Holica Helmet in Gujarati Comedy stories by Bipinbhai Bhojani books and stories PDF | હોલિકા હેલમેટ

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

હોલિકા હેલમેટ

ચમકાવો 32 સ્ટાર્સ ( આપણાં સુંદર 32 દાંત ) , હસો , હસાઓ અને વાંચો !


નમસ્કાર હું હોલિકા હેલમેટ, નર્ક ટી.વી॰ માં આપ સૌનું સ્વાગત કરું છું ! આપ જોઈ રહ્યા છો ‘‘નર્કિંગ ન્યુજ’’ અત્યારે હેલમેટ નો વિષય ચર્ચાસ્પદ બન્યો છે- છેલ્લા સમાચાર મુજબ જાણવા મળ્યુ છે કે - ISI મારકા ની હેલમેટ ફરજિયાત આગળ-પાછળ બેઠેલા બને માટે લગાવવાની , નહીં લગાઓ તો પહેલી વખત 500 રૂપિયા બીજી વખત રૂપિયા 1500 ! બેય નો હિસાબ માંડો ! ભૂલે-ચૂકે રહી ગઈ અથવા કોઈ બઠાવી ગયું કે પછી પૈસા ની સગવડ ના અભાવે ન લઈ શકાઈ તો ? તો ભોગવો, કાયદો ઇ કાયદો ! કાયદા થી થાય ફાયદો ! ખુબજ મોટો ફાયદો !
હેલ્મેટ વિશે ના આગલા સમાચાર જોઈએ તો આ કાયદો દરેક ગ્રાહકો એ , અસવારો એ , સોરી - સોરી ,વાહન ચાલકો એ પાળવાનો છે , પાછળ બેઠેલા સિખે ને ! સૂત્રો કી માને તો......જય હિન્દ , જય ભારત .આપ જોતાં રહો નર્ક ટી.વી. ! એક નાનકડા વિરામ પછી હું ફરીને આપની સમક્ષ હાજર થઇશ , હેલ્મેટ ને લગતા બીજા સમાચાર લઈ ને ! ત્યાં સુધી જોતાં રહો નર્ક ટી.વી !
નમસ્કાર એક નાનકડા વિરામ બાદ હું હોલિકા હેલમેટ , ‘નર્કિંગ ન્યુજ’ માં ફરી આપનું સ્વાગત કરું છું , આપ જોઈ રહ્યા છો નર્ક ટી.વી. ! તો મિત્રો હવે આપણે ‘નર્કિંગ ન્યુજ’ માં આગળ જોઈએ - થોડી હેલમેટ પ્રથા વિશે જાણકારી લઈએ- હેલમેટ પ્રથા એ પહેલાં આપણી જે જૂની ‘લાજ’ પ્રથા હતી તેનું જ આધુનિક સ્વરૂપ છે ! પ્રાચિન ‘લાજ’ પ્રથા માં સ્ત્રીઓએ ફરજિયાત પણે માથે ઓઢવાનું રહેતું હતું ! અત્યારે ‘લાજ’ પ્રથા લુપ્ત થઈ ગઈ છે, પરંતુ સાવ નહીં ! અમુક પ્રાંત માં આ પ્રથા હજુ અસ્તિત્વ ધરાવે છે , પરંતુ ત્યાં પણ લુપ્તતા ના આરે છે એવું સૂત્રો કી માને તો જણાવે છે !
અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે , એટલે ‘લાજ’ પ્રથા ચાલે નહીં , પરંતુ આપણે તેને આધુનિક સ્વરૂપ આપીએ તો જરૂર ચાલે ! જેમ કે પ્રાચિન ગરબા પ્રથા માથી આધુનિક ગરબા પ્રથા ચાલુ થઈ તો કેવા ચાલ્યા આધુનિક ગરબા ? ! ચાલ્યા નહીં , દોડ્યા ! હવે કઈક આવી જ ‘લાજ’ ની આધુનિક પરંપરા નું સ્વરૂપ આપણે ગણીએ તો તે છે હેલમેટ પ્રથા ! પહેલાં સ્ત્રીઓ એ જ માથે ઓઢવાનું હતું પરંતુ હવે સમાજ માં સ્ત્રી-પુરુષ સમાનતા આવતા બને એ હેલમેટ માથે ઓઢવાની ફરજિયાત ! પ્રાચીન ગરબીઓમાં ફક્ત સ્ત્રીઓ તથા નાની બાળાઓ જ ગરબા રમતી પરંતુ આધુનિકતા આવતા , સ્ત્રી-પુરુષ સમાનતા આવતા બને અર્વાચીન ગરબા માં ડાંસ-રાસ રમે છે ! બસ, તેવું જ કઈક આ હેલમેટ પ્રથા નું લાગે છે ! વિદ્વાનો ,જાણકારો , તજગ્નો કહે છે કે જે પણ આપણી જૂની રૂઢિઓ , પરંપરા , ફેશન હોય તે કોઈ દિવસ લુપ્ત થતી નથી પરંતુ કોઈ ના કોઈ સ્વરૂપે , કોઈ ના કોઈ સમયે પાછી ફરે જ છે ! આવું રોટેસન ચાલ્યા જ કરે છે , ચાલ્યા જ કરે છે ! રૂઢિઓ , પરંપરા તથા ફેશન જગત માં ! આનું જીવંત દ્રષટાંત આપણી સમક્ષ હાજર છે અને તે છે આપણી ‘લાજ’ પ્રથા નું આધુનિક સ્વરૂપ આપણી આ હેલમેટ પ્રથા !
‘નર્કિંગ ન્યુજ’ માં બસ આટલું જ, અત્યારે મને રજા આપશો,ફરીથી મળીશું નર્ક ટી.વી. માં , ‘નર્કિંગ ન્યુજ’ માટે ! તો અત્યારે આ ચૂલ- બૂલી, હસીન , હોનહાર , બ્યુટીફૂલ , ‘હોલિકા હેલમેટ’ આપની રજા લે છે , આપ જોતાં રહો નર્ક ટી.વી. માં‘ નર્કિંગ ન્યુજ’! નમસ્કાર , સૌનું કલ્યાણ થાઓ ! ચાલો ત્યારે બહુ ભૂખ લાગી છે !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)