"ભ્રમ છૂટે નહીં ત્યાં સુધી"
‘ એક ગુરુએ શિષ્યને કહ્યું કે ‘ બેય , સંસાર મિથ્યા છે . તું એ મૂકીને મારી સાથે ચાલ્યો આવ . ' શિષ્ય કહે કે ‘ ભગવનુ , આ લોકો મને કેટલો ચાહે છે , મારા બાપુ , મારી બા , મારી સ્ત્રી ! એ બધાંને છોડીને કેમ કરીને આવું ? ' ગુરુએ કહ્યું : ‘ તું ભલેને મારું મારું ક્ય કર , અને કહે કે એ લોકો તને ચાહે છે , પણ એ બધી તારી ભૂલ છે . હું તને એક યુક્તિ બતાવું છું . એ પ્રમાણે કરજે એટલે તને ખબર પડશે કે એ લોકો તને ખરેખર ચાહે છે કે નહિ ! ' એમ કહીને એક ઔષધિની ગોળી એના હાથમાં દઈને ગુરુ બોલ્યા કે ‘ આ ખાજે એટલે તું સાવ મડદા જેવો થઈ જઈશ , પણ તારી ચેતના જશે નહિ . તું બધું જોઈ શકીશ , સાંભળી શકીશ . ત્યાર પછી હું આવી જઈશ અને પછી ક્રમેક્રમે તારી પહેલાંના જેવી જ અવસ્થા થઈ જશે . ' ‘ શિષ્ય બરાબર એ પ્રમાણે . ગોળી ખાઈને સૂઈ ગયો ને થોડાક વખતમાં સાવ મડદા જેવો થઈ ગયો . ઘરમાં તો રડારોળ થઈ રહી . મા , બૈરી વગેરે બધાં પછડાયે ' બાઈને ૨ડી રહ્યાં છે . એવે વખતે એક બાબિલ આવીને કહે છે કે શું થયું છે ? ' તેમણે બધાંએ કહ્યું કે આ છોકરી મરી ગયો છે . ' ગુરુએ મરેલા માણસની નાડ તપાસીને ધે છે કે ' આ શું , આ તો મર્યો નથી ! હું અબઘડી એક દવા આપું છું . એ ખાવાની સાથે જ બધું મટી જશે ! ' પરનાં માણસોને તો જાણે નાથમાં સ્વર્ગ આવ્યું . પછી બ્રાહ્મણે કહ્યું , ‘ પન્ન એમાં એક વાત છે . એ દવા છે મુંઝેલી , પોલાં તમારામાંથી ગમે તે એક જણે એ ખાવી પડશે ને ત્યાર બાદ રોગીને આપવામાં અાવશે . પરંતુ જે પોલું ખાશે તેનું મોત થશે ! એમાં શું ? આનાં તો પોતાનાં પડ્યાંય માણસો છે એમ દેખાય છે . એમાંથી કોઈ ને કોઈ તો જરૂર ખાવાનું . મા અથવા સ્ત્રી , તેઓ તો ખુબ ૨ડે છે ; તેઓ તો જરૂર ખાશે . ’ એટલે બધાંયનું ૨ડવું બંધ થઈને સૌ ચુપ થઈ ગયાં . થોડીવાર પછી મા બોલ્યાં , ‘ આવડો મોટો ઘરસંસારનો વહેવાર વર્મરે હું જઉ તો કોષ સંભાળી શકે ? ' એમ કમીને વિચારમાં પડી ગયાં , બેરી જ હમણાં જ રૌતી રોતી છાતી ફૂટતી બોલતી હતી કે અરે રે , મારો કરમ ફૂટી ગયાં રે ! ' એ કહો કે ' હવે એમનું તો જે થવાનું હતું તે થઈ ગયું , પન્ન મારાં બે ત્રણ સાવ નાનાં છોકરાં ; હું જ જાઉં તો એમને કોણ સંભાળે ? ' | પેલો શિષ્ય આ બધું જોતો હતો , સાંભળતો હતો , તે ઊભો થઈ ગયો અને બોલી ઊઠયો કે ‘ ગુરુદેવ ! ચાલો , તમારી સાથે આવું છું ! '
"આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે "
એક રાજના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો , એણે રાજાને રાવીર કહેતાં સાંભળ્યો : ‘ નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ . ' ચોરે મનમાં વિચાર્યું , ‘ આ સુંદર તક છે . સાધુનો વેશ ધારણ કરીને આવતીકાલે હું સાધુઓમાં બેસીશ , કદાચ રાજકુંવરી મને પણ મળી જાય . ' બીજે દિવસે એણે તેમ કર્યું . બીજે દિવસે રાજાના માણસો રાજકુંવરીનું પાણિગ્રહણ કરવા માટે સાધુઓને સમજાવવા આવ્યા ત્યારે , કોઈ સાધુએ હા ન પાડી . આખરે રાજાના માણસો સાધુવેશધારી ચોર પાસે આવ્યા અને એની સમક્ષ પણ એ જ વાત મૂકી . ચોરી મૂંગો રહ્યો . અમલદારો રાજા પાસે પાછા ગયા અને બોલ્યા : ‘ એક જુવાન સાધુ છે તે કદાચ હા પાડે ને કુંવરીને પરણે . બીજા બધા તો ના જ કહે છે . ” e એટલે રાજા જાતે એ સાધુ પાસે ગયો અને એણે પોતાની કુંવરી સાથે લગ્ન કરવા એ સાધુને સમજાવ્યો . પણ ચોરનું હૃદયપરિવર્તન થયું હતું . એ વિચારવા લાગ્યો : ‘ મેં માત્ર સાધુવેશ ઢોંગ ખાતર પહેર્યો અને જુઓ ! આ રાજા આટલું કરગરે છે . સાચો સાધુ બનું તો , મારા ભાગ્યમાં કેટલી સારી વસ્તુઓ હશે ! ' આ વિચારોની પ્રબળ અસર હેઠળ , ખોટા ઢોંગ હેઠળ પરણવાને બદલે એ તે જ દિવસથી સુધરવા લાગ્યો . અને સાચો સાધુ બની ગયો . લગ્ન જ કર્યો નહીં અંતે , ખૂબ પવિત્ર સાધુ બન્યો . સાચાના ઢોંગનાં પણ કોઈકવાર સારાં પરિણામો આવે.
" કોદાળીને બરાબર પકડી રાખો"
તીવ્ર વૈરાગ્ય કોને કહે ? એક દેશમાં દુકાળ પડ્યો . એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી નદીમાંથી ) પાણી લાવવા લાગ્યા . એક ખેડૂતના મનમાં ખૂબ જોર . તેણે એક દિવસ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ખેતરમાં પાણી ન આવે , ધોરિયાનો અને નદીનો મેળાપ ન થઈ જાય ત્યાં સુધી ધોરિયો ખોઘે જ જવો . અને તે કામે લાગ્યો . આ બાજુ નહાવાનો સમય થયો એટલે તેની સ્ત્રીએ શરીરે ચોળવા માટે પોતાની દીકરી સાથે તેલ મોકલ્યું . દીકરીએ આવીને કહ્યું , ‘ બાબા , નહાવાનું ટાણું થઈ ગયું છે , હવે નાહી લો . ’ ખેડૂતે કહ્યું , તું જા , મારે હમણાં કામ છે . એમ કરતાં બપોર થયો . તોય ખેડૂત તો ખેતરમાં ધોરિયો ખોઘે જ જાય છે , નહાવાનું નામ નહિ . . એટલે તેની સ્ત્રી ખેતરે આવીને કહેવા લાગી , ‘ હજી સુધી આ તમે નાહ્યા નથી ? રોટલા ઠરી ગયા ! તમારે તો બધું અત્યારે ને અત્યારે ! કાલે કરજો . નહિ તો ખાઈપીને કરો . ” એ સાંભળતાં ખેડૂતે કોદાળી ઉગામી અને સ્ત્રીને બે ચાર ગાળો દેતો બોલી ઊઠ્યો : ‘ તને તે કંઈ અક્કલ છે ? વરસાદ થયો નથી , ખેતરમાં દાણો પાકશે નહિ તો આ વખતે છોકરાં ખાશે શું ? બધાંને ભુખે મરવાનો વારો આવશે ! મેં નીમ લીધું છે કે આજ ખેતરમાં પાણી લાવવું અને પછી જ નહાવા - ખાવાની વાત . ' સ્ત્રી તો ખેડૂતનો મિજાજ જોઈને નાસી જ ગઈ . ખેડૂતે આખો દિવસ તનતોડ મહેનત કરીને સંધ્યા સમયે ધોરિયાને નદી સાથે જોડી દીધો . ત્યાર પછી એક