*ભારતીય શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે અને કોણે ધ્વસ્ત કરી નાખી ??*
ભારતની શિક્ષણ વ્યવસ્થાને વિદેશી આક્રમણોનો ભીષણ આઘાત સહન કરવો પડ્યો. મુઘલોના શાસનકાળમાં ભારતના શિક્ષણકેન્દ્રોને નષ્ટભ્રષ્ટ કરી દેવામાં આવ્યા, તો પણ મોઘલ શાસકો ભારતીય શિક્ષણને એટલું નુકશાન કરી ન શક્યા જેટલું અંગ્રેજોએ કર્યું. અંગ્રેજોએ મુઘલ શાસકોની જેમ શિક્ષણકેન્દ્રોને બાળી નાખીને કે જમીનદોસ્ત કરીને તો નષ્ટ ન કર્યા, પરંતુ કાયદાઓ બનાવીને ભારતમાં અંગ્રેજી શિક્ષણપદ્ધતિ ઘુસાડી અને ગુરુકુળ વ્યવસ્થા કાયદાથી ભાંગી નાખી.
મેકોલેની કુટિલ નીતિ અનુસાર " અંગ્રેજી શિક્ષણપદ્ધતિ દ્વારા ભારતીયો માત્ર શરીરથી ભારતીય રહેશે, મનથી તેઓ સંપૂર્ણપણે અંગ્રેજ બની જશે." મેકોલેની નીતિ સફળ થઈ. અંગ્રેજીશિક્ષિત ભારતીય યુવકોના મનમાં પોતાનો ધર્મ, સંસ્કૃતિ તેમજ જીવનમૂલ્યો પ્રત્યે તિરસ્કારની ભાવના ભડકી ઉઠી અને યુવાનો પાશ્ચાત્ય સભ્યતા પ્રત્યે આકૃષ્ટ થવા લાગ્યા. અંગ્રેજી શિક્ષણના માધ્યમથી ઘણા મોટા પ્રમાણમાં પોતાના માનસપુત્રોનું નિર્માણ કરવામાં અંગ્રેજો સફળ થયા.
ભારતીય શૈક્ષણિક પધ્ધતિ દ્વારા બાળકોનું ઘડતર
1947માં અંગ્રેજો તો ભારત છોડી જતા રહ્યા પરંતુ તેમની અંગ્રેજી(મેકોલે) શિક્ષણ પધ્ધતિ આજે પણ કેમ ભારતમાં ચાલી રહી છે ?
દુર્ભાગ્યે સ્વતંત્રતાપ્રાપ્તિ પછી ભારતમાં આજે પણ થોડાઘણા બાહ્ય પરિવર્તન સાથે એ જ વિદેશી શિક્ષણપદ્ધતિ પ્રચલિત છે. તેને પરિણામે આજે ભારતીય જનમાનસ વિનાશના આરે આવીને ઉભું છે. એક શિક્ષણવિદ્દના મત અનુસાર "વર્તમાન ભારતીય શિક્ષણ ન તો 'ભારતીય' છે, ન 'શિક્ષણ' છે" પ્રત્યેક રાષ્ટ્રનું ભવિષ્ય તેની શિક્ષણવ્યવસ્થા ઉપર નિર્ભર હોય છે.
વિનોબા ભાવેએ ભારત દેશને આઝાદી મળ્યા પછી એક સૂચન તત્કાલીન સરકારને આપેલું કે જો ભારતને ફરી પાછું તમામ ક્ષેત્રે વિકાસ સાધવો હોય તો અંગ્રેજી( મેકોલે) શિક્ષણ પદ્ધતિથી ચાલતી તમામ સ્કૂલો 2-3 વર્ષ માટે બન્ધ કરી દો ને બાળકોને રમત ગમત રમાડો અને વાર્તાઓ કરો તેમજ નવેસરથી અભ્યાસક્રમ બનાવો અને ભારતીય શિક્ષણ પધ્ધતિ લાગુ કરો...
સ્વાધીનતા મળ્યા પછી આપણે શિક્ષણમાં ત્રણ બાબતો નક્કી કરવાની જરૂર હતી
(1)શિક્ષણના વિષયો
(2)શિક્ષણની પદ્ધતિ.
(3) શિક્ષણનું માધ્યમ
પરંતુ પહેલી બે બાબતો એટલે કે શિક્ષણના વિષયો અને પદ્ધતિ વિશે નિર્ણય લીધા વિના જ ત્રીજી બાબત એટલે કે શિક્ષણના માધ્યમ માટે ભયંકર હુલ્લડો મચાવ્યા અને કોમી, પ્રાદેશિક તેમજ ભાષાકીય ઝઘડાઓમાં શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રને ગોથાં ખાતા કરી મુક્યા...
