Murti in Gujarati Adventure Stories by Umang Dipakkumar Soni books and stories PDF | મુર્તિ

Featured Books
Categories
Share

મુર્તિ

કલ્પનાઓ થી ભરેલા વિશ્વ માં રહેવું ગમતું મને જેથી મારુ નામ જુદું હોવા છતા મારા સ્વજનો અને મિત્રો એ મને કલ્પન નું વિશેષણ કે ઉપનામ આપ્યું હતું. હું સંપન્ન પરિવાર નું ફરજંદ હતો તેથી સુખ સહ્યાબી માં કોઈ કમી ન હતી પણ મને આ બધી ભૌતિક સુખ સગવડો ભોગવવા કરતા પ્રકૃતિ ના ખોળે વિહરવું ગમતું. મારુ મિત્રવર્તુળ પણ ખૂબ નાનું હતું. ઘર માં પણ હું બધા થી અલગ પડતો કારણ કે સહુ ને દંભી અને ભૌતિક રાસરચીલા માં રસ હતો. અમારો મહેલ ગામ થી થોડી દુર આવેલો જેથી ગામ માં જવાનું ખુબ ઓછું થતું. ભણવા માટે માસ્તર પણ મહેલ પર જ આવતા. કહેવાય છે કે મારા પરદાદા આ પુરા વિસ્તાર ના રાજા હતાં અને તેમને ૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલ ને પોતાનું રાજ્ય સોંપી ને ભારત સંઘ માં વિલીનીકરણ કરી દીધેલું. અમારા રાજ્ય ની હદ ઘણી મોટી હતી અને તે સમય ના સહુથી સંપન્ન રાજ પરિવાર માં અમારી ગણના થતી.મને પ્રકૃતિ સાથે ઇતિહાસ માં પણ ખૂબજ રસ જેથી મેં મુખ્ય વિષય તરીકે ઇતિહાસ પસંદ કરેલો. જીવન ખુબ સરસ ચાલી રહ્યું હતું પણ મારી કિસ્મત માં કાંઈ જુદું જ જોવા જાણવાં નું લખાયું હશે.
દર વર્ષે નવરાત્રી ના સમયે અમારા ગામ માં એક ઉત્સવ નું આયોજન થતું જેમાં અમારો પરિવાર મુખ્ય યજમાન રહેતો અને પ્રથા પ્રમાણે અમારા ઘર માંથી કોઈ એક સભ્ય એ આખી નવરાત્રી વ્રત કરી નગર ની સુરક્ષા મારે પગપાળા અમારા ગામ થી થોડી દુર એક જુના ખંડેર થતા રહી ગયેલા ગઢ માં જઇ અને પૂજા કરવાની રહેતી. આ વખતે એ બીડું મેં ઉપાડેલું. કહેવાય છે કે ગામ પહેલા ત્યાં વસેલું પણ અને ત્યાં ખુબ જાહોજલાલી હતી પણ એક દિવસ રાતોરાત ગામ પર કોઈ આફત આવી અને ગામ ત્યાંથી ખાલી થઈ ને અહીં આવી વસેલું. આ વખતે મારે પૂજા કરવાની હોવાથી મારે પુરા નવ દિવસ ઉપવાસ કરવાનો હતો.આખરે આ દિવસ આવી પહોંચ્યો મેં જોયું કે મંદિર માં મૂર્તિ ન હતી એક યંત્ર હતું અને અમેં એની પૂજા કરી. મેં પૂછ્યું કે મૂર્તિ કેમ નથી તો કોઈ એ કઈ જવાબ આપ્યો નહીં .ખુબ રંગેચંગે પ્રસંગ પતાવી ને અમે સહુ ઘરે આવ્યા પણ એ દિવસ પછી મારી જોડે વિચિત્ર ઘટનાઓ બનવાની ચાલુ થઇ કોઈ મને બોલાવતું હોય એવો આભાસ થવા લાગ્યો. વિચિત્ર સપનાઓ આવવાં ના ચાલુ થઈ ગયાં. હું ઘર માં સહુ થી વધુ મારી દાદી માં ની નજીક હતો અને મારી દરેક સમસ્યા નું સમાધાન એમની પાસે રહેતું. મેં જઈ ને તેમની પાસે મારી જોડે ઘટેલી ઘટના ની વાત કરી અને અચાનક તેમને ચિંતિત અવસ્થા માં દીઠાં પછી તેમને મને બનેલી અને નજીક ના ભવિષ્ય માં મારી સાથે થનારી ઘટના ની મને જાણકારી આપી.
જો દીકરા! તારી સાથે જે ઘટના બની રહી છે એ કોઈ ભ્રમ માત્ર નથી. આપણે જે મંદિર ની પૂજા કરીએ છીએ એ મંદીર આપના પૂર્વજો એ સાતસો વર્ષ પહેલાં બનાવેલું અને ભારતભર ના તમામ મોટા વિદ્વાન જ્યોતિષ તથા બ્રાહ્મણો પાસે એ મંદિર માં 100 કિલો શુદ્ધ સોના માંથી બનેલી મુર્તી ની નું નિર્માણ કરી એમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી. કહેવાય છે કે એ દુનિયા ની સહું થી શક્તિશાળી અને ચમત્કારી મૂર્તિ હતી જેમાં સ્વયં માં અંબા વાસ કરતા હતા અને સમયાંતરે એનું પ્રમાણ પણ આપતા કહેવાય છે કે એ સમયે આપણા પુર્વજો જે રાજા હતા તેમને માતા એ હાથોહાથ તલવાર આપેલી જે આપણા રાજકોષ માં આજે પણ જાળવી રાખવામાં આવી છે જેને સામાન્ય માણસ ઉચકી પણ નથી શકતું. સમય જતાં એની ખ્યાતિ પુરા ભારત તથા વિશ્વભર માં ફેલાવા લાગી. દેશ વિદેશ થી લોકો દર્શન કાજે આવતા અને માં ના દર્શન કરી અભિભૂત થતા. પણ એક દિવસ હિમાલય થી કોઈ અઘોર તાંત્રિક માતાજી ના દર્શન માટે આવ્યો અને તેને અનુભવ્યું કે આ મૂર્તિ મારી પાસે આવી જાય તો દુનિયા ઉપર હું રાજ કરી શકું એટલી તાકાત આ મૂર્તિ માં છે. જેથી તેને કાવતરું કરી અને મૂર્તિ નિજમંદીર માંથી ચોરી કરી ભાગી જવાનો કરસો રચ્યો અને તેમાં રાજ ના કેટલાક ગદ્દારો એ તેને રૂપિયા તથા રાજ ની લાલચે સાથ આપ્યો પણ ત્યાર ના રાજા સુરભાણસિંહ ને ક્યાંક થી વાત ની જાણ થતાં તે મંદિર તરફ ગયા પણ ત્યાં સુધી તાંત્રિક મૂર્તિ લઈ ને ભાગી ગયો અને ભાગતા ભાગતા ગામ ને ઉજ્જડ થવાનો શ્રાપ આપી ને ગયો જેથી કોઈ તેનો પીછો ના કરી શકે આ બાજુ રાજા તેની પાછળ થયા અને બીજા માણસો એ ગામ ખાલી કરાવી દીધું જેથી શ્રાપ ના કારણે કોઈ જાનહાની ના થાય. સુરભાણસિંહે રસ્તા માં તેને ઘેરી લીધો અને બંને વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું. લડત આપતા સુરભાણસિંહ નિર્જન પહાડો વચ્ચે લઈ ગયા અને તાંત્રિક થી ચૂંક થતા તેનું માથું વાઢી નાખ્યું. છતાં તાંત્રિકે મચક ન આપી તેનું ધડ હજુ પણ લડી રહ્યું હતું પણ મૂર્તિ સુરભાણસિંહ ના હાથ માં આવી જતા તેમને મૂર્તિ ને નિર્જન પહાડો માં સંતાડી દીધી. લશ્કર પાછળ થી આવી પહોંચ્યું પણ ત્યાં સુધી સુરભાણસિંહે મૂર્તિ ઠેકાણે પાડી ને મૃત્યુ પામતા પેલા જણાવ્યું કે મારા કુળ માં જ્યારે બત્રીસ લક્ષણો પુરુષ પેદા થશે અને ત્યારે જ મૂર્તિ મંદિર માં ફરી સ્થાપિત થાય તેવું મેં માં જોડે વચન માંગ્યું છે અને જ્યારે તે પેદા થશે ત્યારે માં ખુદ તેને પોતાની પાસે બોલાવશે......બસ આવી જ લોકવાયકા કે વાતો જે ગણો એ કહેવાતું આવ્યું છે પણ આજ સુધી આપણા કુલ માં એવો કોઈ માણસ પેદા થયો નથી અને ક્યારે થશે એની પણ કોઈ માહિતી નથી પણ તને જ પ્રમાણે આભાસ થાય છે અને સપના આવે છે તે જોઈ મને લાગે છે એ બીજું કોઈ નઈ પણ તું જ છે.....
