Prem Angaar - 11 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 11

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 11

પ્રકરણ : 11

પ્રેમ અંગાર

આમને આમ સમય વિતતો ગયો. વિશ્વાસ એનાં કોલેજનાં અભ્યાસમાં ખૂબ સારી રીતે આગળ વધતો ગયો એની જોબમાં ખૂબ ખંતથી કામ કરી રહ્યો હતો. મી. વસાવા અને પ્રોજેક્ટ હેડમી. જાડેજાનું પણ કામથી દીલજીતી લીધા હતા તેઓ પણ ખૂબ ખુશ હતા ખૂબ હોંશિયાર અને ખંતિલો જુવાન મળી ગયો હતો. વિશ્વાસ એનાં પ્રોજેક્ટ હેડ સાથે સોફ્ટવેર અને એને અપગ્રેડેશન માટે ચર્ચાઓ કરતો અને માન જાળવવા સાથે સજેશન આપવા પ્રયત્ન કરતો. એણે એક સોફ્ટવેર જે બાયનોક્યુલર સાથે રહી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને એવું ડીવાઈસ માટે ચર્ચા કરી મી. જાડેજા અને મી. વસાવા તો અચંબામાં જ પડી ગયા. મી.વસાવા એ કહ્યું “વિશ્વાસ આપણી પાસે તો એનાં અંગેના સાધનો પણ નથી પરંતુ તું જેથી યરી કહી રહ્યો છે એ ચોક્કસ વર્ક કરી જશે. તારું વીઝન ખૂબ દૂર સુધી જાય છે. દીકરા તું ખૂબ પ્રગતિ કરીશ. હાલ આ અંગે હું બેંગ્લોરમાં મારા ખાસ મિત્ર મી. અગ્નિહોત્રી સાથે વાત કરું છું પછી આપણે એનાં અંગે વાત કરી શું જરૂર પડે તને હું બોલાવીશ અથવા આપણે ફોન પર કોન્ફરન્સથી વાત કરીલઈશું. વિશ્વાસ કહે ઓકે સર!મને જરૂરથી જણાવજો. હું એના અંગે કંપલીટ નોટ પણ બનાવી લઊં છું. એ પછી એકામ નિપટાવી ઘરે આવવા નીકળી ગયો.

આજે એ ખુબ ખુશ હતો. એને પણ સમજણ ના પડી કે એ આ ડીવાઇસ અંગે, રીડીંગ કર્યા પછી પોતાનાં લેપટોપથી બધા કેલ્ક્યુલેશન્સ કરીને એ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યો હતો અને અચાનક જ એને વીઝન આવ્યું એ પોતે અચંબામાં પડી ગયો એ વીઝનને એણે ત્વરાથી નોટમાં ઉતારવાનું ચાલુ કર્યું એને પૂરા અભ્યાસ પછી લાગ્યું આ એક મોટો કરન્ટ જ છે આ ડીવાઈઝ જે રીતે બનાવવા પ્લાન થયેલું એનાં કરતાં અનેકગણું વધું કાર્યશ્રમ થઈ શકે છે. બે ઘડી આકાશ તરફ મીટ માંડી જોઈ રહ્યો અને નોટે પુરી કરી એના પ્રોજેક્ટ હેડ મી. જાડેજા અને વસાવા સરને વાત કરી.

ઘરે આવીને એણે સંપૂર્ણ નોટ બનાવી દીધી પાછી ચકાસી લીધી અને કાલે કંપનીમાં જાયને એ એનાં પર કામ પુરું કરશે. આજે ફટાફટ જમવાનું પતાવીને પાછો પોતાની ગમતી જગ્યાએ આવીને સૂતો. ખૂલ્લા આકાશ નીચે અને વિચારી રહ્યો છે કોઈ અગમ્ય શક્તિ જે મને સમજે છે. બોલાવે છે જ્ઞાન સમજ આપે છે જે વિચાર સ્ફુરાવીને મારી પાસે કાર્ય કરાવે છે. ભલે હું પિતાવિહીન હોઊં પણ મને એ બધી જ રીતે સાચવી લે છે મારા ગુરુ પિતા સર્વસ્વ બનીને મને સંવારે છે સંભાળે છે એ આ અગમ્ય શક્તિને મનોમન વંદી રહ્યો.

