TOY JOKAR - 5 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - 5

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ટોય જોકર - 5

ટોય જોકર પાર્ટ 05
આગળ જોયું કે એક જોકર ના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. દિવ્યાને તેની શોપમાં ટોય એલિયન દેખાય છે અને તે બેહોશ થઈ જાય છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…
દિવ્યાએ ધીમે ધીમે ભાનમાં આવતી હતી. ધીમે ધીમે તેને પોતાની આંખો મહાપરાણે ખોલી. હજી સ્પષ્ટ દેખાતું ન હતું. બધું આજુબાજુ ધુધળું ધુધળું દેખાતું હતું. મન ભારે ભારે લાગતું હતું. આંખો સોળવાના આશયથી હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો હાથ કશીક વસ્તુ સાથે બાંધેલો હતો.
દિવ્યાને એક લાકડાની ચેર સાથે બાંધીને રાખેલી હતી. દિવ્યા એ થોડીવાર બળ કરીને હાથ છોડવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા હાથ ન લાગી. હવે આજુબાજુનું સપષ્ટ દેખાવા લાગ્યું હતું. તેને તેનિજ શોપની સ્ટોર રૂમમાં બાંધીને રાખી હતી. આજુબાજુ નજર કરી પણ ક્યાંય પેલા હલનચલન કરતા ટોય દેખાતા ન હતા.
“પેલી સફેદ દુપટ્ટાવાળી મહોતરમાં ભાનમાં આવી ગઈ.” તે બે ટોય માંથી એક વાઇટ ટોય એલિયન બોલ્યો.
આ સંભાળીને દિવ્યાને પણ નવાઈ લાગી કે અને મનોમન બોલી “આ અમારિ ભાષા પણ બોલી શકે છે.”
“હા તું સાચું વિચારે છો અમે તારી ભાષા સમજી શકીએ છીએ.” બ્લેક ટોય એલિયન દિવ્યા પાસે આવતા કહ્યું.
દિવ્યાની પાસે આવીને બ્લેક ટોય એલિયન આ બોલ્યો તેની નવાઈ દિવ્યાને લાગી. દિવ્યા તો મનમાં જ બોલી હતી. અને આ ટોય તેનું મનમાં ચાલતી વાણી સમજી શકતું હતું.
“તું ફિકર ના કર દિવ્યા અમે તમને નુકસાન નહીં પહોસાડીયે. પરંતુ અમે તને મદદ કરીશું.” વાઇટ ટોય એલિયાને દિવ્યાની બાજુમાં આવતા કહ્યું.
દિવ્યા તો વિચારમાં જ પડી ગઈ. આજ શુધી કોઈએ વગર માંગે કોઈ મનુષ્યે તેની મદદ નથી કરી. અરે મદદની તો શું વાત કરું કોઈએ આજ સુધી તેના દિલની હાલત જાણવાનો પ્રયત્ન નથી કર્યો. અને આજ આ ટોય, જે હલનચલન કરી શકે છે, જે બોલી સમજી શકે છે, મનમાં ચાલતું બધું જ જાણી શકે છે, બોલી શકે છે અને બીજું શું શું કરી શકતા હશે તે મને જાણ નથી પણ તે મને હેલ્પ કરવાનું કહે છે. તે પણ મને મારી જ શોપના સ્ટોરરૂમ માં એક લાકડાની ચેર પર બાંધીને. દિવ્યાને આ બધું શુ સાલે છે તેમાં કશું જ સમજાતું નથી.
દિવ્યાને તો આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું. તેને હમણાં જ હું જાગી જાઈશ અને આ બંને ટોય નામની મુસીબત ચાલી જશે અને હું મારા રોજ ના કામ માં પરોવાઈ જાઈશ. આવું મનમાં વિચાર કરતી હતી.
"આ કોઈ સ્વપ્ન નથી દિવ્યા.” દિવ્યાને ચેર પર બાંધેલી હતી તેને છોડાવતા બ્લેક ટોય બોલ્યો.
“અહીં બેસ આ પાણી પી.” વાઈટ ટોય એલિયાને દિવ્યાને બાજુમાં ખુર્શી પર ઇછારો કરતા કહ્યું. પાણીની બોટલ જ્યાં હતી તે તરફ એક હાથ કર્યો ત્યાં તે બોટલ ત્યાંથી હવામાં ઉછળીને દિવ્યા અને વાઈટ ટોય એલિયન વચ્ચે આવીને સ્થિર થઈ અને બીજી બાજુ થી આવી જ રીતે બીજા હાથે પાણીનો ખાલી ગ્લાસ આવ્યો. દિવ્યા અને વાઈટ ટોય એલિયનની વચ્ચે ગ્લાસ પાણીથી ભરીયો. બોટલને પુનઃ તેના સ્થાને મૂકી. ગ્લાસ હવામાં જ દિવ્યા તરફ આગળ વધ્યો. દિવ્યાએ ધ્રુજતા હાથે ગ્લાસ હાથમાં લીધો. મહાપરાણે ગ્લાસમાંથી બે ઘૂંટ ભર્યા. અને ચેર પર બેસી. અને તેનું ધ્યાન આ બધું શુ ચાલી રહ્યું છે તેજ તેને સમજાતું ન હતું.
