Khel - 22 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-22

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ખેલ : પ્રકરણ-22

બલભદ્ર નાયક, ધનંજય, કોબ્રા, યુશુફ, ડી.એસ.પી. બધાએ બલભદ્રના બંગલા ઉપર મિટિંગ ગોઠવી. બલભદ્રએ રાજીવ દીક્ષિતને પણ પરાણે એ મિટિંગમાં લાવ્યો હતો. ખૂણામાં એક ચેરમાં હોઠ સીવેલા હોય એમ રાજીવ દિક્ષિત ચુપચાપ બેઠા હતા.

"ગાડી ક્યાંથી મળી?" કેટલીયે વાર વિચાર્યા પછી ડી.એસ.પી.એ પૂછ્યું.

"ગાડી તો મુંબઈમાંથી જ મળી ગઈ હતી." બલભદ્રએ કહ્યું.

"એનો અર્થ એ કે લૂંટ કરનારને ગાડીમાં જી.પી.એસ. છે એ વાતની ખબર જ હતી." કોબ્રાએ કહ્યું.

"હા ખબર જ હતીને અને લૂંટ કરનાર કોઈ મૂરખ તો ન જ હોય ને? ફોર્ચ્યુનમાં જી.પી.એસ. હોય એ તો બચ્ચા બચ્ચાને ખબર છે કોબ્રા..." બલભદ્રને કોબ્રાની વાત જરાય ગમી ન હોય એમ ચિડાઈને બોલ્યો.

"તમે બધા શાંતિ રાખશો?" ડી.એસ.પી. ભાગવતે બંનેને ઝઘડતા અટકાવવા કહ્યું, "અહીં તમે દલીલો કરશો ત્યાં સુધી દુશ્મન ક્યાંય પહોંચી જશે."

બધા ફરી એકવાર ચૂપ થઈ ગયા. ડિટેકટિવ અને ભાગવતે થોડીવાર વિચાર્યું પછી ભાગવતે એકાએક પૂછયુ.

"જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો એ મોબાઈલ ટ્રેક કર્યો?"

"ડી.એસ.પી. સાહેબ નંબર ટ્રેક કર્યો પણ લૂંટ કરનાર જે પણ હશે એણે બધું પ્લાનિંગ કરેલું હતું ફોન કરીને મોબાઈલ પંજાબ મોકલી દીધો સાલાએ, શોધીને મરી ગયા ત્યારે એક ટ્રકમાંથી ફોન મળ્યો. સાલા ફિલ્મોવાળાએ *** દાટ વાળ્યો છે."

"તો પછી એ લૂંટ કરનાર અને શ્રીને શુ કનેક્શન?"

"બંને લવ બર્ડ હતા...." ડિટેકટિવે કહ્યું.

"એક મિનિટ, જો આ લૂંટ અર્જુને કરી હોય અને શ્રી એની ગર્લફ્રેન્ડ હોય તો પછી શ્રી એકલી શુ કરે છે ગુજરાતમાં? અને કદાચ બંને એક સાથે પકડાઈ ન જાય એ માટે અલગ અલગ થઈ ગયા હોય તો શ્રી પોલીસના હાથમાં કઈ રીતે આવી?" ભાગવતને કે બીજા કોઈને હજુ ખબર ન હતી કે અર્જુન શ્રીને મળ્યો જ નથી. એ કયાંક ગાયબ થઇ ગયો છે.

"ડી.એસ.પી. સાહેબ એ મને સમજાતું હોત તો હું પોલીસનો વડો હોત ને?" બલભદ્ર કટાક્ષ કરીને ઉભો થયો. કબાટમાંથી દારૂની બોટલ લઈને ગ્લાસમાં રેડયો. એક જ ઘૂંટમાં ગ્લાસ ખાલી કરીને તેણે સિગારેટ સળગાવી અને પોતાની જગ્યાએ જઈને ફરી બેઠો. એ ખરેખરો ગીન્નાયો હતો.

"તમારા માણસોથી લીગલી કે ઈલીગલી કાઈ બને તેમ છે કે મારે જ કરવું પડશે?” કોબ્રાએ ચપટી વગાડીને ભાગવત સામે તાક્યું.

"અચ્છા? તો પોલીસ સ્ટેશન ઉપર તારા જ માણસ ગયા હતા ને કોબ્રા? શુ થયું એ બધાનું? સ્ટેશન સાવ ખાલી હતું, એક ઇન્સ્પેકટર જ હતો એને પણ મારી ન શક્યા અને અહીં બેઠો બેઠો ખાંડ ખાય છે તું?" કટાક્ષ સાંભળીને ડી.એસ.પી. પણ ભડક્યો.

"શટ અપ, જસ્ટ કિપ યોર માઉથ શટ....." ડિટેકટિવ ઉભો થઇ બરાડયો, "અહીં ઝઘડવા માટે ભેગા થયા છો? કે પછી એક બીજાની ભૂલ શોધવા?"

