Break vinani cycle - Have tamne gaddigaddi thay chhe ? in Gujarati Comedy stories by Narendra Joshi books and stories PDF | બ્રેક વિનાની સાયકલ - હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

બ્રેક વિનાની સાયકલ - હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?

હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?

‘ગદ્દીગદ્દી’ શબ્દ વાંચ્યા પછી તમારા ચહેરાં પર મુસ્કાન આવે તો સમજવું.. કે તમને હજુ ‘ગદ્દીગદ્દી’ થાય છે. કેટલાકને ચાલીસી વટાવ્યા પછીનો આ એક પડાવ આવે છે. ગદ્દીગદ્દી ન થવાનો પડાવ... બઝારમાં ગદ્દીગદ્દી થવાની દવા આજ સુધી ઉપલબ્ધ નથી. અલબત્ત કેટલાક બાકાત રહે છે આમાંથી અને એને ગદ્દીગદ્દી થાય છે, બાકી જેને ગદ્દીગદ્દી નથી થતી એ તમામ બંદાઓને ‘જે સીયારામ...!’
કેવું કહેવાય ? ઈશ્વરે આપેલી તમને એક કમર હોય(કમરને.. કમરો બનાવવો કે ન બનાવવો એ તમારા હાથમાં છે... હાથ વડે તો બીજાનું ભોજન જાપટવાનું હોય છે), કેટલાક ભડભાદરને એનો મિત્ર ગલીપચી કરતો હોય, તો પણ એને ગદ્દીગદ્દી ન થાય..??!! કલિયુગ.. ઘોર કલિયુગ..! ઉલટાનું ગદ્દીગદ્દી કરનારને ‘બબૂચક આઘો ખસ” કહીને ખિજાવાનું?
બાળકોની સામે તમે એક વખત આ પ્રયોગ કરજો... “કોઈ બાળકને કહેવાનું કે હું તને ગદ્દીગદ્દી કરીશ...!” એટલે એ તરત બચ્ચું હસવા માંડશે... અને તમારાથી દૂર જઈને કહેશે “ના હો... મને ગદ્દીગદ્દી નહી કરતાં, કારણ મને ગલીપચી બોવ થાય છે.” રોજ સાંજે લેસન ન કરતા ચિલ્લર પાર્ટી માટે આ પ્રયોગ કરવા જેવો ખરો. પહેલાં એને ખૂબ ગલીપચી કરવાની... પછી આખાય પરિવારે ભેગા મળીને હસવાનું... અને પછી હોમવર્ક કરવાનું...! છે ને મોજે દરિયા...
બાળક પરથી મિત્ર પ્રવીણભાઈ ખાચરની કાવ્ય પંક્તિઓ સાંભરે..
જાગ્યા ત્યાંથી જમજમાટી ને ઘર આખું ડોલે, બેટ દડાને ખો-ખો લંગડી બઘડા-સટ્ટો બોલે,
એક ઘડી આરામ ન જોઈએ મોજ કરીને ફાવ્યો ઝંઝટ છોડી નિશાળ કેરી આજ ટપુ હરખાયો.. મામા મહિનો આવ્યો...! મામા મહિનો આવ્યો...!
ગલીપચી ન થવાનું કારણ અમારા પડોશમાં રહેતા મોજીકાકા કહે છે કે: “ડુંગળીની જેમ પેટની ફરતે ચરબીના પડ ઉપર પડનું સર્જન થવું. ડુંગળીમાં સાત કે દસ પડ હોય. કેટલાક પ.પૂ.ધ.ધુ.તો પેટ ફરતે સત્યાવીશ પડને વીંટો કરીને ઢમઢોલ બનીને બેઠાં હોય છે. આને હવે ગલીપચી કયાંથી થાય? સ્વયં ખલી આવીને ગલોપચો કરે તો પણ અસર ન થાય. પેટ ફરતે ચરબીનું સર્જન કરનારને ગલીગલી ન થાય, થાય તો ડોક્ટર દ્વારા સર્જરી થાય.”
