તારું ભલું કરે "
કેતકી જેવી કારમાં બેસી એટલે લોકેશ બબડવા લાગ્યો. કેતકી તારા લીધે આવા ભિખારી ને હિંમત આવે છે. ભિખારી ને કઈ પણ આપવું ન જોઈએ.
આ સાંભળી કેતકી હસીને બોલી ભિખારી તો બિચારો અપંગ હતો એટલે તે ભીખ માંગી રહ્યો હતો પણ તમે તો અપંગ નથી ને. તમને શરમ ન આવી દહેજ ના નામે ભીખ માંગતા. અમારા જેવા ગરીબ એક એક રૂપિયો ભેગો કરી તમારા જેવા લાલચુ ને મોં બંધ કરાવા દહેજ આપીએ છીએ. અમે દહેજ આપવા મજબૂર તમે જ બનાવો છો. તો ભિખારી પેલો માણસ કે તમે?
આ સાંભળી લોકેશ તો પાણી પાણી થઈ ગયો કેતકી સામે નજર પણ મેળવી શકતો નથી. કાર સીધી તેના સસરા ને ત્યાં લઈ જાય છે ને સસરાને કાર ની ચાવી આપી માફી માંગે છે ને સસરાની સામે આંખ મેળવી કહ્યું હવે જ્યારે હું આવીશ તે દિવસે મારી પોતાની કાર લઈને આવીશ ભલે મારે ખુબ મહેનત કરવી પડે. સસરા બંને ને આશીર્વાદ આપે છે. " બેટા મહેનત કરી સુખી થા ઓ "
જીત ગજ્જર