“દિવ્યા મારુ નામ સ્ટાર લિયો અને આનું નામ છે સ્ટાર નિયો છે. અમે પૃથ્વીથી હજારો યોજન દૂર આવેલા સ્ટાર ગેલેક્સી ના મેન્ટા ગ્રહના રહેવાસી છીએ. અમારું એક મિશન પર અમે બંને કામ કરી રહ્યા હતા. અચાનક અમારા યુએફઓ નું સંતુલન બગડતા અમે દિશા ભૂલી ને પૃથ્વી પર આવી ચડિયા.” જે વાઈટ ટોય એલિયન હતું તે પોતાનો પરિસય અને અહીં આવવાનું કારણ કહેતા કહ્યું.
“અમે કાલે રાતે અહીં આવ્યા. અમને આ જગીયા નવીન લાગી. અહીંનું વાતાવરણ અમારા ગ્રહ કરતા વધુ છે. અહીં ગ્રેવેટી પણ વધુ છે. અમને અહીં જીવન અમારા માટે થોડું જોખમી લાગ્યુ. પણ જેવા જ અમે શહેર માં આવ્યા ત્યારે અમારા અનુકૂળ વાતાવરણ માફક આવી ગયું.” બ્લૅક ટોય એલિયાને કહ્યું.
દિવ્યા તો આ ટોયની વાત તો એક ધ્યાને સાંભળતી રહી. તેના મનમાં એક સાથે હજારો સવાલ થયા. જો એક પરગ્રહ વાસી છે તો કાદાસ આ અહીં કોઈ બીજા જ કામ માટે આવ્યા હશે. મને લાગે છે કે પહેલા આ અહીં ચેક કરવા આવ્યા લાગે છે. પછી પાછળથી તે તેની પુરી આર્મી બોલાવશે. પૃથ્વીવાસી ખતરામાં પડવાના છે. આ પોતાની કહાની મને શા માટે કહે છે? આને અમારી ભાષા કેવી રીતે આવડે છે? શું તેના ગ્રહમાં પણ આજ ભાષા બોલતા હશે. જો ત્યાં આવી જ ભાષા બોલતા હશે અને તે અહીં આવ્યા તો તે અહીંના તમામ સિકરેટ પ્લાન ચોરી જાશે. અહીંની ટેકનિક ની ચોરી કરીને આપણી પર જ હુમલો કરશે.
જો તે આવું કરશે તો પૃથ્વી પર વૉર શરૂ થશે. આ બધું તો ઠીક આ બને લિયો નિયી મને શા માટે કહે છે તેની વિતક. તે એક પરગ્રહ વાસી છે. તો શું તે મને તેની માહિતી આપીને મને તેની સાથે તેના ગ્રહ લઈ જવાની યોજના છે. એક ખોટી કહાની કહીને મારુ કિડનેપ કરવાનું આયોજન છે. એક સાથે આવા હજારો વિચાર દિવ્યા ના નાના મગજમાં ચાલતા હતા. દિવ્યાની અજાણ તે બે ટોય એલિયન દિવ્યાના મનમાં શુ ચાલી રહ્યું છે તે જાણી શકતા હતા.
તે બને એ દિવ્યાના આ વિચાર ની અવગત થઈને એકબીજા સામે જોયું અને એક નાની હલકી સ્માઈલ આપી.
જો દિવ્યા અમારા મનમાં કોઈ એવો વિચાર નથી જે તારા મગજમાં વ્યાપી રહ્યો છે. અમે એક સારા વુપુક્ષ છીએ.” બ્લેક ટોય એલિયને દિવ્યાના મનના સમાધાન માટે કહ્યું.
“વુ… વુપુ…વુપુક્ષ?” દિવ્યા અચકાતા અચકાતા બોલી.
“જેમ અહીં પૃથ્વી પર તમે બધા માનવી છો તેમ અમારા મેન્ટા ગ્રહ પર બધાને વુપુક્ષ કહે છે.” દિવ્યાને વુપુક્ષનો અર્થ કહેતા વાઇટ ટોય એલિયાને કહ્યું.
