Kashi - 9 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 9

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

કાશી - 9

કસ્તુરી આપણા બન્નેથી કંઈ થઈ નઈ શકે તું જાણે છે. આ યુવાન મદદ કરે છે.. તો એના ઉપર વિશ્વાસ રાખ બેટા... આપણે અત્યારે ની સહાય છીએ...પેલા વૃધ્ધે કહ્યું.
ઠિક છે.... તમે મદદ કરવા માંગો છો પણ જીવનું જોખમ છે.. અને તમે અહીંના નિયમો કે કંઈ બીજા કંઈ વિશે જાણતા પણ નથી .
તો !જણાવો મને હું તૈયાર છું. જાણવા અને તમારી મદદ કરવા હું પૃથ્વી લોકમાં કદાચ પાછો તો નઈ જ જઈ શકુ... પણ અહીં મદદ કરતા મરીશ તો મને વધુ ગમશે.. શિવાએ પોતાના અંતરનું દુ:ખ બોલતો હોય એમ લાગ્યું...અને તે એ ઉદાસ થઈ નીચે બેસી ગયો..
કસ્તુરીએ પેલા વૃધ્ધને ત્યાંથી જવાં માટે કહ્યું....અને શિવાની બાજુમાં જઈને બેઠી... બન્નેની આંખો મળી.... પણ કોઈ ભાવ ન્હોતા દેખાતા બસ જવાબદારીઓનો ભાર જ દેખાતો હતો...કસ્તુરીના આંખમાં આશું હતાં.એક નમ્રભાવ સાથે તેણે વાત શરૂ કરી... " તમને યાદ છે... તમે મને પહેલા નદી કાંઠે મારી નાની બેન સાથે મળ્યા હતાં ત્યારે હું સાદા વેશમાં હતી અને તમે પૂછ્યું છતાં એ મેં મારુ નામ તમને ન્હોતું કહ્યું...
" હું જાણી ગ્યો છું તમારુ નામ કસ્તુરી છે. અને નાગરાણી છો તમે.... " શિવાએ થોડું હસ્તાં કહ્યું.
" મારા પિતા આ લોકના રાજા હતાં.... રાજ્યમાં બધા ખુશ હતાં... બધુ જ સારુ ચાલતું હતું...કોઈ કમી જ ન્હોતી મારા પિતા દરેક નાગને પોતાનું સંતાન માનતા.... પછી એક દિવસ એક રાજકુમારનાગના લગ્ન માટે કન્યા તરીકે મને પસંદ કરવામાં આવી... હું ખૂબ જ ખુશ હતી...થોડાક જ દિવસોમાં લગ્નની તૈયારીઓ પૂરી થઈ... મેં રાજકુમારને એક જ વાર જોયા હતાં... પ્રેમ જેવું તો કંઈ જ ન્હોતું બસ દરેક સ્ત્રીના જેમ મારુ પણ સ્વપ્નું લગ્ન કરવાનું હતું...મારા લગ્ન હતાં એની આગલી રાતે મારા પિતા અચાનક ગાયબ થઈ ગયાં....ખૂબ જ શોધખોળ કરી પણ કોઈ સમાચાર મળ્યા નહીં... પછી મારા થનાર પતિ અને સસરાએ આ રાજ્ય જયાં સુધી મારા પિતા ન આવી જાય ત્યાં સુધી સાચવવાની જવાબ દારી લીધી... થોડાં જ દિવસોમાં એમના ખરાબ ઈરાદાઓ હું જાણી ગઈ...પ્રજા પર અત્યાચાર દિવસે દિવસે વધતો ગ્યો...અમુક પ્રજા જનોને મારા પરિવારનાં સભ્યો સાથે હું આ ભોયરા જેવી ગુફામાં રહવા લાગી... ઘણી પ્રજા નવા રાજાને તાબે ન થઈ એની સાથે ઉધાં સીધાં રસ્તા તેઓ એ અપનાવ્યા..તમને જ્યાંથી ખેંચી લાવી એ પ્રજાએ રાખેલો ગુપ્ત મેળો હતો જ્યાં બધા છાનામાના મળી ખુશ થઈ શકે ત્યાં અચાનક રાજા ગુસી આવ્યો.... એટલે તમને અહીં લઈ આવી અમારા નાગોની લડાઈમાં તમારો શું વાંક... ?
