chis - 34 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 34

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચીસ - 34

બાદશાહની પાછળ પાછળ આગળ વધતા તુગલકના પગ થર-થર કાંપી રહ્યા હતા. ક્યરે શું થઈ જશે કંઈ જ કહેવાય એમ નહોતું જીવ તાળવે ચોંટી ગયો હતો. તુગલક ઉતાવળા પગલે બાદશાહ ના કદમ સાથે કદમ મિલાવવાની કોશિશ કરી રહ્યો હતો.

માયાવી મહેલની દુનિયા આટલી બધી ખતરનાક પણ હોઈ શકે એની જાણ તુગલકને નહોતી.

કાચની દીવારો પારદર્શક નહોતી. ક્યાંય દરવાજો હોય એવું લાગતું ન હતું પરંતુ એક જગ્યાએ સામે મોટા અક્ષરે ઉર્દુ ભાષામાં મોત ઓર મોહ કા સોદાગર લખેલું જોઈ તુગલકના ભારે શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

બાદશાહે લખાણની નીચે હાથ મૂક્યો દરવાજો તરત જ ખુલી ગયો.

"તુગલક.. શીશમહેલ મેં ઇસ કમરે કે પિછલે ગેટ પર બહાર નિકલતે હી તુમ્હે સિમેન્ટસે બની દિવારે નજર આયેગી…! ક્યોંકી યે રાજદાર કમરે હમને સિર્ફ જિંદા હથિયાર છુપાને કે લીયે બનાયે હૈ શીશ મહેલ કા બાહરી હિસ્સા હમારે મનોરંજન કી ખૂબસૂતરત જગહ હૈ..!

કમરામાં અંધકાર વ્યાપેલો હતો. એક લાંબી ગલીમાં બાદશાહ સાથે તુગલક ભાગતો હતો.

"જહાંપનાહ હમ કબતક ઐસે ભાગતે રહેંગે..?"

"બસ હમ પહોંચને વાલે હૈ..!"

તુગલકે જોયું અંધારામાં ચામાચીડિયાં ઉડી રહ્યાં હતાં. દરેક ખૂણેથી એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ ફેલાઈ વળી હતી.

લાંબીનો એક છેડો જ્યાં પૂરો થતો હતો ત્યાં પંચધાતુનુ બ્લેક મસ્તક નજરે પડ્યું. આટલું મોટું માથુ જોઇ તુગલકના અંગમાં પરસેવો વળી ગયો.

એ માથું જાણે કે કોઈ અધોરીનું હતું. એની મોટી મોટી આંખો સજીવ લાગતી હતી. એના કાળા ભમ્મર વાળ કંધા પર પથરાઈ ગયા હતા.

"બાદશાહ સલામત યે ક્યા હૈ..?"

તુગલક ભયભીત નજરે રાક્ષસી માથાને જોતો રહ્યો.

"યે દરવાજા હૈ..!"

બાદશાહે ઠંડે કલેજે ઉત્તર દીધો. -હમ ઉસકે કમરે મેં પ્રવેશ કરને વાલે હૈ..!"

તુગલકે દરવાજો છે એવી વાત જાણીને રાહતનો શ્વાસ લીધો.

બાદશાહે એ માથાના મુખમાં હાથ નાખી દીધો. દરવાજો ખુલ્યો નહીં.

બાદશાહે કહ્યું . "તુગલક જરા તુમ પ્રયાસ કરકે દેખો તો..? લગતા હૈ તુમ્હારે હાથો સે દરવાજા ખુલ જાયેગા..!"

એસા કેસે હો સકતા હૈ જહાંપનાહ મે યહાં આજ સે પહેલે તો કભી નહીં આયા..?

કોશિશ તો કરો ઈસ કે મુખમે એક કુંડી લગી હૈ જીસે પકડ કર ખીંચના હૈ..! એસા કરને સે મુખ્ય દ્વારકા લોક ખુલ જાયેગા ઓર યે મુખ પુરા ફટ જાયેગા.. ફિર હમ મુખ કે અંદર હોકર આસાની સે ભીતર જા સકતે હૈ..!

"બાદશાહ સલામત મુજે ડર લગ રહા હૈ કુછ હોગા તો નહીં ના..?"

"ઇતના ક્યુ ડરતે હો તુગલક.. મેં તુમ્હારે પાસ હી હું..! તુમ પિછલે કમરે મેં અકેલે ફસ ગયે થે તબભી મૈને હી આકર એન વક્ત પર તુમ્હારી જાન બચાઈ થી.! ક્યાં તુમ્હે મુજ પર ભરોસો નહિ હૈ..?

"એસી કોઇ વાત નહી જહાપનાહ..! પર ક્યા હૈ કી ઈસ જગા પર કોઈ આતા-જાતા નહી હૈ..! તો હો સકતા હૈ કુછ ઐસે જીવોને યહાં ડેરા ડાલા હો જિસકા હમે અંદાજા તક ન હો..!

તુમ્હારી બાત મેં દમ હૈ પર યકીન માનો યહાં જો તુમ દેખ રહે હો વો હમારી એસી તાકત હૈ જો ઈસ ખુફીયા જગહ પર ચીટી તક કો પૈર મારને નહી દેતી..!

"ઓહ અબ મૈં સમજા..! ફિર ભી એક બાત મુજે ખટક રહી હૈ એ ચમદગાડ કે બચ્ચે યહાં પર કેસે પહુંચે..?

અચ્છા વો ઉન્હે ઈન કમરોમે જાનબુજ કર છોડા ગયા હૈ..! ક્યોકી વો બાહરી તાકાતોં કો પહેલે સે તાડ લેતે હૈ..!"

ઠીક હૈ ફિર મે તૈયાર હું મુજે બતાવો સીધા હાથ અંદર ડાલના હૈ યા મુઠ્ઠી બંધ કર કે..!

મુઠ્ઠી બંધ કરકે પુરા હાથ ઇસ માથે કે મુખમે જાને દો.. ભીતર જહાં જંજીર મિલે પકડ કર ખીંચ લેના..

"ઠીક હૈ ઐસા હી કરતા હું..!"

તુગલક ભલે એમ કહેતો હોય કે ડર નથી લાગતો પરંતુ એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું.

કમને તુગલકે વિશાળ મસ્તકના મોઢામાં હાથ નાખ્યો.

તુગલક પહેલાં તો અંદરની પ્રતિક્રિયા સમજવાની કોશિશ કરતો રહ્યો. પરંતુ અચાનક તેના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. મસ્તકના મોઢામાંથી ઘર્ષણ થયું હોય એવો અવાજ આવ્યો.

તુગલકના ચહેરા પર પીડા લિંપાઈ ગઈ.. અસહ્ય દર્દથી એ કણસી ઉઠ્યો. પૂરી તાકાતથી એણે હાથ બહાર ખેંચ્યો. પરંતુ આ શુ..?

હાથના પંજાની સંપૂર્ણ ચામડી અને માંસ ગાયબ હતુ. બહાર આવ્યુ માત્ર લોહી નિગળતુ પંજાનુ હાડપિંજર..!!