“તો, તમે બને એલિયન છો, અને એક મિશનના અર્થે જતા હતા ત્યાં અચાનક યાનમાં ખામી આવવાથી તમે પૃથ્વી પર આવી ચડિયા.” દિવ્યા એ અહીં ટોય જેવા દેખાતા એલિયન કેવી રીતે પહોંચીયા તે રિવિઝન કરતા કહ્યું
“હા, હવે તારા આ નાના મગજમાં અમારી આ વાત બેઠી.” બ્લેક ટોય એલિયન
“મને હજી કેટલા પ્રશ્ન છે. તમે અમારી ભાષા કેવી રીતે જાણો છો? તમે મારી શોપે કેવી રીતે પહોંચીયા? અને મારું નામ કેવી રીતે જાણો છો? તમે મને આ તમારી કહાની શા માટે કહી?” દિવ્યાને હવે આ ટોય એલિયનથી ડર ઓછો લાગતો હતો. જેનું એક એ પણ કરણ હતું કે તે બનેનો સ્વભાવ. તેને દિવ્યાને નુકશાન પહોંચડિયું ન હતું. તેથી તે વિશ્વાસ કરવાને લાયક છે તેવું દિવ્યા એ અનુમાન લગાડ્યું.
“તને તારા બધાં સવાલોના જવાબ મળશે પહેલા તું એક વાતનું અમને વિશ્વાસ દેવરાવ કે તું અમારું રાજ કોઈને નહીં કહે.” વાઈટ ટોય જોકરે દિવ્યાની સામે હાથ રાખતા કહ્યું.
“તારે અમારું આ કહાની રાજ જ રાખવાની છે. જે તારા અને અમારા હિત માં છે.” બ્લેક ટોય જોકરે પોતાનો હાથ વાઇટ ટોય જોકર ના હાથ પર રાખતા કહ્યું.
દિવ્યા વિચારમાં પડી ગઈ હવે શું કરવું. મનમાં હજી પણ એક ડર હતો જ કે આ એલિયન કોઈ ખતરો તો ઉભો નહીં કરે ને. કોઈ એવી મોટી મુસીબત તો નહીં સર્જે ને જેનાથી તેના. આ શહેર પર ખતરો આવે. પણ અતિયારે તેનું દિલ આ ટોય જોકર પર ભરોસો કરવાનું કહેતું હતું. તેના દિલમાં આ ટોય જેવા દેખાતા એલિયન માટે હમદર્દી હતી.
દિવ્યા જ્યારે પણ આવી દુવિધામાં ફસાતી હતી. ત્યારે તે હંમેશા પોતાના દિલનો જ આવાજ સાંભળતી. અને તેનું દિલ જેમ કહેતું તેમ કરતી. પછી ભલે તે રસ્તો ખોટો જ કેમ હોય. પણ આજ સુધી ક્યારે પણ તેના દિલે ખોટો રસ્તો બતાવ્યો ન હતો. આજે પણ તે પોતાના દિલની વાત જ ઉચિત લાગી.
“હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી ઓળખાળ રાજ જ રહેશે.” આ બોલી ને દિવ્યાએ તે બંને ટોય એલિયનના હાથ પર હાથ મેલી દીધો.
“ઓકે તો હવે અમે તારી મદદ કરીશું અને તું અમારી મદદ કરજે.” વાઈટ ટોય એલિયને કહ્યું.
“મદદ તમારી હું કેવી રીતે કરી શકું. તમારે શેની મદદની જરૂર છે? અને તમે મારી મદદ કરશો. પણ મને કોઈ પ્રોબલમ નથી.” દિવ્યા એ મુંજવણ ભર્યા સહેરે કહ્યું.
“અમારું યાન તૂટી ગયું છે. જેના રીપેરીંગમાં તું અમને હેલ્પ કરી શકે છો” બ્લેક ટોય એલિયને કહ્યું.
“તારા ભાઈના મર્ડર કેસમાં કોણ જવાબદાર છે તેની શોધમાં અમે તને મદદ કરશું.” વાઇટ ટોય એલિયને કહ્યું.
“મારા ભાઈનું મર્ડર થયું હતું.” આશ્ચર્ય સાથે દિવ્યા બોલી.
★★★★★
ક્રમશઃ
દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયને કેવી રીતે જાણ થઈ? આ ટોય એલિયન દિવ્યા ની શોપે કેવી રીતે પહોસિયા? ટોય એલિયન પૃથ્વી વાસી લોકોની ભાષા જાણવા હતા તેની પાછળ નું કારણ શું હતું?ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? રાકેશે એવું તો શું જોયું? જોકર ના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશ ની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ દર મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