દાદી માં ની વાત સાંભળી હું વિચાર માં પડી ગયો તેમને જ પ્રમાણે નું વર્ણન કરેલું એ પ્રમાણે ની જગ્યા જ મારા સ્વપ્ન માં મને દેખાતી હતી. પર્વતો, ઘનઘોર જંગલ તથા ગુફાઓ....મેં ત્યાં જવાનું નક્કી કર્યું પણ કેવી રીતે જાઉં શુ કરવું એવું કોઈ પ્રકાર નું એંધાણ મને ન હતું. ત્યાં જ દાદી માં એ કીધું કે આપણી પાસે એક લિપિ પડી છે જે વારસા માં મળેલી છે. કહેવાય છે કે તે મુર્તિ સુધી પહોંચવા માં મદદ કરશે.પણ આજ સુધી તેને કોઈ ઉકેલી શક્યું નથી. એ લિપિ મરતા પહેલા રાજા સુર્યભાણસિંહ પોતે લખાવી ને ગયા છે. હું પોતે ઈતિહાસ નો વિદ્યાર્થી હોવા છતાં મને કોઈ દિવસ મારા પોતાના પુર્વજો નો ઇતિહાસ જાણવાની મહેચ્છા ના થઇ. મે મારા દાદી ને એ લિપિ તથા તલવાર બતાવવા કહ્યું. તેમને અમારા બાપ દાદા ના ખજાના માં થી મને લિપિ કાઢી આપી અને તલવાર બતાવી જે એક જાજરમાન મેજ પર રાખેલી હતી. મેં મારા ભુજબળ થી એક ઝાટકે આ તલવાર ઉઠાવી લીધી. મારા દાદી આ દૃશ્ય જોવી અવાક થઈ ગયા. કારણકે ભલભલા બાહુબલીઓ આ તલવાર ને હલાવી પણ નહોતા શક્યા. મારા દાદી એ કહ્યું કે મને નાનપણથી જ તારા માં બીજા કરતા કાઈ અલગ શૌર્ય દેખાતું હતું. હું ઇતિહાસ નો વિદ્યાર્થી હોવાથી મને થોડું ઘણું પૌરાણિક લિપિ શાસ્ત્ર નું જ્ઞાન હતું. જેથી મને એ લિપિ સમજવા માં બહુ વાર ના લાગી તેમાં લખ્યું હતું એ પ્રમાણે મારે મારા ગામ થી આશરે 90 ગાઉ દૂર આવેલ નિર્જન જંગલમાં એક ગુફાઓ નો સમુહ છે. ત્યાં આગળ એ મુર્તિ સુરક્ષિત સ્થળે રાખવા માં આવી હતી પણ તેના સુધી પહોંચવા માટે મારે ચાર કોઠા વીંધવા પડે અને પછી તેના સુધી પહોંચી શકાય તેમ હતું અને તલવાર મારી જોડે હોવી ફરજીયાત હતી. આ ચાર કોઠા રાજા સૂર્યભાણસિંહ ના ગુરુ એ બનાવેલા જેથી કોઈ ખરાબ તત્વ તેના સુધી પહોંચી ના શકે. તેમાં કેટલાક કોયડા લખેલા હતા જે મને કોઠા વીંધવા માં મદદ કરે એમ હતા. લિપિ માં લખ્યા પ્રમાણે તેમાં જીવ નું ખુબ જોખમ હતું. તમારી એક ભુલ અને તમે ગયા સમજો પણ મેં દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું મારા પુર્વજો ની આન બાન અને શાન સાચવવામાં માટે કઈ પણ કરી છુટીશ. પણ મને કોઈ મારા