Hu raahi tu raah mari - 24 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 24

“ઓહ....નહીં..” ફોન પર આવેલા નોટિફિકેશનથી શિવમ ગભરાય ગયો.
“આજ રાહીનો જન્મદિવસ છે અને હજુ સુધી મે તેને શુભેચ્છા પણ નથી આપી!! હું તેને ચાહું છું અને મે જ તેને હજુ સુધી જન્મદિવસની શુભેચ્છા આપી નથી!! કેવો પાગલ છું હું સાવ??”શિવમ પોતની સાથે જ વાત કરવા લાગ્યો.
શિવમ રાહીનું ફેસબૂક એકાઉન્ટ જોવા લાગ્યો. રાહીના ઘણા જ મિત્રો તેને બર્થડે વિશ કરી ચૂક્યા હતા.ઓફિસે પણ જવાનું હતું અને હવે તો રાહીને પણ મળવાની ઈચ્છા થતી હતી. ઓફિસ જવું ખાસ જરૂરી હતું અત્યારે.શીવમે રાહીને ફોન કરવાનું વિચાર્યું પછી કઈક વિચાર આવતા તેણે ફોન કાપી નાખ્યો.
શિવમ પહેલા પોતાની ઓફિસે ગયો.આજનો પોતાનો ડ્યુટીનો સમય ચેક કરી તે તરત જ રાહીની ઓફિસ તરફ જવા માટે નીકળ્યો.રાહી તેની નવી કાર જોઈ ખુશ થઈ જશે આવું શિવમ મનોમન વિચારવા લાગ્યો.રાહીના જન્મદિવસના દિવસે પોતાને પહેલી કાર મળી...યાદ રહી જશે આ વાત તો..શિવમને હવે પહેલા કરતાં પણ વધારે આ કાર ગમી રહી હતી.શીવમે એક ફૂલવાળાને ત્યાં પોતાની ગાડી ઊભી રાખી રાહી માટે ફૂલ ખરીદવા ગયો.
“રાહીને કયા ફૂલ ગમતા હશે?” તે મનોમન વિચારવા લાગ્યો.”ગુલાબના ફૂલ લઉં? ના..ના.. તે થોડું ખરાબ લાગશે..જસ્મિન..? નહીં.. તો કયા?” શિવમ ફૂલ જોતો હતો પણ તેને સમજાતું નહતું કે જન્મદિવસમાં આપવા માટે સૌથી સારા કયા ફૂલ હશે?પછી શીવમે ફૂલવાળા ભાઈને જ પૂછી લીધું. ફૂલવાળાભાઈએ શિવમને ઓરકીડ ના પર્પલ કલરના લાંબી પાંખડીઓવાળા ફૂલ સાથે થોડા સફેદ કલરના ગુલાબ જેવા લગતા ફૂલોને સરસ રીતે ગિફ્ટપેક કરી આપ્યા.શિવમ ફૂલ જોતાં જ ખુશ થઈ ગયો.તેને લાગ્યું રાહી માટે આ એક સુંદર ગિફ્ટ રહેશે.
*********************
10:30 થવા આવ્યા તો પણ ન તો શિવમનો કોઈ પતો હતો ના કોઈ ફોન...ત્યાં સુધી કે તેણે રાહીનું સ્ટેટસ પણ નહોતું જોયું.રાહી ઓફિસ આવી ગઈ. ઓફિસમાં ખાસ કોઈ સ્ટાફ નહોતો.બે છોકરીનો તેના સ્ટાફમાં હતી.આ બે પણ ૨૦ બરાબર હતી તે રાહી સારી રીતે જાણતી હતી.નિધિ અને શ્રેયા બંને રાહીનો ડાબો અને જમણો હાથ હતી.રાહીથી તે બંને બે વર્ષ જૂનિયર હતી.આમ જોઈએ તો રાહીની ઉમરની જ હતી. તેઓની વચ્ચે ક્યારેય બોસ અને કર્મચારી જેવો ક્યારેય સંબંધ હતો જ નહીં. રાહીની ગેરહાજરીમાં પણ તે બંને ઓફિસને સારી રીતે સંભાળી લેતી.તે બન્નેએ રાતે જ રાહીને ફોન કરી જન્મદિવસ વિશ કર્યું હતું.
રાહી ઓફિસે પહોચતા જ જોયું કે ઓફિસમાં સજાવટ કરી હતી. જો કે રાહીને ખબર હતી આ વાતની કે છેલ્લા વર્ષે પણ તે બંનેએ રાહીને આ રીતે જ સરપ્રાઇજ આપી હતી.ઓફિસે જઈ રાહીએ પહેલા ભગવાનને દીવાબત્તી કરી પ્રાર્થના કરી. પછી બર્થડે ની બીજી કેક કાપી. જે નિધિ અને શ્રેયા લાવ્યા હતા.થોડા ફોટોસ સાથે બર્થડે ઉજવ્યા પછી રાહીએ બંનેને કીધું કે આજ તે બંનેની સાથે હોટલમાં જમશે.
રાહી પોતાની કેબિનમાં જઈ રોજનું કામ જોતી હતી ત્યાં ફરી તેને શિવમનો વિચાર આવી ગયો.”હવે તે શિવમનો વિચાર નહીં કરે. તેને જ્યારે ખબર પડશે ત્યારે તે જાતે જ મને ફોન કરશે.”આમ મનને મનાવી રાહીએ નિધિ અને શ્રેયાને આજના કામની ચર્ચા માટે કેબિનમાં બોલાવ્યા.
કામની ચર્ચા પૂરી કર્યા પછી નિધિ બોલી.. “મેમ આજ તમે ખૂબ જ સરસ લાગો છો.આ ડ્રેસ તમારા પર ખૂબ જ સરસ લાગે છે.”
શ્રેયાએ પણ નિધિની વાતને સંમતી આપતા વાતમાં ટહુકો પુરાવ્યો.
“ આભાર.”રાહીએ હસીને જવાબ આપ્યો.
“મારે જરા સાઇટ પર જવાનું છે.ત્યાંથી આવીને આપણે લંચ માટે જશું. તમે બંને તૈયાર રહેજો.કામની કઈ ખાશ ચિંતા ન કરતાં.તે તો થતું રહેશે.હું થોડીવારમા આવું છું.” કહી રાહી જતી રહી.
*******************
“માત્ર ફૂલ લઈ જવા ઠીક નહીં રહે. માટે શીવમે રાહી માટે કેક પણ ખરીદ્દી.સાથે ડાર્ક ચોકલેટ પણ ગિફ્ટ આપવા માટે લીધી.શિવમ તો રાહીને રિંગ ગિફ્ટમાં આપવા લઈ જવા ઈચ્છતો હતો પણ અત્યારે નહીં.જ્યારે તે રાહીને પ્રપોસ કરશે ત્યારે ... શિવમ વિચારતો રાહીની ઓફિસે પહોચ્યો.રાહી ત્યાં નહોતી.
“મેડમ થોડીવાર પહેલા જ સાઈટ પર ગયા. તમે રાહ જોઈ શકો છો.હું મેડમને ફોન કરું?” શ્રેયા.
“નહીં તમે તકલીફ ન લેશો હું રાહ જોઈશ.” શિવમ.
હાથમાં ફૂલ અને કેક બોક્સ હોવાથી નિધિ-શ્રેયા સમજી ગયા કે આવેલ વ્યક્તિ મેડમના કોઈ મિત્ર છે.શિવમ ત્યાં જ બેસીને રાહીની રાહ જોવા લાગ્યો.તે રાહીના એક પછી એક ફોટા જોતો હતો.
૧૨:૩૦ એ શીવમે શ્રેયાને કહ્યું , “રાહી આવવાની છે કે પછી ઘરે જ જશે?”
“મેડમ આવશે. હું ફોન કરીને પૂછી જોઉં.” શ્રેયા.
“ઠીક છે.” શિવમ.
રાહી સાથે વાત કરી શ્રેયાએ જણાવ્યુ કે રાહી ૨ જ મિનિટમાં પહોચે છે.શીવમે શ્રેયા અને નિધિને બધી જ લાઇટ બંધ કરી દેવા કહ્યું.સજાવટ સવારની તેમ જ હતી. શીવમે કેક ટેબલ પર ગોઠવી.રાહી ત્યાં સુધીમાં ઓફિસ પાસે પહોચી.ઓફિસની બધી લાઇટ બંધ હતી. રાહી થોડી મુંજાય.તે ઓફિસમાં પ્રવેશી. તરત જ હેપ્પી બર્થડે ના અવાજ સાથે લાઇટ ચાલુ થઈ. સામે શિવમ હતો. રાહીને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો.તેના આંખમાં આછી ભીનાશ આવી ગઈ.શીવમે નજીક આવી રાહીને થોડો ભેટયો અને કાનમાં હળવેથી કહયું. “ખૂબ જ સુંદર લાગે છે.” સાથે તેના માટે લાવેલા ફૂલ અને ચોકલેટ આપ્યા.
