Shivali - 17 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 17

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

શિવાલી ભાગ 17

શિવ ક્યાં જાય છે. ચારુબેને પૂછ્યું.

બા મંદિરે જાવ છું.

ચારુબેન તેનો હાથ પકડી તું અહીં આવ. બેસ મારી પાસે. દીકરા કેટલા દિવસ થી જોવ છું. તું ઉદાસ ઉદાસ રહે છે. ખાવા નું પણ બરાબર ખાતો નથી. તારી તબિયત તો સારી છે ને?

હા બા મારી તબિયત સારી છે. આ સમસ્યાઓ ને લીધે થોડો ઉદાસ છું.

જો દીકરા સમસ્યાઓ નું સમાધાન પણ મળી જશે. તું ચિંતા ના કર. સૌ સારાવાના થઈ જશે.

જી બા. તમે ચિંતા ના કરો. એટલું બોલતા એ પોતાનો ચહેરો છુપાવતો મંદિર જવા નીકળી જાય છે. જો બા એની આંખના આંસુ જોઈ જતા તો તેમને શુ કહેતો?

ચારુબેન ની અનુભવી નજર શિવ ની આંખ ના આંસુ અને તેની ઉદાસી સમજી જાય છે. પણ કંઈ બોલતા નથી.

બા બા મોટાભાઈ નો ફોન આવ્યો છે તે ગુરુમાં ને લઈ ને આવી રહ્યા છે, રમાબેન ખૂબ જ ઉત્સાહ માં આ સમાચાર ગૌરીબા ને આપે છે.

ખૂબ સરસ રમાવહુ. ખૂબ સરસ. મારા ભોળાનાથે મારી અરજ સાંભળી. ચારુ તે સાંભળ્યું ને?

હા ગૌરી સાંભળ્યું. હવે આપણી શિવાલી જલ્દી પાછી આવી જશે. બધાના ચહેરા પર એક ખુશી ની લહેરકી આવી જાય છે.

શિવ મંદિરે પહોંચી જાય છે. તેનું મન ઉદાસ છે. તેની આંખો માં આંસુ છે. તે ભગવાન ને વિનંતી કરે છે, હે ભોળાનાથ હે ઈશ્વર દયા કરો. શિવાલી ને બચાવી લો. કોઈ માર્ગ મળતો નથી પ્રભુ. હવે તો તું જ એક સહારો છે. તું તો ભોળાનાથ છે પ્રભુ અમારી કોઈ ભૂલ હોય તો માફ કરો ને મદદ કરો પ્રભુ મદદ કરો. તારા સિવાય હવે કોઈ આશરો નથી. દયા કરો પ્રભુ દયા કરો. શિવ ભગવાન ને કાલાવાલા કરે છે મદદ માટે. તે પુરા ભક્તિભાવ થી ભોળનાથ ને વિનવે છે. ત્યાં તેને,

બમ ભોલે , જય શિવ શભું. બમ બમ ભોલે જય શિવ શભું ના નાદ સંભળાય છે. અવાજ ધીરે ધરે નજીક આવતો જાય છે. શિવ ભગવાન ને પ્રણામ કરી અવાજ ની દિશા માં જાય છે. હવે અવાજ મંદિર ના પ્રાંગણમાં આવી જાય છે.

શિવ તો આ દ્રશ્ય જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે. એકસાથે ઘણાબધા અઘોરી મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવ નો નાદ કરી રહ્યા છે. આખું વાતાવરણ તેમના અવાજ થી ગુંજી ઉઠે છે.

શિવ એકદમ ખુશ થઈ જાય છે. તેના મોં મા થી શબ્દો નીકળતા નથી. તે તરતજ પાછો મંદિરમાં ભોળાનાથ ની મૂર્તિ પાસે જાય છે ને હાથ જોડી રડી પડે છે. ભગવાન તું મહાન છે. તું ભોળા નો નાથ છે. તારી કૃપા અપરમ પાર છે. આભાર પ્રભુ ખૂબ ખૂબ આભાર.