જેવા સાથી ની જરૂર હતી. સ્થળ જંગલ માં હોવાને કારણે મને કોઈ એવા માણસ ની જરૂર હતી કે જે જંગલ નો જાણકાર હોય કારણકે ૯૦ માંથી ૭૦ ગાઉ વિસ્તાર જંગલ તથા પહાડો વાળો હતો જેથી એક માણસ એવો પણ જોઈએ કે જે પર્વતારોહણ નો જાણકાર હોય જેથી દુર્ગમ પહાડો માં રસ્તો શોધી શકે. આવી ક્ષણે મને બે માણસો ની યાદ આવી "ભગો અને ભીખો". ભગો અમારા માળી જગુભાઈ નો છોકરો હતો જે નાનપણથી તેના મામા ના ઘરે રહેતો હતો પણ જ્યારે વેકેશન કે રજા હોય ત્યારે અહીં રહેવા આવતો. એના કહેવા મુજબ એ જ્યાં રહેતો આ વિસ્તાર ઘટાટોપ જંગલ થી ભરેલો હતો અને ત્યાં જંગલી જાનવર પણ અવારનવાર આવતા જતા જેથી તેને પુરતી તાલીમ મળેલી કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે રહી શકાય. અને ભીખો મારા ગામ માં રહેતો હતો. તેના વિશે કહેવાતું કે એના માટે માઉન્ટ એવરેસ્ટ જેવું શિખર સર કરવાની લાયકાત હતી કેમ કે તેના બાપુજી સ્વાનંદ માટે પર્વતારોહણ કરવા આવતા લોકો ના ગાઈડ હતા જેમની સાથે રહી તે એકદમ અનુભવી થઈ ગયેલો. મેં કીધું એ પ્રમાણે મારે મિત્રો ઓછા પણ જે હતા એમનાં આ બે. દાદી ની સલાહ લઇ આવતી પૂનમ એ જવાનું નક્કી કર્યું.અને ભગા અને ભીખા બંને ને બોલાવી અને કહ્યું કે મારે તમારી જરૂર પડશે. કાઈ પણ ફોડ પડ્યો ન હોવા છતાં બંને આવવાં રાજી થઈ ગયા. ઉપરછલ્લી માહિતી આપતા બંને એ પોતાની રીતે મને શુ ચીજવસ્તુ લઈ જવાની તેની યાદી પકડાવી દીધી.હવે રાહ હતી તો બસ પૂનમ ની............

પુનમ નો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ મારી તાલાવેલી વધતી ગઈ.ઘર માં કોઈ ને જાણ કરવાની ન હતી. હું દાદી ભગો અને ભીખો અમે ચાર જણા આ વિશે જાણતાં હતા. મેં ઘર માં બધા ને પ્રવાસ નું બહાનું જ કાઢેલું.આખરે આ દિવસ આવી પહોંચ્યો. ભગા અને ભીખા એ દરેક સમાન ચકાસી અને વ્યવસ્થિત મુક્યો. અમે જેમ બને તેમ ઓછો સમાન લેવાનું નક્કી કરેલું કારણકે જંગલ માં મારી જીપ્સી અડધે સુધી જ સાથ આપી શકે એમ હતી પછી તો અમારે ચાલતા જ આગળ વધવું પડે એમ હતું. જેથી દરેક પાસે ખપ પુરતો સમાન હોય એ જરૂરી હતું.અમે દાદી માં ના આશીર્વાદ લઈ નીકળી પડ્યા અમારી મંઝીલ ભણી....
નીકળતાં જ સામે ગાય માતા ના શુકન થાય. મને ગમતા જુના ગીતો વગાડતા અમે નીકળી પડ્યા. ૩૫ ગાઉ નો પંથ કાપ્યા પછી ચા-નાસ્તો કરવા ગાડી થોભાવી કારણકે આ છેલ્લું ગામ હતું જ્યાં ખાવા પીવા ની વ્યવસ્થા હતી પછી તો અમારે જાતેજ બધું આયોજન કરવાનું હતું. આગળ થોડા નાના ગામ પછી સંપૂર્ણ નિર્જન વિસ્તાર ચાલુ થતો હતો. જેથી અમે છેલ્લા કસ્બા માં અમારી ગાડી ત્યાં ના મુખી ને સોંપી આગળ વધવાનું નક્કી કર્યું પણ સાંજ ઢાળવા આવી હોવાથી મુખી એ અમને આગ્રહ કરી ત્યાં જ રોકી રાખ્યા.રાત્રે વાળુ પાણી કરી અમે જંગલ અને તેમાં રહેનારા જનાવરો વિશે ની વાત નીકળી તો તેમણે પોતાની દીકરી નો પરિચય કરાવતા કહ્યું કે તેણીની જંગલી જાનવરો ના અવાજ પારખવામાં તથા તેમના થી ખતરો છે કે નઈ એ જાણવા માં પાવરધી છે. તેનું નામ હતું વનિતા. આટલા નાનાં કસ્બા માં રહેનારી એક યુવતી આટલી માહેર હોઈ શકે તે મને માન્યા માં આવતું ન હતું.મેં મુખી ને કહ્યું કે શું હું તેને જંગલ માં પોતાની સાથે લઈ જઈ શકું. તેમને ખુશીથી પરવાનગી આપતા કહ્યું કે તમે હોય ત્યાં મારે શું ચિંતા કરવાની લઈ જાઓ તમતમારે ખુશીથી. આ સાંભળી મને ખુબ આનંદ થયો. અમે સવારે પરોઢે નીકળવાનું નક્કી કર્યું.જંગલ માં વાઘ અને દીપડા નો ભય હોવાથી અમે સહુ એ કોઈ ને કોઈ હથિયાર પોતાની પાસે રાખ્યું જેથી સ્વબચાવ કરી શકાય. રાતે સુતા પહેલા બધી તૈયારી કરી લીધી અને સુવા માટે ઓસરી માં ઢોલિયા પાથરી સહુ સુઈ ગયા.
એક ખુશનુમા અવાજ સાથે કોઈ મને જગાડતું હોય એવું લાગ્યું.જોયું તો વનિતા હતી. તેણીની અમને સહુ ને જગાડી અને બધી વ્યવસ્થા કરી આપી.દૈનિક ક્રિયા પતાવી અમે સહુ નીકળી પડ્યા. બપોર પડતા અમે ખાસુ અંતર કાપી લીધું અને એક સારી જગ્યા જોઈ ત્યાં જમવા માટે બેઠા.જમી થોડો આરામ કરવા નું નક્કી કર્યું. એકાદ કલાક જેવું થયું હશે ત્યાં નજીક માં કાઈ સળવળાટ થયો હોય એવો મને ભાસ થયો. ત્યાં વનિતા પણ જાગી ગઈ. જોયું તો એક વિકરાળ વાઘ ને જોયો.જોતાવેંત જ મારા હાજા ગગડી ગયા કારણકે મેં કોઈ દિવસ રૂબરૂમાં આટલું ભયાનક રાની પશુ જોયું ન હતું.પણ બીજી જ ક્ષણે વનિતા એ જોર થી બૂમો પાડી અને તેની સામે ધસી ગઈ.વાઘ પોતાની સામે થયેલા એકદમ અવાજ થી અને વિચિત્ર પ્રાણી થી ડરી અને ભાગી ગયો. વનિતા એ કહ્યું કે જંગલ માં વાઘ મોટા ભાગે રાતે જ બહાર નીકળતો હોય છે માણસ નો સામનો કોઈ દિવસ ના થયો હોય.