Ek savarni sharuaat in Gujarati Short Stories by Arvind books and stories PDF | એક સવારની શરૂઆત....

The Author
Featured Books
Categories
Share

એક સવારની શરૂઆત....


એક સવારની શરૂઆત..





( આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે , તેને કોઈના પણ અંગત જીવન સાથે સંબંધ નથી . આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ પણ વ્યક્તિ , ધર્મ ,ભાષા કે અન્ય કોઈ ની પણ લાગણી દુભાવવાનો મારો કોઈ આશય નથી . આ વાર્તામાં વર્ણવેલ તમામ નામ મારી કલ્પનાના છે. )

(આ વાર્તા નો કોઈ પણ ભાગ મારી સંમતિ વગર કોપી કરવામાં આવશે તો તે કોપીરાઇટ નો ભંગ ગણાશે. અને તેના પર કાનુની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી. )

અતિક ઉઠ ફટાફટ તારે સ્કુલે જવામાં મોડું થઈ જશે પછી....
ચાલ ફટાફટ ઉઠ અને નહાવા જા , મેં તારા માટે ગરમ પાણી કાઢીને રાખ્યું છે....ચલ હવે ઉઠ જલ્દી જલ્દી..

અતિકના મમ્મી જમીન જોર જોરથી બાદ પાડીને અતિકને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે..... શિયાળાની બરફ જેવી ઠંડી ઠંડી હવાઓ આમતેમ આંટા મારી રહી હોવાથી અતિક તો ગોદડાની બહાર નીકળવાનું નામ જ લેતો નથી અને બીજી તરફ અતિક ના મમ્મી તેને સ્કૂલ જવામાં મોડું થઈ જશે તેની ચિંતામાં ને ચિંતામાં સવારની ચા માં ખાંડના બદલે મીઠું નાખી દે છે.

ધીરે ધીરે રહીને પણ આપણા અતિકભાઈ ગોદડામાથી બહાર નીકળી ને નહાવા જાય છે અને અતિક ની મમ્મીની બૂમો શાંત થતાં ઘરમાં નિરવ શાંતિ નો પ્રવેશ થાય છે.

થોડીવાર પછી અતિક તૈયાર થઈ ને તેના પપ્પા સાથે ચા - નાસ્તો કરવા બેસે છે. અતિકની મમ્મી અતિકને અને તેના પપ્પાને ચા અને નાસ્તો આપે છે . અતિક અને તેના પપ્પા જેવા ચા પીવા જાય છે કે ...... અચાનક......જોરથી બૂમ પાડી ઊઠે છે.....આ ચા છે કે શું ???....‌‌આવી ચા તો અમે અમારી જિંદગીમાં ક્યારેય નથી પીધી!!!!....તે આજે શું બનાવ્યું જમીન....‌તારુ ધ્યાન ક્યાં હતું આજે ચા બનાવતી વખતે...‌આટલા બધાં પ્રશ્ન ચક્રવાક એકીસાથે પૂછી લે છે.
એ સાંભળતા જ જમીન વેલણ લઈને રસોડામાં થી બહાર આવે છે ..... ત્યાં જ બહાર થનાર ગૃહયુદ્ધનો અણસાર આવી જતાં અતિક ચા પીધા વગર ફટાફટ નાસ્તો કરી ને સ્કૂલ જવા નીકળી પડે છે.

આ તરફ અતિક ના પપ્પા પણ ઓફિસે જવા નીકળી પડે છે. તેમની પાછળ પાછળ જમીન પણ ઘરની બહાર દોડી આવે છે પણ આ બધી ઝંઝટમાં અતિકની મમ્મીને કંઈક અજુગતું થઈ રહ્યું હોવાનો આભાસ થાય છે. તેને અચાનક એક અદ્ભુત અને અદ્વિતીય ચિહ્ન તેના ઘરના આકાશ પર પ્રકાશિત થતું દેખાય છે ,જે આગળ ની જ ક્ષણે જ અદ્રશ્ય થઈ જાય છે. આ ચિહ્ન જોઈને જમીન થોડીવાર માટે તો જાણે પથ્થર ની પ્રતિમા બની જાય છે , તેના મનોવિશ્વમા વિચારો નું ઘોડાપૂર આવ્યું હોય તેમ તેને તેનાનમાં એકીક્ષણે હજારો જાત જાતના વિચારો આવવા લાગ્યા હતા.

શું હશે એ ચિહ્ન અને શું જણાવવા માગતું હશે એ ચિહ્ન .... હું જ નથી જાણતો ..‌‌તમે જાણતા હોય તો કમેન્ટ કરો અને વાર્તા આગળ પૂરી કરો.....

આ વાર્તા છે કે નહીં એ પણ મને ખબર નથી .... આ એમ બેઠા બેઠા કરેલું એક ઘટનાનું નાનું એવું વર્ણન છે.

આ વાર્તા મેં કંઇ પણ વિચાર કર્યા વગર એમ જ લખી છે અને હું આ વાર્તાનો અંત જણાવવા પણ નથી ઈચ્છતો .... વાચકને જે ગમે તેવો અંત , પોતાની કલ્પના અને પોતાના વિચારો અને અનુભવોના આધારે ઘઙી શકે છે.તમને ગમે તો કરો કમેન્ટ નહિંતર.......આગળ વધો અને બીજી વાર્તા વાંચો.

Plz Comment and Share with your friends and family.


Thanks for reading.


-@arvind.19