Prem Angaar - 28 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 28

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 28

પ્રકરણ : 28

પ્રેમ અંગાર

મુંબઈ પૂના હાઈવે પર નાના નાના ડુંગરાઓ અન વનરાજીથી ઘેરાયેલો સુંદર વિસ્તાર એમાં મજાનો રિસોર્ટ છે અહીં શનિ-રવિ તથા રજાઓમાં મુંબઈગરાઓ આવીને આરામ અને મજા કરી જાય. કુદરતના ખોળામાં રહીશું ખૂબ જ આલ્હાદક અનુભવ છે.

વિશ્વાસે કાર પાર્ક કરી. આસ્થાની કેડમાં હાથ મૂકી ખૂબ વ્હાલથી રીસોર્ટમાં પ્રવેશ કર્યો. રીસેપ્શન પર કહ્યું એક રૂમ વેલી સાઈડ કહી એન્ટ્રીની ફોર્માલીટી પતાવી રૂમ સર્વિસ બોય સાથે રૂમ તરફ ગયા. સુંદર લોકેશન વાળો રૂમ સીલેક્ટ કર્યો મોટાં મોટાં કાચવાળી બારીઓ હતી રૂમ સર્વિસવાળાએ પડદા ખોલી નાંખ્યા બધું વ્યવસ્થિત કરી કંઇ જરૂર પડે બેલ મારવાની સૂચના આપી નીકળી ગયો.

આસ્થા કહે આવ્યા એવા રૂમમાં કેમ ? બહાર બધું ફરીએ. વિશ્વાસ કહે પહેલાં ફ્રેશ થઈ જઇએ. હજી હું તને રૂમની બાલ્કનીમાંથી જો નજારો બતાવું છું અહી આપણે એકાંતમાં બેસી વાતો કરીએ ખૂબ પ્રેમ કરીએ બાકી આખો ટાઇમ બધા સાથે જ હોય મે માંડ આજે સરસ સમય કાઢ્યો છે ફક્ત આપણાં જ માટે કહી આસ્થાને વળગી પડ્યો.

વિશ્વાસ અને આસ્થા ખૂબ સરસ સજાવેલા રૂમમાં બેડ પર બેઠા છે. સામે વિશાળકાય બારીમાંથી ઊંચા ડુંગર નીચે તરફ ખીણ દેખાય છે અનેક વૃક્ષો હિલોળા લે છે. નીચે તળેટીમાં સુંદર કુદરતી લેન્ડસ્કેપ છે જુદા જુદા રંગના ફુલોનાં ક્યારા છે. ખૂબ સુંદર કુદરતી નજારો અને વાતાવરણ છે.

આસ્થા પલંગને એઢેલીને બેઠી છે વિશ્વાસ એનાં ખોળામાં માથું રાખી આસ્થાનાં વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો છે વચ્ચે વચ્ચે આસ્થાની આંખો અને હોઠ ચૂમી રહ્યો છે. આસ્થાને વ્હાલથી ભેટી રહ્યો છે. બન્ને પ્રેમી સંપૂર્ણ પણે એકમેકમાં મશગૂલ છે. વિશ્વાસ ઉભો થઇને આસ્થાને બાહોમાં લઇને બાલ્કનીમાં આવ્યો ત્યાં પડેલાં વાંસના મૂડા પર બન્ને જણાં બેઠાં વિશ્વાસ દૂર દૂર સુધી પથરાયેલા કુદરતી લેન્ડસ્કેપ બતાવી રહ્યો.

આસ્થાએ વિશ્વાસને પકડી એના ગાલ ઉપર ચુંબન લીધુ અને કાન કરડી લીધો. વિશ્વાસે ઉઠી એને ખૂબ જોરથી હોઠ પર ચૂસ્ત ચુંબન લઇ હોઠ કરડી લીધો. બન્ને જણાં સંપૂર્ણ પ્રેમઆવેશમાં કેદ થયા વિશ્વાસ આસ્થાને લઈ રૂમમાં આવ્યો અને બન્ને પ્રેમી મર્યાદા ચૂકી એકમેકમાં સમાઈ ગયા. બન્ને જીવો પરમતૃપ્તિની સફર કરી રહ્યા.

“વિશુ આ ખોટું થયું હજી આપણાં લગ્ન નથી થયા કેમ તમે... આગળ કાંઇ બોલે પહેલા વિશ્વાસે કહ્યું આશુ હવે આપણા લગ્ન જ થવાનાં વિવાહ નક્કી થઈ ગયા. ઘરનાં વડીલોનો સ્વીકાર અને આશીર્વાદ મળી ગયા કાંઇ ખોટું કે ગુનો નથી જ કર્યો. એય આશુ ચિંતા ના કર લવ યું કહીને પાછા એક પળમાં વીંટળાઇને ખોવાઇ ગયા.