જેથી તે આપણા થી ડરે છે. બધા ના મન માંથી થથરાત હજુ શમ્યો નહોતો. હવે બધા એ આગળ વધવાનું નક્કી કર્યું. ભગો સહુ થઈ આગળ રહ્યો જેથી તે પોતાના અનુભવ થી રસ્તો નક્કી કરી શકે.અને બે દિવસ સતત ચાલતા ચાલતા અમે પહાડી વિસ્તાર માં આવી પહોંચ્યા.સતત ચાલતા રહેવાનાં કારણે શરીરે બંડ પોકાર્યું. આરામ ની સખત જરૂર હતી ત્યાંજ અમને સામે એક મઢી દેખાઈ. ખૂબ અદભુત વાતાવરણ હતું એ....એકદમ નીરવ શાંતિ પથરાયેલી હતી. આજુબાજુ માં વનરાજી અને નાનકડી ટેકરી ઉપર મઢી બનાવેલી જેથી આજુબાજુ બધી જ જગ્યા જોઈ શકાય અને આનંદ માણી શકાય. ઉપર જઈ ને જોયું તો એક સાધુ મહાત્મા શાંત ચિત્તે ધ્યાન માં બેઠાં હતાં.અમારા પગરવ નો અવાજ સાંભળી આંખો ઉઘાડી ને અમારી તરફ જોઇ સસ્મિત મુખે આવકાર આપ્યો. મારી તરફ તેમનું વિશેષ ધ્યાન હતું. મને જોઈ ને તેમને કહ્યું કે આ વનરાજી વર્ષોથી તમારી રાહ જોઈ ને બેઠી છે.તેમને અમને શીતળ જળ પીવડાવ્યું આવું જળ મેં મારી પુરી જિંદગી માં ક્યારેય નહોંતુ પીધું.અમૃત સમાન જળ થી અમારો બધો થાક જાણે ક્યાં ગાયબ થઈ ગયો. તરસ છીપાવીને થોડો આરામ કરવાનું નક્કી કર્યું. ભીખો આરામ કરી ને આગળ ના પર્વતીય વિસ્તાર માં આગળ કેમ વધવું તેનું આયોજન કરવા માં પડ્યો.સાંજ પડી ગઈ હોવાથી અમે વહેલી સવારે જવાનું નક્કી કર્યું.સવારે ઉઠી ને મહાત્મા ના આશીર્વાદ લઈ ને ચઢાણ ચાલુ કર્યું.ઓછો અનુભવ હોવા છતાં કાઈ કરવાની મહેચ્છા થી પગ માં કોઈ અલગ પ્રકાર નો જોશ અનુભવાતો હતો.સાંજ ના ચાર બજયે અમે ટોચ ના કહી શકાય તેવા શિખર પર પહોંચી ગયા.અમારી પાસે ખાવાપીવાનો જ કોઈ સામાન હતો એ પતવા ની તૈયારી માં હતો.તેથી અમે કોઈ ફળ કે કાંઈ શોધી અને ખાવાનું નક્કી કર્યું. થોડા આગળ વધ્યા પછી રહસ્યમય ગુફાઓ નો સમૂહ ચાલુ થયો.થોડું કપરું ચઢાણ હતુ અટલે અમે ભીખા ને આગળ મોકલ્યો.ભીખા એ તેના અનુભવ નો પુરો ઉપયોગ કરી અમને બધાને ઉપર ચઢાવી દીધાં. થોડું ચાલ્યા પછી સામે એક અટપટી ગુફાઓ નો સમૂહ નજરે પડ્યો. મેં લિપિ માં વાંચ્યા પ્રમાણે આ પ્રથમ કોયડો હતો જેને મારે પાર કરી સાચી ગુફા માં પ્રવેશ કરવાનો હતો એક ખોટું પગલું મારો જીવ લઈ લે એમ હતું. મારી સામે બાર ગુફાઓ નો સમુંહ હતો તેમાંથી મારે સાચી ગુફા શોધવાની હતી.લિપિ પ્રમાણે કોયડો હતો કે.....