ડૉ. વસાવા એ વિશ્વાસને પોતાની કેબીનમાં બોલાવ્યો એણે કહ્યું તું આવી જા જે. અગ્નિહોત્રી ઓનલાઈન છે મેં એમની સાથે વાત કરી લીધી છે તેઓ ખૂબ એક્ષાઈટેડ છે કહે આ એક નવો વિચાર છે અને એકદમ પરફેક્ટછે. મારે તમારા એ યુવાન સાથે વાત કરવી છે એની નોટ અંગે. ડૉ. વસાવાએ ડૉ. અગ્નિહોત્રીને કહ્યું“ યસ અગ્નિહોત્રી અમારી કંપની નોન વોઇન્વેન્ટર આવી ગયો કરો વાત. હાય. કેમ છે વિશ્વાસમા ય યંગ બોય આઈ એમ વેરી હેપી ટુ સે યોર પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન ઇઝસો પરફેક્ટ એન્ડ યુઝ ફુલ ટુ અવર ન્યુ ડીવાઈસ એની વેઆઇ કોન્ગ્રેજ્યુ લેટ ટુ યુ. આટલી યંગ એઇજ માંતે ખૂબ સારું કામ કર્યું છે. આઇ મસ્ટ એ પ્રેસી એટ ઇટ અને પછી ડૉ. વસાવાને કહ્યું તમે આમાં આગળ વધો અને ટીમ લીડર આજથી વિશ્વાસને રાખજો. વિશ્વાસે ડૉ. અગ્નિહોત્રી થેક્યું સર આઈ વીલ ડુ માય બેસ્ટ એવર અને એ લોકોનીવાત પુરી થઈ. ડૉ. વસાવા એ વિશ્વાસનેકહ્યું. યંગ બોય તે ખૂબ નાની ઊંમરમાં ઘણાં ઊંચા વીઝનનું કામ કર્યું છે અને આપણે મેઇન ઓફીસમાં તારું નામ ખૂબ આજથી ગાજવા લાગ્યું છે. બેંગ્લોરમાં આપના CEO અગ્નિહોત્રી સરની શાબાશી મેળવવી ઘણી મોટી વાતછે. આઈ વીશ યુ બ્રાઈટ ફ્યુચર માય સન અને પ્રોજેક્ટ આગળ તૈયાર કરી કંપલીટ કરવા સૂચના આપી.

વિશ્વાસ ઓફીસથી નીકળી ખૂબ જ ખુશ હતો આજે જીવનમાં કાંઇક નવી અને પ્રગતિની શરૂઆતનો એહસાસ હતો. આજે એ સીધો મહાદેવપુરા કંપા ગયો. એને મનમાં થયું આજે એ કાકુથ અને આસ્થા સાથે બધું જ શેરકરશે. એ સીધો જ કંપા પર પહોંચી કાકુથ પાસે ગયો. એમને ચરણ સ્પર્શ કરી નમસ્કાર કર્યા. કાકુથ ખૂબ ખુશ હતા. પૂછ્યું ભાઈ એકદમ અચાનક આમ સાંજના સમયે ? વિશ્વાસ કહે હા એક ખાસ સમાચાર આપવા હતા. એણે એનાં પ્રોજેક્ટ અંગે વાત કરી એનાં ડીવાઈસ અંગેના અનોવેટીવ વિચારે બધાને ખૂબ ખુશ કર્યા અને નવી રચનાની વાત કરી એને મળેલા શિરપાવની વાત કરી કહ્યું “મને થયું તમારી સાથે આ ખુશી શેર કરું. કાકુથ કહે આ ખૂબ આનંદ અને ગૌરવનાં સમાચાર છે. મને પહેલેથી વિશ્વાસ હતો તારા નામ પ્રમાણે તમે કંઇક નવું કરશો. હજી શરૂઆત છે ઘણાં આગળ વધશો જ. વિશ્વાસ કહે કાકુથ હવે મારે સળંગ હમણાં રજાઓ છે કોલેજમાં મીડ ટર્મ બ્રેક માત્ર ઓફીસ જવાનું છે ત્યારે કોલેજનાં ફાજલ સવારનાં સમયે હું આપની પાસે આવવા માંગુ છું બધું શીખવા સમજવા શાસ્ત્ર, તત્વજ્ઞાન, યોગ તમને જે રીતે શીખવો એ રીતે. એટલે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું કાકુથ કહે “હા તમે નિસંકોચ આવી શકો છો. એટલામાં આસ્થા ઘરમાંથી વરન્ડામાં આવી ગઈ વિશ્વાસને જોઈ રહી. એણે જાણ થઈ કે કાકુથ પણ એને જોઈ રહ્યા છે એ એકદમ ધ્યાનભંગ થઈ બોલી અરે વિશ્વાસ તમે અહીં ક્યાંથી ? વિશ્વાસ કહે “હું કાકુથને મળવા આવેલો. આસ્થાએ કહ્યું “ઓહો કાકુથને... પછી કાકુથને કહ્યું “તમે તો મને જણાવ્યું નહીં કશું.” કાકુથ કહે “દીકરી મને જ નહોતી ખબર અચાનક જ આવી ગયા. વિશ્વાસ કહે હા તમને પણ મળવું હતું એક ખાસ વાત જણાવવાની હતી. કાકુથ કહે ભલે તમે લોકો તમારી વાતો કરો હું મંદિર જઈને આવું છું. બન્નેને તો ભાવતું હતું વૈદે કીધું એવો ઘાટ થયો.”