જો આપના હાથમાં મોબાઈલના બદલે કોઈ નાનકડું બાળક સ્થાન લે; તો એને તમારી પહેલી આંગળી લઈને તેની દાઢી નીચે ગલીગલી કરજો. પછી એ બચ્ચું હાસ્ય પુષ્પ વેરશે. ફરી તમે માત્ર આંગળી બતાવશો તો પણ ખીલખીલાટ હસતું રહેશે. હવે તમે જો કોઈ આવું કરે તો ? શું થાય ? હસવાનું અસંભવ જેવું લાગ્યું? તો તમારા મિત્રને કહો આંગળીને બદલે હવે વેલણનો ઉપયોગ કરો. ફરી હસવાનું અસંભવ લાગ્યું? તમને જો ગલીપચી ન થાય તો સમજવું કે તમારી અંદર નૃત્ય કરતું ટેણીયું થાકી ગયું છે, એ જરા હાંફી ગયું છે. કહોતો ગદ્દી ગદ્દીના સેન્સરની પાર્ટી એ ઉઠમણું કર્યું છે. એ પછી તો વેલણ શું લોખંડનો સરીયો પણ ગલીપચી કરવા અસમર્થ છે.
કેટલાક તો માત્ર છેલ્લે બાળપણમાં જ હસ્યા હોય છે, પછી હાસ્યને કાયમી વનવાસ આપીને સોગીયું મુખારવિંદ ધારણ કરીને ફરતા હોય છે. આવા મહોદય બહાર ગલ્લે બેઠાં હોય. અને એના મોબાઈલમાં મેસેજ ટપકે... તો એ મોબાઈલ એવી રીતે હાથમાં લેશે, જાણે એની એકની એક ઘરવાળીએ ટાબરિયાંની ભીની ચડ્ડી હાથમાં પકડાવી દીધી હોય.. મિત્રો પૂછે કે “શેનો મેસેજ હતો?” એટલે વિર-ઉદાસવાળો કહેશે... “આ જોને... બેન્કુંવાળા.. હખ લેવા દેતા નથી...!! અડધી રાતે મેસેજ ઉપર મેસેજ ઠપકારે રાખે છે.” “પણ શેનો મેસેજ છે, કહે તો ખરો..???” એટલે એની એકની એક ઘરવાળી એની પાસે પરાણે લોટનો પિંડો બંધાવતી હોય; એવા મોં સાથે ઉવાચશે... “આ જોને...પ..ગા..ર.. થઇ ગયો એનો મેસેજ છે...!”
“ઓ...તારી...ભલી થાય... આ ને જોતો ભગલાં.. કેવો માણસ છે? એને પગાર થયો તો પણ દીવેલ પીધેલું ડાચું કરે છે... અને આપડે તો શેઠ ઉપાડ આપવાના હોય તો... ઠેકડે ઠેકડાં મારીએ... પેલા હીરાવાળા ભાઈબંધને થતું હશે કે આને ચીન્તારીયા, ઉદાસીયા કે ગંભીરયાં જેવી બિમારી લાગુ પડી છે.
ખરેખર...! મુંઢિંયા ગુંમડાની રુજ, ટાઢીયાં તાવની ટાઢ, કોઈના ઉપર પ્રેમ, મનડાંની મોજ... અને ગદ્દીગદ્દીની ગલીપચી.. આ બધું અંદરથી આવે. એના ઇન્જેક્શન ન હોય..બાપલા... માટે મનને રાજી રાખવા માટે તમે પોતેજ તમારા દાકતર છો... થોડાં દિવસોમાં જેમનો એક ગઝલ સંગ્રહ આવી રહ્યો છે, જેનું નામ છે ‘સાંભળ ગઝલ’. એવા મિત્ર જીજ્ઞેશભાઈ વાળાની આ ગઝલ મોજ કરાવશે...
તોડી નાખો જેલ અને ઝંઝીરો મિત્રો,
ના કાયમ અકળાવો, મનને રાજી રાખો.
ડૂમા ડુસકા ઘરની અંદર મૂકી રાખો,
ના કાયમ અકળાવો, મનને રાજી રાખો.
એક પીચે આઉટ...!
વહેલી સવારે એક ટાબરિયું એનું રિજલ્ટ લઈને પપ્પના ખોળામાં બેઠું છે... પપ્પાની નજરે આ ઓછું સમજદાર ટેણીયાને એની મમ્મી ન સાંભળે એમ ધીરેથી પૂછ્યું.. “હવે તારે પાંચમાં ધોરણમાં ક્યાં મેમ આવશે?”
બચ્ચું મમ્મીને મોટેથી કહેવા લાગ્યું... “મમ્મી..મમ્મી... પપ્પા મને શું પૂછે છે ઈ કઉં? પપ્પા પૂછે છે કે તાલે પાંચમાં ધોલનમાં કયા મેમ આવશે?”
લેખન: નરેન્દ્ર જોષી. (૧૭/૦૫/૨૦૧૯)