"મને તો એ જ નથી સમજાતું આ છોકરીમાં પેલા ઇન્સ્પેક્ટરને શુ ઇન્ટરેસ્ટ પડ્યો હશે?" ટેબલ ઉપરથી દારૂનો ગ્લાસ ઉઠાવી કોબ્રાએ ખાલી કરી નાખ્યો.

"જવાની છે ગરમ ખૂન છે ઇન્સ્પેકટરને કદાચ ફસાવ્યો હોય એ છોકરીએ?" બલભદ્રએ પોતાનો અંદાજ આપ્યો.

"એ ઇન્સ્પેકટર છે કોઇ મવાલી ગુંડો નથી. એના રેકોર્ડનો ડિટેઇલ્સ મેં તપાસી છે. ઈમાનદાર છે, ગરીબીમાં મોટો થયેલો, ચા વેચતો હતો." ડી.એસ.પી.એ મેળવેલી વિગત આપી.

"તો હવે શુ? અર્જુનને કઈ રીતે શોધવો? મારા પૈસાનું શુ? મારે આગળ જવાબ શુ આપવો? ઇલેક્શન નજીક છે, તમને બધાને અહીં મેં દારૂ પીવા નથી બોલાવ્યા." બકભદ્રએ કહ્યું. એ વધુને વધુ ઉશ્કેરાતો હતો.

"ડોન્ટવરી હું જાતે જઈશ ઇન્સ્પેકટર જોડે, એણે છોકરીને ગાયબ કરી છે જવાબ આપવો જ પડશે નહિતર કાનૂની રીતે કઈક કરીશ." કહી ડી.એસ.પી. ઉભો થઇ નીકળી ગયો.

"આ રજની દેસાઈ વિશે શું કહેવું તમારું?" કોબ્રાએ એકલા પડતા પૂછ્યું.

"એ પણ ગદ્દાર છે હરામી, અર્જુન સાથે મળી ગયો હશે." બલભદ્ર એ કહ્યું, "જે દિવસે મળશે છ એ છ એના માથામાં ઠોકીશ ***"

ધુવા પુવા ગુસ્સામાં લાલ થયેલો બલભદ્ર વધારે વિચારી શકે એમ નથી, એ અત્યારે હોશમાં નથી એ અંદાજ આવતા ડિટેકટિવ અને કોબ્રાએ પણ વિદાય લીધી. રાજીવ દિક્ષિતને પણ હાશ થઇ. તેને પણ જવા દીધો.

*

વડોદરા સીટી બહાર ટેક્સી પહોંચી, પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ નીચે ઉતર્યા.

"કઈ રીતે શોધશે આપણને એ લોકો?" શ્રીએ પૃથ્વીને પૂછ્યું.

"એ બધું એ લોકો સંભાળી લેશે, આ કામના માહિર છે એ લોકો."

"પણ જવાનું ક્યાં છે કોઈ મને કહેશે હવે?" રુદ્રસિંહ ક્યારનાય અકળાઈ ગયા હતા. આખરે પૃથ્વી બધાને ક્યાં લઈ જાય છે એ રુદ્રસિંહને ખબર નહોતી.

"તમારા માટે સરપ્રાઈઝ છે અંકલ." પૃથ્વીએ વાક્ય પૂરું કર્યું ત્યાં સામે એક યેલો કેબ (ટેક્સી) આવીને ઉભી રહી.

રુદ્રસિંહની નજર ટેક્સી ઉપર ગઈ. અંદરથી એક માણસ નીચે ઉતર્યો. મિલિટરી કાર્ગો પેન્ટ, ટી શર્ટ અને ઉપર લેધર જેકેટ, આંખો ઉપર કાળા ચશ્માં. એને જોતા જ રુદ્રસિંહને નવાઈ લાગી. એક સમય હતો જ્યારે પોતાનો મિત્ર ઇન્સ્પેકટર આદિત્ય એવા જ લિબાસમાં રહેતો.

પેલો માણસ નજીક આવીને ઉભો રહ્યો, પૃથ્વી શ્રી અને રુદ્રસિંહના ચહેરા સામે વારા ફરતી એક નજર કરી એ બોલ્યો, "એજન્ટ એમ. સાથે મારે વાત થઈ ગઈ છે." એટલું કહી એ ફરી પોતાની ટેક્સીમાં ગોઠવાઈ ગયો.

"લેટ્સ ગો." કહી પૃથ્વી ટેક્સી તરફ ગયો. એની પાછળ રુદ્રસિંહ અને શ્રી પણ ગયા.

ડ્રાઇવર વિન્ડો જોડે જઈ પૃથ્વી ઉભો રહ્યો. હજુ કઈક ખૂટતું હોય એમ એકાદ વાક્યની રાહ જોતો એ પેલા માણસ સામે જોઈ રહ્યો.