શીવમે જોયું રાહી આજ ખરેખર સુંદર લાગી રહી હતી.પર્પલ કલરનું પિંડીથી એક વેત ઊંચું એવું ટૂંકું સિલ્કનું સ્લીવ્લેસ ફ્રૉક પહેરેલું હતું.ફ્રોકની ડિજાઇન ખૂબ જ સારી હતી.જમણા પગમાં સિલ્વર ડિજાઇનર પગપાનું પહેર્યું હતું અને તે જ ડિજાઇનનું ડાબા હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું.રાહી ખરેખર અદભૂત લાગી રહી હતી, આમ પણ તેના કપડા પહેરવાની ઢબ દાદ માંગી લે તેવી હતી.
“ચાલ જલ્દી કેક કાપ.”શિવમ.
“મેડમ તમે ગયા પછી તરત જ તમારા મિત્ર આવ્યા હતા.મે ફોન કરવાનું પણ કહેલું પણ તેમણે તમારી રાહ જોઈ.૧.૩૦ કલાકથી તે તમારી રાહમાં અહી જ બેઠા છે.” નિધિ.
“શિવમ...” રાહી આગળ કઈ બોલી ન શકી.
રાહીએ કેક કાપી.
“નિધિ-શ્રેયા તમે તૈયાર છો ને?” રાહી.
“ હા.” નિધિ.
“કેમ તમે ક્યાય જાઉં છો?” શિવમ.
“તમે નહીં આપણે બધા.”રાહી.
“પણ ક્યાં?” શિવમ.
“લંચ માટે.” રાહી.
“પણ તમારી લેડીસ પાર્ટીમાં હું શુ કરીશ?તમે જ જઈ આવો.” શિવમ.
“નિધિ-શ્રેયા તમે તૈયાર થઈને આવો નીચે પાર્કિંગમાં અમે નીચે જઈએ છીએ કહી રાહીએ શિવમને પોતાની સાથે આવવા ઈશારો કર્યો.” રાહી.
“ તને ખબર હતી મારા બર્થડે ની?” રાહી.
“સાચું કહું તો સવારે જ ખબર પડી.સોરી યાર હું કાલ રાતે તને વિશ ન કરી શક્યો.” શિવમ.
“તે છોડ તું રાજકોટ આવ્યો અને તે મને કીધું પણ નહીં? કોઈ ફોન કે કોઈ મેસેજ જ નહિ..આવું કરાય?” રાહી.
“અરે આજ સવારે જ આવ્યો.ઓફિસેથી સીધો અહી આવ્યો છું.” શિવમ.
“પણ હું કેટલી રાહ જોતી હતી.”રાહી.
“રાહ...સચ્ચે?” શીવમે નરમાશ ભરી નજરે રાહીની આંખમાં જોયું.
પોતાની મનની વાત છુપાવતી રાહીએ વાત વાળી લીધી. “મતલબ કે તું રાજકોટ ક્યારે આવીશ એમ..” રાહીથી ગોટો વળી ગયો.
શિવમ વિચારી રહ્યો કે શુ રાહી પણ મારા વિષે..?
“સાંભળ તને કઈક બતાવવું છે.” આમ કહી શિવમ રાહીને પોતાની નવી કાર તરફ લઈ ગયો.
“પપ્પા-મમ્મી એ આપી ગિફ્ટમાં નવી કાર.” પછી સવારમાં જે થયું તે શીવમે કહ્યું.
“ ખૂબ જ સરસ છે.”રાહી શિવમની કારને જોતી રહી.
“બર્થ ડે મારો અને ગિફ્ટ તને મળી ગઈ.” રાહી.
“ હા સાચું.” શિવમ.
“આજ મારી કારમાં જશું.” શિવમ.
“નિધિ અને શ્રેયા?”રાહી.
“તે તારી કારમાં આવી જશે.” શિવમ.
“ઠીક છે.” રાહી.
નિધિ અને શ્રેયાને પોતાની કારમાં મોકલી રાહી શિવમ સાથે તેની કારમાં ગઈ.
“રાહી થોડી ખબર મળી છે.” શિવમ.
“મોરબી..?” રાહી.
“હા..મે એક ખબરીને કામ કરવા માટે કહ્યું છે.ફોનમાં વાત થઈ પણ ત્યાં રૂબરૂ જવા માટે કહ્યું.માહિતી રૂબરૂમાં વધારે ખબર પડે.કદાચ કોઈને મળવાનું થશે.” શિવમ.
