Ruhan prakaran - 3 in Gujarati Motivational Stories by Artisoni books and stories PDF | રુહાન - પ્રકરણ - 3

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

રુહાન - પ્રકરણ - 3

?આરતીસોની?
       પ્રકરણ : 3

આપણે આગળ પ્રકરણ 2 માં વાંચ્યું એક્સિડેન્ટમાં રુહાનને બહું મોટી સજા થવાની શક્યતાઓથી ડરી ગયેલા મીનાબેન  અને બીપીનભાઈ એને બચાવવા શું આઈડિયા વાપરે છે વાંચો આગળ પ્રકરણ : 3

                   ?રુહાન?

"ના..ના.. તમે કંઈક કરો. જેલમાં જશે તો એની જિંદગી શું રહેશે." મીનાબેન ગભરાટ સાથે બોલી ગયાં..

"શાંતિ રાખ મીના.. વિચારવા દે.. હું કંઈક કરું છું. આપણાં રુહાનને કશું જ નહીં થવા દઉં. રડવા સિવાય તમારાથી તો કંઈ થવાનું નથી.!! મારે જ કંઈક કરવું પડશે ને.. તું એનું ધ્યાન રાખ ફક્ત."

થોડીકવાર આમથી આમ આંટાફેરા મારતાં મારતાં બીપીનભાઈના મગજમાં અચાનક જ એક સ્પાર્ક થયો.. બાજુમાં જ એક પેશન્ટના થોડીકવાર પહેલાં જ ખાલી થયેલાં ખાટલામાં એ પોતે લાંબા થઈ ધાબળો ઓઢી સૂઈ ગયા.

"અરે.. તમે પણ આ શું કરો છો? આપણાથી આમ કોઈ પેશન્ટના ખાટલે ન સૂઈ જવાય.."

"હું આંખો બંધ કરી પડ્યો રહું છું. તું વચ્ચે આ ટેબલ પર રુહાનનું અને મારું, બેઉંનું ધ્યાન રાખી બેસી રહે. ડૉક્ટર સાહેબ આવે તો એ બાજું ધ્યાન આપજે. પોલીસ આવે તો મારી આ બાજુ ઈશારો કરજે. એક્સિડેન્ટ વિશે કંઈ પણ પુછે તો મારી તરફ આંગળી ચીંધી દેજે તું કશુંયે બોલતી નહીં.. બીજું હું ફોડી લઈશ." અને ધાબળો મોંઢે સુધી ઓઢી સૂઈ ગયા..

બરાબર એજ વખતે ડૉક્ટરની એન્ટ્રી પડી. "કેમ છે હવે રુહાનને??"

"સારું છે.. આ જોજો ને સાહેબ હાથમાં લગાવેલો વિઘો. એની આજુબાજુ પુષ્કળ સોજો આવી ગયો છે." ઠાવકાઈ સાથે મીનાબેન બોલ્યા.. કેમકે એમનેય ખબર હતી કે રુહાનના પપ્પા રુહાનને બચાવવા કંઈક ઉપાય કરશે તો ખરા જ..

"હા, હું એના માટે એક ટ્યૂબ લખી આપું છું, હળવા હાથે લગાવજો, સોજો બેસી જશે. તમારા હસબન્ડ સાથે આ બીજી મેડીસિન પણ મંગાવી લેજો.. અને બીજી કોઈ તકલીફ.?"

"ના સાહેબ, રુહાનના પપ્પા આવે એટલે મેડીસિન મંગાવી લઉં છું."

"હમણાં તો અહીં હતાં ક્યાં ગયાં.?"

અને યાદ આવ્યું.. 'ડૉક્ટર મારા વિશે પુછે તો કહેજે થાકીને સૂઈ ગયા છે.'

"અહીં જ.. અહીં જ છે..આ રહ્યાં સૂઈ ગયાં છે."

"ઉઠે એટલે મંગાવી લો હમણાં આપવાની છે."

"સારું સાહેબ."

જેવા ડૉક્ટર ગયા બીપીનભાઈ ધાબળામાંથી મોઢું કાઢી બોલ્યા, "જો હવે કોઈ ભૂલ ન કરતી પોલીસ આવશે જ હમણાં.. સવાર પડી ગઈ છે એટલે પુછપરછ માટે નીકળશે જ."

ઢીલાઢસ થઈ ગયેલા મીનાબેને મોઢું ધૂણાવ્યું.

અને અડધો એક કલાકમાં પોલીસ આવી.
"એક્સિડન્ટ કરી એડમીટ થયેલું પેશન્ટ કોણ છે?"

મીનાબેને બીપીનભાઈ તરફ આંગળી કરી કહ્યું,
"આ છે.."

"તમારા શું થાય.? ઉઠાડો એમને. જુબાની લેવાની છે.."

"મારા પતિ છે.."
ધાબળો ઉંચો કરી ઉઠાડતા મીનાબેન બોલ્યા,
"સાંભળો ઉઠો પોલીસ કંઈ પુછે છે.."

"હા તો બોલો શું નામ તમારું.?'

" બીપીનભાઈ."

"રિસેપ્શનમાં તો કહ્યું કોઈ નાનો છોકરો છે આ ભાઈ તો મોટી ઉંમરના દેખાય છે.!"

બીપીનભાઈ ઢીલું ઢીલું બોલ્યા,
"હા એક્સિડન્ટ મારાથી થયો છે. પણ મારો કોઈ જ વાંક નહોતો સાહેબ.. એ કાકાનો જ વાંક હતો. મારું એક્ટિવા એમને અડ્યુ પણ નથી ને ઢળી પડ્યાં હતાં એ કાકા.."