" તો પછી તલવાર કેમ ધરી હતી.... મારી ઉપર.... "
" રાણી માનનારાને નુકશાન ન થાય એટલે એવું કરવું મારી ફર્જ હતી... "
" તમને હું કંઈક કહેવા માંગુ છું.... પણ તમે વિશ્વાસ કરશો કે નઈ એ નથી ખબર... " શિવાએ... પોતાની વાત રજૂ કરવા માટે અરજી કરતો હોય તેમ તે બોલ્યો..
" તમે કહી શકો છો... મનમાં કંઈ પણ ભાર રાખ્યા વિના જણાવો... "
" થોડા દિવસો પહેલા...પૃથ્વી પર બે મહાકાય નાગને મેં ઝઘડતા જોયા એમાંથી એક ખૂબ જ ઘવાયા... એ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતાં મારાથી જોયું ના ગયું એટલે હું ડરતા ડરતા એમની પાસે ગયો... હું સામાન્ય માણસ ડરુ એ સ્વાભાવિક છે.... પછી એમણે મારી પાસે વચન માગ્યું અને આ એક મોતી આપ્યું... બસ એમના વચને હું અહીં આવ્યો છું... બસ બીજો મારે કોઈ જ સ્વાર્થ નથી."
કસ્તુરી કંઈક વિચારતી હોય એમ બોલી....." તમને વાંધો ના હોય તો હું એ મોતી જોઈ શકું.... "
" હા... હા... કેમ નઈ જરૂર.. " પોતાના પાસે રહેલું મોતી શિવાએ કસ્તુરીના હાથમાં મૂક્યુ.
કસ્તુરી મોતી જોઈ નીચે ફસડાઈ પડી અને રડવા લાગી... શિવો એને અડવા ન્હોતો માંગતો કારણ કે કોઈ સ્ત્રીને અડવું એ એના માટે મોટી વાત હતી એ દરેક સ્ત્રીને સમ્માન થી જોતો... છતાં તે એના તરફ ખેંચાયો અને શાંત રાખવા એના માંથે હાથ ફેરવવા લાગ્યો...શિવાએ બહાર તરફના દરવાજા જોડે જઈ પેલા વૃધ્ધને બોલાવ્યો... એ વૃધ્ધે કસ્તુરીને પાણી આપ્યું અને રડતી બંધ કરી... થોડીવાર પછી શિવાએ પૂછ્યુ કે તમે રડતા કેમ હતાં... ? ત્યાંરે કસ્તુરીએ રડતા રડતા જવાબ આપ્યો કે જે નાગે મરતા મરતા મોતી આપ્યું હતું એ નાગ બીજુ કોઈ નઈ મારા પિતા હતાં...
શિવો પણ આ સાંભળી ઢીલો પડી ગયો. પણ પોતે કંઈ કરી શકે એમ ન્હોતો એટલે એ કસ્તુરીથી થોડો દૂર રહી જોયે જતો હતો.એના હ્રદયમાં નવા ભાવનું વાવા ઝોડુ ચાલુ થયું હતું પણ એ સમજી શકતો ન હતો. અને કસ્તુરીને રડતી પણ જોઈ શકતો ન હતો.થોડીવાર પછી એ કસ્તુરી પાસે ગયો એની સામે ઘુંટણીએ બેઠો..અને કસ્તુરીને વચન આપ્યુ કે તમારા પિતાને તો હું બચાવી ના શક્યો પણ તમને આ રાજ્ય પાછુ અપાવીશ.. અને પ્રજાને પણ આઝાદ કરાવીશ....આ મારુ વચન છે તમને... તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે... તમારા પિતાએ પણ મારા પર વિશ્વાસ મૂક્યો હતો... હું આભારી છું કે મનૈ નાગ લોકમાં રહી બધાની સેવા કરવા મળશે.અત્યારે તમે શાંત થાઓ અને બીજાની તાકાત બનો તમે રાણી થઈ ભાંગી પડશો તો તમારી આશા રાખનાર પ્રજાનું શું થશે... તમે સમજદાર છો... તમારા પિતા તમને રડતા જોવા નહીં પણ વિજયી થતાં જોવા માંગે છે...
ક્રમશ: