Prem Angaar - 38 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 38

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 38

પ્રકરણ : 38

પ્રેમ અંગાર

જાબાલી વિશ્વાસ ખરીદી કરીને આવ્યા. આસ્થા સાથે 2 થી 3 વાર વાત થઇ શું શું ખરીદી કરી તે બધું જણાવ્યું કાલે સવારે બેંગ્લોર જવાનો અને રાત્રે પાછો ફોન કરશે જણાવ્યું.”

સાંજે જાબાલી અને વિશ્વાસ એમનાં કાયમી મૂડ પ્રમાણે ડ્રીંક્સ લઇને બેઠાં. ઇશ્વા આવીને ડીશમાં નાસ્તો મૂકી ગઇ. એટલામાં અંગિરા આવી, આવી એવી આ લોકો સાથે આવીને ગોઠવાઈ ગઇ કહે “તમે કાલે બેંગ્લોર અને પછી યુ.એસ જવાનાં મને કહ્યું નહીં આ તો મેં દીદીને કહ્યું “દીદી શું કરો છો ? મારી સાથે બ્યુટીક આવશો ? ત્યારે ખબર પડી કે તમે આવ્યા છો એ નહીં આવી શકે. ચાલો હું જ આવી ગઇ. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન ફોર યુએસ ટ્રીપ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર પ્રોજેક્ટ કહી હાથ મિલાવ્યા. ક્યાંય સુધી છોડ્યા નહીં. એ વિશ્વાસની આંખોમાં આંખો પરોવી જોઈ રહી અને હથેળીમાં સ્પંદન અનુભવી રહી. અંગીરા એકદમ લાગણીવશ બની અને બધાની સામે જ ઉભી થઇને વિશ્વાસને ભેટી અને ગાલ ઉપર ચુંબન આપ્યું. વિશ્વાસ અસ્વસ્થ થયો. જાબાલી, ઇશ્વા જોતાં જ રહી ગયા. અંગીરાએ કહ્યું “ખૂબ મીસ કરીશ. બેંગ્લોર તો હું આવી જઉં પણ યુ.એસ પાછળ આવું શક્ય નથી. કહીં નહીં તમારાં આવવાની રાહ જોઇશ. બધા રાહ જુએ છે ને.

જાબાલી ઇશ્વા તો આવું બધું સાંભળી સડક જ થઇ ગયા. અત્યારે જાબાલીથી ના રહેવાયું અરે અંગી શું મજાક કરે છે ? તું કેમ આવુ વર્તે શું છે ? ઇશ્વાએ કહ્યું અંગીરા બી હેવ યોર સેલ્ફ. ફરીથી હું તને અહીં નહીં બોલાવું. અંગીરાએ કહ્યું અરે જીજુ, દીદી તમે ક્યા જમાનામાં જીવો છો ? વિશુ ઇઝ માય ફ્રેન્ડ સો આઈ વીશ હીમ ધેટ્સ ઓલ ડોન્ટ ડીસ્ટર્બ. હું નવા જમાનાની છુ આમ જ વર્તુ અને આમ જ કરું. તમને ના ગમે ઠીક છે. તમારી એ વિચારસરણી છે. વિશુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. કહી વિશ્વાસની તદ્દન બાજુમાં બેઠી. વિશ્વાસે કહ્યું “અંગીરા. યશ. વી આર ગુડ ફ્રેન્ડ્સ બટ વી હેવ સમ મેનર્સ એન્ડ અવર બીહેવીયેર. પ્લીઝ ટેક કેર આઇ એમ નોટ ધેટ ટાઇપ ઓપ સ્ટફ આઈ એપ્રીસીએટ યોર ફીલીંગ બટ આઇ ડોન્ટ લવ યુ. થેંક્યું ફોર યોર વીશીઝ. એમ કહી વિશ્વાસ અંદર જતો રહ્યો.”

જાબાલી પણ ઉભો થઇ બહાર નીકળી ગયો. ઇશ્વાએ અંગિરાને કહ્યું શું માંડ્યું છે તેં આ ? શું થઇ ગયું છે તને ? મમ્મી પપ્પા જાણશે તો હું જવાબ શું આપીશ ? તારી આ મેન્ટાલીટી અહીં નહીં ચાલે. અંગીરા ઇશ્વાની સામે જોઈ રહી કોઇ પણ જવાબ આપ્યા વિના એ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઇ.

