Hu rahi tu raah mari - 10 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી ..- 10

Featured Books
Categories
Share

હું રાહી તું રાહ મારી ..- 10

રાતના ૧:૦૦ વાગ્યાનો સમય થવા આવ્યો હતો. રાહીએ હવે સૂઈ જવાનો વિચાર કર્યો. તે રૂમમાં આવી બેડ પર લંબાવ્યું. ત્યાં જ રાહીના ફોનની રિંગ વાગી. રાહીએ જોયું તો ફોન શિવમનો હતો. રાહીની આંખમાં ચમક આવી ગઈ..તેને ૨-૩ રિંગ પછી ફોન ઉપડયો.
“ હેય..સૂઈ ગઈ હતી?” શિવમ.
“ ના, હજુ સુધી જાગતી જ હતી પણ હવે સુવાની તૈયારી જ કરી રાહી હતી.” રાહી.
“ માફ કરજે આટલી રાત્રે ફોન કર્યો. મને તારો સૂવાનો સમય જ ખબર નથી. માટે આટલી રાત્રે વાત કરવાના બહાને ફોન કર્યો. નોકરી પર છું. થોડો કામમાંથી ફ્રી થયો તો થયું કે તને ફોન કરી સાંજે જે વાત કરવાની હતી તે કહી દઉં. પહેલા થયું કે આટલી રાત્રે તું સૂઈ ગઈ હોઈશ પણ પછી તને નેટ પર ઓનલાઇન જોઈ તો થયું કે વાત કરી લઉં.” શિવમ.
“ થોડીવાર પછી ફોન કર્યો હોત ફોન તો કદાચ હું સૂઈ ગઈ હોત. આમ તો હું રોજ ૧૦:૦૦ વાગ્યે સૂઈ જાઉં છું પણ આજ થોડું પ્રોજેકટનું કામ હતું માટે જાગતી હતી.” રાહી.
“ ઓહહ...તારે સૂઈ જવું હોય તો તું સૂઈ જજે. આપણે પછી વાત કરશું અને આમ પણ તેવી કઈ ખાસ વાત પણ નથી. તું આરામ કર. હું પછી વાત કરું.” શિવમ.
“ અરે ના તેવું કઈ નથી. તું બોલ ને શું વાત કહેવી હતી. આમ પણ તને આ સમયે કોઈ સાથે વાત કરવાની વધારે ઈચ્છા થતી હોય. સ્વાભાવિક રીતે જ સમજી શકુ. હું પણ એક સમયમાં તારા જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી.” રાહી.
“ તું વંશની વાત કરે છે? તું મહેરબાની કરી તેને ભૂલી જા. તે મને સ્વભાવથી જરા પણ સારો ના લાગ્યો અને રાહી વાત મારી તો તેને હું સાચે જ ભૂલવામાં સફળ રહીશ અને તે પણ ખૂબ જ જલ્દી. ૨૪ કલાકમાં જ જો મારી અંદર ઘણું પરીવર્તન આવ્યું છે. તે તું પણ જોઈ શકે છે.” શિવમ.
“ ના હું પણ તેને યાદ નથી કરતી ક્યારેય. ગુસ્સો ક્યારેક ચોક્કસ આવી જાય છે પણ પછી ભૂલી જાઉં છું. તે છોડ તું મને કઈ કહેવાનો હતો?” રાહી.
“ કહી તો દીધું.” શિવમ.
“ શું?” રાહી.
“ તે જ કે હું તેને ભૂલવામાં સફળ રહીશ અને તે પણ ખૂબ જ જલ્દી. અને આ વાતનો શ્રેય માત્ર ને માત્ર હું તને આપીશ. હું તારા કોઈ વખાણ નથી કરતો કે તને સારું લગાવવા પણ નથી કહેતો. પણ સાચે જ તું કોઈ સામાન્ય છોકરી નથી. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મને યાદ છે તે પળો. થોડીવાર તો મારી આંખો સામે અંધારું આવી ગયું અને પછી તો લાગ્યું કે હું આ આઘાતમાથી ક્યારેય બહાર જ નહીં આવી શકું. પણ જ્યારે હું તને મળ્યો,તારી વાત સાંભળી, ત્યારે મારી અંદર એક નવા આત્મવિશ્વાસનો સંચાર થયો. તું પરિણામ જોઈ શકે છે. તે મને ૨૪ કલાકની અંદર પૂરેપૂરો બદલી નાખ્યો.અને આ વસ્તુ કોઈ સામાન્ય વ્યક્તિ તો ન જ કરી શકે. હું જાણું છું કે આભાર શબ્દ આ માટે ખૂબ જ નાનો રહેશે તો પણ તારો ખૂબ ખૂબ આભાર.” શિવમ.