જાબાલીએ વિશ્વાસની ગાડી પાર્કીંગમાં આવતા જોઈને તરત જ ઇશ્વાને કહ્યું “ભાઈ આવી ગયો અને વિશ્વાસે જાબાલીની કારની બાજુમાં જ કાર પાર્ક કરી. જાબાલી ઇશ્વાને તૈયાર થયેલો જોઇ પૂછ્યું ભાઇ ક્યાંની તૈયારી ? જાબાલી કહે ક્યારનાં તારી રાહ જોઉં છું. પણ તમને ડીસ્ટર્બ નહોતાં કરવા એટલે ફોન ના કર્યો. અમે ઇશ્વાનાં ઘરે જઈએ છીએ આજે મનહરકાકાની વર્ષગાંઠ છે એટલે વીશ કરી આશીર્વાદ લેવા. ચલ આવે તો સાથે જઇએ. ઇશ્વા કહે ચાલોને તમે મળ્યા પણ નથી હમણાંથી. વિશ્વાસ કહે માં ને કહી દઇએ રાહ જોતી હશે. ઇશ્વા કહે મેં ફોઇને કહ્યું છે તમે લોકો સાથે આવશો લેતા જઇશું. વિશ્વાસ કહે ઠીક છે ચાલો કહી એ કારમાં આગળ બેસી ગયો અને આસ્થા ઇશ્વા પાછળ. વિશ્વાસે બેસી માં ને ફોન પણ કરી દીધો. થોડા વખતમાં મનહરકાકાનાં ઘરે પહોંચી ગયા ત્યાં કાકા કાકી અંગીરા રાહ જોઈ રહ્યા હતા.”

અંગિરા બોલી “વેલકમ લવબર્ડસ્ કહી વિશ્વાસ આસ્થાને એણે ઘરમાં આવકાર્યા. આસ્થાએ અંગિરાનાં હાથ પકડી કહ્યું થેક્સ... તમે અમને સારી રીતે ઓળખી ગયા લાગો. સાચે જ વિશ્વાસ છે તો આસ્થા જીવે છે. અંગિરાએ કહ્યું. આવો બેસો હું મમ્મી પપ્પાને બોલાવું. જાબાલીએ કહ્યું અરે ભાઈ અમારું તો જાણે અસ્તિત્વ જ નથી ઇશ્વા કહે તું બેસ હું બોલાવું અંગિરા આસ્થા વિશ્વાસ સાથે બેઠી. મનહરભાઈ મીનાક્ષીબેન આવ્યા અને આસ્થા વિશ્વાસ ઉભા થઈ એમને પગે લાગ્યા અને લાવેલ બુકે આપ્યો જન્મદિવસની વધાઈ આપી. મનહરભાઈએ બન્નેને આશીષ આપ્યા મીનાક્ષીબહેન આશિષ આપતાં કહ્યું “ચલો ભાણાભાઈ આ બહાને અહીં આવ્યા તો ખરા ?”

વિશ્વાસ મનમાં વિચારવા લાગ્યો આ અંગિરા કોઈ રીતે સમજાય એવી જ નથી. ક્યારેક ન સમજાય એવી નીકટતા બતાવે છે ક્યારેક અને અંગિરા બોલી તમે કેમ ચૂપચાપ છો ? મીનાક્ષીબહેન બોલ્યા તમે બધા છોકરાઓ તમારા રૂમમાં બેસો શાંતિથી હું તમારા બધા માટે નાસ્તો લાવું છું અને મોં મીઠું કરાવું ઇશ્વા કહે ના પહેલાં પાપાનાં જન્મદિવસની કેક કાપી લઇએ પછી રૂમમાં ગપ્પા મારીશુ રાત આપણી જ છે. જાબાલી કહે હા સાચી વાત છે.

ઇશ્વાએ બધી તૈયારી કરી નાંખી અને ટેબલ પર કેક મૂકી કેક પર કેન્ડલ મૂકી બધાને બોલાવી લીધા. બધાએ હેપી બર્થડે પાપા કહી વીશ કર્યું મનહરભાઈએ કેક કાપી અને બધાએ તાળીઓથી વધાવી લીધા. પછી બધાએ કેક ખાધી. આસ્થાને અંગીરાએ ખવરાવી કહ્યું તમારું મોં મીઠું હું જ કરાવું. કેક ખાઇ બધા જ છોકરાઓ પોતાનાં રૂમમાં આવ્યા.