*****

વિશ્વાસ બેંગ્લોર આવી ગયો. યુ.એસ. જવાની તૈયારી અને કંપનીમાં પ્રોજેક્ટ અંગે કામકાજ બધા સાથીદારો સાથે ચર્ચા અને મીટીંગ ઉપર મીટીંગ ખૂબ જ વ્યસ્ત થઈ ગયો. આસ્થા સાથે રાત્રે અને સવાર ઉઠીને વાત કરી લેતો. અત્યારે એનું તન મન વિચાર બધું જ કામ પાછળ હતું. એની તારીખ ફાઇનલ થઇ ગઇ અને બે દિવસ પછી બેંગ્લોરથી જ યુ.એસની ફ્લાઇટમાં જવાનો હતો. થોડો નર્વસ અને સ્ટ્રેટસમાં રહેવા લાગ્યો.

આજે મધ્યરાત્રીની ફ્લાઇટમાં વિશ્વાસને યુ.એસ જવાનું છે. સવારથી તૈયારીમાં લાગ્યો છે. મુંબઇથી સિધ્ધાર્થ આવી ગયેલો એટલે એને સારી અનૂકૂળતા રહેલી. એ એનાં જ ફ્લેટમાં રહેવાનો છે એટલે ફ્લેટ પણ સચવાશે એ અને સિધ્ધાર્થ બધી તૈયારી કરી રહેલા. પ્રોજેક્ટ માટેની ટીમ સાથે બધી જ ચર્ચાઓ થઇ ગયેલી. એ થોડો કામથી હળવો થઇને બેઠો અને આસ્થાને ફોન કર્યો.

“આશુ લવ યુ બધી જ તૈયારીઓ થઇ ગઇ છે. સિધ્ધાર્થ છે એટલે એની ખાસી મદદ મળી રહી છે. કેમ છે તમે લોકો ? માં કેમ છે ? આશુ તારા મીસ કોલ જોયા પણ ફોન બહારનાં રૂમમાં હતો. મીસ યુ ડાર્લીંગ. આસ્થાએ કહ્યું “વિશુ ક્યારની ફોન કરું છું મારાં મનને ચેન નથી. વિરહતો વિરહ છે તમે દેશમાં હોવ કે પરદેશ મારા માટે સરખી જ સ્થિતિ કેમ કરીને જીવું હું ? વિશુ તમે જલ્દી પાછા આવી જજો તમારી જ રાહ જોતી હોઇશ. આઇ વીશ યુ બેસ્ટ લક, વિશુ ખૂબ સરસ રીતે બધું કરી આવજો. હું ફક્ત તમારી જોગન બનીને જ જીવતી હોઇશ. વિશુ લવ યુ વેરી મચ. હું અહીં ક્લાસીસ ચાલુ કરીશ વૈદીક અને વિદ્યાઓનાં ટ્યુશન કરીશ. સમય વ્યતિત કરવા કારણ શોધ્યા છે. એક મીનીટમાં માં વાત કરે. માં એ ફોન લીધો. “માં જય શ્રી કૃષ્ણ કેમ છો ? માં મારી યુ.એસ. જવાની બધી તૈયારીઓ થઇ ગઇ છે. કોઇ ચિંતા નથી હું આજે મોડી રાત્રે જવા નીકળી જઇશ પહોંચીને તમને ફોન કરીશ માં કહે સાચવીને જજે દીકરા જીવનમાં ખૂબ પ્રગતિ કરો સુખી થાવ ફોન કરતો રહેજે દિકરા પછી જલ્દી ઘરે આવી જજે. જય શ્રી કૃષ્ણ.

વિશ્વાસ આજે સિધ્ધાંત સાથે બધી તૈયારી સાથે એરપોર્ટ જવા નીકળી ગયો. સામાન જમા કરાવી સીક્યુરીટી ચેકીંગ કરાવતાં પહેલાં ફરી એકવાર આસ્થા અને માં સાથે વાત કરી લીધી. મામા-મામી- જાબાલી-ઇશ્વા બધા સાથે વાત કરી લીધી અને સિધ્ધાર્થની સાથે વાત કરીને સીક્યુરીટી ચેકીંગ માટે અંદર ગયો. સિધ્ધાર્થ એને બેસ્ટ લક બ્રો-બાય કહીને નીકળી ગયો. વિશ્વાસ બધુ સ્કેન કરાવી એની એટેચી અને બુક્સ લઇને પ્લેનમાં બેસી ગયો. જીવનમાં સૌ પ્રથમવાર દેશ છોડીને પરદેશ જઇ રહ્યો હતો. ખૂબ ઉત્તેજીત હતો. વીન્ડો સીટ મળેલી એટલે બારીની બહાર જોવા લાગ્યો આમ જીંદગીનું પ્રકરણ એક નવું જ શરૂ થવા જઇ રહ્યું હતુ પરદેશ તરફ આગળ વધી રહ્યો છે દેશ પાછળ સરકી રહ્યો છે.....

*****

જીવનમાં પહેલીવાર વિશ્વાસે દેશ છોડીને પરદેશની ધરતી ઉપર પ્રથમ પગ મૂક્યો. લોસ એન્જેલસનાં બેનમૂન આધુનીક એરપોર્ટ પર ઉતર્યો. ઉતરતાં જ એને અંદાજ આવી ગયો અમેરીકન એમ નેમ અગ્રેસર વિકસીત દેશ નથી કહેતાં. એ ઉતરી સીક્યુરીટી ચેકીંગ કરીને ગ્રીનચેનલમાંથી બહાર નીકળી ગયો. એરપોર્ટ ઉપર જ અવનવા સ્ટોર્સ, કેફે, ડ્રીંક્સનાં કાઉન્ટર ગોરી છોકરીઓ અપટુડેટ ડ્રેસકોડમાં જેને જરૂર લાગે એને માર્ગદર્શન આપી રહી છે. એને લેવા માટે હેન્રી આવેલો હતો. એણે એનાં બોર્ડમાં વિશ્વાસ ભટ્ટનું નામ હતું વિશ્વાસે હાથ કરીને પોતે છે એમ જણાવ્યું અને એનો સામાન પણ ચેક થઈને આવી ગયો હતો. હેન્રીએ આગળ આવી એની સાથે હસ્તદૂનન કર્યું હસીને આવકાર્યો અને સામાનની ટ્રોલી એણે લઇને ગાડી તરફ લઇ ગયો. વિશ્વાસ લાંબી ઇમ્પોર્ટેડ કાર મર્સીડીઝમાં દમામભેર પાછળ બેસી ગયો અને હેન્રી વિશ્વાસનાં ઉતારા ઉપર લઇ જવા હંકારી ગયો...

*****

“હલ્લો સિધ્ધાર્થ હું અંગિરા બોલું છું” હું ક્યારની વિશ્વાસને ફોન કરું છું પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. એને ફોન આપને. સિધ્ધાર્થ કહે એને હું હમણાં જ એરપોર્ટમાં અંદર મૂકીને આવ્યો. એનો ફોન હમણાં તો કેવી રીતે લાગશે ? એણે બંધ કરી દીધો હશે હવે પહોંચીને ત્યાંનાં ફોનથી મને ફોન કરશે. એની વે તું ક્યાંથી વાત કરે છે ? અંગિરા કહે હું અહીં બેંગ્લોરથી જ વાત કરું છું એ નીકળી ગયો ? કેટલી વાર થઇ ? એને મેં ફ્લાઇટની ડીટેલ માંગી હતી પણ પછી આપુ કહી આપી જ નહીં કેમ આમ કર્યું “હું છેક મુંબઇથી અહીં આવી એને વીશ કરવા બાય કહેવા એને કદર જ નથી એનો અવાજ એકદમ ઢીલો થઇ ગયો. સિધ્ધાર્થે કહ્યું “બેંગ્લોરથી બોલે છે ? ક્યાં છું ? અંગિરા કહે તમારા ફ્લેટની બહાર હવે નીચે કોરીડોરમાંથી વાત કરું છું હું શું કરું ? સિધ્ધાર્થ કહે હું આવુ જ છું પાછો તુ વેઇટ કર.”

સિધ્ધાર્થ કાર પાર્કીંગમાં પાર્ક કરીને દોડતો કોરીડોર પહોંચ્યો અને અંગિરાને જોઇ એની પાસે ગયો. અંગિરા સિધ્ધાર્થને વળગીને રડવા લાગી. કહે “વિશ્વાસે કેમ આમ કર્યુ. હવે મારે એની સાથે વાત જ નથી કરવી. એ શું સમજે છે એના મનમાં ? મુંબઇથી દોડતી આવી એણે મારા એક ફોન ના ઉપડ્યા ના મારા મેસેજનાં જવાબ આપ્યા.”

સિધ્ધાર્થે કહ્યું “અરે, વિશ્વાસ ખૂબ જ દોડાદોડમાં જ હતો. એનાં પ્રોગ્રામ એક મહિનો વહેલો થઇ ગયો. એણે જે ડીવાઇસ બનાવી છે એમાં જરૂરી કામ આગળ કરીને એને અપગ્રેડ કરવી પડે એમ હતી અને પાછળનો કાર્યક્રમ યુ.એસ જ હતો. એને મારી સાથે વાત કરવાં પણ સમય નહોતો. ત્યાં હવે પહોંચીને વાત થશે. છેક છેલ્લી ઘડીએ એણે એની મધર અને ફીઆન્સી સાથે ઉતાળવમાં જ વાત કરી. સિધ્ધાર્થ આ વાત ખાસ જાણીને કરી અને એની અસર અંગિરા ઉપર ધારી થઇ જ. અંગિરા કહે મેં ઓછામાં ઓછાં 15 થી 20 કોલ અને કેટલાં બધા મેસેજ કર્યા એણે એકવાર મારી સાથે વાત ના કરી અને પેલી આસ્થા સાથે વાત કરી હમ્મ... એનો ઇગો ઘવાયો હતો પણ શું કરી શકે ?”

સિધ્ધાર્થ, અંગિરાને પહેલેથી જ ઓળખતો. એ જાબાલીનો ખાસ મિત્ર હતો એટલે એનાં ઘરે અવર જવર ત્યાં ઇશ્વાને ઘરે જાબાલી સાથે જતો આમ અંગિરાનાં પરિચયમાં આવેલો એને પ્રથમ નજરે જ અંગિરા ખૂબ ગમી ગયેલી પરંતુ કહેવાની ક્યારેય હિંમત ના કરી શક્યો. અંગિરા ખૂબ દેખાવડી અપટુડેટ અને આધુનિક હતી તથા વર્તન વ્યવહારમાં ખૂબ છૂટી હતી. એને કોઇ શરમ સંકોચ નહીં જે કહેવું હોય બેધડક કહી દેતી પરંતુ સ્વભાવે ખૂબ તીખી અન અને ગુસ્સાવાળી હતી એટલે કોઈ એની સામે ગમે તેમ વર્તવાનું વિચાર જ ના કરે. વિશ્વાસની પાછલ અંગિરા છે એ જાણ્યા પછી સિધ્ધાર્થ થોડો આઘાતમાં હતો. વિશ્વાસની પ્રિયતમા હતી એનાં દેશમાં અને વિશ્વાસ એને જ ખૂબ ચાહતો એની સાથે વિવાહ પણ કરીને આવેલો. છતાં અંગિરા વિશ્વાસ પાછળ જ હતી એ જાણી સિધ્ધાર્થને દુઃખ થતું. આજે અચાનક કુદરતે અવસર આપ્યો હતો પોતાની દીલની વાત કહેવાનો. વિશ્વાસે વિવાહ કર્યા છે તથા અમેરીકા ગયો.

પ્રકરણ : 38 સમાપ્ત

વાંચો પ્રકરણ 39 માં……. ગાંધર્વ લગ્ન કરી વિશ્વાશ અમેરિકા જવાની તૈયારીમાં પડ્યો..પછી?