શિવ પછી એક પણ ક્ષણ વેડફયા વગર હવેલી તરફ દોડવા લાગે છે. તેને ખબર પણ નથી કે તેણે પગમા ચંપલ પણ પહેર્યા નથી. બસ એને તો હવેલી પહોંચવું છે જેટલું જલ્દી પહોંચાય એટલું જલ્દી. હવેલી નજીક આવતા તે બુમો પાડવા લાગ્યો, પંડિતજી પંડિતજી પંડિતજી.

પુની એ અવાજ સાંભળ્યો. તેણે અવાજ ની દિશામાં જોયું તો શિવ દોડતો દોડતો આવી રહ્યો હતો. પુની દોડતી ઘરમાં ગઈ , બા બા બહાર શિવ પંડિતજી ના નામ ની બુમો પાડે છે.

કેમ શુ થયું? ચારુબેને પૂછ્યું.

ખબર નહિ બા પણ બુમો પાડે છે અને દોડતા હવેલી તરફ આવે છે.

ચાલ ચાલ જલ્દી ચાલ. જોઈએ શુ થયું. પુની તું પંડિતજી અને બીજા લોકો ને બોલાવ.

ચારુબેન અને ગૌરીબા બહાર આવે છે હવે શિવ હવેલીના આંગણામાં આવી જાય છે.

પંડિતજી પંડિતજી હજુ એ બુમો જ પાડે છે. ત્યાં બધા જ બહાર આવી જાય છે.

શિવ શિવ શુ થયું? કેમ આમ દોડ્યા કરે છે? ચારુબેન પાસે આવી ગયેલા શિવ ને પૂછે છે.

બા બા પંડિતજી પંડિતજી. શિવ હાંફતા હાંફતા બોલે છે.

હા શિવ બોલ શુ થયું? તું આમ... પહેલા થોડો શ્વાસ લઈ લે. પછી બોલ.

શિવ થોડીવાર ચૂપ થઈ જાય છે. ત્યાં ગૌરીબા એ પુની ને પાણી લાવવા કહ્યું.

પુની ઝડપ થી પાણી લઈ આવી ને શિવ ને આપ્યું. શિવે થોડું પાણી પીધું.

હવે બોલ શિવ શુ થયું? પંડિતજી એ પૂછ્યું.

પંડિતજી ત્યાં મંદિરમાં અઘોરી આવ્યા છે?

અઘોરી?

હા પંડિતજી અઘોરી. બહુ બધા અઘોરી આવ્યા છે મંદિરમાં.

બધા એકબીજા ની સામે જોવા લાગે છે.

પંડિતજી અઘોરી એ શિવાલી ની ભવિષ્યવાણી કરી હતી ને? કદાચ આમાં એ અઘોરી હોય. તમે એને ઓળખો છો ને? ચાલો પંડિતજી મંદિર ચાલો.

બધા ખુશ થઈ જાય છે. એકબીજા ની સામે જોવા લાગે છે. જાણે કે ભોળાનાથે એમના માટે મદદ મોકલી હોય.

હા શિવ તારી વાત સાચી છે. કદાચ ભોળાનાથે જ એમને મોકલ્યા હોય. ચાલો મંદિર જઈએ.

બધા મંદિર જાય છે. મંદિરનું પ્રાંગણ અઘોરીઓ થી ભરેલું છે. અંદાજીત 40 થી 50 અઘોરીઓ ત્યાં હતાં. ત્યાં ના લોકો પણ આટલા બધા અઘોરી ને જોઇ ને નવાઈ પામે છે. ત્યાં આટલા બધા અઘોરીઓ માં પણ પંડિતજી એ એક ખૂણામાં એકલા બેઠેલા પેલા અઘોરી ને ઓળખી લીધો. તેઓ ખુશ થઈ જાય છે ને અઘોરી ની પાસે જાય છે,

ૐ નમઃ શિવાય બાબા

ૐ નમઃ શિવાય પંડિતજી

બન્ને ની નજર મળે છે અને બન્ને ખુશ થઈ જાય છે.

બાબા તમે અહીંયા? અચાનક?

કઈ અચાનક નથી પંડિતજી. તમે તો બધું જ જાણો છો.

હા બાબા પણ......

પંડિતજી અઘોરી સમાજ બંધન માં થી મુક્ત થાય તે સમય આવી ગયો છે. ને ભગવાન ભોળાનાથ ની આજ્ઞા થી જ અમે અહીં આવ્યા છીએ.