"રાશિ છે બાર નવ જા વૃષ મેષ માં મંઝીલ તારી સિંહ કેરી સિંહ ધરાતલ માં ધરાતલ ની દિશા ચાર પકડ પશ્ચિમ કેરી વાટ
તલવાર તારી તરણી છે તારી મત મુકીશ વચ માં કર વાર જમણી ભુજા માં"

કોયડો ઉકેલવા માં સહેલો હતો પણ જગ્યા ખુબ વિકટ હતી.બાર ગુફા બાર રાશિ પ્રમાણે હતી.અને કોયડા મુજબ મારે સિંહ રાશિ પ્રમાણે ની ગુફા માં જવાનું હતું. અમે દરેક જગ્યા એ દ્રષ્ટિ દોડાવી.વનિતા ના કહ્યા પ્રમાણે સિંહ રાશિ પાંચ માં ક્રમાંકે રાશિ અનુસાર આવતું હોવાથી અમેં પાંચ મી ગુફા માં પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું.પણ સીધો ઢોળાવ હોવાથી ભીખા એ સહુ પ્રથમ ઉપર ચડી દોરડું લટકાવ્યું જેથી અમે સહુ એક પછી એક ઉપર ચડી શકીયે.પણ ચડતા ભગા ના હાથ મેં થી દોરડું છટકી ગયું. એને સારા એવા પ્રમાણ માં ઇજા થઈ પણ તેનું એકલા રહેવું જોખમી હતું. રાની પશુ ગમે ત્યારે હુમલો કરે એવી શક્યતા હતી.જેથી અમે સહુ એ અને ઉપર ગમેં તેમ કરી ચડાવ્યો.
જેથી તે ક્યાંય ફસાય નહીં.ગુફા ના પ્રવેશ દ્વાર માં પ્રવેશતા જ વિચિત્ર પ્રકાર ના પક્ષીઓ નો અવાજ આવવા લાગ્યો જોત જોતા માં ઝુંડ બહાર આવ્યું અને મને અને વનિતા ને છોડી ભગા અને ભીખા ને પ્રવેશતા રોકવા લાગ્યાં. અચાનક થયેલ હુમલા થી અમેં સહુ ગભરાઈ ગયા પણ અમે જોયું કે તે અમારી બાજુ નથી જોતા તો મોકો જોઈ હું અને વનિતા અંદર ઘુસી ગયા. અને ભગા ભીખા ને ઈશારો કર્યો કે તમે બહાર જ રહો.ત્યાં સુધી અમે અંદર જતા રહીયે. અંદર જતા સામે નવ કુવા આવ્યા કોયડા માં હું ગુંચવાયો પણ ત્યાં વનિતા મદદે આવી ધરાતલ એટલે ધરતી નવ કુવા છે એટલે નવગ્રહ અને એમાંની ધરતી એટલે પૃથ્વી અને પૃથ્વી ગ્રહમંડલ માં ત્રીજા સ્થાને હોય એટલે અમે ત્રીજા કુવા માં ઝંપલાવ્યું.
અચાનક એક તીવ્ર સુગંધ મારા નાક માં પ્રવેશી જોયું તો ચારે તરફ સુંદર ફૂલો ની સૌરભ અનુભવાતી હતી.તેમાં ચારે બાજુ ચાર પ્રવેશ દ્વાર હતા. આજુબાજુ જોયું તો મારી સાથે વનિતા નહોતી.તેણીની ક્યાંય દેખાતી ન હતી અને અચાનક જોયું તો એક પ્રવેશદ્વાર ની અંદર તેને કેદ થયેલી જોઇ પણ તે મને જાણે ત્યાં ન આવવા કહેતી હોય એવું મને લાગ્યું સાથે લાવેલા હોકાયંત્ર થઈ મેં દિશા જોઈ તો એ પૂર્વ દિશા હતી અને કોયડા પ્રમાણે મારે પશ્ચિમ દિશા માં જવાનું હતું. મને લાગ્યું કે આ ભ્રમજાળ મને ભટકાવવા માટે રચવામાં માં આવી છે.જેથી મેં પશ્ચિમ દિશા ના દરવાજા માં પ્રવેશ કર્યો.
