Black Eye - 28 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 28

Featured Books
Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 28

બ્લેક આઈ પાર્ટ 28

સાગર , અમર ને આજના પ્રોગ્રામ વિશે જણાવે છે અને કહે છે આજની પાર્ટી જીગા ના રૂમે છે અને મને લાગે છે ત્યાં સુધી આજ કંઈક નવીન જાણવા મળશે . અમર અને સાગર થોડી વાતો કરીને પોત પોતાના રસ્તે જાય છે .

સાગર જયારે રાત્રે જીગા ના ઘરે જાય છે ત્યારે માહોલ એકદમ મસ્ત હોય છે . પહેલી નજરે જોઈને એમ જ લાગે કે કોઈ કલબ માં આવી ગયા છીએ . આખું ઘર અલગ પ્રકારની લાઇટિંગ થી શણગારેલું હોય છે , રૂમ માં વચ્ચે એક ટીપોય હોય છે તેની પર બાઇટિંગ માટે અલગ અલગ વસ્તુ મુકેલી હોય છે . રૂમ ની એક સાઈડ બાર જેવી વ્યવસ્થા હોય છે અને ઉપર થી એક દમ જોરશોર થી હિન્દી અને પંજાબી રિમિક્સ સોન્ગ ચાલુ હોય છે . જેવો જીગો સાગર ને આવતો જોવે છે તરત જ તેની પાસે જાય છે .

જીગો : વેલ કમ માય હોમ . આ છે મારુ ગરીબખાનું .અમે તારી જ રાહ જોતા હતા , આ બધા એ તો મારી મહેમાન નવાજી જોય છે તું જ ખાલી બાકી હતો .

સાગર ઉર્ફે સેમી : ભાઈ તારી મહેમાન નવાજી તો એકદમ જોરદાર છે . મેં આટલી પાર્ટી જોઈ છે પણ આના જેટલી ઘરે અને એપણ સુપર્બ વ્યવસ્થા જોઈ નથી .

મોહિત : તો પાર્ટી ચાલુ થઇ જાય .

બધા એક સાથે : લેટ્સ ગો રોક ઓન ધ ફ્લોર .

એક પછી એક બધા ત્યાં વચ્ચે પડેલ ટીપોય પાસે આવ્યા , કોઈ એ સિરિંઝ હાથ માં લીધું , કોઈ એ પાવડર ટીપોય પર નાખીને તેને સૂંઘ્યું . આમ જેને જેમ ફાવે તે રીતે તેઓ ડ્રગ લેવા લાગ્યા . સાગરે પણ સિરિંઝ હાથ માં લીધું અને તેને હાથ માં ઈન્જેક્ટ કરતો હોય તેમ નાટક કર્યું . અહીં શું થાય છે તે જાણવા માટે તેને હોશ માં રહેવું ખુબ જરૂરી હતું .

ધીમે ધીમે તેમના ઉપર ડ્રગ ની અસર દેખાવા લાગી અને તેઓ ઝૂમવા લાગ્યા . ત્યાંથી બધા ઉભા થઇ ને બાર પાસે આવ્યા અને ત્યાં બેઠા બેઠા તેઓ ડ્રિન્ક કરવા લાગ્યા . હજુ તેઓની જીભ લથડતી ન હતી પણ બધા થી પહેલા સના એ લવારો કરવાનો ચાલુ કરી દીધો .

તેઓ બાર પાસે આ પ્રમાણે બેઠા હતા : પેલા સેમી , તેની બાજુમાં જીગો , તેની બાજુમાં મોહિત તેની બાજુમાં માયા , તેની બાજુમાં ડી અને ડી ની બાજુમાં સના . સના એ ત્યાં બેઠા બેઠા જ લવારા કરવાના ચાલુ કરી દીધા .

સના : ઓ જીગા અહીં આવતો .

જીગા : તું બોલ ને બે તારે શું કામ છે હું ત્યાં નથી આવતો .

સના : તું આવે છે કે તારી ધોલાઈ કરીને મારી પાસે લઇ આવું .

જીગો : આવું છુ બોલ શું કામ છે મારી માં .

જીગો પોતાની જગ્યા એ થી ઉઠીને લથડતી ચાલે સના પાસે જાય છે , અને તેની પાસે બેસી જાય છે .

જીગો : હા બોલ શું હતું હવે તારે .

સના : તું સાચે આટલો ડમ્પ છો કે ખબર પડે છે તો પણ ચૂપ છો .

જીગો : મને લાગે છે તને વધુ જ ડ્રગ એન્ડ ડ્રિન્ક થઇ ગયું છે , તું શું બોલે છે કઈ ખબર પડતી નહીં .

સના : સાચે તને કઈ ખબર નથી પડતી ?

જીગો: હવે બોલવું હોય બોલ નહિતર હું જાવ છું .

સના : મને ખબર છે જ્યાં સુધી તું તારી બહેન ને ગોતી નહીં લે ત્યાં સુધી તું આ વિશે કઈ વિચારીશ નહીં પણ હવે હું મારી ફીલિંગ ને વધારે નહીં કંટ્રોલ કરી શકું . i love you .

સના આટલું બોલીને જ બેહોશ થઇ જાય , ત્યાંથી બધા તેને ઉઠાવીને રૂમ માં સરખી સુવડાવે છે .

સેમી : તારે બેન પણ છે જીગા મને ખબર ન હતી .

જીગા : મારી ડાહી બેન , જે મને બધું આપીને ચાલી ગઈ .

જીગો વાત કરતા કરતા ઉદાસ થઇ જાય છે .

સેમી : ક્યાં ચાલી ગઈ .

જીગો : મને ખબર નથી સંધુ ક્યાં ચાલી ગઈ .

સેમી : તારી બેન નું નામ સંધુ છે .

જીગો : ના ના સંધ્યા છે , આ તો પ્યાર થી સંધુ કહું છું .

સેમી : શું સંધ્યા ?

જીગો : હા , કેમ પૂછે છે .

સેમી : કઈ નહીં .

સાગર ને તેની કોલેજ લાઈફ યાદ આવવા લાગે છે .