“ તું મારો આભાર માન અથવા તો મને મિત્ર માન ...આ બંનેમાથી તું કોઈ એક જ વસ્તુ કરી શકીશ.” રાહી.
“ ના હો... હું તારા જેવી સારી મિત્ર ખોવાની ભૂલ તો નહીં જ કરું.તો પણ બોલ આ બદલામાં હું તારા માટે શું કરી શકું?” શિવમ.
“ તને સાચે લાગે છે કે મે તારી મદદ કરી?” રાહી.
“ હા..તો..” શિવમ.
“ બસ તો તું જરૂરિયાતના સમયે કોઇની મદદ કરજે. આ જ મારી ભેટ.” રાહી.
શિવમ થોડીવાર ચૂપ રહ્યો.
“હવે કઈ વાત વિચારવા લાગી ગયો?” રાહી.
“ એ જ કે તારું મંદિર બનાવ્યું હોય તો કેમ રહે?” શિવમે મજાક કરી.
“ ઓહહ..સાચ્ચે..? મને ખૂબ જ ગમશે.પણ મને ફૂલનો હાર નહીં હીરાનો હાર ચડાવવાનો હો રોજ નવી ડિજાઇનનો હો તો જ..” રાહીએ પણ મજાક કરી.
બંને હસવા લાગ્યા.
“ સાચે જ તું ખૂબ જ મજાકીયા છો.” શિવમ.
“ જેવો સમય તેવો સ્વભાવ.” રાહી.
“ એકદમ સાચી વાત.” શિવમ.
“ તો ક્યાં સુધી જવાનું છે તારે આજ.” રાહી.
“ આજ જ નહીં પણ રોજ. અમદાવાદ સુધી.” શિવમ.
“ તું જાગી શકે આમ આખી રાત?” રાહી.
“ અરે આ તો મારા માટે ખૂબ જ સરળ છે. મુંબઈમાં અમે આખા ગ્રુપમાં બધા નાઇટ આઉટિંગ માટે જતાં.” શિવમ.
“ મજા આવતી હશે ને?” રાહી.
“ હા ખૂબ જ.. પછી બાઇક રેશ ..” શિવમ.
“ મને ખૂબ જ ગમે.” રાહી.
“ તું પણ જતી હોઈશને તારા ગ્રુપમાં?” શિવમ.
“ ના રે.. મારે કોઈ ગ્રુપ જ નથી. મારે કોઈ ખાસ મિત્ર ગ્રુપ જ નથી.બસ એક ખાસ મિત્ર છે . અમે બંને એક બીજાને પોતાના જીવનની બધી વાતો કહીએ. ક્યારેક મોડી રાત સુધી આમ જ વાતો પણ કરી લઈએ.” રાહી.
“ પણ સાચું કહું તે વાત વધારે સારી છે. આ ગ્રુપ અને બધુ દેખાડો છે. એક સાચા મિત્રનો સાથ હોવો તે જ મહત્વની વાત છે.” શિવમ.
“ તો આગળનો શું વિચાર છે તારો?” રાહી.
“ આગળનો શું વિચાર હોય?” શિવમ.
“રાજકોટમાં શું એકલો જ રહીશ?” રાહી.
“ હા તો..બીજું કોણ?” શિવમ.
“ પરિવાર?” રાહી.
“ તે બધા સુરતમાં છે ને..”શિવમ.
“ તો પછી તું આમ એકલો કેટલો સમય રહીશ?” રાહી.
“ ખબર નહીં.” શિવમ.
“ જો શિવમ મારી વાત માન તો આ સમયમાં એકલા રહેવા કરતાં પરિવાર સાથે રહેવું વધારે હિતાવહ છે.” રાહી.
