કોલેજ માં મારો પેહલા દિવસ હતો. હું ક્લાસ માં દાખલ થયો. મને ક્લાસ માં આવતા મોડું થઈ ગયું હતું એટલે બધા આવી ને બેસી ગયા હતા. મે કમ્પ્યુટર એન્જિનિયરિંગ રાખેલું એટલે છોકરીઓ વધુ હતી.
કોલેજ ના શરૂઆત ના સમય માં હું છોકરીઓ સાથે વાત ના કરતો જોકે અમારા ગ્રુપ માં અમે 3 છોકરાઓ અને 3 છોકરીઓ હતા. પહેલું સેમ પૂરું થવા આવ્યું ત્યારે મારી પાસે વાંચવા માટે ઘણા ઓછા નોટ્સ હતા. ક્લાસ ના લગભગ બધા છોકરાઓ ભણવામાં ખૂબ ઓછું ધ્યાન આપતા એટલે તેમની પાસે થી નોટ્સ મળવાની સંભાવના 0 હતી. એટલે મે અમારા ગ્રુપ ની એક છોકરી દિશા પાસે થી નોટ્સ માગવાનું વિચાર્યું.
એક દિવસ ક્લાસ માં મે તેની પાસે નોટ્સ માગ્યા. તેને ખુશી ખુશી આપી દીધા. નોટ્સ આપતી વખતે તેણે સ્માઈલ આપી, કારણ કે અમે લોકો એક સેમ થી સાથે હતા પણ અને લોકો એ વાત પણ ન હતી કરી. તે દિવસ થી મારા માં ઘણો ફેરફાર આવી ગયો હતો. હવે હું અમારા ગ્રુપ ની બધી છોકરીઓ સાથે મજાક કરતો, મસ્તી કરતો અને મદદ પણ કરતો.
બધા માં મારું સૌથી સારું દિશા સાથે બનતું. ઘણી વખત હું અને દિશા સાથે મળી ને બધા ને હેરાન કરતા. તેવું કરવા માં મને અને તેને બંને ને મજા આવતી. ધીરે ધીરે અમે બંને ફ્રેન્ડ માંથી બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. એકબીજા ને બધી વાત કરવા લાગ્યા. મે તેને મારી બધી સારી ખરાબ આદત વિશે કહી દીધું અને તેણે પણ.
બીજા સેમ થી અમે ગ્રુપ ના લોકો બંક મારી ને કોઈ કોફી શોપ કે પછી મોલ માં ચાલ્યા જતા અને તે ખુશી ના પળો નો આનંદ લેતા હતા.
અમે ગ્રુપ માં ગમે ત્યાં ફરવા જતા ત્યારે દિશા મારી સાથે જ હોય. એમે લોકો જ્યારે સાથે હોય ત્યારે બધું દુઃખ ભૂલી જાય. એમને બંને ને આ રીતે સાથે જોઈ ને બધા એવું વિચારવા લાગ્યા કે મારી અને દિશા વચ્ચે કંઇક છે, પરંતુ હકીકત માં એવું કઈ જ ન હતું. હું દિશા ને મારી બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો અને તે મને તેનો બેસ્ટ ફ્રેન્ડ. બસ આના થી વધુ કઈ ન હતું. અમે લોકો એ સમજાવ્યું પણ અમારા ગ્રુપ ને છોડી ને કોઈ એ વાત ન માની.
અમારા ક્લાસ ના ઘણા છોકરાઓ દિશા પર ફિદા હતા, પણ હું અને દિશા સાથે હોઈએ ત્યારે કોઈ છોકરો તેને બોલાવતો નહિ. તેનું કારણ એ હતું કે તે લોકો મને તેનો બોયફ્રેન્ડ સમજતા હતા. આ વાત દિશા પણ જાણતી હતી પરંતુ તે કઈ કેહતી ન હતી. તેની પાછળ નું કારણ એ હતું કે તેને ન ગમતા છોકરાઓ તેની પાસે ન હતા આવતા.
એક દિવસ મારા અને દિશા વચ્ચે થોડી બોલાચાલી થઈ. અમે બંને એ બોલવાનું અને સાથે ફરવાનું બંધ કરી દીધું. થોડા દિવસ માં આખી કોલેજ ને ખબર પડી ગઈ. હું જ્યાંથી પણ જતો ત્યાં લોકો મારી કંઇક કાનાફૂસી કરતા. તે લોકો સમજતા હતા કે મારું અને દિશા નું બ્રેક અપ થઈ ગયું છે, પણ એ લોકો ને કોણ સમજાવે કે બ્રેક અપ તો બે પ્રેમ કરતા લોકો નું થાય છે બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે નહિ.
આ વાત નો ફાયદો ઘણા છોકરાઓ એ લીધો. બે - ત્રણ દિવસ માં તો ઘણા છોકરાઓ એ દિશા ને પ્રપોઝ કરી, પરંતુ દિશા હજુ આમાં પાડવા માગતી ન હતી માટે તેણે બધા ને ના પાડી અને 2 છોકરાઓ ને તો ગાલ પર તમાચો પણ માર્યો.
મારા અને દિશા થી એકબીજાથી વધુ સમય માટે નારાજ ના રહેવાયું. કારણ કે જ્યાર થી અમે બોલવાનું બંધ કર્યું ત્યાર પછી ના તે કોઈ સાથે સરખી વાત કરતી કે ના હું. જે પણ થયું તે ભૂલી ને હું એક દિવસ તેની પાસે ગયો કે જ્યારે તે કોલેજ ની લાઇબ્રેરી માં એક ટેબલ પર એકલી બેસી હતી અને કંઇક વાંચતી હતી. મે જઈ ને તેને સોરી કહ્યું અને મનાવી. બેસ્ટ ફ્રેન્ડ હોવા ના લીધે મારે તેને મનાવવા માટે વધુ મેહનત ના કરવી પડી.
હું અને દિશા ફરી પેહલા ની જેમ મજાક મસ્તી કરવા લાગ્યા, લોકો ને હેરાન કરવા લાગ્યા. અમે લોકો આમ જ કોલેજ પૂરી કરી. કોલેજ કરી ને હું મારા અંકલ ની બીજી નવી ઓફીસ પર કામ કરવા લાગ્યો કે જે અમારા ઘર પાસે જ હતી. મારા અંકલ ની ઓફીસ પર 5 છોકરીઓ અને 10 છોકરાઓ ના સ્ટાફની જરૂર હતી. મારા અંકલ એ 9 છોકરાઓ અને 4 છોકરીઓ તેના જૂના સ્ટાફ માંથી નવી ઓફીસ પર મોકલી. મે મારા અંકલ ને કહી ને દિશા ને પણ ત્યાં જોબ અપાવી દીધી.
અમે ગ્રુપ ફ્રેન્ડ બધા ઘણી વખત એક બીજા ના ઘરે જતા એટલે બધા ના ઘર પર બધા ની બધી ખબર હતી. પરંતુ દિશા ના પરેન્ટ્સ થોડા નેરો માઈન્ડેડ હતા, તેમને દિશા કોઈ છોકરા સાથે વધુ હળેમળે તે ગમતું ન હતું. ઘણી વખત અમે લોકો દિશાના ઘર પર મળતા ત્યારે તેમના પરેન્ટ્સ એમને છોકરાઓ ને થોડા ગુસ્સા અને નારાજગી ના ભાવ થી જોતા. ખાસ કરી ને મને, કારણ કે દિશા સાથે સૌથી વધુ ધમાલ મસ્તી હું જ કરતો. એમને બધા ને આ વાત ની ખબર હતી એટલે અમે લોકો દિશા ના ઘર પર ખૂબ ઓછા મળતા.
આવી રીતે ઘણો સમય નીકળી ગયો. મને અને દિશા ને ઓફિસ માં કામ કરવા માં ખૂબ મજા આવતી.
પછી એક દિવસ એવું બન્યું કે જેને મને એક જટકો આપી દિધો. ઓફિસ માં વધુ કામ હોવા થી મારા અંકલ એ મને અને દિશા ને રોકાઈ જવા માટે કહ્યું. કામ મારા એકલા થી થઇ જઇ શકે તેમ હતું પણ અંકલ એ તેને મારા સપોર્ટ માટે રોકવા કહ્યુ હતુ. હું, દિશા અને મારા અંકલ અમે રાતે મોડે સુધી કામ કરતા રહ્યા. મારું કામ પત્યું તેની થોડી વાત પેહલા જ અંકલ તેના કામ માટે નીકળી ચૂક્યા હતા અને મને તથા દિશા ને તેની ઘરે જમવાનું કહી ગયા હતા. કામ પતાવી ને હું અને દિશા મારી બાઇક પર અંકલ ના ઘર પર ગયા. અંકલ ઘરે આવી ચૂક્યા હતા. હું અને દિશા આંટી ના હાથે બનાવેલા સ્વાદિષ્ટ ભોજન નો આનંદ લેતા હતા અને મજાક મસ્તી કરતા હતા. મારા અંકલ તેના લેપટોપ મા કોઈ ડોક્યુમેન્ટ બનાવતા હતા. આંટી એ તેમને બોલાવ્યા તો કહ્યું કે "બસ 5 મિનિટ મા આવ્યો." એવા માં અચાનક મારા અંકલ ના ફોન ની રીંગ વાગી. મારા અંકલ એ ફોન માં વાત કરી અને પછી મારા આંટી ને કહ્યું "આપડે અત્યારે જ મારા ફ્રેન્ડ ના ઘર પર જવું પડશે તેની તબિયત સારી નથી." પછી મારી સામે જોઈ ને કહ્યું "તું અને દિશા શાંતિ થી જમી લો અને પછી દિશા ને તેના ઘર પર મૂકી આવજે." આટલું કહી ને તે બંને નીકળી ગયા.
હું અને દિશા તેના ગયા પછી જમવા બેસ્યા તેટલા માં ઘર ની લાઈટ જતી રહી. મે જઈ ને ફયૂઝ ચેક કર્યો તો તે ઉડી ગયો હતો. મે તેને જમી ને શાંતિ થી રિપેર કરવાનું વિચાર્યું. હું કિચન માં ગયો અને ત્યાંથી મીણબત્તી કઈ આવ્યો અને તેણે જમવાના ટેબલ પર રાખી ને સળગાવી દીધી જેનાથી જમવાના અગવડતા ના પડે. બધું થઈ ગયા પછી હું અને દિશા જમવા માટે બેઠા.
હજુ અમે જમવાનું ચાલુ કર્યું એટલામાં ડોરબેલ વાગ્યો. દિશા એ જઈ ને દરવાજો ખોલ્યો. દરવાજે એક 40 વર્ષ ની આસપાસ ની ઉંમર નો એક વ્યક્તિ ઊભો હતો અને હાંફતો હતો. હું પણ દિશા પાસે પહોંચી ગયો. દિશા ના પપ્પા એ હાંફતા જ પૂછ્યું કે "ક્યાં છે તારા ફ્રેન્ડ ના અંકલ અને આંટી?"
મે તેમને અંદર લાવી સોફા પર બેસાડ્યા અને દિશા પાણી લઈ આવી. પાણી પીતા પીતા તેમની નજર જમવાના ટેબલ પર પડી કે જ્યાં મીણબતી ના આછા પ્રકાશ મા 2 જમવાની થાળી દેખાતી હતી. પાણી પીધા પછી દિશા એ કહ્યું "તેઓ કોઈ કામ થી બહાર ગયા છે."
દિશાએ જેવું વાક્ય પૂરું કર્યું તેઓ ઊભા થઈ ગયા અને મને સટ્ટાક કરી ને તમાચો મારી દીધો. દિશા ના મોં માંથી ચીસ નીકળી ગઈ "પપ્પા....." તેના પપ્પા બોલ્યા "હરામખોર, મને તારા પર પેહલે થી જ શંકા હતી કે તું મારી ભોળી ભાળી દીકરી ને ફસાવે છે. અત્યાર સુધી તો તું ફ્રેન્ડ ગ્રુપ ના નામે તેની સાથે ફરતો હતો..." દિશા સમજી ગઈ હતી કે તેના પપ્પા સુ કેહવા માગતા હતા એટલે તે તેમને રોકવાનું કોશિશ કરતી હતી. "પપ્પા, મારી વાત તો સાંભળો...."
પણ તેમણે બોલવાનું ચાલુ જ રાખ્યું "... અને આજે ઘરે કોઈ નથી તો તું એને અહીંયા લઈ આવ્યો. મને તારી બધી ચાલ ની ખબર પડી ગઈ છે...."
હવે મને લાઈટ થઈ કે તે આટલા બધા ગુસ્સે કેમ છે. મે પણ તેમને રોકવાનું કોશિશ કરી પણ તે રોકાયા નહિ. દિશા પણ તેમને રોકવાની સતત કોશિશ કરતી હતી.
"... બોલાવ તારા માતા પિતા ને અહીંયા. તારા માતા પિતા ને પણ ખબર પડવી જોઈએ કે તેનો દીકરો કેવો છે." આટલું બોલી ને તે ચૂપ થઈ ગયા. હું સમજી ગયો કે મારા સમજાવવાથી તે નહિ મને એટલે મે મારા અંકલ ને અને પપ્પા ને મારા અંકલ ના ઘરે બોલાવી લીધા.
મારા પપ્પા આવ્યા ત્યાં સુધી કોઈ કંઈ પણ બોલ્યું નહિ, બસ દિશા ના પપ્પાએ મને ગુસ્સે થી જોયા રાખ્યું. મારા પપ્પા જેવા ઘર માં દાખલ થયા દિશા ના પપ્પાએ અંકલ ના આવ્યા ત્યાં સુધી સંભળાવ્યું.
બધું સંભાળી લીધા પછી મારા પપ્પા એ મને મારવા માટે હાથ ઉપાડ્યો, પરંતુ મારા અંકલ એ તેને રોકી લીધા. પરેશાની, હેરાની અને ગુસ્સા ના ભાવ તેના ચહેરા પર સાફ દેખાતા હતા. તેણે મારા પપ્પા ને પૂછ્યું "કેમ મારવો છે તમારે? કર્યું છે શું?"
મારા પપ્પા એ તેને આખી વાત કહી કે ને દિશા ના પપ્પા એ કહી હતી. મારા પપ્પા એ જેવી વાત પૂરી કરી એટલે મે ફરી પાછું તેમને સમજાવવા માટે મારું મોં ખોલ્યું ત્યાં બોલી ઉઠ્યા "તું તો કંઈ બોલતો જ નહિ. તારા લીધે મારે આજે આટલા ખરાબ દિવસો જોવાના આવ્યા છે. આજ જોવા માટે તેને મે મોટો કર્યો છે?" મારા અંકલ એ કહ્યું તું બોલ. તારે જે કહેવું હોય એ કહી દે હું અહીંયા જ છું કોઈ કંઈ પણ નહિ બોલે.
મે દિશા ના પપ્પા નો હાથ પકડ્યો અને તેને રસોડા માં લઇ ગયો કે જ્યાં હજુ અંકલ અને આંટી નું જમવાનું પડ્યું હતું. ત્યાં જ બાજુ માં રાખેલો બળી ગયેલો ફ્યુઝ રાખેલો હતો તે બતાવ્યો અને પછી મે માંડી ને બધી વાત કરી. દિશા અને અંકલ એ પણ સહકાર આપ્યો.