એકાએક કઈક યાદ આવ્યું હોય એમ પેલે પૃથ્વી તરફ જોયું, પછી શ્રી તરફ જોઈ કહ્યું, "ઓહ સોરી મેડમ, નાઇસ જેકેટ, આઈ લાઈક ઇટ."

જાણે એ કોઈ કોડવર્ડ હોય એમ પૃથ્વીને ખાતરી થઈ જતા એ ટેક્સીમાં ગોઠવાઈ ગયો. શ્રી અને રુદ્રસિંહ પણ ગોઠવાઈ ગયા.

"મારુ નામ કે. છે મિસ્ટર કે. એ સ્પેશિયલ કેબ ડ્રાઇવર." ટેક્સી હંકારવી શરુ કરી એ સાથે જ ડ્રાઈવર બોલ્યો.

"થેન્ક્સ હું પૃથ્વી. પૃથ્વી દેસાઈ."

"આઈ નો સર. તમારો કેસ વાંચ્યો છે મેં."

"મારો કેસ?"

"હા સર." ટેક્સી હાઇવે ઉપર લેતા પેલા એ કહ્યું, "અમારી સ્કૂલમાં દરેક સક્સેસ ફૂલ કેસના ચેપટર અમને ભણાવવામાં આવે છે. માની લો એક સ્કૂલમાં જેમ સ્ટુડન્ટસને ગણિતના દાખલા શીખવવામાં આવે એ રીતે."

શ્રી કે રુદ્રસિંહ એકેયને કઈ સમજાયું નહીં. બંનેને પેલો માણસ પાગલ લાગ્યો. પણ પૃથ્વીને રસ પડ્યો.

"મારો કયો કેસ?"

"સર તમારો બાબરીયા કેસ અને આલિયા અગ્નિહોત્રી કેસ બંનેના ચેપટર મેં જોયા છે." એટલું કહી પાછળ ફરી રુદ્રસિંહ સામે જોઈ એણે ઉમેર્યું, "સોરી મી. રુદ્રસિંહ પણ તમારો પીછો થતો હતો એ બાબત તમારા ડ્રાઇવર પૃથ્વી દેસાઈ સિવાય કોઈને જાણ નહોતી."

પૃથ્વી મનોમન એ બાબતે ગર્વ લેતો સાંભળી રહ્યો.

"સર તમે જે રીતે વિઠ્ઠલદાસના ઘર ઉપર વોચ ગોઠવી એકલા હાથે આલિયા અગ્નિહોત્રી સુધી પહોંચ્યા એ કાબિલે તારીફ હતું." એજન્ટ કે બીજાને બોલવાનો મોકો પણ આપવા માંગતો ન હોય તેમ વાતો કરવા લાગ્યો.

"થેંક્યું." પૃથ્વી એ કહ્યું.

"સર મી. રુદ્રસિંહ તમારી નિશાન બાજી વિશે ઘણી વાતો સાંભળી છે."

રુદ્રસિંહે કદાચ એ વાક્ય સાંભળ્યું જ ન હોય એ રીતે બારીમાંથી દોડી જતા દ્રશ્યો જોઈ રહ્યા.

"પણ સ્કૂલ કેવી? શાની સ્કૂલ?" પૃથ્વીએ પેલો તંતુ ફરી જોડતા પૂછ્યું.

"એ બધુ તમને આ ટેક્સી ઉભી રહેશે એટલે સમજાઈ જશે સર." પેલાએ પહેલી વાર હસીને કહ્યું અને સ્પીડ વધારી દીધી.

શ્રી વિચારોમાં હતી. પોતે ક્યાંથી ક્યાં જઇ રહી હતી? પોતે એક ખેલ ખેલ્યો એમાં નસીબનો ખેલ ક્યાંથી ક્યાં લઈ જતો હતો. રજની દેસાઈ, અર્જુન, પૃથ્વી, મનુ, રુદ્રસિહ, પેલો અજાણ્યો માણસ, એનું પોતાના હાથે ખૂન થવું, અર્જુનનું એકલા ભાગી જવું, રજની દેસાઈનું ગાયબ થવું, એ પછી હવે આ અજીબ ટેક્સી ડ્રાઈવર... આ બધા નસીબના ખેલ નથી તો બીજું શું છે? તેના મનમાં અનેક પ્રશ્નો થતા હતા. આ ટેક્સી ક્યાં ઉભી રહેશે અને ત્યાં શું સરપ્રાઈઝ હશે એ પણ કોણ જાણે?

પુરપાટ ઝડપે ટેક્સી દોડતી રહી. રુદ્રસિહ કઈક અલગ જ વિચારોમાં ખોવાઈ ગયા. શ્રી પોતાના વિચારોમાં ખોવાયેલી રહી અને પૃથ્વી એજન્ટ કે સાથે વાતો કરતો રહ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky