Hasina - the lady killer - 7 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 7

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

હસીના - the lady killer - 7

આગળના ભાગમાં આપણે જોયું કે લેડી કિલર કોક દેવીની આસ્થા કરતી હોય છે અને એની આવનારી શિકાર આસ્થા પંડ્યા પર ચાંપતી નજર રાખતી હોય છે, આ બાજુ રાહુલ કિશનને કહે છે કે એણે એક વાત છુપાવી હોય છે, હવે આગળ,

ચેપ્ટર 7 - આસ્થા માટે જાળ


રાહુલ : હા સાહેબ મેં એક વાત છુપાવી છે તમારા બધાથી,
કિશન : કઈ વાત??
રાહુલ : એ રાતે જયારે નિશિકાનું મર્ડર થયું ત્યારે હું એને સાંજે મળ્યો હતો લગભગ 7 વાગતા, એને મળીને હું બધી વાત ક્લીયર કરવા માંગતો હતો કે એણે એની વેશ્યાગીરી બંધ કરવાની છે કે નહીં, હું બહુજ ગુસ્સામાં પણ હતો, એણે મને કીધું કે એને મજબૂરી હતી એટલે એણે આવું કર્યું હતું પણ હવે એ નહીં કરે આવું અને મારી સાથે ખુશીથી રહેશે, હું પણ ખુશ થઇ ગયો પણ એ ખુશી વધારે ટાઈમ ના ટકી જયારે એણે કીધું કે એ એનું છેલ્લું મોડેલિંગ કરવા માંગે છે અને એને એક સરસ ઓફર પણ આવી છે જેને મળવા માટે એ જવાની છે, મને બહુજ ગુસ્સો આવ્યો અને હું એને ગાળો ભાંડતો ત્યાંથી જતો રહ્યો પણ મને શું ખબર હતી એ મુલાકાત અમારી છેલ્લી મુલાકાત બની રહેશે.... બસ સાહેબ આનાથી વધારે હું કશુંજ નથી જાણતો....
કિશન : એક વાત પુછવી હતી તને, કે તું નિશિકાને પાક્કું 7 વાગતા મળ્યો હતો??
રાહુલ : હા સાહેબ મને પાક્કું યાદ છે પણ તમે આવું કેમ પૂછો છો??
કિશન : કાંઈ નહીં બસ એમજ, સારુ રાહુલ હું નીકળું જો તું ખરેખર નિર્દોષ છું તો હું તને કંઈજ નઈ થવા દઉં...
આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે....
**********************

જયરાજ સુનિતા અને નિશિકાનાં ફોરેન્સિક રિપોર્ટ ધ્યાનપૂર્વક વાંચે છે, બંનેના મર્ડર એકજ રીતે કરવામાં આવ્યા હતા તેમજ બેઉના ચહેરાને બગાડી નાખવામાં આવ્યા હતા, લાગે છે નક્કી કાતિલને છોકરીઓના ચહેરાથી સખત નફરત હશે....
એટલામાં કિશન આવે છે...
કિશન : શું કીધું ચહેરો, કોનો ચહેરો???
જયરાજ : કાતિલને છોકરીઓના ચહેરાથી સખત નફરત લાગે છે એટલેજ એ મારી દીધા પછી પણ ચહેરો બગાડી નાંખે છે...
કિશન : એટલી હદે કોણ નફરત કરી શકે !! એક કામ કરીએ આપણે બધા છૂટી ગયેલા કેદીઓના રિપોર્ટ્સ વાંચીએ કદાચ કોઈ એવું લાગે તો આપણને મળી જાય સાચો કિલર....
જયરાજ : આ માટે આપણે મહિલા જૈલમાં મળવું પડશે,
કિશન : ના જયરાજ આ કિલર આપણને ગુમરાહ કરે છે કેમકે એ ભલે પોતાને લેડી કિલર કહે છે પરંતુ એ ખરેખર કોઈ લેડી નથી..
જયરાજ : મતલબ તું કહેવા શું માંગે છે, એ કિલર કોઈ પુરુષ છે???
કિશન : હા જયરાજ તે કીધું એમ મેં રાહુલ સાથે બધી રીતે વાત કરી લીધી એના કહેવા મુજબ એ નિશિકાને 7 વાગતા મળ્યો હતો એ પણ બોપલ પાસે અને તે મને જે ફૂટેજ દેખાડી એ મુજબ રાહુલ જેવોજ છોકરો નિશિકાને 8 વાગતા મળ્યો હતો એ પણ થલતેજ પાસે.... એકજ રાહુલ નિશિકાને અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ તો ના જ મળી શકે ને.!!!
જયરાજ : હા કિશન બરાબર કીધું તે હું પણ હવે તો માનું છું કે રાહુલ નિર્દોષ છે કેમકે મેં નિશિકાની કોલ ડિટેઈલ્સ જોઈ જેમાં એ ખરેખર 7 વાગતા બોપલ જ હતી અને ત્યાં 7.30 સુધીય ત્યાંજ હતી પછી એ 7.40 એ પ્રહલાદનગર પાસે મેકડોનાલ્ડમાંથી બર્ગર લઈને થલતેજ આવી હતી અને અમદાવાદનો ટ્રાફિક આપણને ખબર જ છે....
કિશન : જયરાજ હવે આપણે રાહુલને ભૂલીને કિલર ઉપર ધ્યાન આપવું પડશે કેમકે એ એનો નવો ટાર્ગેટ બીજી કોઈક છોકરી ઉપર નાખશે એ નક્કી છે....

************************
બીજા દિવસે એ કિલર આસ્થા પંડ્યાને આસ્થાનો ફિયોન્સે નિખિલ બનીને ફોન લગાવે છે અને કહે છે,
નિખિલ : હાય બેબી હાઉં આર યુ?? આઈ મિસ યુ સો મચ જાન
આસ્થા : મિસ યુ ટૂ બાબુ, આજે સવાર સવારમાં મને યાદ કરી તે, શું થયું છે મિસ્ટર જાનીને??
નિખિલ : અરે હું એમ કહેતો હતો કે આજે સાંજે મારા એક ફ્રેન્ડને ત્યાં પાર્ટી છે અને એણે આપણને ઇન્વિટેશન આપ્યું છે સો આપણે જવું પડશે તો તું સીધી ત્યાં પહોંચી જઈશ કેમકે મારે ઓફિસમાં થોડું કામ છે હું તને સરનામું મોકલી દઉં છું એટલે હું એ પતાવીને પહોંચી જઈશ ઓકે બેબી મુકું હવે ફોન લવ યુ..
આસ્થા : ઓકે જાન લવ યુ ટૂ બાય.... (મનમાં ) સાલો ગરજ પડે એટલે યાદ કરે કામ કઢાવવા, આ મારા બાપાને આવા લલ્લુ જોડેજ પરણાવવી છે, હુંહ નકામો
પછી એ કોઈકને ફોન લગાવે છે, એ એનો બોયફ્રેન્ડ સેમ હોય છે....
આસ્થા : હેલો સેમ આજે સાંજે આપણો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે....
સેમ : અરે પણ કેમ બેબી?? મેં બધું સેટઅપ કરી દીધું છે હવે કેન્સલ ના કરીશ યાર પ્લીઝ
આસ્થા : અરે યાર સમજ નિખિલ જોડે પાર્ટીમાં જવું પડશે મારે, પપ્પાને ખબર પડશે કે નહીં ગઈ તો બોલશે પ્લીઝ સમજો બાબુ
સેમ : ઓકે ઓકે જા માફ કિયા તુજે હાહાહા સારુ ચાલ રાખું ફોન, મારે થોડું કામ છે....
આસ્થા : ઓકે બાબુ લવ યુ સો મચ
સેમ : લવ યુ ટૂ....
**********************

આસ્થા નિખિલના મેસેજ કરેલા એડ્રેસ પર પહોંચીને દરવાજા આગળ બેલ મારે છે...
આસ્થા ઘણી વાર સુધી બેલ મારે છે પણ કોઈ પ્રતિસાદ ના મળતા એ દરવાજો ખખડાવવા દરવાજાને સહેજ ધક્કો મારે છે અને દરવાજો ખુલી જાય છે એટલે એ અંદર પ્રવેશે છે, અંદર ખૂબજ અંધારું હોય છે, એટલામાં કોઈક પાછળથી આવીને એની આંખો પર પટ્ટી લગાવે છે,
આસ્થા : નિખિલ આર યુ હીઅર??
કિલર : નો ડાર્લિંગ આઈ એમ યોર કિલર.... આટલું કહીને હસવા લાગે છે....
આજ ફિર તુમપે પ્યાર આયા હે....
બેહદ ઓર બેશુમાર આયા હે....
કિતના આયા હે વો બતાઉં જાનેમન....??

***********************
કિલર આસ્થા જોડે શું કરશે??? જયરાજ અને કિશન બચાવી શકશે આસ્થાને?? કિલર આવું શા માટે કરે છે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the લેડી કિલરનો નવો પાર્ટ.....