K.D. RAJODIYAની diary - 3 in Gujarati Short Stories by KALPESH RAJODIYA books and stories PDF | K.D. RAJODIYAની ડાયરી - ૩

Featured Books
Categories
Share

K.D. RAJODIYAની ડાયરી - ૩

હિટ એન્ડ રન કેસ

.... ટ્રિંગ..... ટ્રિંગ.. મોબાઇલ ફોન ની રિંગટોન ધીમે અવાજે સભંળાઈ રહી હતી.

મેં મારી ઉંઘ માં જ ફોન ઉઠાવ્યો અને વાત કરવાની શરૂઆત કરી..
હું :- હેલ્લો..

વીરલ :- હા.. હેલ્લો કલ્પેશ હું વીરલ વાત કરું છું.

હું. :- હા બોલ ... હું થોડા અણગમતા અવાજ સાથે બોલ્યો.. અને કહ્યું કેમ અત્યારે ફોન કર્યો સવાર સવારમાં.?

વીરલ. :- કલ્પેશ ...(એ મારું નામ બોલ્યો .. ત્યારે મને એના અવાજમાં માં ડર હોય એવું લાગ્યું).

હું :- હા બોલ ને.. શું કય થયું છે.તારા અવાજમાં માં ડર હોય એવું કેમ લાગે છે

વીરલ:- સાંભળ.. ભાઈ અત્યારે ૧૦:૪૫AM. થઇ છે.અને સવારે ૧૦:૦૦AM આજુ બાજુ પોલીસ મારાં ઘરે આવી તી.અને પોલીસે કહ્યું કે તમે સી.સી. ટીવી. કેમેરા માં તમારો ફોટો આવી ગયો છે.અને એમણે તારો અને.ધ્રુવ નો નંબર માંગ્યો છે.અને મેં નંબર આપ્યો છે અને આપણે આજે સાંજે ૫ વાગ્યે ફતેગંજ પોલીસ સ્ટેશન જવાનું છે.

હું. :- હું આ બધું સાંભળી ને ભાન ભૂલી રહ્યો હતો. ‌‌‌‌‌‍મારાં હ્દય ના ધબકારા મને સંભળાય રહ્યો હતો. અને ધબકારા આશરે ૧૨૦-૧૩૦/મીનીટ સુધી પહોંચી ગયા હતા.મારુ મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. વધારે પડતું કંઈ પણ બોલી ના શક્યો. બસ આટલું જ બોલ્યો કે સારું સાંજે પાંચ વાગ્યે પોલીસ સ્ટેશન આવી જઇ શ. આટલું કહીને મેં ફોન મુક્યો.




ફોન મુક્યા પછી હું વીચાર કરતો હતો . શું કરવું જોઇએ? શું ના કરવું જોઇએ. ? શું કહેવું? શું ના કેહવુ? એ વીચાર કરતો જ હતો તેવામાં ધ્રુવ નો ફોન આવ્યો. અને મેં ફોન ઉઠાવ્યો.


ધ્રુવ. :- હેલ્લો..

હું. :- હા.. બોલ ધ્રુવ

ધ્રુવ. :- તારી વીરલ સાથે વાત થઈ.??

હું. :- હા વાત થઈ મારી અને વીરલ એ કહ્યું કે આજે આપણે પોલીસ સ્ટેશન જવાનું છે.

ધ્રુવ. :- હા.. ઓકે. મેં તને આજ કહેવા માટે ફોન કર્યો હતો. અને હા પોલીસ આપણી ક્રોસ ચેક કરે તો કાર ચલાવતા ફોન વાપરતો હતો એ ના કહેતો. અને હા આપણી કોલ હિસ્ટ્રી ડિલીટ કરી દેજે.

હું. :- હા સારું .એમ કહી ને મેં ફોન મુક્યો.


આ ફોન આવ્યાં પછી મારૂં મન ક્યાય લાગતું ન હતું એટલે મેં મારી આંખો બંધ કરી . આંખ બંધ કરતા જ હું આગળ ના દીવસે જે થયું એને યાદ કરવા લાગ્યો અને સાથે થોડો થોડો ડર વઘતો જતો હતો.



*********
....... Date :- 03/11/2017 ને શુક્રવાર .એ દિવસે અમે કોલેજ પર થી વહેલાં છુટી ગયેલા અને ઘરે વહેલાં પોહચી ગયા હતા.
હું રૂમ પર પહોંચ્યો ત્યાં જ વીરલ નો ફોન આવ્યો કે બહાર ફરવા જવું છે ધ્રુવ ની ઈચ્છા છે વડોદરા શહેર જોવા ની અને તું પણ આ શહેર માં નવો જ છે જો તારી ઈચ્છા હોય. તો આપણે જઈએ.
મેં કહ્યું ચાલો જઈએ અને નવા શહેર ની મજા માણી એ.

થોડીવાર પછી ૩:૩૦pm એ મને લેવા માટે મારા ઘર પર આવ્યા. અને હું ગાડી માં ગોઠવાયો.અમે અકોટા બ્રીજ પર જઈએ. થોડીવાર માં અમે અકોટા બ્રીજ પોહચી ગયા પણ બપોર નો સમય હતો એટલે તડકો વધારે હતો. એટલે અમે ત્યાંથી લક્ષ્મી વિલાસ પેલેસ જોવા માટે ગયા. પણ ત્યાં પાંચ વાગ્યે અંદર જવા દેવા નો સમય હતો. અને અમે ૪:૦૫ એ ત્યાં હતાં. પછી ફરી અમે વીચાર્યું અને અમે ૭ સીજ મોલ ગયા.અને મોલ માં મસ્તી કરી. અને ૪:૩૦ એ અમે ત્યાંથી ઘરે જવા નીકળ્યા.