બધું સંભાળી ને દિશા ના પપ્પા આઘાત માં સોફા પર એકદમ જ બેસી ગયા અને પોતાના ચહેરા પર હાથ રાખી ને રડવા લાગ્યા. મારા પપ્પા પણ શર્મિંદા હતા. દિશા એ પાણી લાવી ને બંને ને આપ્યું. પાણી પીધા પછી દિશા ના પપ્પા ઉભા થઇ ને મારી પાસે આવ્યા અને હાથ જોડી ને બોલ્યા "દીકરા, મને માફ કરી દેજે. મે તને ખોટો સમજ્યો. હું કરી પણ શું બીજું. દીકરી નો બાપ છું, ચિંતા તો થવાની જ. મને માફ કરી દેજે." આટલું બોલતા તે ફરી રડી પડ્યા.
મે કહ્યુ "અંકલ, હું સમજુ છું તમારી લાગણી ને. પોતાની એક ની એક દીકરી કંઇક ખોટું કરી બેસે તો સમાજ માં શું મોં દેખાડવું એ ચિંતા તો રહેતી જ હોય છે. અને એમાં પણ ઉપર થી દીકરી કોલેજ છોકરાઓ સાથે બેસે ફરે એટલે ચિંતા થાય જ. કોલેજ પછી પણ કોલેજ નો જ એક ફ્રેન્ડ તેને નોકરી અપાવે, તેની સાથે મજાક મસ્તી કરે તો તેના પર શંકા થાય તે સ્વાભાવિક છે. પણ તમે કોઈ ટેન્શન લેશો નહીં, કારણ કે હું અને દિશા ફક્ત અને ફક્ત બે મિત્રો છીએ તેનાથી વધુ કંઈ નહિ. અને તમારે માફી માગવાની કંઈ જરૂર નથી."
"પપ્પા તમે અહીંયા પહોંચ્યા કેવી રીતે?" દિશા એ પૂછ્યું. તેમણે દિશા સામે જોયું, તેમની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. તેમણે કહ્યું "તું ટાઈમ પ્રમાણે ઘરે ના આવે અને તારો કંઈ મેસેજ કે કોલ ના આવ્યો એટલે હું પરેશાન થઇ ગયો અને તારી ઓફિસ એ જવા નીકળ્યો. ત્યાં પહોંચી ને વોચમેન પાસે થી જાણવા મળ્યું કે તું તારા ફ્રેન્ડ સાથે તેની બાઇક પર નીકળી ચૂક્યા છો. વોચમેનને એડ્રેસ પૂછી ને હું અહીંયા પહોંચ્યો. મે પાર્કિંગ મા જોયું, તારા ફ્રેન્ડ ની બાઇક દેખાઈ પણ તેના કાકા ની કાર ના દેખાઈ. એટલે મને વધુ ડર લાગ્યો કે તું કંઈ ખોટું ના કરી બેસે. અને અહી ઘરે પહોંચી ને પરિસ્થિતિ જ એવી હતી કે......" તેમના થી ફરી રડાય ગયું.
મારા અંકલ એ તેમને જમી ને જવાનું કહ્યું પણ દિશા ની મમ્મી ઘર પર તેની રાહ જોતી હતી એટલે ના પાડી.
આટલી મોટી ગેરસમજણ દૂર થયા પછી તેના માતાપિતા સાથે પણ મારું સારું બનવા લાગ્યું. દિશા ના લગ્ન ની જવાબદારી પણ મે ઉઠાવી લીધી અને ધૂમધામ થી તેના લગ્ન પણ કરાવી દીધા. બધા ની જીંદગી સુંદર બની ગઈ.☺️