આજના શિક્ષણની હકીકત એવી છે કે ભણાવવામાં બધું આવે છે પણ શીખવવામાં કશું જ આવતું નથી, આજનું શિક્ષણ જોઈને એટલું જ કહી શકાય કે ફક્ત કારકુન(નોકરિયાત) અને ડિગ્રીધારીથી સમાજ કે રાષ્ટ્રનું કલ્યાણ થવાનું નથી, હાલના શિક્ષણ તેમજ શિક્ષક બાળકની શુષુપ્ત શક્તિને જાગૃત કરવામાં અને બહાર લાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. દરેક બાળક પાસે એક અમર્યાદિત શક્તિ હોય છે પણ અહીંયા સવાલ એ છે કે તે શક્તિને બહાર લાવે કોણ ??
બંધ કરો આ કેળવણીના કૌભાંડો
મહેરબાની કરીને બાળકોને ડિગ્રી પાછળ ના દોડાવો
આ બધી વિકૃતિઓ જોઈને આજે બધાને વર્તમાન શિક્ષણપદ્ધતિમાં પરિવર્તન લાવવાની જરૂરું લાગે છ
*સાવધાન*
? અર્થપ્રધાન શિક્ષણ શેતાનો અને બહુરુપિયા જ પકવશે
આર્યાવર્તનું પ્રાચીન પરંપરાગત શિક્ષણ મોક્ષલક્ષી હતું, ધર્મલક્ષી હતું, જીવનલક્ષી હતું અને સંસ્કાર હેતુક હતું પરંતુ હાલનું શિક્ષણ અર્થપ્રધાન એટલે કે સ્કૂલોના ટ્રસ્ટીઓની નજર ફી સામે હોય, શિક્ષકોની નજર પગાર સામે હોય અને વાલીઓની નજર બાળકની ટકાવારી ને ડિગ્રી સામે હોય, કેમ કે ડિગ્રી મેળવ્યા પછી પણ કરાવવાની તો નોકરી (ગુલામી) જ હોય...આમાં બાળકનું ઘડતર ક્યાંય થતું હોય એવું લાગે છે અથવા તો દેખાય છે ???
આપણને પાયમાલ કરવા આયોજનબદ્ધ રીતે અને ષડયંત્રપૂર્વક ધાતુ વગરના ચાર ઘાતકી શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે જે 90% લોકોની સમજ બહાર છે.
(1)વિકાસ (2)એકતા (3)ચીરો (4)ભેળસેળ
(1):- વિકાસ ના નામે શિક્ષણ, ખેતી, વેપાર, ગાય, નારી વગેરેનો વિનાશ થઈ રહ્યો છે
(2):- એકતા ના નામે હિન્દૂ-મુસ્લિમ, સવર્ણ-હરિજન, તે તે ધર્મના સંપ્રદાયો વગેરેનો વર્ગ વિગ્રહ ઉભો કરાયો છે.
(3):- શિક્ષણના બે ચીરા:-
- અર્થપ્રધાન શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ
- ઇંડાના બે ચીરા:-
સજીવ ઈંડુ અને નિર્જીવ ઈંડુ
- સિનેમાના બે ચીરા:-
ધાર્મિક અને અધાર્મિક,,, કરીને અંતે અર્થપ્રધાન શિક્ષણ, અધાર્મિક સિનેમા અને પ્રોટીનના નામે ઈંડાનો જોરદાર પ્રચાર કરાવાયો છે.
જેવી રીતે તુંરિયા-કારેલાની સયુંકત કલમ વધી ગયા બાદ તુંરિયાની આકૃતિના કારેલા બનતા તુંરિયાના છોડ ઉપર ચીરો મુકાય છે એવી અહીં દશા થઈ છે.
(4):- ભેળસેળ ક્યાં નથી થઈ ?
- બીજમાં ભેળસેળ
- ખોરાકમાં ભેળસેળ
- લોહીમાં ભેળસેળ
- ભગવા વસ્ત્રોમાં ભેળસેળ
એક સમયે આર્યાવર્ત સંસ્કૃતિના વૃક્ષ બારેમાસ લીલાછમ રહેતા હતા, તેના મૂળ ઊંડે ઊંડે સુધી ત્રણ ઝરણા એટલે કે માનવતા, મર્યાદા તેમજ અસ્મિતાને સ્પર્શેલા રહેતા અને ત્યાંથી તે જીવન મેળવી લેતા.
પરંતુ આજે મરી છે માનવતા, તૂટી છે મર્યાદા તેમજ ઘાયલ થઈ છે અસ્મિતા અને ત્યારથી જ ભારતીય સંસ્કૃતિ દરેક રીતે પોતાની ગરિમા ગુમાવતી રહેલી છે.
આ બધું જ બરાબર થઈ શકે જો શિક્ષણવ્યવસ્થા ભારતીય હોય તો...બાકી હાથ ધોઈ નાખવાના રહે...
વધુ જાણકારી માટે વાંચતા રહો..