તમે આવવાનાં હતાં મને ફોન કરી જાણ કેમ ના કરી ? તમારા કોઈ જ ફોન નહીં મેસેજ નહીં. વિશ્વાસે કહ્યું ચાલો બધી જ વાત કહું કહી એ ચાલતા ચાલતા વાડી તરફ ચાલવા લાગ્યા ત્યાં આગળ જઈને કાકુથે બનાવેલ સુગંધી વેલાનાં પરગોલા પાસે આવીને બેઠા. વિશ્વાસે આસ્થા સામે જોયા કર્યું આસ્થા કહે તમે આમ મને ના જુઓ મારાથી... વિશ્વાસ કહે કેમ મેં શું કર્યું ? આસ્થા કહે તમે એવું કર્યું છે હું મારામાં જ નથી રહી બસ તમારામય જ થઈ ગઈ છું. વિશ્વાસએ આસ્થાનો હાથ પોતાનાં હાથમાં લીધો અને ચૂમી લીધો. આસ્થા આખી જાણે લાલ થઈ ગઈ એને લાજ આવી કહ્યું તમે... એ કંઇ આગળ બોલે એ પહેલા વિશ્વાસે એને બાહોમાં લઈને એનાં હોઠ જ ચૂમી લીધા. આસ્થાએ એકદમ વિશ્વાસને વળગી ગઈ અને અને મુધરસ માણી રહી. એ વિશ્વાસથી છૂટી પડતા બોલી કેમ આટલા દિવસ ના ફોન ના મેસેજ. ફરીથી ફરિયાદ કરી. વિશ્વાસ કહે એક નવા પ્રોજેક્ટમાં જ મન સાવ ખૂંપી ગયેલું અને એક સરસ ઇનોવેશન પણ થયું બધી માંડીને વાત કરી.

વિશ્વાસ કહે “આસ્થા જ્યારથી તારી મુલાકાત થઈ છે. દીલ મારું બસ તારામાં હયો છે. અને તને પ્રેમ કરી તને મેળવીને હું કાંઇક અલગ અનૂભૂતિમાં હોઊં છું મને લાગે છે કે ખૂબ સારું વિચારી શકું છું નવા નવા વિચાર, ક્રિએટીવ બની રહ્યો છું તારા સાથ થી જ હું બધું કરી શકું છું. એવો જ અહેસાસ છે મને પાકો જ. તારા સિવાય હવે જાણે કંઇ જ નહીં મારા જીવનમાં. માઁ પછી બસ તું અને કુદરત જ છો. માઁ નું સ્થાન પ્રથમ અને અચળ છે. હું છું જે કંઇ એમનાથી જ છું.”

આસ્થા શરમાઈને બસ સાંભળતી રહી એનાં કાનમાં બસ પ્રેમ મીઠો રસ જ રેડાઈ રહેલો એ ખૂબ જ ખુશ આનંદમાં હતી. વિશ્વાસ કહે આજે હું જઉં હજી ઘરે પહોંચવાનું છે હું આવતી કાલે સવારથી થોડા દિવસ રોજ આવીશ કાકુથ પાસેથી બધું જ શીખીશ અને શાસ્ત્ર વિજ્ઞાન શીખીશ સમજીશ. આસ્થા કહે કેમ આવીને તરત જવા કહો. વિશ્વાસ કહે માઁ ચિંતા કરશે હું કાલે સવારે આવી જઈશ કહી આસ્થાને ફરી ચૂમી અને વિદાય લીધી આસ્થા એને જતો જોઈ રહીં જ્યાં સુધી દેખાતો બંધ ના થયો બસ અપલક નયને જોતી રહી... વિશ્વાસ આવશે ઘરે...