આજનો બર્થડેનો પ્રસંગ જાણે અંગિરાએ ફટાફટ પતાવી દીધો પોતાના રૂમમાં બધાને બેસાડ્યા. ઇશ્વા પણ આજે વિચારમાં પડી ગઇ કે અંગિરાનું વર્તન બદલાયેલું લાગે છે ન સમજાય એવી વર્તણૂંક કરે છે થોડીવાર વાતચીત કર્યા પછી ઇશ્વા બધા માટે આઇસ્ક્રીમ લઇ આવી મીનાક્ષી બહેન કહે પહેલા કંઇ નાસ્તો કે કંઇ આપ પછી આઇસ્ક્રીમ. ઇશ્વા કહે કોઇને કાંઇ ખાસ ઇચ્છા નથી. વિશ્વાસને કંઇક અજુગતુ વાતાવરણ લાગતા કહ્યું જાબાલીને “ભાઈ અમે જઇએ અમે સવારથી નીકળ્યા છીએ થાક વર્તાય છે. અંકલને વીશ કરી લીધું હવે જઇએ”

ઇશ્વાએ કહ્યું આટલો આઇસ્ક્રીમને ન્યાય આપી દો પછી બધા જ સાથે નીકળીએ. અંગિરા સતત વિશ્વાસ અને આસ્થાને જ ટીકી ટીકીને જોઈ રહી હતી. આસ્થાને પણ નવાઈ લાગી આ આમ કેમ કરે છે ? એ કાંઇ બોલી નહીં. આઇસ્ક્રીમ પતાવી બધાએ પાછા નીકળવાની તૈયારી કરી મીનાક્ષીબહેને આસ્થાનાં હાથમાં એક ગીફ્ટ પેકેટ મૂકી દીધું અને વિશ્વાસને કવર આપ્યું બન્નેએ આશીર્વાદ લીધા.

અંગિરાના ઘરેથી પાછા ફરતાં આસ્થાએ જ વાત કાઢીને વિશ્વાસને કહ્યું આજે અહીં મને કંઇક અજુગતું જ લાગ્યું. અંગિરાનું વર્તન ખાસ કરીને. બધા જ માર્ક કરી રહ્યા હતા. એ તમારી સાથે... વિશ્વાસે એને બોલતા અટકાવી કહ્યું મને પણ નથી સમજાતું. એ સ્વભાવની થોડીક જુદી જ અને આકરી લાગે. થોડી મુહફટ લાગે ક્યારેક ખૂબ સમજુ. ઠીક છે જાબાલી ઇશ્વાજ કંઇક જણાવશે. ચાલ છોડ તું આપણામાં જીવ કહી ચાલુ ડ્રાઇવીંગ આસ્થાને પોતાના તરફ ખેચી લીધી.

વહેલી સવારે આસ્થાનાં મોબાઈલની રીંગ વાગી અને સફાળી ઉભી થઇ ફોન લીધો. સામે જસુકાકા હતા. જસુકાકાએ કહ્યું દીકરા જય શ્રી કૃષ્ણ. આસ્થા કહે “કાકા શું થયું સવારમાં ફોન ? બધા ક્ષેમકુશળ છે ને ? મને ચિંતા થાય છે. દાદુએ ફોન કેમ ના કર્યો. જસુકાકાએ કહ્યું દિકરા તને એટલે જ ફોન કર્યો તારા દાદુની તબીયત નાદુરસ્ત છે તું બની શકે તો જમાઇરાજાને લઇને પાછી આવી જા. આસ્થા ફોન ઉપર જ રડી પડી કહ્યું કેમ શું થયું મારા દાદુને ? હું તરત જ આવવા નીકળું છું. જશુકાકા કહે થોડી ગભરામણ છે ડોક્ટરને બોલાવી લીધા છે હવે સારું છે પરંતુ કાકુથની ઇચ્છા છે કે તને અને જમાઇને બોલાવી લે. એટલે ફોન કર્યો. તમે વેળા સર નીકળીને આવી જાઓ. આસ્થાને રડતી જોઈ પૂછ્યું કેમ રડે છે ? આસ્થાએ ડુસકુ નાંખતા કહ્યું. “માં દાદુ બિમાર છે અમને તાત્કાલિક બોલાવ્યા છે. માં એ કહ્યું ચિંતા ના કર દિકરા આપણે બધા જ સાથે જવા નીકળી જઇએ. હાલ વિશ્વાસને કહું છું આમ કહી માં બહાર દોડી ગયા. આસ્થા પણ ફોન પર અમે આવવા નીકળીએ જ છીએ કહી ફોન બંધ કરી માં પાછળ દોડી આવી.

આસ્થા વિશ્વાસ અને માં મુંબઇ અમદાવાદની પહેલી જ ફ્લાઇટમાં અમદાવાદ આવી ત્યાંથી ટેક્ષીમાં મહાદેવપુરા કંપા આસ્થાનાં ઘરે આવી ગયા. કાકુથ એમનાં રૂમમાં પલંગ પર સૂતા હતા. બાજુમાં જસુકાકા, વસુમા અને મતંગ બેઠા હતા. કાકુથનાં મોં પર ચિંતાની રેખાઓ હતી આંખો બંધ હતી. એક ઋષિમુની સૂતેલા જણાતા હતા.

પ્રકરણ 28 સમાપ્ત………

વાંચો પ્રકરણ 29 માં આસ્થાનો વિશ્વાશ કેટલો પ્રજ્વલિત………….