Mummy Mare kaik kahevu hatu in Gujarati Drama by Tushar Solanki books and stories PDF | મમ્મી મારે કંઇક કહેવું હતું

Featured Books
Categories
Share

મમ્મી મારે કંઇક કહેવું હતું

પપ્પા ના ગયા પછી હું ને મમ્મી જ હતા . અને અમારું જીવન સારું ચાલતું હતું મારા લગ્ન માટે મમ્મી ઘણી મહેનત કરતા હતા.
હું એક પ્રાઈવેટ કંપની માં જ જોબ કરતો હતો .

તે દિવસ સામાન્ય દિવસ ની જેમ જ હતો . હું તે દિવસે સવારે નાસ્તો કરી ને નિકળો . નીકળો ત્યારે મમ્મી એ મને
ટોક્યો કે ' બેટા ધ્યાનથી જજે' .

મેં કીધું મમ્મી તું રોજ આમ મને ના ટોક મને ગમતુ નથી .

મમ્મી એ કહ્યું 'બેટા માં નો સ્વભાવ ના બદલાય ભલે માણસ આખો બદલી જાય '

હું નીકળો મારા સમય મુજબ, કાન માં હેડફોન રાખીને.

ગીત વાગતું હતું ' જિંદગી કેસી હે પહેલી હાય ' મારુ મનપસંદ ગીત .

અચાનક એ ગીત બન્ધ થઈ ગયું ,હું વિચાર માં પડી ગયો. મને જાણે નબળાઈ જેવું લાગવા માંડ્યું અને હું રસ્તા પરથી સુઈ ને ઉઠ્યો હોય એવું લાગ્યું.

મને થયું ચાલને ઘરે જઈ દવા લઈ ને નીકળું .મેં ઘરે ફરવાનું નક્કી કર્યું .

રસ્તા માં એકા એક મને ઠંડી હવા એહસાસ થયો. મેં કીધું ચાલ ને બગીચો નજીક છે તો આટો મારતો આવું . ત્યાં ગયો ને મારો 5 કલાક નો સમાય ક્યાં જતો રયો મને ખ્યાલ ના આવ્યો .

હું તરત જ ઘરે જવા માટે નીકળ્યો .

ઘર પાસે પહોંચ્યો કે ઘર ની બારે 20 થઈ 30 લોકો ઉભા હતાં. મને થયું કે આ ભીડ કેની હશે ?
મન માં ઘણા વિચાર અવવા લાગ્યા
' મારુ માંગુ આવ્યું હશે ?'
મમ્મી ને કઇ થયું હશે ? '
વગેરે વગેરે .

હું પહોંચ્યો ત્યાં મારા મામા , કાકા , કાકી , ફુવા બધા જ હતા , હું પગે લાગ્યો પણ કોઈ એ આશીર્વાદ ના આપ્યા .

મને થયું મમ્મી એ જ કંઈક કાન ભર્યા હશે .
હું આગળ વધ્યો મારા પિતરાઈ ભાઈ , બહેન હતા મેં એને ભી બોલાવ્યા પણ કોઈ એ જવાબ ના અપયો .મને મમ્મી પર એવો ગુસ્સો આવ્યો કે વાત ના પૂછો.

હું આગળ વધ્યો તો જોયું મારા મિત્રો ઉભા હતા પણ એનેય મને ના બોલાવ્યો .

છેલ્લે હું ગુસ્સા માં ને ગુસ્સામાં મમ્મી પાસે ગયો અને મોટે મોટે થી બુમો પાડવા મંડ્યો.

પણ મમ્મી પણ કઇ ના બોલ્યા એ બસ રોતાં જ હતા .

મને થયું કોઈ બોલતું નથી એટલે વાંક મારો જ હશે ચાલ ને મમ્મી ને માફી માંગુ . મેં માફી માંગી પણ મમ્મી રોતા રયા .

થોડીક વાર થઈ તો બધા રોતા દેખાના ' હું તો મુંજનો અને મને પણ પેટ માં ફળ પડી કે કંઈક મોટી વસ્તુ બની લાગે છે .

મેં મમ્મી ની સામેથી નજર થોડી નીચેની ની બાજુ એ કારી જ્યાં તે જોતા હતા .

ઘર ની લાદિ પર એક વસ્તુ પડેલી હતી એ જોઈ ને તો મારી પણ આંખ ખૂલ્લી ગઈ અને જમીન પગ નીચે થી નીકળી ગઈ .

એ વસ્તુ હતી ' મારુ મૃત્યુ પામેલું શરીર ને હું જોઈ શકતો હતો'

મને આખી વાત સમજાય ગઈ અને હું એ દૃશ્ય જોઈ ને ચોધાર આશું એ રડવા માંગ્યો . મને યાદ આવ્યું સવાર નું એ ગીત નહતું બંધ થયુ પરંતુ મારી જીંદગી નું ગીત બંધ થઈ ગયું હતું.

મારા મન માં ઘણી વાત હતી જે હું મારા મમ્મી બને કહેવા માંગતો હતો .

પરંતુ મારી કમનશિબિ એ હતી કે હું બોલી શકતો , જોઈ શકતો પરંતુ મને કોઈ ન હતું જોઈ શકતું કે સાંભળી શકતું .

હું એક ખૂણા માં બેસી ગયો અને બધું જીતો હતો .

બધા રોતાં હતા ને મને દુઃખ થતું હતું .

પરંતુ મને એ જ મોટુ દુઃખ હતું કે હું મારા મમ્મી સાથે બેસી ને વાત ના કરી શકીયો.

મારે મારા મમ્મી ના હાથે ફરી જમવું હતું .
મારે મારા મમ્મી ના ખોળામાં માથું રાખી સૂવું હતું.
મારા મારા મમ્મી ની સેવા કરવી હતી .
મારા મમ્મી ને જાત્રા કારવી હતી .

પરંતુ આ વાત મન માં ને મનમાં રહી ગઈ અને હું ચાલ્યો ગયો .

સમય વીતતો થયો અને મારા શરીર ને ચાર ખભા પર લઈ જવામાં આવ્યો .
હું ભગવાન સામે રડ્યો કે મને એક અવસર આપે પરંતુ લખેલા લેખ કોઈ ના બદલી શકે .

મેં ઘણા લોકો ની શામશન યાત્રા જોઈ છે પરંતુ એ દિવસે મેં મારી શમશાન યાત્રા જોઈ .

મારા શરીર ને અગ્ની દાહ અપાયો જેવું મારુ શરીર અગ્ની માં વિલીન થયું તવો જ ઉપર થી પ્રકાશ પડ્યો જે હજાર સૂર્ય સમાન હતો .

મને અંદર થી જ ખ્યાલ આવી ગયો કે મારું ઘોડિયું બીજે તૈયાર થઈ ગયું છે.

હું મારા દુઃખ ના પોટલાં ને સમેટી છેલ્લી વિદાય લઈ ને ચાલ્યો ગયો .