*****

કાકુથ ઉઠી સ્નાનાદી પરવારી અને સાધના કરવા બેઠા ધ્યાનમગ્ન થઈ. અને પરબ્રહ્મ પરમેશ્વરની ધ્યાન સમાધિમાં ખોવાયા. આસ્થા આજે સવારે વહેલી ઉઠીને બધુ પરવારી વિશ્વાસની જ રાહ જોવા લાગી. એટલામાં બાઈક ઊભી રહેવાનો અવાજ આવ્યો. એણે બારીમાંથી ડોકીયું કર્યું અને બસ આંખો ઉભરાઈ... એ નીચે દોડી આવી વિશ્વાસની આંખ સામે આંખ મળી... હૈયુ હાથ ના રહ્યું હોઠ વિવશ થયા બોલી હાય વિશ્વાસ ગુડમોર્નિંગ. વિશ્વાસે સામે કહ્યું હાય આસ્થા વેરી ગુડમોર્નીંગ પણ આમ ઓફીસનો શિષ્ટાચાર ? આસ્થા હસી પડી કહે બીજું કંઇ સૂજ્યું નહીં. વિશ્વાસ કહે કાકુથ પાસે જવું છે. આજથી એમની નિગરાણીમાં બધુ શીખીશ સમજીશ. આસ્થા કહે દાદુ ધ્યાનમાં બેઠા છે હમણાં વાત નહીં કરે હું તમારા ધ્યાન સમાધીમાં છું મારી સાથે વાતો કરોને... વિશ્વાસ કહે ઓ હો ! એમ છે તો ચલો માતા તમે આપણે થોડા દૂર જઈએ કાકુથ ડીસ્ટર્બ ના થાય. બન્ને જણાં ખેતરવાડીમાં આવેલા બગીચા તરફ ગયા. આસ્થા કહે તમે વાતો કરો હું સાથે સાથે ફૂલો વીણી લઉં પૂજા માટેનાં. વિશ્વાસ કહે ચલ આપણે સાથે જ ઉતારીએ ! આસ્થા ફૂલ વીણીને ફૂલછાબમાં મુકવા લાગી. વિશ્વાસે ગુલાબનું સુંદર ફૂલ થોડી દાંડી સાથે ચૂંટીને આસ્થાનાવાળમાં લગાવ્યું. આસ્થાનું મુખ હાથમાં પકડીને એણે એક ચુંબન કરી લીધું આસ્થા શરમાઈ ગઈ કહે વિશ્વાસ ધીરજ ધરો કાકુથ સામે વરન્ડામાં જ છે. વિશ્વાસ કહે એટલે તો દૂર લઈ આવ્યો એય, આસ્થા હવે એકબીજાને પ્રેમ કરીને મારો હક જતાવું છું. આસ્થા કહે હક્ક બધો તમારો જ પણ આમન્યા રાખવા કહું. વિશ્વાસ એને ફરી ફૂલો ઉતરાવવા મદદ કરવા લાગ્યો. એટલામાં કાકુથે બૂમ પાડી “આસ્થા દિકરા કોણ આવ્યું છે ? આસ્થા દોડતી વરન્ડા તરફ ગઈ અને પાછળ વિશ્વાસ આવી પહોંચ્યો. વિશ્વાસે કહ્યું “કાકુથ હું આવ્યો છું કહી નીચા નમીને નમસ્કાર કર્યાં. હું આપની પાસે શાસ્ત્ર-પુરાણ-પંચતત્વ વિગેરે વિષે જ્ઞાન મેળવવા આવ્યો છું. તમારી પાસેથી મને સરળ રીતે સમજાઈ જશે મારે એ બધું વાંચવાની પણ જરૂર નહીં પડે. હમણાં મારે સવારે કોલેજ કે કંપનીમાં જવાનું નથી સળંગ 10 દિવસનો બ્રેક છે. ને એક્ઝામ્સઆવે છે એટલે કામ બધા નીપટાવીને બ્રેક લીધો છે. એ સમયનો સદઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. કાકુથ કહેં પછી તમારા અભ્યાસની તૈયારી ? વિશ્વાસ કહે હું બધું જ કવર કરી શકીશ પણ મને એવું થયા કરે કે આ બધું જ્ઞાન પણ મને મારા આગળનાં સંશોધન અને ડેવલપમેન્ટમાં ખૂબ કામ આવશે. કાકુથ કહે ચાલો આજથી શુભારંભ... સવારે હું રોજ કલાકનો સમય આપીશ મારા માટે પણ પુનરાવર્તિત અભ્યાસ થઈ જશે.

પ્રકરણ : 11 સમાપ્ત…..કાકુથનું તત્વજ્ઞાન……..