“ ના રાહી મારા માટે એકલું રહેવું જ યોગ્ય છે કારણકે તને મારા જીવન વિષે કઈ જ ખબર નથી.” શિવમ.
“ મતલબ?” રાહી.
“ પૂરો મતલબ તો હું તને ફોનમાં નહીં સમજાવી શકું પણ એટલુ સમજ કે અત્યારે મારા માટે બધા દુઃખોમાંથી બહાર આવવા માટે એકલતા વધારે યોગ્ય રહેશે. જ્યારે માણસ કોઈ તકલીફમાં હોય છે ત્યારે જો તે સમય તે પોતાની જાત સાથે વિતાવે તો તે પોતાની જાત સાથે સાથે દુનિયાને વધારે ઓળખી શકે છે. અને આમ પણ કોણ મારા પોતાના છે અને કોણ પારકા તે જોવાનો સમય આવી ગયો છે.” શિવમ.
“ શિવમ તું શું બોલી રહ્યો છે તે મને જરા પણ નથી સમજાય રહ્યું પણ તને ક્યારેય પણ કોઈ મદદની જરૂર હોય તો ગમે ત્યારે મને યાદ કરજે, હું તારી બનતી મદદ કરીશ.” રાહી.
“ રાહી મારા જીવનના કોઈક આવા સત્ય છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. પણ હા હું તને તે સત્યો જણાવીશ ચોક્કસ..પણ જ્યારે તું મારી સામે હોઈશ.” શિવમ.
“ ચોક્કસ.” રાહી.
“ રાહી સમય જો તો જરા.તને નથી લાગતું કે હવે તારે સૂઈ જવું જોઈએ?” શિવમ.
“ તારી વાત એકદમ સાચી છે.” રાહી.
“ સારું તું સૂઈ જા હવે અને હું બાકીના પેસેંજર્સની ટિકિટ જોઈ લઉં.” શિવમ.
“ ઠીક છે. ગૂડ નાઇટ.” રાહી.
“ તને પણ પ્રિય..” શિવમ.
બે દિવસ પછી સવારના સમયમાં શિવમ પોતાના માટે નાસ્તો બનાવી રહ્યો હોય છે ત્યારે અચાનક રાહીનો ફોન આવે છે.
“ હાય , શું કરે છે?” રાહી.
“ નાસ્તો બનાવું છું.ચાલ તું પણ.” શિવમ.
“ હું હમણાં જ આવી ઘરેથી નાસ્તો કરીને.” રાહી.
“ તું ક્યાય બહાર આવી છો?” શિવમ.
“ હું મારી ઓફિસ પર આવી છું.” રાહી.
“ ઓહહ..હા યાદ આવ્યું. તે કહેલું મને તેના વિષે.” શિવમ.
“ આવજે ઓફિસ પર.” રાહી.
“ ચોક્કસ. આજ મારે નોકરી પર રજા છે. નોકરી પરથી આવ્યો છું. અત્યારે તો થોડો આરામ કરીશ. સાંજના સમયે આવીશ.” શિવમ.
“ ઠીક છે.” રાહી.
“ આમ પણ મારે તને મારા પરિવાર વિષે વાત કરવી છે તે પણ થઈ જશે. આજ ઘરે કહી દેજે બહાર જમીને આવશુ.” શિવમ.
“ ના હો મમ્મી મને બહારનું જમવા નથી રજા આપતી. હજુ હમણાં જ તો જમ્યા હતા તે રાત્રે બહાર.” રાહી.
“ ના હું કઈ નહીં સાંભળું. તું આંટીને કહી દેજે બાકી મારી જોડે વાત કરાવી દેજે.” શિવમ.
“ સારું.” રાહીએ ફોન રાખી દીધો.
************************
શિવમના પરિવારનું કયું રહસ્ય હશે જે શિવમ રાહીને જણાવવા જઈ રહ્યો છે? તે જાણી રાહીનો શું હશે પ્રતીભાવ? રાહી અને શિવમ વચ્ચે જન્મી રહેલી મૌન લાગણીનું આગળ શું થશે? જોઈશું આગળ...