બાજુએ બેસીને જોવા લાગ્યો કે નદીનું પાણી ખળ ખળ કરતું ખેતરમાં આવી રહ્યું છે . તેથી તેનું મન શાંત અને આનંદથી પૂર્ણ થયું . ' પછી ઘેર જઈને સ્ત્રીને કહે , ‘ હવે , નહાવાનું પાણી મૂક , તેલ દે , ને જરા હુક્કો ભર . ’ ત્યાર પછી નિશ્ચિત થઈ , નાહીધોઈ , ખાઈપીને ઘસઘસાટ ઊંઘવા લાગ્યો . આનું નામ તીવ્ર વૈરાગ્ય . ” | ‘ બીજો એક ખેડૂત હતો . તે પણ ખેતરમાં પાણી લાવવા સારુ ધોરિયો ખોદવા લાગ્યો હતો . તેની સ્ત્રી જ્યારે ગઈ અને કહ્યું કે ‘ ઘણો વખત થઈ ગયો છે , હવે ચાલો . એટલું બધું વધુ પડતું કામ ન કરીએ . ' ત્યારે એ બીજું કાંઈ ન બોલતાં કોદાળી બાજુએ રાખીને બોલ્યો , ‘ તું કહે છે તો ભલે , ચાલ ! ' એ ખેડૂતથી ખેતરમાં પાણી લાવવાનું બન્યું નહિ . એ મંદ વૈરાગ્ય ! ' અંતરમાં ખુબ જોર ન હોય તો ખેડૂતના ખેતરમાં જેમ પાણી આવે નહિ તેમ માણસને પણ ઈશ્વર - પ્રાપ્તિ થાય નહિ .
"તમે નજીકથી વધારે નજીક જાઓ ત્યારે"
એક મુસલમાન નમાજ પઢતાં પઢતાં ‘ યા અલ્લા યા અલ્લા ' કરીને બૂમો પાડીને પોકારતો હતો . તેને એક જણે કહ્યું , ‘ અરે એય ! તું અલ્લાને યાદ કરે છે તેમાં આટલી બૂમો શા માટે પાડે છે ? અલ્લા કીડીના પગના ઝાંઝરનો અવાજ પણ સાંભળી શકે . ' ‘ જ્યારે ઈશ્વર સાથે મનનો યોગ થાય ત્યારે ઈશ્વર ખૂબ નજીક દેખાય , હૃદયની અંદર દેખાય . પરંતુ એક વાત છે , કે જેટલી આ એકાગ્રતા આવે તેટલું મન બહારની વસ્તુઓમાંથી ખેંચાઈને આવે . ભક્ત - માળમાં એક ભક્ત ( બિલ્વ મંગળ ) ની વાત છે . એ વેશ્યાને ત્યાં જતો . એક દિવસ ખૂબ મોડી રાતે જાય છે . ઘેર માબાપનું શ્રાદ્ધ હતું , એટલે જવામાં મોડું , થયું હતું . e શ્રાદ્ધમાં બનાવેલાં મિષ્ટાન્નોવેશ્યાને આપવા માટે હાથમાં લઈને જતો હતો . વેશ્યામાં એની એટલી તલ્લીનતા હતી કે પોતે ક્યાં થઈને જઈ રહ્યો છે , કઈ વસ્તુ પર પગ દઈને ચાલ્યો જાય છે , એ કશાનો ખ્યાલ જ નહિ . રસ્તામાં એક યોગી આંખો મીંચીને ઈશ્વર - ચિંતન કરતો બેઠો હતો . તેને આ માણસનો પગ લાગી ગયો . એટલે એ યોગી ગુસ્સે થઈ જઈને બોલી ઊઠ્યો કે “ એય , તને દેખાતું નથી ? હું અહીં ઈશ્વરનું ધ્યાન કરું છું ને તું મને પગ મારીને ચાલ્યો જાય છે ? ' એટલે એ માણસે કહ્યું , ‘ યોગીરાજ ! મને માફ કરજો . પરંતુ એક વાત પૂછું ? વેશ્યાનું ચિંતન કરતાં મને બહારનું કાંઈ ભાન નથી , અને આપ ઈશ્વર - ચિંતન કરી રહ્યા છો છતાં આપને બહારનું બધું ભાન છે ! એ તો કઈ જાતનું ઈશ્વર ચિંતન ! ' - એ ભક્ત છેવટે સંસારનો ત્યાગ કરીને ઈશ્વરની આરાધના કરવા ચાલ્યો ગયો હતો . વેશ્યાને કહ્યું કે ‘ તું જ મારો ગુરુ . તેં જ શિખવ્યું કે કેવી રીતે ઈશ્વરમાં પ્રીતિ કરવી . ' તેણે વેશ્યાને મા કહીને તેનો ત્યાગ કર્યો હતો .