શિવાય શિવાય શિવાય. બાબા તમે સમયસર જ આવ્યા છો. તમારી વાત સાચી પડી છે. શિવાલી ને તેના પાછલા જન્મે પકડી લીધી છે. ને રાજકુમારી ચન્દ્રપ્રભા ની આત્મા જાગી ગઈ છે.

હા પંડિતજી હું જાણું છું. હવે સમય આવી ગયો છે કનકસુંદરી અને સમરસેન ના મિલનનો.

પણ બાબા હજુ સુધી સમરસેન ના કોઈ વાવડ નથી. તે ક્યાં છે? શુ કરે છે? એનો પુનઃજન્મ થયો છે કે નહિ? તે કઈ ખબર નથી. ને શિવાલી ને પણ પોતાનો પાછલો જન્મ યાદ આવ્યો કે નહિ તે કઈ ખબર નથી.

પંડિતજી બધું ભોળાનાથ ને કરવાનું છે. એણે કઈ બાકી નહિ રાખ્યું હોય. શિવાલી ને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો છે. ને સમરસેન પણ અહીં જ છે બસ એને ખબર નથી કે એ કોણ છે?

એટલે બાબા સમરસેન અહીં હાજર છે? કોણ છે એ?

જેને તમે તમારી સાથે લઈ ને આવ્યા છો. જે તમને લેવા મંદિર થી હવેલી સુધી ઉગાડા પગે દોડીને આવ્યો. જેને પોતાના પ્રેમમાં પગમાં વાગતા કાંટા કે કાંકરા પણ પીડા ના આપી શક્યા. એનો પ્રેમ એટલો બધો પવિત્ર છે કે એને હજી પણ પોતાના પગમાં થી નીકળતું લોહી દેખાતું નથી. એને એના પ્રેમની પીડા દેખાય છે પોતાની નહીં.

ને બધા ની નજર શિવ પર આવી જાય છે. એ હજુ પણ હાફે છે. એનો ચહેરો નંખાય ગયેલો છે. એના પગના તળિયામાં થી લોહી નીકળી રહ્યું છે છતાં તે અડગ ઉભો છે.

શિવ પોતે પણ પોતાના પગ તરફ જોવે છે ને એને ચક્કર આવી જાય છે. તે લંગડાય છે પણ રાઘવભાઈ તેને સંભાળી લે છે અને નીચે બેસાડી દે છે.

શિવ? ચારુબેન બોલી પડે છે.

પણ બાબા શિવ તો એક સાધારણ વ્યક્તિ છે. તેનામાં એવું કઈ જ નથી કે તે રાજકુમાર સમરસેન છે તે કહી શકાય.

હા પંડિતજી એ એક સાધારણ વ્યક્તિ છે, પણ ત્યાં સુધી જ્યાં સુધી તેને તેનો પાછલો જન્મ યાદ ના આવે. શિવાલી તો પણ એક સાધારણ વ્યક્તિ છે ને?

બધા જ વિચારમાં પડી જાય છે.

પંડિતજી શિવનો પરિવાર એ ચિતોડગઢ ના રાજા ભાનુસેન નો વારસદાર છે. શિવના પૂર્વજો દેવગઢના રહેવાસી નથી. તેઓ અહીં આવી ને વસ્યા છે.

જયારે સમરસેન અને કનકસુંદરી ને રાજકુમારી એ મારી નાંખ્યા તે પછી ચિતોડગઢના રાજા ભાનુસેન અને તેનો પરિવાર દેવગઢ આવ્યો હતો સમરસેન ની મરણોત્તર ક્રિયા માટે. રાજા ભાનુસેન પોતાના દીકરાના મૃત્યુ થી ખૂબ દુઃખી હતો. બધી ક્રિયા પતી ગયા પછી રાજા ભાનુસેન પોતાના રાજ્યમાં પાછા ના ગયા. તેઓ દેવગઢમાં જ પોતાની પત્ની અને નાના દીકરા સાથે રોકાય ગયા. તેમણે પોતાનો રાજભાર પોતાના વચોટ દીકરાને સોંપી દીધો.