ઘરે જવા નીકળ્યા એ વખતે ગાડી ધ્રુવ એ ચલાવાની માંગ કરી. તો વીરલે કહ્યું કે જો તારી પાસે લાઇસન્સ હોય તો જ ચલાવા આપીશ. તો ધ્રુવ એ કહ્યું કે મારી પાસે લર્નિંગ લાઇસન્સ છે. આપને ચલાવવા માટે. તો વીરલે કહ્યું સારું ચલાવ .

અમે ત્યાંથી નીકળી ગયા . ઘરે જવા માટે અમે પંડ્યા બ્રીજ થઈ ને આગળ જતાં ડાબી બાજુ રસ્તો હતો ત્યાં થી ગાડી ચલાવી અને ગાડી માં ગીત પણ વાગી રહ્યા હતા.અને ધ્રુવ વારંવાર ફોન હાથમાં લઈને ગીત બદલતો અને ગાડી ચલાવા ને બદલે ફોન પર ધ્યાન આપતો હતો.એટલે વીરલે ધ્રુવ ને ફોન મૂકવા કહ્યું અને ગાડી ચલાવા પર ધ્યાન આપવાનું કહેવા જતો જ હતો તેવામાં સામે થી આવતી રીક્ષા ની સાથે અમારી ગાડી ટકરાઈ ગય. અમારી ગાડી નો ડ્રાઇવર બાજુ નો સાઈડ મીરર ટૂટી ગયો. અમને થયું કે વધારે કઇ
નય થયું હોય. પણ વીરલ ગુસ્સે થઇ ને ધ્રુવ ને ગાડી રોકવા કહ્યુ.
ધ્રુવે ગાડી સાઈડ પર રાખી અને જોવા લાગ્યા કે ગાડી ને કેટલૂ નૂકશાન થયું છે. ધ્રુવ અને વીરલ ગાડી જોતા હતા અને મેં રસ્તા ની પાછળ નજર કરી તો મારી આંખો ફાટી ગઇ. જોયુ તો જે રીક્ષા જોડે ગાડી અથડાઇ હતી એ રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.મે તરત જ વીરલ અને ધ્રુવ ને પાછળ રસ્તા પર જોવા કહ્યું.એ બન્ને એ જોયા પછી વીરલે કહ્યું કે જલ્દી ગાડી માં બેસો નહીં તો આ લોકો આપણને છોડશે નહીં અને મારશે આપણ ને. અમે તરતજ ગાડી માં બેસી ને ત્યાં થી નીકળી ગયા.

ઘરે જતી વખતે વીરલ રસ્તા પર બબડતો હતો કે ઘરે મેં શું કહીશ ને બીજૂ બધૂ બોલતો હતો. અને હું મારા વિચારો મા હતો કે રીક્ષા પલ્ટી ખાઇ છે તો પોલીસ નૂ લફડુ થશે અને હું પાછળની સીટ પર બેઠો હતો. એટલે ગવાહી મારી લેવા મા આવશે એ બધું .


તારું ઘર આવી ગયું કલ્પેશ ... હું વીચારો માં થી બહાર નીકળી અને ગાડી માંથી ઉતરી ને રુમ પર જઈ ને બેસી ગયો અને રાહ જોવા લાગ્યો સાંજ સુધી પોલીસ આવે છે કે નહીં .
એ દીવસે સાંજે પોલીસ ના આવી એટલે મને થયું કે કોઈ એ કેસ નોંધાવ્યો નહિ હોય. એ રાત્રે હું શાન્તી થી સૂઈ ગયો. બીજા દિવસે સવારે ૧૦:૪૦ એ ફોન ની રીંગ વાગી. વીરલ અને ધ્રુવ સાથે વાત કરી. અને પાંચ વાગવા ની રાહ જોવા લાગ્યો. પાંચ વાગ્યે વીરલ મને લેવા માટે આવવા નો હતો એટલે રાહ જોવા લાગ્યો.


રાહ જોતા જોતા ક્યારે ઉંઘ આવી ગયો એ ના ખબર પડી.7:30pm એ ફરી વીરલ નો ફોન આવ્યો અને કહ્યું કે કલ્પેશ ટેન્શન ના લેતો બધું સમાધાન થઈ ગયું છે.મે કહ્યું કે સારું અને એમણે ફોન કાપી નાખ્યો.


*********

હું સોમવારે કોલેજ જઇ ને ધ્રુવ અને વીરલ ને પુછ્યુ કે કઇ રીતે સમાધાન થયું તો ધ્રુવ એ કહ્યું કે મારા પરિવાર માં વડોદરા ના કોઈ પોલીસ ની આળખાણ હતી . તો એમની સાથે વાત કરી અને એ પાલીસ વાળા એ રીક્ષા વાળા ને એના મેડિકલ ખર્ચ થયો હતો એટલા રૂપિયા આપવા કહ્યું રીક્ષા વાળા ને અને સમાધાન કરી આપ્યું ‌.



ઓહકે... પછી મેં કહ્યું કે જે થયું એને એક ખરાબ સપનું સમજી ને ભુલી જઈ એ.



( સત્ય ઘટના પર થી)