"હા પણ એમનું મોત થયું છે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે."

"સારું." 

એમને પણ એવું જ જોઈતું હતું.. 'ના બોલવામાં નવ ગુણ' બીપીનભાઈએ આગળ કંઈ ન બોલવામાં કરવામાં સાણપણ છે.. એટલે સમજી વિચારી કોઈપણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર પોલીસ સાથે ચાલવા લાગ્યાં. મીનાબેન બિચારા અવાક્ દ્રષ્ટિ જોતાં જ રહી ગયાં..

પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા બીપીનભાઈએ રુહાનનો ગુનો પોતાના માથે લઈ લીધો હતો. મીનાબેને મણીનગર રહેતા એમના દિયર વિનેશભાઈને બોલાવી લીધાં. વિનેશભાઈને સઘળી હકીકત જણાવી અને કહ્યું, "ગમે તેમ કરીને તમારા ભાઈને બચાવી લો. અઠવાડિયામાં કૉર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી સુનવણી થવાની છે. ખોટો ગુનો સાબિત થઈ જશે તો સજા થશે."

વિનેશભાઈએ કહ્યું, " બીપીનભાઈને કંઈ નહીં થાય હું બેઠો છું. ચિંતા ના કરો.."

"એ અઠવાડિયાથી જેલમાં છે, મોતનો ગુનો હોવાથી બેલ પણ મળ્યા નથી."

રુહાનને પણ હવે  ધીરે ધીરે સારું થઈ ગયું હતું, એને જ્યારે ખબર પડી પોતે કરેલા એક્સિડન્ટનો ગુનો પપ્પાએ એમના માથે લઈ લીધો છે, ત્યારે એનું હ્રદય પરિવર્તન થઈ ગયું. એને બહુ ખરાબ લાગતું હતું.. 'પપ્પા કહેતાં હતાં ત્યારે હું એમનું સાંભળતો જ નહોતો. હવે મારે કારણે પપ્પાને જેલમાં સડવાનો વખત આવ્યો છે.'

વકીલના કહેવાથી રુહાનને કાકાને ત્યાં રહેવા મોકલી દેવામાં આવ્યો. કૉર્ટની હીયરીંગની ડેટ નજીક આવી રહી હતી. વિનેશભાઈ દોડધામ કરી થાકી ગયા, પણ બીપીનભાઈને બચાવવા માટે કોઈ ક્લૂ મળતો નહોતો..

કૉર્ટમાં સરકારી વકીલ અને બીપીનભાઈ વતી રોકેલા વકીલની સમસામે દલીલો થઈ, સરકારી વકીલ પાવરફુલ સાબિત થઈ રહ્યાં હતાં. હવે છેલ્લી જે ડેટ મળી એના હીયરીંગમાં કૉર્ટ સજા સંભળાવવાની હતી.

મીનાબેન તગતગતા આંસુ સાથે કહે તો કોને કહે. પોતાના જ દીકરાથી થયેલા એક્સિડન્ટમાં વગર ગુનાએ બીપીનભાઈ એ ગુનાની સજા પર પોતાની મહોર છાપી દીધી હતી.

આજે કૉર્ટ હૉલ ચિક્કાર ખીચોખીચ ભરેલો હતો, મિડિયા વાળા અને ન્યુઝ પેપરવાળા કૉર્ટના છેલ્લા હીયરીંગમાં બીપીનભાઈને કેટલી સજા થશે એ સાંભળવા ઉતાવળી બની હતી. આ બાજુ છાપે ચઢેલાં બીપીનભાઈના ચહેરે દીકરાને બચાવ્યાનો સંતોષ ભારોભાર છલકાતો હતો.

અંદરોઅંદર લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે, 'જુઓ તો ખરા એક જીવતાં જાગતાં માણસને મારી નાખીને પણ મોઢા પર જરાયે રંજ કે દુઃખની લકીરો નથી જણાતી, જાણે કોઈ સારું પરાક્રમ કર્યું હોય એમ મલકાય છે આ બીપીનભાઈ..!!'

"ઑર્ડર..ઑર્ડર.." જજના એ શબ્દોથી દરેકે દરેકના કાન સરવા થયા.. હવે શું થશે !!સાંભળવા ઉતાવળા બન્યા હતાં..

"બીપીનભાઈ આ બાબતે તમારે કંઈ તમારા બચાવમાં કહેવું છે..?? તમને ગુનો કબૂલ છે.?"

"મારે તો એટલું કહેવું છે કે મારા એક્સિડન્ટથી વિનુકાકા મૃત્યુ નથી પામ્યા. મને ગુનો કબૂલ નથી.."

"જજ સાહેબ મારે કંઈ કહેવું છે."
અચાનક કૉર્ટ રૂમમાં અવાજ ગુંજ્યો.. હાથ ફેલાવતો એક પડછાયો દાખલ થયો.

-આરતીસોની©

ક્રમશઃ વધુ આગળ પ્રકરણ 4 વાંચો.. હવે બીપીનભાઈને બચાવવા અચાનક કોણ ફુટી નીકળ્યું.?? શું બીપીનભાઈ જેલમાં જતાં બચી શકશે?? કોણ હશે એ?  એ તો હવે પ્રકરણ 4 માં વાંચવું જ ખબર પડશે.. ?