તેઓ રાજા ઉંદયસિંહ જોડે રાજમહેલમાં જ રહેતા હતા. પણ રાજકુમારી ચન્દ્રપ્રભાની મોત પછી જાણે દેવગઢ ને કોઈ ની નજર લાગી ગઈ. મહેલમાં અજીબ અજીબ બનાવો બનવા લાગ્યા. કોઈ અચાનક મરી જતું, તો ક્યારેક રાત્રે કોઈ ના રડવા નો અવાજ આવતો.

એક દિવસ રાજા ભાનુસેન પોતાના ઓરડામાં મૃત હાલતમાં મળ્યા. બધા માનતા હતા કે રાજકુમારી ચન્દ્રપ્રભાની આત્મા આ બધું કરી રહી છે. રાજા ના મોત થી ડરેલી રાણી પોતાના દીકરાને લઈ ને હવેલીમાં રહેવા આવી ગઈ જ્યાં હાલ શિવ નો પરિવાર રહે છે. એ ઇચ્છતી તો પાછી ચિતોડગઢ જઇ શકતી હતી. પણ તે પોતાના પતિની ઈચ્છા ને માન આપી દેવગઢમાં જ રોકાય ગઈ.

રાણી અને તેના દીકરાના ભરણપોષણની જવાબદારી રાજા ઉંદયસિંહ પુરી કરતા હતા. સમય રહેતા રાજા ઉંદયસિંહ પણ મૃત્યુ પામ્યા. ને રાણી નો પરિવાર અહીં સ્થાયી થઈ ગયો. ને એ પરિવાર એટલે શિવ નો પરિવાર.

હા પંડિતજી મારા વડીલો પાસે મેં આ વાત સાંભળી છે પણ થોડીગણી. અમારા વડવાઓ ચિતોડગઢ ના હતા. પણ પુરી વાત મને નહોતી ખબર, ચારુબેને કહ્યું.

તો એનો મતલબ કે સમરસેને શિવ બની ને પોતાના જ કુળમાં ફરી જન્મ લીધો? રમણભાઈ બોલ્યા.

હા, કેમકે સમરસેન ના પિતા સમરસેનની મોત થી ખૂબ વ્યથિત થઈ ગયા હતા. તેઓ પોતાના દીકરાને એક મોટો રાજા બનતો જોવા માંગતા હતા. તેઓ સમરસેન ના ભવિષ્યને લઈ ને ખૂબ સપના જોતા હતા. પણ સમરસેન ની મોત થી એ સપના અધૂરા રહી ગયા. તેમની આ ઇચ્છા એ જ સમરસેન ની ફરી એજ કુળમાં જન્મ આપ્યો.

તો હવે શિવ જ શિવાલી ની મદદ કરશે? રાઘવભાઈ બોલ્યા.

હા રાઘવભાઈ પરિસ્થિતિઓ તો એજ કહે છે, પંડિતજી બોલ્યા.

पर पंडितजी, शिव तो एक साधारण मनुष्य है। वो उस आत्मा से नही लड़ शकता। मेरे पास शक्ति होते हुए भी मैं उस आत्मा का मुकाबला नही कर पाया। तो शिव कैसे उसका मुकाबला कर पायेगा? अगर शिव ही समरसेन है तो भी वो उस आत्मा से नही लड़ शकता।

હા એ તો છે. બાબા એ આત્મા ખૂબ તાકતવર છે. અમે પ્રયત્ન કર્યો હતો શિવાલી ને છોડવાનો. પણ અમે સફળ ના થઈ શક્યા. એ મહેલમાં એ આત્માની ઇચ્છા વગર જવું પણ શક્ય નથી.

હા પંડિતજી એ કામ સહેલું નથી અને શિવ એકલો કરી શકે તેમ પણ નથી. રાજકુમારી ચન્દ્રપ્રભા પહેલા થી જ ખૂબ તાકતવર હતી તો એની આત્મા પણ તાકતવર હશે જ. આપણે વગર વિચારે કોઈ પણ કામ કરવું ના જોઈએ. આપણે કાલે મહેલમાં જઈશું. ત્યાં જઈ ને હું પરિસ્થિતિ જોઈ લઉં. પછી આપણે કોઈ રસ્તો વિચારીશું.

ક્રમશ.............