Hasina - the lady killer - 13 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 13

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

હસીના - the lady killer - 13

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજને હસીના કોનો શિકાર કરવાની એ ખબર પડી જાય છે પરંતુ હસીનાના મળેલા લેટરથી જયરાજ સીધો એના ઘરે જવા નીકળે છે, હવે આગળ,

આ બાજુ જયરાજની પત્ની ઇશિતા એના બોયફ્રેન્ડ સાથે કામલીલા રાચી રહી હતી, એટલામાં જયરાજની બાઈકનો અવાજ ઇશિતાને આવી ગયો એટલે એ સફાળી બેઠી થઇ અને એના બોયફ્રેન્ડને પાછળના રસ્તેથી રવાના કરવામાં લાગી ગઈ પરંતુ જેવો એનો બોયફ્રેન્ડ બારી બહાર નીકળ્યો એવો જયરાજ જાણે એનીજ રાહ જોઈને બેઠો હોય એમ એને પકડીને મારવા લાગ્યો, ઇશિતા વચ્ચે પડી પણ જયરાજના ગુસ્સા આગળ બધું વ્યર્થ... ઇશિતાએ કંઈજ ના સૂઝતા દંડો લઈને જયરાજના માથે મારી દીધો જેના લીધે જયરાજ ચક્કર ખાઈને નીચે પડી ગયો, અને એનો બોયફ્રેન્ડ કંઈજ કહ્યા બોલ્યા વગર ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી ગયો, ઇશિતા જયરાજ જોડે રોતી રોતી નીચે બેસી ગઈ, થોડી વાર થઇ ત્યાં તો ઇશિતાએ જયરાજના બે હાથ પકડીને એને ખેંચીને અંદર જવા લાગી, જયરાજને પલંગ ઉપર સુવડાઈ એના બુટ કાઢ્યા અને પછી પોતે પણ સુઈ ગઈ, અડધો કલાક થયો હશે ત્યાં તો જયરાજના મોબાઈલમાં રિંગ વાગી, ઇશિતા એ ફોન હાથમાં લીધો અને એને બંધ કરી દીધો,
સવારે જયારે જયરાજની આંખ ખુલી ત્યારે પોતાને પલંગ પર જોઈને એને ખૂબ નવાઈ લાગી, બાજુમાં જોયું તો ઇશિતા પણ નહોતી, જયરાજે 2-3 વખત ઇશિતાના નામની બુમ મારી પણ ઇશિતા હોય તો સાંભળે ને,
જયરાજ પલંગ પરથી સફાળો બેઠો થઇ ગયો અને આખા ઘરમાં ઇશિતાને જોઈ આવ્યો પણ ઇશિતા ના મળતા જયરાજને એવું લાગ્યું કે ઇશિતા રાતેજ મને મૂકીને એના આશિક જોડે ભાગી ગઈ હશે, આવું વિચારતો જયરાજ હજુ તો બાથરૂમમાં ફ્રેશ થવા જાય છેજ ત્યાં તો એને પલંગની બાજુમાં પડેલા ટેબલ પાસે એક લેટર મળે છે, જયરાજ એ લેટરને ખોલીને વાંચે છે અને એક જોરદાર ઝાટકો લાગે છે અને જયરાજ પલંગ પાસે બેસીનેજ નાના બાળકની જેમ રોવા લાગે છે, 10 મિનિટ સુધી આમજ રોયા બાદ જયરાજ ઉભો થાય છે અને પોતાનો મોબાઇલ જોવે છે જે બંધ હોય છે એટલે જયરાજ એને ચાલુ કરે છે
ચાલુ કરતા જ 20-25 મેસેજનો ઢગલો થઇ જાય છે, જયરાજ જોવે છે અને તરત ટીવી ચાલુ કરે છે જેની દરેક ચેનલ ઉપર એકજ ન્યૂઝ આવી રહ્યા હોય છે,