જેવો મેં અંદર પ્રવેશ કર્યો તો મેં જે દ્રશ્ય જોયું તે જોઈ હું હતપ્રભ થઈ ગયો.જોયું તો અંદર મોટા કુંડ ની વચ્ચે માં ની મૂર્તિ સ્થાપિત હતી.આનંદ થી મારુ હૈયું ભરાઈ આવ્યુ.અને મેં કેડી પર દોટ મુકી પણ ત્યાં જ વચ્ચે એક ધડાકો થયો અને ભયંકર માણસ મારી સામે આવ્યો પણ મારામાં અચાનક જ ક્યાં થી કોઈ દિવ્યશક્તિ આ પ્રવેશ કર્યો હોય એમ સહેજ પણ થડકયાં વગર
મેં તેની સાથે લડાઈ ચાલી કરી.મારી દિવ્ય તલવાર સાથે હતી અને કોઈ દિવસ તલવારબાજી કર્યા નો અનુભવ ન હોવા છતાં હું ગજબ સ્ફૂર્તિ થી તલવાર ચલાવવા લાગ્યો. પણ હું એનું જે અંગ કાપુ તે ફરી ઉગી નીકળવા લાગ્યુ. ઘણી વાર સુધી અમે લડ્યા જ કર્યું પણ તેને કાઈ અસર થતી હોય એવું લાગ્યું નહીં.હવે મારી હિમ્મત જવાબ આપવા મંડી.બે વાર હું ખાઈ માં પડતા બચ્યો અને વિચારવા લાગ્યો ત્યાં મને કોયડો યાદ આવ્યો.તે પ્રમાણે તેની જમણી ભુજા એટલે જમણા હાથ પર વાર કરવાનો હતો. જેમતેમ કરી મેં હિમ્મત ભેગી કરી અને પુરી તાકાત થી તેના જમણા હાથ પર તલવાર નો ઘા કર્યો અને તેની જમણી બાજુ છુટી પડતા ની સાથેજ ભયંકર ધડાકા સાથે તેના શરીર ના ટુકડા થઈ ને હવામાં ઓગળી ગયા. હું મૂર્તિ પાસે પહોંચ્યો ત્યાં મને મારી આસપાસ કોઈ હોય એવો અહેસાસ થયો મને કોઈ ગુપ્ત રીતે આશીર્વાદ આપતું હોય તેમ લાગ્યું અને સો કિલો વજન ની મૂર્તિ મેં એકલા હાથે ઉપાડી લીધી. અને જોયું એક ગુફા માં થી સીધું બહાર નિકળાતું હતું.મેં જેવો બહાર પ્રવેશ કર્યો ત્યાં ભગો ભીખો અને વનિતા ઉભા હતા. ભગા ભીખા ના કહ્યા મુજબ અમે અંદર ગયા એવા પક્ષી તરત પાછા ચાલ્યા ગયા.અને વનિતા ના કેવા મુજબ કુવા માં થી તેણીની સીધી દરવાજા માં કેદ થઈ ગયી અને બેભાન થઈ પછી ભાન આવ્યું ત્યારે અહીંયા બહાર હતી.અમે સહુ મૂર્તિ ને લઈ અને સીધો કસ્બા નો રસ્તો પકડ્યો.અને મૂર્તિ કોઈ ને દેખાય નહી તેમ મંદિર માં સ્થાપિત કરી અને બધા ને શુભ સમાચાર આપવા દોડ્યો. પણ ત્યાંતો આખું ગામ ઢોલ નગારા સાથે આવ્યું અને મને ઉચકી લીધો ત્યાં મેં દાદી ને જોયા . તેમને મને કહ્યું કે માં એ અમને સપના માં આવી પોતાના આવવા ની વાત જણાવી અને ધામધૂમથી સામૈયું કરવા કહ્યું.મૂર્તિ ની વિધિવત સ્થાપના ફરી થી કરી મેં મારા હાથે પૂજા કરી હર હમેશ માટે તેમના આશીર્વાદ મારા પર રહે એવી પ્રાર્થના કરી ત્યાં મૂર્તિ માં થી અવાજ આવ્યો અને માતાજી એ અને સાક્ષાત આશિર્વાદ આપ્યા.મેં માં પાસે મારી વસ્તી ને કોઈ દુઃખ ના પડે એવા આશીર્વાદ માંગ્યા. હવે દર વર્ષે પહેલા ની જેમ ઉત્સવ થવા માંડ્યો અને માં ની પુજા થવા લાગી.સહુ એ ખાધું પીધું અને મોજ કરી.