“સારી વાત છે. તો તું ક્યારે જાય છે?” રાહી.
“એક દિવસ રહીને ..આજ રાતની મારી નાઇટ-ડ્યૂટી છે.ત્યાથી આવીને મોરબી જઈશ.”શિવમ.
“મોરબી તો મારે પણ જવાનું છે. થોડી ટાઇલ્સની પસંદગી કરવા માટે.હું કાલ જવાની છું.” રાહી.
“રાહ જોઈશ મારી? તો એક દિવસ પછી જઈશું.”શિવમ.
“ઠીક છે.” રાહી.
*******************
લંચ પૂરું કરી નિધિ અને શ્રેયા ઓફિસે જાય છે. શિવમ રાહીને છોડવા તેના ઘરે જાય છે.રાહી શિવમને ઘરે આવવા કહે છે. શિવમને પણ રાહીના પરિવાર સાથે પરિચય કેળવવાનો સારો મોકો લાગ્યો.શિવમ રાહી સાથે ઘરમાં જાય છે.રાહીએ પહેલેથી શિવમ વિષે પરિવારમાં જણાવેલું હતું. રાહીના પપ્પા ડ્રોઇંગરૂમમાં જ બેઠા ટીવી જોઈ રહ્યા હતા. રાહીએ તેના પપ્પાને શિવમ સાથે મુલાકાત કરાવી.શીવમે રાહીના પપ્પાના ચરણસ્પર્શ કર્યા.દરમિયાન રાહીના મમ્મી રસોડામાં હતા તે પણ આવ્યા.શીવમે તેમને પણ ચરણસ્પર્શ કર્યા.
“મમ્મી મે તને શિવમ વિષે કહ્યું હતું ને..?”રાહી.
“હા રાહીએ જણાવેલું કે તું અહી નોકરી કરે છે.” વીણાબહેન.
“શેમાં નોકરી કરે છે બેટા?” જયેશભાઇ.
“અંકલ હું ઇંડિયન રેલ્વેમાં નોકરી કરું છું.પછી શીવમે વિગતવાર પોતાના પરિવારનો પરિચય આપ્યો.”શિવમ.
“સારી વાત છે કે પપ્પાના આટલા મોટા બિસનેસ પછી પણ તું મહેનતથી પૈસા કમાવા માંગે છે.દરેક વ્યક્તિએ આવું જ હોવું જોઈએ.” જયેશભાઇએ શિવમને સંબોધતા કહ્યું.
“હું ચા બનાવી લાઉ.”રાહી.
“અરે ના, હજુ જમ્યા જ છીએ. ચા નહીં ચાલે.”શિવમ.
“હા તે પણ સાચું..શિવમ,હું,શ્રેયા,નિધિ સાથે જમવા ગયા હતા.અમે ત્રણેય જવાના હતા ત્યાં શિવમે ઓફિસે આવી મને સર્પરાઈસ આપી..પછી તે પણ અમારા પ્રોગ્રામમાં સાથે ભળી ગયો.”રાહી.
“તો પણ કઈક ઠંડુ..આઇસ-ક્રીમ?” વીણાબહેન.
“તે અમે ખાઈને જ આવ્યા..આંટી અત્યારે કઈ નહીં..હું બસ તમને મળવા જ આવ્યો છું.” શિવમ.
“ઠીક છે..અત્યારે નહીં તો તારે સાંજે અમારી સાથે જમવા આવવાનું છે.” જયેશભાઇ.
“તમારો ફેમિલી ડિનર હશે અંકલ..હું પછી ક્યારેક આવીશ.” શિવમ.
“રાહીએ મને કીધું છે તું અહી એકલો જ રહે છે. આમ પણ રાહીને કોઈ ખાસ ફ્રેન્ડ નથી.તું આવીશ તો ગમશે.” વીણાબહેન.
“ઠીક છે આંટી.” શિવમ.
શિવમના ગયા પછી રાહી પોતાના રૂમમાં આરામ કરવા માટે ગઈ. વીણાબહેનના ચહેરા ઉપરથી નજર આવતું હતું કે તેને શિવમ ખૂબ પસંદ આવી ગયો છે.જે જયેશભાઇએ નોંધ્યું..
*********************
આખરે રાહીના મમ્મી-પપ્પાની મુલાકાત શિવમ સાથે થઈ ગઈ.શિવમ તેમને પસંદ આવ્યો હોય તેવું લાગે છે પણ શિવમ જ્યારે મોરબી જશે ત્યારે તેને શુ જાણવા મળશે જોઈએ આગળના ક્રમમા..