' પોપ્યુલર અભિનેત્રી અનુષ્કા લોખંડે નો વાયરલ વિડિયો '
'ખૂંખાર કિલરની ખૂંખાર ચાલ '
અને ત્યારબાદ કિલર દ્વારા એક વિડિયો મોકલવામાં આવ્યો છે જેમાં અનુષ્કા કંઈક આવું કહે છે,
'હું અનુષ્કા લોખંડે છું, મને મારા પરિવાર વિશે ગુમરાહ કરીને આ કાતિલ મને પકડી લાવ્યો છે, આ વિડિયો બનાવવાનો હેતુ કાતિલનો ખોટું કરતી દરેક છોકરીમાં ડર પેદા થાય એજ છે, આ હેવાન મને નહીં છોડે એ હું જાણું છું પણ તમે સાચવજો... ' આટલું બોલતા તો જાણે કિલરએ અનુષ્કાને લાફો મારીને વિડિયો કાપી દીધો હોય એવું લાગ્યું,
સમાચારમાં અમદાવાદના અલગ અલગ કોલેજો માં 'અમને બચાવો ' ના નારા લગાવવામાં આવી રહ્યા છે,
જયરાજ તરત ઉભો થઈને બાથરૂમમાં જાય છે અને પછી થોડી વારમાં તો એ એના ઘરેથી નીકળીને પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ જમા થઇ હોય છે, એનજીઓની મહિલાઓથી લઈને કોલેજની યુવતીઓ 'અમને બચાવો' ના નારા કરી રહી હોય છે, જયરાજને એ લોકોનું ધ્યાન ના જાય એમ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે, એવું ન હતું કે જયરાજ એ લોકો થી ભાગી ગયો પરંતુ અત્યારે એ લોકોને જવાબ આપવા કરતા અનુષ્કાનો જીવ બચાવવો વધારે જરૂરી હતો એ સિવાય પણ હસીનાના મળેલા લેટરના લીધે પણ જયરાજ મુંઝવણમાં હતો કે એ એ શું કરે? !!
જયરાજને આવતા જોઈ તરત સબ ઇન્સ્પેક્ટર કિશન જયરાજ પાસે આવે છે અને કહે છે,
કિશન : જયરાજ ડીસીપી સાહેબનો ફોન આવેલો છે હમણાંજ પ્રેસ કોન્ફેરેન્સ રાખેલી છે એટલે તારે અને મારે તરત ત્યાં જવું પડશે,
જયરાજ સૂનમૂન થઈને હા પાડી દે છે, કોન્સ્ટેબલ રાજુ જયરાજ પાસે આવે છે અને કહે છે,
રાજુ : સાહેબ અનુષ્કા આપણને કાલે જ મળી જાત, તમને કેટલા ફોન કર્યા મેં પણ તમારો ફોન એક રિંગ વાગીને બંધ બતાવતો હતો સતત...
જયરાજ : હું પછી વાત કરું તારી સાથે...
આટલું કહીને જયરાજ ત્યાંથી નીકળી જાય છે....
થોડીવારમાં પ્રેસ કોન્ફેરેન્સ ચાલુ થાય છે...
એક પછી એક ન્યૂઝ રિપોર્ટરો ડીસીપી સાહેબ ને સવાલો કરતા જાય છે, એટલામાં એક ન્યૂઝ રિપોર્ટર જયરાજને સવાલ કરે છે, 'સર શું કિલરની તમારી સાથે કોઈ જૂની દુશ્મની છે?? ', 'કિલર તમને લઈને જ કેમ લેટરો લખે છે? ' આ લોકોના સવાલમાં જયરાજ કંઈજ જવાબ નથી આપતો, એટલામાં એક ન્યૂઝ રિપોર્ટર બીજો સવાલ કરે છે,'આ દરેક મર્ડર પાછળ આપે મુકેલી ઢીલાશ તો નથી ને?'
આટલું બોલતા જ જયરાજ ટેબલ પર જોરથી હાથ પછાડીને ઉભો થઇ જાય છે અને કહે છે, ' તમારા જેવા લોકોના લીધે જ પોલીસ લોકો માટે જનતાને સહાનુભૂતિ નથી થતી હોતી, તમને શું એમ લાગે છે કે એ કિલરને પકડવા માટે મેં કોઈ પ્રયત્નો નહીં કર્યા હોય?? આજે અનુષ્કા લોખંડેનો વિડિઓ જોઈને તમે આટલો હોબાળો કરો છો પણ મારી પત્નીની એ કિલર શું હાલત કરી છે અને શું હાલત કરશે એની ચિંતા કોણ કરશે??
ડીસીપી સાહેબ : જયરાજ આ તું શું બોલી રહ્યો છું??
જવાબમાં જયરાજ એના પેન્ટના ખિસ્સામાંથી એક કાગળ ડીસીપી સાહેબને પાસે મૂકે છે,
ડીસીપી સાહેબ એ કાગળ ખોલીને વાંચે છે, જેમાં કંઈક આમ લખ્યું હોય છે,

To, જયરાજ

તારી પ્રેમાળ પત્નીને તારો પ્રેમ ઓછો પડ્યો એટલે તો મારી ઝપટમાં જલ્દી આવી ગઈ, મારા માણસે પણ ભરપૂર ઉપયોગ કરી લીધો ઇશિતાનો.... મારી ઈચ્છા તો એવીજ હતી કે તું તારી નજરોથી જોવે તારી પત્નીના કારસ્તાન અને તુજ એને મારી નાખે, પણ અફસોસ તારી પત્નીના ગાંડપણના લીધે એ શક્ય ના બની શક્યું, તું ચિંતા ના કર જે કામ તું ના કરી શક્યો એ કામ હું કરી દઈશ તારા બદલે, હવે તું સમજીશ કે હું જે કાંઈ પણ કરું છું એ બરાબર જ કરી રહ્યો છું.... હજુ 2-3 દિવસ એને તડપાવી લઉં પછી એનો વારો છે, અનુષ્કાનું પણ હજુ કામ પૂરું નથી કર્યું એટલે ત્યાં સુધી તું શાંતિથી બેઠો બેઠો એ વિચાર કે લોકોને તું શું જવાબ આપીશ? !
તારી પત્ની ચારિત્ર્યહીન છે એવું તો કહેવાશે નહીં બરાબર ને? !!!
ચાલ જલ્દી મળશું કાગળથી.....

ફ્રોમ, હસીના
ડીસીપી સાહેબ લેટરને વાળીને પાછો ટેબલ ઉપર મૂકે છે અને માઈકમાં ખોંખારો ખાઈને બોલવા જાય છે.....


ડીસીપી સાહેબ હવે શું નિર્ણય લેશે?? શું જયરાજ અનુષ્કા અને પોતાની પત્ની ઇશિતાને બચાવી શકશે?? હસીનાના નિર્દયહીનતા પાછળ શું જવાબદાર હોઈ શકે??
જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ.....