Kashi - 6 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 6

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

કાશી - 6

શિવો જમી ઉભો થયો. નાગરાજના આર્શીવાદ લીધા અને આગળ જવા રજા માંગી. નાગરાજે પોતાનું નામ લખી એક મણી શિવાને આપ્યો. અને શિવાને કહ્યું.
" શિવા આ મણી મારો પડછાયો જ સમજો તમે ગમે તે જગ્યાએ નાગલોકમાં ફસાઈ જાઓ ત્યારે આ મણી લઈ મારુ નામ લેજો હું હાજર થઈશ... તમને કોઈ રોકે તો આ મણી બતાવજો.. પણ આ મણી કોઈને આપી ન દેવાય કે ખોવાય નહીં તે ધ્યાનમાં રાખજો..."
બે હાથ જોડી શિવો બોલ્યો... " મહારાજ ક્ષમા કરજો તમારુ નામ મન નઈ ખબર... તમારી વાત મું ધ્યાન રાખે પણ કોઈ ચોરી લેસે કા તો અજાણતા મણી ખોઈ બેસે તો.... મહારાજ... " શિવો દયામણા ચહેરે નાગરાજને જોઈ રહ્યો.
નાગરાજ હસવા લાગ્યા... " શિવા..... શિવા... ભોળિયો છે . સાવ મારુ નામ મણી રત્ન છે. અને આ મણી ખોવાય પણ એની રજ તારા હાથમાં રહેશે તું એ રજ સુગીં મારુ નામ લે જે.... બાકી ઉપરવાળો રખોપા કરે બાપા...."
શિવો અધીરો થઈ નાગરાજને ભેટી રડી પડ્યો. નાગરાજ પણ ભાવુક બન્યા અને એક કપડાનો જાદૂઈ ટુકડો શિવાને ભેટ આપ્યો... એ ટુકડો મૂકી ગમે તે ઈચ્છા વસ્તુ માંગી શકીએ .... કોઈ પણ ઝેરી પ્રાણી નું ઝેર ઉતારી શકાય .એની નાગરાજે શિવાને સમજણ પાડી... બધાનો આભાર માનતા શિવાએ રજા લીધી .
શિવો ચાલતો ચાલતો ક્યાં આવી પહોંચ્યો એનું એને ધ્યાન ન હતું. એક મોટો મહેલ એણે દુરથી જોયો. હતું તો બધું માટીનું જ પણ અદ્દભૂત હતું. ના આકાશ દેખાતું ના કોઈ અન્ય પ્રાણી પણ અહીં મહેલ બાજુમાં એક નદી વહેતી હતી જેને લોકો ભૂર્ગભ જળ કહે છે. એ તો અધીરો બની દોડ્યો નદી પાસે પહેલા તો નદીમાં ન્હાયો કપડા બદલ્યા... અને પલળેલા કપડા સૂકવવા બીજે દૂર ચાલ્યો મહેલ આજુબાજુ ના કોઈ દેખાતું હતું ના કોઈ વેલા કે કાંઈ હતું ખુલ્લુ મેદાન અને નદી હતી... એ વેલા દૂર જોઈ એ બાજુ ગયો ત્યાં વેલા પર કપડા સૂકવ્યા .... અને ત્યાં જ નદીના કિનારે બેઠો ના.. કોઈ મિત્ર ના... પોતાનું કોઈ એટલે પોતાની ઝોળી માથે મુકી એ આડો પડ્યો વાતો કરે પણ કોની જોડે અહીં તો માયાવી ભૂતો પણ ન્હોતા એ થોડીવારમાં જ સૂઈ ગયો .સપના માં શિવો સરી ગયો એણે સપનામાં એક સુંદર કન્યા નદી પાસે બેઠેલી જોઈ એ ઉદાસ રસ વિનાની લાચાર અને એકલી લાગી શિવો એની જોડે ગયો . એને જોઈ જ રહ્યો... બસ જોઈ જ રહ્યો.... ત્યાં અચાનક એની પર જોર થી કોઈ પડ્યું અને શિવાનું સપનુ ટૂટ્યું એ ભાનમાં આવ્યો તો એની પર કોઈ બેસી ગ્યું હોય એમ લાગ્યું એણે આંખો ખોલી એની સામે એક નાની નાગ કન્યા ઉભી હતી. સોનાની સેરો થી લઈ માથાનો સણગાર સોનાનો હતો . શિવો એની સુંદરતાને જોઈ રહ્યો..પેલી કન્યા એની પાસે આવી અને બોલી " હું તમારી પાછળ સંતાઈ જવ....? " શિવો બોલે એ પેલા એ એની પાછળ જઈ છુપાઈ ગઈ એટલામાં એક નાજુક નમણી વેલ જેવી એક કન્યા આવી એ ચાલે તો કમર પરથી નજર ના હટે એવી... એ ચાલે છતાં અવાજ કે આહટ ન સંભળાય એવી ચપળ સરરરર કરતી સરી જાય ... " તમે કોણ છો અને અહીં શું કરો છો? "શિવો જવાબ આપે એ પેલા પેલી કન્યા પાછી બોલી...." મારી નાની બેન ને જોઈ તમે..... ? કેટલાય પ્રશ્નો એ પૂછી વળી પણ શિવો એને જોઈ જ રહ્યો.... પેલી છોકરી થોડી ગુસ્સામાં આવી... એને પૂછવા છતાં શિવાએ કોઈ જ જવાબ ન આપ્યો અને એને જોતો જ રહ્યો ... પેલી નાગ કન્યા મોં મચકોળી ત્યાંથી ચાલવા માંડી..... છતાં શિવો એને જ જો તો હતો.... ત્યાં પાછળથી પેલી નાની બાળકી આવી અને બોલી...." આ.. તો એવી જ છે ગુસ્સેલ તમે ચિંતા ના કરો...ચાલો હું જાઉં ... પણ મિત્ર તમારુ નામ તો કહો કોણ છો તમે ..? " નાની કન્યા મીઠડુ બોલી રહી અને શિવો સાંભળતો રહ્યો...
એની સામે જોઈ શિવો હસતાં હસતાં બોલ્યો... " તમે નાનકડા છો પણ બોલવવામ તો મોટા છો ... હો... "
ક્રમશ: