richest person in the world - 3 in Gujarati Biography by Raj King Bhalala books and stories PDF | દુનિયા નો સૌથી અમીર આદમી - 3

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

દુનિયા નો સૌથી અમીર આદમી - 3


Base of true story


વાચક મિત્રો ને વિનંતી છે કે, જો તેઓ એ ભાગ 1, 2 ન વાંચીયા હોય, તો તે પહેલા ભાગ 1, 2 વાંચી લેઇ જેથી આગળ ની વાર્તા ને સમજવામાં સરળતા રહે.

છોકરા પાસે હોસ્ટેલ માં હોશિયાર થી માંડી ને વોન્ટેડ છોકરાઓ પણ સલાહ લેવા આવતા. સ્કૂલ માં મારફાડ ફોડવા થી માંડી ને લઈને સ્પોર્ટ્સ માં ભાગ લેવા જેવી તમામ વસ્તુ માં તેનું મગજ પાછળ કામ કરતુ હતું. તે હંમેશા બધા થી અલગ જ વિચારો, તેના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કહેતા કે જ્યાંથી આપણું બધાનું મગજ ચાલવાનું બંધ થાય છે ત્યાંથી તેનું મગજ ચાલવાનું શરૂ થાય છે તેના મગજ માં શું ચાલતું હોય તે ક્યારેય કોઈ જાણી નોતું શકતું. તેની ખાસ વાત એ હતી કે શિક્ષક જ્યારે સવાલ પૂછતા ત્યારે ક્લાસમાં જે ને જવાબ આવડતો હોય તે તમામ વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરતા પરંતુ તે ત્યારે જ પોતાના હાથ ઉંચા કરતો જ્યારે ક્લાસમાં કોઈનો હાથ ઊંચો ન હોય. તે સવાલનો જવાબ ત્યારે જ આપતો જ્યારે તે સવાલનો જવાબ આખા ક્લાસમાં કોઇ પાસે ન હોય.



છોકરો અહીં લાયબ્રેરી ના પુસ્તક માંથી જીવન ના ઘણા પાઠ ભણે છે.છોકરા નું એક વર્ષ હોસ્ટેલ માં પૂરું થાય છે. છોકરો પોતાની જિંદગી બિન્દાસ જીવે છે. હવે તે સાતમા ધોરણ માં હોસ્ટેલ માં પ્રવેશે છે. પરંતુ આ વર્ષ છોકરા માટે જિંદગી ના એટલા ઊંડા ભો માં ચાલીયો જવાનો કે તેને આ માંથી બાર નીકળતા 10 વર્ષ થી વધારે સમય લાગી જવાનો છે.આ વર્ષ વેકેશન થોડું વધારે લાબું હતું તેથી હોસ્ટેલ થોડી મોડી ખુલી હતી. પહેલો દિવસ હતો અટલે અમે બધા હોસ્ટેલ માં આમ તેમ આંટા મારતા હતા.


થોડા સમય હોસ્ટેલ માં ફરી થી એકઝેસ થતા ટાઈમ લાગ્યો. ફરી છોકરો પોતાની રોજિંદી જિંદગી જીવવા લાગ્યો. છોકરા નો વાર્ષિક પરીક્ષા નો સમય ગાળો નજીક આવી રહીયો હતો. છોકરો હોસ્ટેલ માંથી ભાગી ને બહાર રખડવા માટે જાય છે. છોકરો હોસ્ટેલ ની બહાર રખડીને સમય થતા તે પાછો હોસ્ટેલ ની અંદર જવા માટે હોસ્ટેલ ની વંડી ઠેકે છે તેવા સમયે હોસ્ટેલ ના ગૃહપતિ તેને અંદર આવતા ભાળી જાય છે. તેને હોસ્ટેલ માંથી રષ્ટિકેટ કરવા માં આવે છે. તેથી છોકરો એક જ દિવસ માં વાર્ષિક પરીક્ષા ના તમામ વિષય ની પરીક્ષા આપી હોસ્ટેલ માંથી પોતાનો સામાન લઇ ને બસ સ્ટેશન ભેગો થાય છે. બસ માં પોતાનો તમામ સામાન ચડાવી પોતાના ગામ જવા નીકળી પડે છે. વેકેશન માં થોડા સમય પછી તેનું રિઝલ્ટ આવે છે. તેને 76% આવે છે. વેકેશન પૂરું થવાના થોડા સમય પહેલા તે સુરત જવા બસ માં નીકળે છે કારણ કે તેને નવી સ્કૂલ માં એડમિશન લેવા નું હોય છે.

છોકરો તેના આસપાસ ના વિસ્તાર ની તમામ સ્કૂલ માં એડમિશન માટે જાય છે પરંતુ તેને બધે થી ના પાડી દેવા માં આવે છે.છેલ્લે તે અંતે થાકી ને મદરેસા માં એડમિશન લઇ ને ફી ભરી હતાશ થઇ ને પોતાના ઘરે જાય છે. આ છોકરો એટલે હું પોતે રાજ કિંગ ભાલાળા. મારી આ રીયલ life story ના આગળ ના ભાગ માં તમને ખબર પડી જશે કે મેં આ બિયોગ્રાફી નું નામ દુનિયા નો સૌથી અમીર આદમી કેમ રાખીયું.

આગળ નો ભાગ ટૂંક સમય માં મારી પ્રોફાઈલ પર મુકાય હશે. ત્રીજો ભાગ આવવા માં વાર લાગી એ બદલ હું માફી છું.