‘ એક કઠિયારો જંગલમાં લાકડાં કાપવા ગયો હતો . અચાનક એક બ્રહ્મચારી સાથે ભેટો થઈ ગયો , બ્રહ્મચારીએ કહ્યું , ‘ અરે એય , આગળ વધ ! ' કઠિયારો ઘેર આવીને વિચાર કરવા લાગ્યો કે બ્રહ્મચારીએ આગળ વધવાનું શા માટે કહ્યું હશે ? એ પ્રમાણે થોઢ દિવસ ગયો , એક દિવસ તે બેઠો છે . એટલામાં તેને પેલા બ્રહ્મચારીની વાત યાદ રખાવી , એટલે તેણે મનમાં ને મનમાં નિશ્ચય કર્યો કે આજે હું જરા આગળ જઈશ . જેગલમાં જઈને વધુ આગળ જતાં તેણે જોયું તો અસંખ્ય ચંદનનાં ઝાડ ! એથી રાજી થઈને તે ગાડું ભરીને રોજ ચંદનનાં લાકડાં લઈ આવે અને તે બજારમાં વેચીને ખૂબ પૈસાદાર થઈ ગયો . એમ કરતાં કેટલાક દિવસ નીકળી ગયા , વળી એક દિવસ મનમાં થયું કે બ્રહ્મચારીએ હ્યું છે કે ' બાગળ વધે ! ' એટલે જેગલમાં એથીયે આગળ જઈને જોયું તો નદીને કાંઠે રૂપાની ખાણ ! એ વસ્તુનો તો તેને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો . એટલે હવે તો માત્ર ખાણમાંથી રમું જલઈ જઈને વેચવા લાગ્યો અને મોટો ધનપતિ થઈ ગયો . વલી કેટલાક દિવસ નીકળી ગયા . એક દિવસે કઠિયારો બેઠો બેઠો વિચાર કરે છે કે ગંહચારીએ મને રૂપાની ખાણ સુધી જ જવાનું તો કહ્યું નથી , એમણે તો આગળ જવાનું કહ્યું છે . માટે આગળ જવા દે . એ વખતે નદીને પેલે પાર જઈને જુએ છે તો સોનાની બાસ . ત્યારે વિચાર્યું કે ઓહો ! આટલા માટે બ્રહ્મચારીજીએ કહ્યું હતું કે , ‘ આગળ વધ ! ' - ‘ રની કેટલાક દિવસ પછી આગળ જઈને જુએ છે તો હીરામાણેકના ઢગલા પડ્યા છે . એ પછી તો તેની બૈરના જેટલી સંપત્તિ થઈ ગઈ ! - એટલે છે કે જે કાંઈ કરતા હો તેમાં આગળ વધો તો એથીયે વધુ સારી ચીજ કરશે . થોડોક જપ કરીને ઉત્સાહ આવ્યો છે એટલે એમ ન માનો કે જે થવાનું છે તે બધું થઈ ગયું છે ! કર્મ કંઈ જીવનનો ઉદેશ નથી . એથીયે આગળ વધો તો કર્મ નિષ્કામ ભાવે કરી શકશો . ૫ર નિકામ કર્મ બહુ કઠણ એટલે ભક્તિભાવથી વ્યાકુળ બનીને પ્રભુને ગ . ર્ષા કરો કે ઈશ્વર , તમારાં ચરણકમળમાં ભક્તિ આપો અને કર્મ ઓછાં કરી દો , અને છેલ્લું કર્મ રહે તે નિષ્ઠામ થઈને કરી શકે !