The Author Ami Follow Current Read કાશી - 7 By Ami Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books Girl I Know, The Woman she became When I was in school, I saw a girl, wearing uniform with t... Unwritten Letters - 2 Chapter 2 – Shadows of ExpectationsThe morning after the rai... From Dust to Diamonds: The Sanjay Story - 1 Chapter 1 – Born in Dust...The first sound Sanjay remembered... Don't be Me - Chapter 7 Chapter 7 – Trust Your Own HandsDear future me,I know you.I... Split Personality - 121 Split Personality A romantic, paranormal and psychological t... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Ami in Gujarati Horror Stories Total Episodes : 19 Share કાશી - 7 (9.4k) 3.1k 5.8k 4 શિવો એ નાની બાળ નાગ કન્યાને જતી જોઈ જ રહ્યો.... કેટલી નિર્દોષ ભોળી પારેવા જેવી છે....એવુ વિચારતો પાછુ એણે જમીન પર લંબાવ્યુ..... થોડીવારમાં તે ઘસઘસાટ સૂઈ ગયો...સપનામાં તેને પાછા લડતા સાપ નજરે પડતા પાછો તે ગભરાઈ ગયો અને પરસેવો છૂટી ગયો અને તે સફાળો જાગી ગયો. એ થોડો બાવરા જેવો એમ જ બેસી રહ્યો.. પોતાની દુનિયામાં ભૂતો સાથે પણ કેટલો ખુશ હતો પણ આ દુનિયામાં કોઈ મિત્ર નથી કે કોઈ ભૂત પણ નથી.... પોતે જાણે એકલો જ થઈ પડ્યો છે... વિચારતા વિચારતા ઉભો થયો અને પોતાના કપડા પોતાની ઝોળી લઈ ચાલવા લાગ્યો ... થોડો ચાલ્યો હશે ત્યાં અવાજો સંભળાવા લાગ્યા જાણે બજાર ભરાયું હોય પણ કોઈ દેખાયું નઈ.... એક ગુફા જેવો નાનકડો રસ્તો હતો તેમાંથી અવાજો આવતા હતાં .એણે પેલી મણી કાઢી અને મનોમન ઈચ્છાધારી નાગ બનવાની ઈચ્છા પ્રગટ કરી... પલ વારમાં તે નાગ બની ગયો હવે એને પોતાની ઝોળી કપડાની જરૂર ન હતી એ મણી પાસેથી બધુ જ મેળવી શકે એમ હતો એવુ એને યાદ આવતા ઝોળી એક વેલાએ ટીગાંળી એ ગુફામાં ગયો... ત્યાં બે નાગ વચ્ચે સ્પર્ધા ચાલતી હોય તેમ તેને લાગ્યુ... બધા નાગ નાગણો ચિચિયારીઓ પાડતા બૂમો પાળી ખુશી વ્યક્ત કરતા એણે જોયા ... હવે મણી ક્યાં મૂકવો એ એના માટે મોટી મુશ્કેલી હતી.. હાથમાં રાખે તો ખોવાઈ જાય કા તો ક્યાંક મૂકાઈ જાય.... એ વિચારમાં જ હતો ત્યાં એક નાગ બાળ ત્યાં આવ્યો તેના હાથમાં મણી રમતો હતો... એણે એ નાગને જોયો મણી એ સામાન્ય લાગતો હતો. એની ચમક એ થોડી અલગ હતી આ બધુ શિવો નિરિક્ષણ કરતો હતો ત્યાં એક નાગણ આવી પેલા નાગબાળને બોલવા લાગી.... " આ કંઈ રમવાની વસ્તુ છે.. જ્યાંરે હોય ત્યાંરે મોં માંથી કાઢી રમ્યાં જ કરે છે.... આ આપણી ઓળખ છે આપણી તાકાત છે... પાગલ... ચાલ મોં માં મૂક આ જરૂર પ્રમાણે વાપરતા શીખ... નાગબાળે બિકમાં મણી મોં મૂક્યો ... શિવો આ બધુ જ જોઈ રહ્યો.... એણે જઈ પેલી નાગણને પૂછ્યું..... " બેન... આ મણી ગળી જવાનો કે ગળામાં ફસાવાનો..." નાગણ ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ..... શિવો વિચારવા લાગ્યો કે પોતે કંઈક ખોટુ પૂછી લીધુ..... પછી એણે મણી ધીમેથી મોં માં મૂક્યો.... મણી ગળામાં જઈ અટકી ગયો.. છતાં પોતે પહેલા જેવો જ હતો... એ ખુશ થ્યો... એ લડાઈની સ્પર્ધા જોવા લાગ્યો ... થોળીવાર પછી સમજાણુ કે આ મેળો છે.. એ અંદર અંદર ફરવા લાગ્યો.. ત્યાં અવનવી વાનગીઓ મનોરંજન માટે નાચ ગાન બધુ તેણે જોયું... શિવો આ અવનવી દુનિયાને માણતો હતો ત્યાં એક તીર બાજુમાં ઉભેલા નાગને અડ્યુ....બધે અફડા તફડી જામી .... બધા દોડવા લાગ્યા જેને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ ગયા... શિવો તો એમનો એમ ત્યાં જ ઉભો હતો...એટલામાં ગુફામાં મહાકાય પડછાયો દેખાયો.. એ પડછાયો શિવા બાજુ ધીમે ધીમે વધી રહ્યો હતો..... શિવો કંઈ સમજે એ પેલા એને કોઈએ ખેચ્યોં અને એક દમ અંધારી જગ્યાએ ખેંચી ગયું... થોડી વાર પછી એક અવાજ તેના કાને પડ્યો આ અવાજ તેણે સાંભળેલો હોય એવુ એને લાગ્યુ....પાછુ કોઈક તેને ધકેલી ખેંચીને બહાર લાવ્યુ..... તે બે વ્યક્તિ હતાં એક પેલી નાગ કન્યા જે ઝાડનીચે મળી હતી એ અને બીજો એની જોડે એક નાગ પુરુષ હતો... શિવે એમને આ શું હતું..... તમે મને કેમ ખેંચી ગયા.... અને આ બધુ શું છે.... ?શિવનું ઉપરનું શરીર માણસનું અને નીચેનું સાપનું હતું.... શિવ બબડે જતો હતો પેલી નાગ કન્યાએ એના મોં પર આંગળી મૂકી... એનો હાથ પકડી ચાલવા લાગી... એની પાતળી કેળમાં સોનાનો કકંદોરો... ચારે બાજુ કમરે ઝોલા.... ઉપરથી નીચે સુધી સોનાથી લદેલી હતી આ નાગ કન્યા જ નઈ બધી જ નાગણો આવો જ પહેરવેશ પહેરતી...ઝાડ અને વેલથી રૂ થી બનેલા અદભૂત કપડા પહેર્યા હતાં.... આંખોતો એટલી ચપળ ચંચળ હતી કે બિલાડીને પણ શરમાવુ પડે... શિવો તો એને જ જોતો હતો પોતે પણ એવા જ કપડાં એવાં જ ઘરેણાં મણીની મદદથી ધારણ કર્યા હતાં. પણ પોતાના પહેરવેશ કરતાં એને નાગ કન્યા ના પહેરવેશ પર વધુ ધ્યાન દોરવાયું હતું...... ક્રમશ... ‹ Previous Chapterકાશી - 6 › Next Chapter કાશી - 8 Download Our App